કેમ તમે ચુંટાયેલા પણ ગુનાહીત કારર્કીદી ધરાવતા ધારાસભ્યો અને સંસદ સભ્યો સામે સ્પેશીઅલ કોર્ટની રચના કરી કેસ ચલાવતા નથી? સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા.
આજની તારીખે દેશની વીધાનસભાઓ અને લોકસભામાં થઇને આ મહાનુભાવોની કુલ સંખ્યા આશરે ૩૩% ટકા છે. ટુંકમાં આ દેશની લોકશાહી પ્રથામાં વીધાનસભા કે સંસદમાં ચુંટાયેલો દર ત્રીજો ધારાસભ્ય અને સંસદ સભ્ય ગુનાહીત કારર્કીદી ધરાવે છે. કેમ તમે દેશમાં પેદા થયેલ રાજકારણી નેતા અને ગુનેગારોની ટોળકીની સાંઠગાંઠને તોડવા માંગતા નથી? કેમ તમે લોકપ્રતીનીધી ધારામાં (a provision in the Representation of the People Act) જેનો ગુનો સાબીત થઇ ગયો હોય તેમ છતાં તે ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે પોતાના પદ પર ચાલુ રહી શકે છે તે કાયદાને રદબાતલ કેમ કરતા નથી? બહુમતી તો છે પછી તમને લોકપ્રતીનીધી ધારાની સદર કલમને રદબાતલ કરતાં કોણ રોકે છે? મોદી સરકારની સુપ્રીમ કોર્ટે એ દલીલને સ્વીકારી નથી કે તે અમારી એટલે કેન્દ્ર સરકારની જવાબદારી નથી પણ રાજ્ય સરકારની જવાબદારી છે.(વધુમાં માહીતી માટે દેશના ૧૮ રાજ્યોમાં તો બીજેપીની સરકારો રાજ્ય ચલાવે છે.) સુપ્રીમ કોટે વધુ મોદી સરકારને આડેહાથ લેતાં પુછયું છે કે તમે રાષ્ટ્રીય ચુંટણી પંચની દરખાસ્ત કે જે એમ સુધારો કરવા માંગે છે કે જેનો ગુનો સાબીત થયેલો છે તે નેતા કે મતદાર જીંદગીભર ચુંટણી નહી લડી શકે તેવું બીલ સંસદમાં લાવીને કેમ કાયદો પસાર કરતા નથી?
રાજ્યકર્તાઓની સંવેદનશુન્યતા, લાપરવાહી કે ઉદાસીનતા આ મુદ્દે એમ સાબીત કરે છે ન્યાયતંત્રની સક્રીયતા કે ( Judicial activism) ની વાત દંભી છે. શું રાજકારણનું ગુનાહીતકરણ દરેક રાજકીય પક્ષના હીતમાં જ છે? શું અત્યારે ચુંટણી જીતવા ફક્ત બે પરીબળો પુરતા છે? એક નાણાં કોથરી અને બીજુ બાહુબળ ( મનીપાવર અને મસલ્સ પાવર).
એસોસીયેટેડ ઓફ ડેમોક્રેટીક રીફોર્મ નામની સંસ્થાએ જે તે સમયે ઉમેદવાર તરીકે પોતાના ચુંટણી ફોર્મમાં પોતે જણાવેલું કે સાહેબ! કેટલા ફોજદારી ગુનાઓમાં સંડોવાયેલા છે તેને આધારે નીચેનું તારણ કાઢેલું છે. દેશભરમાંથી ચુંટણી જીતીને જે ધારાસભ્યો કે સંસદ સભ્યો કાયદો ઘડનારાઓ તરીકે વીધાનસભા કે સંસદમાં બીરાજમાન છે તેમાંથી કુલ ૧૫૮૧ સામે ક્રીમીનલ ગુનાઓ માટે એફ આઇ આર દાખલ થયેલી છે. આ લોકપ્રતીનીધીઓ સામે ફોજદારી ગુના બે પ્રકારના દાખલ થયા છે. એક જેમાં તે બધા ખુન, લુંટ, બળાત્કાર, સ્રીઓ સામે ગુનાઓ અને બીજા બીન–ફોજદારી ગુનાઓ રાજકીય વીરોધ કરવા ૧૪૪મી કલમને આધારે થયેલા ગુનાઓ. સારા, યોગ્ય રાજકીય નેતાઓ અને ક્રીમીનલ રેકોર્ડ ધરાવતા રાજકારણીઓને, બંનેની એકબીજામાં ભેળસેળ થવા દેવી પ્રજાના હીતમાં બીલકુલ નથી.
એસોસીયેટેડ ઓફ ડેમોક્રટીક રીફોર્મ સંસ્થાએ આ બધા ઉમેદવારોના ફોર્મસની ચકાસણી કરતાં એવું ચોંકાવનારૂ અને આઘાતજનક તારણ કાઢયું છે કે દેશમાં દરેક નવી ચુંટણીમાં ગુનાહીત કારર્કીદી ધરાવતા રાજકારણીઓની તેવી ગુણવત્તા નહી ધરાવતા રાજકારણી કરતાં બે ગણી જીતવાની શક્યતાઓ વધારે હોય છે. બીજુ તે સંસ્થાનું તારણ છે કે આ ગુનાહીત કારર્કીદી ધરાવનાર રાજકારણી ઉમેદવાર પેલા ચોખ્ખી કારર્કીદી ધરાવનાર રાજકારણી ઉમેદવાર કરતાં સહેલાઇથી ચુંટણી એટલા માટે જીતી શકે છે કે સરકારી બાબુઓને પણ તેમનાં કામો કરવામાં મઝા આવતી હોય છે! લોકો આવા બાહુબલીઓને જ પછી વીજેતા બનાવે ને.
દેશની જનતાએ જ્યારે ગુનાહીત નેતૃત્વ અને રાજકારણ બંને એકબીજામાં ભેળસેળ થઇ જાય ત્યારે ક્યાં સારા સરકારી વહીવટ માટે (good governance) કોની પાસે જવાનું? તારીખ ૩જી નવેંબરના ટાઇમ્સ ઓફ ઇંડીયા,આ તંત્રી લેખમાં વધુ દલીલ કરે છે કે ગુનાહીત રાજકારણીઓ માટેની સ્પેશીઅલ કોર્ટની રચના અને ફોજદારી ગુનો સાબીત થઇ ગયેલા ધારાસભ્ય કે સંસદ સભ્યની જીંદગીભર ચુંટણી ન લડી શકે તેવો લોકપ્રતીનીધી ચુંટણીધારામાં સુધારો, ચોક્ક્સ રાજકીય પક્ષોને આવા માણસોને ટીકીટ નહી જ આપવામાં મજબુર કરશે. આજના આ મુદ્દે જે સે થે રાજકારણને ચાલુ રાખવાને બદલે ગુનેગાર–નેતાની સાંકળને તોડવા માટે મોદી સરકાર !દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અમલમાં મુકો. ( સૌં ટા.ઓફ ઇ. ૩–૧૧–૧૭ ના તંત્રી લેખનો ભાવાનુવાદ.)