સને ૨૦૧૪ પછી મોદીજી અને તેઓની સરકારે ભારતીય લોકશાહી વ્યવસ્થા માટે કેવા પડકારો ઉભા કરી દીધા છે? – (સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા તંત્રી લેખ– કાન્તી બાજપાઇ ૪–૧૧–૧૭. નો ભાવાનુવાદ)
એક વાત સાચી છે કે મોદીજીની વીચારસરણી જમણેરી લોકશાહી વીચારોને વળેલી છે. પણ દેશમાં લોકશાહી તો રહેવી જોઇએ ને?
" ભારતીય લોકશાહીને , એક રાજકીય પ્રથા તરીકે તથા જીવન પધ્ધતી સામે ભયંકર ખતરો ( Democracy as a way of life) ઉભો થઇ ગયો છે. સૌથી મોટો પ્રશ્ન એ નથી કે પક્ષીય નીર્ણય પધ્ધતીમાં આંતરીક લોકશાહી છે કે નહી. તેઓના તરફથી સૌથી મોટો ગંભીરભય અનુભવહીન, મુર્ખ, જડ, મંદબુધ્ધીવાળા અને જાડા બરછટ પોતવાળા, માણસની ભલમનસાઇ કે સારાપણા વીશે શંકાશીલ એવા દંભી રાષ્ટ્રવાદનો છે. (The great danger is crass and cynical pseudo-nationalism.) તેના ટેકામાં જે બીજા ખરાબ તત્વો એકત્ર થયા છે તે છે ક્રુર, પાશવી, ધર્મ આધારીત બહુમતીવાદ,આત્યંતીક ધાર્મીકતા, હીંદુ સમાજની ઉપલી જ્ઞાતીઓનું રાજકીય સત્તાના ઉપયોગમાં બેફામ વર્ચસ્વ, અનીયંત્રીત,પણ પ્રચંડ,પ્રબળ, ભયાવહ સામાજીક અસમાનતા આધારીત ગુનાહીત વર્તનો, દેશના યુવાનોની વીકરાળ મોઢું ફાડીને ઉભેલી બેરોજગારીની સમસ્યાઓ, સત્તા પ્રત્યે ખુશામતખોરી,કે ચાપલુસી, ભય, ધમકીઓ,અને સામાજીક હીંસાઓ વી. છે."
બહુ થોડા ભારતીયો દેશના વડાપ્રધાનને તેમની ભરપુર રમુજવૃત્તી માટે કદર કરશે. ( કુવામાં હોય તો હવાડામાં આવે ને!) કારણકે મોદી એક એવા નેતા તરીકે હવે વીશ્વભરમાં જાણીતા થઇ ગયા છે કે તે આપખુદ છે. તે આપખુદ રીતે જ નીર્ણયો લેવા ઉછેરેલા છે, ટેવાયેલા છે. તેઓના નીર્ણયો જો કે બીજેપી પક્ષ માટેના હોય છે. પણ જેનું સુકાન કે વહીવટ પડછાયામા રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે. (on behalf of a party operating in the shadow of the Rashtriya Swayamsevak Sangh (RSS).)
ખરેખરતો દરેક રાજકીય પક્ષનું સંચાલન લોકશાહી ઢબે અને પ્રજાને તેનું સંચાલન ખુલ્લીરીતે થાય છે તેવો અહેસાસ થવો જોઇએ. આજે દેશમાં કોઇપણ રાજકીય પક્ષ તે રીતે કામ કરતો નથી. ફક્ત નહેરૂના સમયમાં કોંગ્રેસપક્ષ બીલકુલ પારદર્શક અને બહુમતમતાંતરને આવકાર આપતો પક્ષ હતો. અરે નહેરૂ ખુદે,પોતે પક્ષના સર્વેસર્વા ન બની જાય તેવી લાલચો સામે પ્રમાણીક રીતે સંઘર્ષ કર્યો હતો.( Even Nehru fought the temptation to boss his party around.)
મોદી ખુબજ હોંશીયારીપુર્વક પણ આંગળી બતાવીને નહી તે રીતે દેશમાં મીડીયાને એમ નથી જણાવતા કે તમે કોંગ્રેસ પક્ષનું સંચાલન વંશવાદ કરી રહ્યે છે તેવો પ્રશ્ન ઉઠાવો!. કારણકે બાકીની ચાર આંગળીઓ પોતાની સામે આવે છે જેમાં એમ પુછવામાં આવે કે તમારા પક્ષમાં ક્યાં આંતરીક લોકશાહી પ્રથા છે?( તમારો પક્ષ અને નેતાઓ ગુજરાતમાં આગમી ચુંટણીમાં કોના હાથ હજુ મજબુત કરવા મત માંગી રહ્યો છે?)
આ માણસની નેતા તરીકેની રાજકીય કારકીદીનો નકશો જોશો તો ખબર પડશે કે તેમાં પક્ષીય લોકશાહી કે અન્યના મતને સહીષ્ણુ કરવા તેવું તેમના સ્વભાવમાં જ નથી. 'માય વે ઇઝ હાઇવે.' મોદીની નેતા તરીકેની બાદબાકી કરીને બીજેપી પક્ષનું ભાવી શું? તેનો કોણ અને કેવો જવાબ આપશે?
તેઓનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકેનો જગજાહેર સ્પષ્ટ રીપોર્ટીંગ છે કે તેઓએ ભાગ્યે જ પોતાની કેબીનેટ કે તેના મંત્રીઓ, વીધાનસભાકે લોકસભાની ચર્ચાને આધારે,તથા દેશના મીડીયા કે પ્રેસે સુચવેલી બાબતોને ધ્યાનમાં લીધી હશે.(Modi's remarks about party democracy contrast to his record. As chief minister of Gujarat and Prime Minister of India he is widely reported to have governed with little heed to the cabinet, legislature or media.) પોતાના પ્રધાન મંડળની બૌધ્ધીક કક્ષા સામાન્ય ( Mediocrity) હોવાથી તે આ બધાની દલીલોને સ્વીકારે નહી તે ક્ષમ્ય છે અને સ્તુત્ય કે વખાણવાલાયક છે (Commendable).
પણ કાયમ માટે પોતાની માફક જ ચુંટણી જીતીને ચુંટાયેલા અનુભવી ને વડીલ સાથીઓને કાયમ માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કેબીનેટ કક્ષાના મંત્રીઓ બનાવ્યા બાદ નીર્ણયો લેવાની પ્રક્રીયાઓમાંથી બાકત કરવા( બાયપાસ કરવા) અને સીનીયર સરકારી અધીકારીઓ દ્રારા સરકાર ચલાવવી તે તો લોકશાહી રાજ્યપ્રથા માટે ખુબજ ખતરનાક છે. શું મોદીજીને પ્રતીનીધીત્વ માળખાની લોકશાહી રાજ્ય વ્યવસ્થામાંજ વીશ્વાસ નથી? નહેરૂજી સીવાય અને મોદી સહીત દેશના બધાજ વડાપ્રધાનોને લોકસભાની ચર્ચામાં ભાગ લેવો એ જાણે તે સંસદપર મહેરબાની કરતા હોય કે કૃપા કરતા હોય એમ તે બધાને લાગતું હશે. વધુમાં આપણા વડાપ્રધાનો સંસદમાં આવે પછી સંસદને માથે પોતાની લાંબી સ્પીચ આપે અને ત્યારબાદ સંસદના ગૃહમાંથી અલોપ થઇ જાય. આની સામે બ્રીટનના વડાપ્રધાનો ત્યાંની સંસદ( જે વેસ્ટમીનીસ્ટર તરીકે જાણીતી છે)ના પ્રશ્નોત્તરી કલાકમાં પોતાના સાંસદ સભ્યોએ કેવા પ્રશ્નો પુછયા છે, પ્રજાની કઇ મુસીબત કે વીડંબનાઓ છે તે જાણવા અને પછી તેનો જવાબ આપીને ગંભીર પગલાં લેવા તત્પર હોય છે. અને તેમાં પોતાની ફરજ બજાયાનો સંતોષ અને આનંદ પણ હોય છે. તેની સામે મોદી પોતાના એક બીજાહાથોની અદબવાળીને આકાશમાં જોતા હોય તેવા ફોટા તેઓની સંસદની હાજરીમાં લોકોએ જોયા છે.
મોદીએ ક્યારેય પ્રેસકોન્ફ્રરન્સને સંબોધી નથી. ભાગ્યેજ કોઇને ઇન્ટરવ્યું આપ્યો છે. આ બાબતમાં મોદી નહેરૂજી સીવાયના બધાજ વડાપ્રધાનોની રૂઢીરીતીઓ પ્રમાણે જ ચાલે છે. મોદી એમ દાવો કરે છે કે તેઓના માથે દેશ ચલાવવાની એટલી મોટી જવાબદારી છે કે પ્રેસ, મીડીયા વી. સાથે વાતચીત કરવી કે વીચારોની આપ લે કરવાનો સમય જ નથી. ખરેખર તેઓને ખબર નથી કે પછી દરકાર જ નથી કે પ્રેસ સાથેનો સંબંધ અને સંવાદ સુશાસનનો એક અનીવાર્ય ભાગ છે.
વડાપ્રધાનનો પક્ષીય લોકશાહીની હીમાયાત કરતો પ્રમાણીક સંદશો રમુજથી વધારે કાંઇ નથી. કારણકે તે એવા પક્ષના સભ્ય છે જે પોતાના અસ્તીત્વ માટે આર એસ એસ ઉપર પુરેપુરો આધારીત છે. જે સંસ્થામાં ક્યારેય ચુંટણી થતી નથી અને તેમાં સત્તાના હુકમો ક્યાંથી આવે છે તે હંમેશાં રહસ્યમય જ હોય છે. શું કોઇ એવી શંકા કરી શકશે કે આર એસ એસના નીર્ણયોજ બીજેપીમાં આખરી હોતા નથી? દેશની કેબીનેટના મીનીસ્ટરની પસંદગીથી માંડીને કોઇપણ મહત્વનો નીતી વીષયક નીર્ણય ખુલ્લી કે ગર્ભીત આર એસ એસના વડીલોની મંજુરી સીવાય લેવાતો નથી. જ્યારે તે સંસ્થા બીજેપીના નેતા કે પક્ષની નીતીઓ વીરૂધ્ધ નીર્ણય કરે છે ત્યારે લોકશાહી રીતે ચુંટાયેલ દેશના સવાઅબજની વસ્તીના પ્રતીનીધી વડાપ્રધાનને પણ પોતાના નીર્ણયો બદલવા પડે છે. અર્થતંત્ર માં જીએસટીના નીયમોમાં ફેરફારો અને બીજા નીતીવીષયક નીર્ણયો તેના જીવતાજાગતા પુરાવા છે.
ભારતીય લોકશાહીને , એક રાજકીય પ્રથા તરીકે તથા જીવન પધ્ધતી સામે ભયંકર ખતરો ( Democracy as a way of life) ઉભો થઇ ગયો છે. સૌથી મોટો પ્રશ્ન એ નથી કે પક્ષીય નીર્ણય પધ્ધતીમાં આંતરીક લોકશાહી નથી. તેઓના તરફથી સૌથી મોટો ગંભીર ભય અનુભવહીન, મુર્ખ, જડ, મંદબુધ્ધીવાળા અને જાડા બરછટ પોતવાળા, માણસની ભલમનસાઇ કે સારાપણા વીશે શંકાશીલ એવા દંભી રાષ્ટ્રવાદનો છે. (The great danger is crass and cynical pseudo-nationalism.) તેના ટેકામાં જે બીજા ખરાબ તત્વો એકત્ર થયા છે તે છે ક્રુર, પાશવી, ધર્મ આધારીત બહુમતીવાદ,આત્યંતીક ધાર્મીકતા, હીંદુ સમાજની ઉપલી જ્ઞાતીઓનું રાજકીય સત્તાના ઉપયોગમાં બેફામ વર્ચસ્વ, અનીયંત્રીત,પણ પ્રચંડ,પ્રબળ, ભયાવહ સામાજીક અસમાનતા આધારીત ગુનહીત વર્તનો, દેશના યુવાનોની વીકરાળ મોઢું ફાડીને ઉભેલી બેરોજગારી, સત્તા પ્રત્યે ખુશામતખોરી,કે ચાપલુસી, ભય, ધમકીઓ,અને સામાજીક હીંસાઓ વી. છે.
દેશના દરેક વીરોધપક્ષના નેતા સામે મોદી સરકારે ભ્રષ્ટાચાર વીરૂધ્ધ તપાસની તોપો માંડી દીધેલી છે. જાણેકે પોતાની સત્તાધીશ પાર્ટીના નેતાઓ દુધે ધોયેલા છે. દેશની દરેકપ્રકારની ટીવી ચેનલો ચલાવતા મીડીયા ગ્રૃહો અને અખબારી આલમના માલીકી ગૃહો સતત ચીંતાજનક સ્થીતીમાં દીવસો પસાર કરી રહ્યા છે. કારણકે આ જમણેરી જુથો એક દીવાના કે પાગલ બની ગયેલા માણસની માફક કોના પર હુમલો કરશે તેની ભવીષ્યવાણી કરવી જ અશક્ય બની ગઇ છે. અને પછી તે બધાપર સરકાર તપાસ કરવાના હુકમો છોડશે. દેશના તમામ પ્રકારના બૌધ્ધીકો, તજજ્ઞનો, લેખકો, કલાકારો પણ સતત તપાસના તેમના દાયરામાં હોય છે.તેમના તૈયાર કરેલ તકેદારી મંડળના સભ્યો(Vigilantes) દા;ત ગૌરક્ષકો,એન્ટી રોમીયો સ્કોડના જુથો, લવજેહાદવાળાઓ આબધા નક્કી કરે તે બધાને સહેજ પણ દયા કરૂણા બતાવ્યા સીવાય રહેંસી નાંખી શકે છે. મારી નાંખી શકે છે. દેશમાં કાયદાનું શાસન (Rule of law) ને બદલે જે કાયદો હાથમાં લઇને ઉપયોગ કરે તેનું શાસન ચાલે છે.
આબધાજ દેશની લોકશાહી સામે સાચા પડકારો છે.( These are the real challenges of democracy in India.)