Saturday, November 4, 2017

શું ઘરડા ગાડાં વાળી શકે? શીવ વીશ્વનાથન.

શું ઘરડા ગાડાં વાળી શકે? શીવ વીશ્વનાથન.

( શીવ વીશ્વનાથન, નીવૃત રાજ્યશાસ્રી છે. હાલ તે ચેન્નાઇમાં રહે છે. પોતાનો  શૈક્ષણીક અભ્યાસ દીલ્હી યુની. અને  વ્યવસાયી જીવન દીલ્હીમાં રાજ્યશાસ્રના ક્ષેત્રે વૈશ્વીક કક્ષાએ સુપ્રસીધ્ધ " સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટી સી ડી એસ"માં પસાર કરેલ છે. આ સેન્ટરના આધ્યસ્થાપક પ્રો. રજની કોઠારી તેમના બૌધ્ધીક મેન્ટર હતા તેવું  તેઓએ રજનીભાઇની શ્રધ્ધાંજલીમાં લખ્યુ હતું. આ લેખ તેઓએ પોતાની વાત એક વડીલ પણ શાણપણથી પરીપક્વ તેવા સજ્જનના મુખે કહેવડાવી છે. જેનો ટુંક સાર અત્રે રજુ કરેલ છે.)

શીવ– આ દેશના રાજકારણને બીજેપીએ શુષ્ક, આશાવીહીન અને સુનકાર બનાવી દીધું છે. નોટબંધી અને જીએસટીએ તો દેશમાં સામજીક અને આર્થીક અંધાધુધી ફેલાવી દીધી છે. આપણા તમીલ રાજ્યમાં તો તેની સામે કોઇ રાજકીય પક્ષ તરફથી વીરોધ પણ થતો નથી. સને ૨૦૧૪ પછી રાજકારણ એટલે ફક્ત દેશના નાગરીકો માટે નેતાઓના સતત શબ્દોના આડંબરથી ભરેલ ભાષણો અને ગર્જનઓ સીવાય બીજુ કશું જ નહી. મારી સામે બેઠેલા વડીલના મોંઢાપર કોઇ જાતની લાગણી કે આવેગો જોવાના મળતા ન હતા. તે તો ફક્ત બીસ્કુટના ટુકડા ખાવામાં અને બ્લેક કોફીની ધીમી ધીમી ચુસ્કીઓ ભરવામાં જ મસ્ત હતા. મારી દલીલો અડધો કલાક સુધી સાંભળ્યા પછી વડીલ ઉવાચ!

વડીલ– તે બધા સામે વીરોધ તો શરૂ થઇ ગયો છે. તને ખબર છે ખરી કે હમણાં જ ગીતકાર એ. આર. રહેમાને, નોટબંધી " ડીમોટાઇઝેશન" પર એક સરસ ગીત કંપોઝ કરેલ છે.

શીવ– તમે ગંભીરતાથી વાત કરો છો? ("Are you serious?") તે ખુબજ માર્મીકતાથી હસ્યા!

વડીલ– જુઓ! રહેમાન, તમને રસ્તો બતાવે છે. મુક્ત રીતે વીચારો! બીજેપી વીખરાઇ જશે! તેણે મારી આંખોમાં બીજેપી પ્રત્યેની જે પારાવાર ઘૃણા છે તેને વડીલે શંકાશીલ રીતે નીરખી.

 વડીલે– વધુમાં બીજેપી અંગે પોતાનું નીરીક્ષણ કહ્યું કે, બૌધ્ધીક રીતે તે હલકી કક્ષાની વીચારો પર અવલંબીત (mediocre)રાજકીય પાર્ટી છે. આ દેશની બહુમતી પ્રજા જે નવા વીચારો અને નવા પરીવર્તનો સ્વીકારવા તૈયાર નથી તે બધાએ આ પાર્ટીને જીવતી રાખેલી છે. તે પ્રજા પોતાના અપ્રસતુત થઇ ગયેલા વીચારો, હીતો, વર્તનો અને રૂઢીરીવાજો સીવાય દુનીયામાં બીજા અનેક વીકલ્પો શક્ય છે, ઉપલબ્ધ છે, તે સ્વીકારવા જ તૈયાર નથી.

    શીવ. તું તારા જ્ઞાતી આધારીત અને ચુંટણી લક્ષી રાજકારણની માનસીકતામાંથી બહાર નીકળ! બીજેપીની સફળતા એ દેશના મધ્યમ વર્ગની લઘુતાગ્રંથી, સામાજીક રીતે નીષ્ફળતાનો ભય અને પૌરાણીક સંસ્કૃતીના ખોટા, કે માની લીધેલા ગૌરવ પર સંપુર્ણ આધારીત છે. આ બધા પર આધારીત તેમના આડંબરીત ભભકો કે ડોળ તથા અણીયારા સ્થાનને રાષ્ટ્રવાદના નામે ઓળખાવે છે.

 વડીલ– પોતાના બીજેપીના પૃથ્થકરણમાં ધારદાર રીતે આગળ વધે છે. "  જુઓ અહીંયા એક પાર્ટી એવી છે કે દેશમાં તેની પાસે  ભુતકાળમાં કોઇ મહાન જમણેરી વીચારવાળા નેતા જ ન હતા. આવા મહાન નેતા વીનાના આ વંચીતો બીજાના નેતો જેવા કે સરદાર વલ્લ્ભભાઇ પટેલ, મહાત્મા ગાંધીજી ( સ્વચ્છતા અભીયાનના પ્રતીકમાં ગાંધીજીના ચશ્મા) અને ભગતસીંહને ચોરી લઇને પોતાના નેતા હોય તે રીતે પોતાની રાજકીય મુડી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ("Here is a party that does not even have great leaders and is so bereft that it tries to steal Bhagat Singh, Gandhi and Patel.")

વધુમાં વડીલ જણાવ્યું કે તને મનોવીજ્ઞાનમાં વ્યક્તીના વ્યક્તીત્વને(પર્સનાલીટી) ઓળખવા માટે જે રોરશાચ પર્સનાલીટી ટેસ્ટ(Rorschach a personality test ) જેમાં ભય બતાવીને બીજાને હરાવી શકાય છે તેવું જ કામ બીજેપી કરી રહી છે.

 શીવ– આર એસ એસ અને અમીત શાહનું શુ?

વડીલ– હસતાં હસતાં કહ્યું કે આર એસ એસની શાખાઓ તો તેમની અબૌધ્ધીક અને નીમ્નપ્રકારની વીચારસરણીને શેરીના હેતુવીહોણા ટોળાને ભેગા કરવાની પ્રવૃતી છે.

("A shakha is a lumpenisation of mediocrity. It is ideology at its worst." )

વડીલે ફરીથી વધુમાં જણાવ્યું કે તમે જ્ઞાતી અને ચુંટણીલક્ષી રાજકારણને ભુલી જાવ. કલ્પના કરો કે તમે કોંગ્રેસ પાર્ટી જે નકામો એક અવશેષ બની ગઇ છે તેને સમી સુધરી કરવા રાહુલ ગાંધીની નજરે જોઇ રહ્યા છો. તમે કેવી રીતે આપક્ષને સુધારી શકવાના છો? તે કામ તમે વર્તમાન કોંગ્રેસમેન જેવાકે સચીન પાયલોટ કે શશી થરૂર જેવા નેતાઓથી પાર્ટીને સજીવ કે ધબકતી બનાવી શકશો નહી.  તે બધા અમીત શાહ કે આદીત્ય્નાથ સામે  લોકમત ઉભો કરવા પાંચ મીનીટ પણ ટકી શકે તેમ નથી.તેઓ ઇંડીયા ઇન્ટરનેશનલ સેન્ટરના રાજકારણમાં ચાલે તેમ છે. કોંગ્રેસના પુન; ઉત્થાન માટે નવાપ્રકારની નસલ જે નવી ભાષામાં પોતાના વીચારો રજુ કરે તે જોઇએ છીએ.

 બીજેપીની સફળતા તેના મધ્યમ વર્ગીય લઘુમતી ગ્રંથીની આજુબાજુથી ઉભી થયેલી છે. તમે એક લીસ્ટ બનાવો કે બીજેપીની નીતીઓ કેવી રીતે સામાન્ય પ્રજાથી વીમુખ, વીશ્વાસઘાતી છે. જવાબમાં હીંદુત્વ, ઓબીસી, વીકાસ વી માં તેનો પડઘો નહી પડે. શાંતીથી વીચારો!

વડીલે તેના ચોથા કપમાંથી ચુસકી ભરવા માંડી, જાણે કે કોફી તેઓની જીંદગીને અનંતકાળ સુધી ટકાવી રાખવા માટેનું અમૃત હોય!

વડીલ– આ સંદર્ભમાં દેશના નકશાને નવેસરથી જોવો પડશે. તેને સીધો સંબંધ નોટબંધી અને દેશના અર્થતંત્ર સાથે છે. મને ચોક્ક્સ વીશ્વાસ છે તે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે બીજેપી સામે નવાજ પ્રકારનો વીરોધ દેશમાં જરૂરથી ઉભો કરી શકો. કેવી રીતે!

 બીજેપીની પહેલી દુ;ખદ સ્થીતી એ છે કે તેણે દેશના સમગ્ર ખેતીક્ષેત્રથી પોતાની જાતને સંપુર્ણ વીમુખ બનાવી દીધી છે. તે એક એવો પક્ષ છે જે ગાયને પ્રેમ કરે છે, નદીઓને પુજે છે પણ અર્થતંત્રના બીજા ક્ષેત્રોની સરખામણીમાં ખેતીને ધીક્કારે છે. ખેતીની પડતી અને તેની સાથે જોડાયેલી જીવન પધ્ધ્તીને આ પક્ષે ધીમું ઝેર આપીને તોડી નાંખી છે. ખેતીની જમીનને વીકાસના નામે સંપાદન કરવાની સતત નીતીએ બીજેપી પક્ષે દેશમાં એક નવા હીતવાળો મતવીભાગ બનાવી દીધો છે.

ખેતી ક્ષેત્રની વાત–

બીજેપી સરકાર અને તેની પક્ષીય પાંખને ખેતી અને ખેત આધારીત જીવન પધ્ધતી શું છે તેની લેશ માત્ર ખબર જ નથી.  આર એસ એસ અને બીજેપીનો પક્ષીય ઉછેર ફક્ત બે જ મુદ્દા ' લઘુમતી કોમ પ્રત્યેના ધીક્કાર' અને ભારતના પૌરાણીક વારસાનો જીર્ણોધ્ધારમાંથી વીક્સેલો છે. મોદી સરકાર એવી નીતીઓ પર મુસ્તાક છે કે 'ટેકનોલોજી' દેશના ખેડુતોના આપઘાતનો વીકલ્પ છે.' તે વીચારી શકતી જ નથી કે દેશનું ખેતીક્ષેત્ર એ તો તેની જીવન પધ્ધતી છે.(A way of life)  દેશના દરેક રાજ્યોના ખેડુતોને ખબર પડી ગઇ છે કે આ સરકારના બધાજ પ્રયત્નો ખેતીક્ષેત્ર તથા ખાસ કરીને તેના નાના ખેડુત–સમુહનો સર્વપ્રકારનો વીનાશ કરવા મેદાને પડી છે. નાના ખેડુતની ખેતીને તેણે સંપુર્ણ બીનનફાકારક બનાવી દીધી છે.( They had made agriculture unviable, This regime has little sense of farm or farming and thinks technology is the solution to agricultural suicides.) મોદી તંત્રને ઓળખવા માટે ખેડુતોના આપઘાત પ્રત્યે જે નફ્ફ્ટ, લાગણીવીહીન અને બેદરકાર ભર્યું વલણ બતાવ્યું છે તે પુરતું છે.

મને એકદમ ખબર પડી ગઇ છે કે મોદીની મુર્ખામીભરી આધુનીકતાની દોડ( બુલેટ ટ્રેઇન)થી ભારતનું સદીઓથી જેનું અસ્તીત્વ ટકી રહ્યું છે તે સામાજીક માળખાને તોડી નાંખવાનો છે. નોટબંધી તે દેશની અસંગઠીત અને પરંપરાગત આધારીત ખેતીને વ્યવસ્થીત રીતે તોડી નાંખવાનો મોદી સરકારનો સંગઠીત પ્રયાસ છે. આ ઉપરાંત નોટબંધીએ ખેતમજુર જે દૈનીક આવકપર જીવતો હતો તેને, પરપ્રાંત–રાજ્યમાંથી આવતા મજુરોને, ધાબાવાલા,દેશી પણ કુશળઉધ્યોગો જેવા કે ભરતકામ, પીત્તળના વાસણો પર નક્ષીકામ કરનારા કારીગરો ઉપરાંત કાપડ ઉધ્યોગના છુટક કારીગરોને મરણતોલ ફટકો માર્યો છે. તે બધાની આર્થીક પ્રવૃતીઓ સરળ અને સંપુર્ણ રોકડ દૈનીક વેતન પર આધારીત હતી તેને નોટબંધીએ ખલાસ કરી નાંખી છે.

દેશના યુવાનો, (પણ તેવા આશાસ્પદ રાષ્ટ્રવાદી યુવાનો નહી જે આઇ આઇ ટી અને આઇ આઇ એમ વી. ડીગ્રી સ્રર્ટીફીકેટની ગ્રીન કાર્ડ લેવા રાહ જોઇને બેસી રહ્યા છે) એટલે જે સ્કુલ કોલેજ માં ભણે છે,ડીગ્રી મેળવે છે પણ જે ડીગ્રીથી રોટલો મેળવવો બીલકુલ અશક્ય છે તેવા યુવાનો.. દેશના યુવાનોની બેકારી કેવી બીહામણી ,ભયાનક અને મૃત્યુ તરફ ધકેલનારી છે તેનો સહેજ પણ અંદાજ મોદી અને બીજેપીની સત્તારૂઢ કંપનીને લેશ માત્ર નથી.

 તે પોતાના બજરંગ દળના સભ્યોનો પોતાની સામેના વીરોધોને કચડી નાંખવા અસામાજીક અને ગેરકાનુની રીતે ઉપયોગ કરે છે. પણ આ ગેરમાર્ગે દોરાઇ ગયેલા યુવાનોને ગૌરવભરી નોકરીઓ કેવી રીતે આપવી તે આવડતું નથી. આ એવી સત્તા છે જે પોતાની સામેના વીરોધ ને સહી શકતી નથી. કારણકે વીરોધી રજુઆતમાં પોતે લીધેલા પગલાં અને નીતીઓના વીકલ્પ હોય છે. સત્તાધીશોએ ખાસ યાદ રાખવાની જરૂર છે કે 'બેકારોની ફૌજ' ક્યારેય ગ્રાહકો  બની શકે નહી. " તમારા વીકાસ મોડેલે કદાચ જો કોઇ માલ ઉત્પન કરેલો હશે તો તેને ખરીદનાર ગ્રાહક તો જોઇશે ને" !

 લઘુમતીઓ–

 હું, એકદમ વડીલની વાતોથી આ સમયે બીલકુલ દીગ;મુઢ બની ગયો. આ વડીલ તો કોઇક નવાજ પ્રકારનું મોદી–બીજેપી સામેના વીરોધનું મોડેલ બતાવી રહ્યા છે. તે આ કે તે સામાજીક, ધાર્મીક કે જ્ઞાતી આધારીત જુથોને બદલે એક નવાજ પ્રકારના વીકલ્પનો વીચાર મુકે છે. વડીલે તો લઘુમતીના ખ્યાલને એક ચોક્કસ ઘટના બતાવીને દેશના બીમાર લઘુમતીઓના સમુહના સંખ્યાબળને સમગ્ર ઉપખંડ જેટલી વસ્તી તેમાં સમાઇ ગઇ હોય છે તેવું સ્પસ્ટ રીતે બતાવી દીધું. આમ મોદી સરકારે, તો આ બધા જુદાજુદા સમુહોને, જેવાકે નાના ખેડુતો, સર્વપ્રકારના અસંગઠીત મજુરો, નાના કુશળ કારીગરોનો સમુહ, નાના ઉધ્યોગો, અને ડીગ્રી સર્ટીફીકેટવાળા બેકાર યુવાનોની ફોજ વી. બધાને વ્યવસ્થીત રીતે પોતાની નોટબંધી અને જીએસટીની નીતીઓથી પાયમાલ કરી દીધા છે.

બીજેપીએ આમ નાગરીક સમાજને તોડી નાંખીને તેનો વીકલ્પ જાણે આર એસ એસ અને તેની શાખાઓ હોય તેમ વીચારીને વર્તન કરવા–કરાવવા માંડયું છે. નાગરીક સમાજને અને તેની કોઇપણ નાગરીક લક્ષી વીચારો અને પ્રવૃતીઓને, બીજેપીએ રાષ્ટ્ર વીરોધી લેબલનો સીક્કો મારી દીધો છે. નાગરીકો એટલે રાજ્યના સત્તાકીય હીતો માટેના ફક્ત સાધનો! 

 વડીલે થોડોક વીરામ લઇને વધુમાં વાત કરી કે – અજંપાગ્રસ્ત દેશના કૃષીતંત્રની અસંખ્ય પ્રજા, અસંગઠીત કામદારોનો અર્થતંત્રમાંનો સમુહ, શીક્ષીત બેકારોની ફોજ અને પ્રભુત્વહીન બનાવેલો નાગરીક સમાજ, આબધા જ વંચીતો છે તેમાંથી નવી કોંગ્રેસની કેડર બનાવો. બીજેપી તો દેશના પૌરાણીક કાળ અને તેના ટેકાવાળા સત્તાના સમીકરણો જે આઉટડેટેડ બની ગયા છે તેને પાછા લાવવા માંગે છે. કારણકે આજને તબક્કે તો દેશમાં બધાજ પ્રકારની મહેનતકશ પ્રજાના સર્વપ્રકારના જીવન જીવવાના સાધનોને (destruction of livelihoods) ખલાસ કરી નાંખ્યા છે. અને દેશ સંગઠીત હીંસાના અનેક સ્વરૂપમાં ક્રમશ; ગરકાવ થઇ રહ્યો છે.

 છેલ્લે આપણો વડીલ કોફી ટેબલ પર જ સુઇ ગયો. ( સૌ. (Courtesy of Mail Today)

 

 

 

 


--