હે ભારત દેશના નાગરીકો ! તમે બધા તો ગુનેગારો છો.– સાગરીકા ઘોષ.(ટા ઓફ ઇં ૮મી નવેંબર.)
જ્યારે મોદી સરકાર નામે દેશના નાગરીક ઉપર અવીશ્વાસ રાખે છે ત્યારે દેશમાં સુશાસન અશક્ય થઇ જાય છે. શુ તમે તમારા બેંક એકાઉન્ટ સાથે તમારો મોબાઇલ ફોન અને આધાર કાર્ડ જોડવાનું ભુલી ગયા છો? તો તમે ગુનેગાર છો. શું તમને ગુંચવાડા ભરેલા જીએસટી ફોર્મને ભરવાનું ખુબજ મુશ્કેલ લાગે છે? તો તમે ચોકકસ ગુનેગાર છો. શું તમે તમારા ઘરમાં રોકડ નાણાં રાખો છો ? તો તમે ગુનેગાર છો. ઓહ! શું તમે માંસ ખાવ છો? તો તમે નક્કી ગુનેગાર છો. શું તમે મોગલોનો ઇતીહાસ વાંચો છો? તો તમે ગુનેગાર છો. કયા કારણોસર તમને લાગે છે કે સીનેમા થીયેટરમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે ત્યારે ઉભા થવાની બીલકુલ જરૂરત નથી? તો તમે રાષ્ટ્રદ્રોહી જ છો. શું તમને માનવી તરીકે અંગત જીવવાનો અબાધીત અધીકાર( રાઇટ ટુ પ્રાયવસી)છે તેવું તમે માનો છો? તો તો તમે ચોક્કસ ગુનેગાર છો.
આ દેશની અંદર, મોદી સરકારના રાજ્યમાં દરેક નાગરીક સંભવીત ગુનેગાર છે( રાજ્યકર્તા અને તેમની મીલીભગત ટોળકી સીવાય). દરેકે પોતે સાબીત કરવું પડશે કે કેવી રીતે તે ગુનેગાર નથી અને નીર્દોષ છે. સુશાસન માટે 'ગુનાહીત માનસ મુક્ત' " પવીત્ર ભારત" બનાવવું અનીવાર્ય છે. તમારે દરરોજ એવું સાબીત કરવું પડશે કે આજે છેલ્લા ચોવીસ કલાકમાં તમે નીર્દોષ છો અને કોઇ ગુનો કરવાનો વીચાર પણ તમારા મનમાં પેદા થયો નથી ને? તમને ખબર છે વર્તમાન સરકારે એવા 'બીગ બ્રધર' તંત્રની રચના કરી છે કે તે બધા નાગરીકોના ભુત, ભવીષ્ય અને વર્તમાન કાર્યો પર નજર રાખી શકે છે.રાજ્યકર્તા શાસન તરફથી જે મનકીબાત રજુથાય એજ લોકશાહી સંવાદ બાકીનું બધુ રાષ્ટ્રવીરોધી....
( લેખ ટુંકાવીને તેનો ભાવાનુવાદ કરેલ છે.)