ચલો! ભારતના બંધારણની કલમ ૩૭૦ કાશ્મીર રાજયના સંદર્ભમાં સમજીએ.
પરંતુ તે પહેલાં આટલી માહીતી જાણી લઇએ કે ભારતે આઝાદી કે સ્વતંત્રતા ફક્ત બ્રીટીશરો પાસે જે જમીન હતી, જેના પર ગોરી સરકારની હકુમત કે સત્તા હતી તે ભુમી આઝાદી પેટે મેળવી હતી.
(1) દેશમાં જે રજવાડી રાજયો હતા( Princely states) જેની સંખ્યા ૫૦૦ ઉપરની હતી તે બધાની તમામ સત્તા પોતાની હસ્તક ભુમીમાં ગોરી સરકાર જેટલીજ હતી. તે રજવાડી રાજયોમાં ગોરી સરકારની હકુમત નહતી તેથી તે બધાને સને ૧૯૪૭માં દેશમાં ભેળવીને એક રાષ્ટ્ર બનાવવાની પ્રક્રીયા બાકી હતી અથવા અધુરી હતી.
(2) તમામ દેશી રજવાડી રાજયોમાંથી ઉત્તરમાં કાશ્મીર(બહુમતી પ્રજા મુસ્લીમ– રાજા હીંદુ), દક્ષીણમાં હૈદ્રાબાદના નીઝામ ( બહુમતી પ્રજા હીંદુ અને રાજા મુસ્લીમ) અને પશ્ચીમમાં એટલે કાઠીયાવાડમાં જુનાગઢ (બહુમતી પ્રજા હીંદુ અને રાજા મુસ્લીમ)આવા પણ દેશી રાજયો હતા.
(3) ભારત સરકાર પાસે તે સમયે ત્રણ રાજયોના સત્તા– હસ્તાંતરના પ્રશ્નો થયા હતા.સદર ત્રણ દેશી રાજયો સીવાયના દેશના બધાજ રજવાડાની પ્રજા અને રાજા બંને હીંદુઓ હોવાથી તે સરદાર સાહેબના નેતૃત્વ હેઠળ તે બધા રાજાઓએ પોતાનો સાર્વભૌમત્વનો હક્ક (ભારત એટલે હીંદુસ્તાન નહી પણ (યુનીયન ઓફ ઇંડીયન સ્ટેટસ) કેટલીક સાલાયાણા જેવી શરતો સાથે ભારતની તરફેણમાં કાયમ માટે અન્ય ખાસ શરતો સીવાય હસ્તાંતર (ટ્રાન્સફર) કર્યો હતો.
(4) પેલા ત્રણ રાજયોમાંથી હેદ્રાબાદના નીઝામ અને જુનાગઢના નવાબ સાથેનો પ્રશ્ન લશ્કરી બળની મદદ લઇને તેમની સાથે સાર્વભૌમના હસ્તાંતર કરાર દેશની તરફેણમાં સરદાર સાહેબ કરાવી શક્યા હતા.
(5) કાશ્મીર એટલે કાશ્મીર ખીણ પ્રદેશમાં જેના ડોગ્રા રાજા હીંદુ હરીસિંગ ભારત સાથે જોડાવા તૈયાર ન હતા. બીજુ આ પ્રદેશમાં બહુમતી કાશ્મીરી મુસ્લીમ પ્રજા અને લઘુમતી હીંદુ કાશ્મીરી ડોગ્રા ( બ્રાહ્મણ વી.) બંને પ્રજાના નેતાઓ કાશ્મીરને હિંદુ રાજા હરીસીંહ અને તે પહેલાં તેના પિતા ગુલાબસીંગ સામે (બ્રીટીશરો સામે નહી,) આઝાદીની સ્વતંત્ર લડત નેશનલ કોન્ફરન્સ ઓફ કાશ્મીર નેજા હેઠળ ઘણા વર્ષોથી લડી રહ્યા હતા.
(6) ગાંધીજી. નહેરૂ, સરદારવાળી, રેંટીયો, ખાદી, અહીંસા અને સર્વધર્મ સમભાવની પ્રાર્થના જેવા સીધ્ધાંતોવાળી રાષ્ટ્રીય કોંગ્રેસ ત્યાં ન હતી.
(7) નેશનલ કોન્ફરન્સના નેતાઓ શેખ અબ્દુલા, પ્રેમનાથ બજાજ, સાદીક અલી વી. તે સમયમાં સંપુર્ણ અને સૈધ્ધાંતીક અર્થમાં નીરઇશ્વરવાદી, ધર્મનીરપેક્ષ અને ધર્મને બાકાત રાખીને માનવ માત્ર સમાન છે તેવી સુફી તત્વજ્ઞાનવાળી ઇસ્લામીક નહી, તેવી જીવન પધ્ધતીમાં માનનારા અને તે પ્રમાણે જીવન જીવનારા હતા. તે બધાને રાજા રામમોહનરાયની ૧૯મી સદીની સતીપ્રથા વીરોધી, નવજાગરણની ચળવળે પ્રેરણા આપતી હતી. કાશ્મીરી પ્રજાને આ મુદ્દે કેળવવા માટે તેની તરફેણ કરતા પુસ્તકો પણ લખ્યા, તેમજ પ્રકાશીત કર્યા હતા.
(8) કાશ્મીર જે હીંદુરાજા અને મુસ્લીમ બહુમતી પ્રજાનું રાજય હતું ત્યાં રાજાએ સૌ પ્રથમ સ્વતંત્ર રાજય (ઓટોનોમસ કંટ્રી) એટલે કે ભારતીય સંઘમાં( યુનીયન ઓફ ઇંડીયા) પણ નહીં અને પાકીસ્તાનમાં પણ નહીં જોડાવાનો નીર્ણય લીધો હતો.પોતાના રાજયની નેશનલ કાઉન્સીલને જે સ્થાનીક હીંદુરાજાશાહી સામે લડતી હતી તેને પણ કાશ્મીર રાજયને સ્વીઝંર્લેંડ જેવું સ્વાયત્ત રાજય બનાવવું હતું. ભારત અને પાકીસ્તાન તેવા કાશ્મીર રાજયની સંરક્ષણ, નાણું અને અન્ય વિદેશી સંબંધો જેવી જવાબદારી લે તેવી માંગણી હતી. સ્થાનીક મુસ્લીમ પ્રજાનો પણ ઉપર મુજબનો મત હતો.
(9) આ પુર્વભુમીકા સામે, ભારત– પાકીસ્તાનના ભાગલા પડ્યા અને ૫૦૦ ઉપરાંતના હીંદુરાજયોનો ભારતીય સંઘમાં વિલીનીકરણની પ્રક્રીયા શરૂ થઇ. સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી કે ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઇ પટેલ હતા.
(10) તે સમયે કાશ્મીરીની બહુમતી પ્રજા મુસ્લીમ હોવાથી અને તેની સરહદો વીનાની હદો હતી. પાકીસ્તાને તે પ્રદેશ ઉપર પોતાના લશ્કરને(કબાયલીયોઅથવા તાયફાવાળાના છુપા ડ્રેસમાં) આક્રમણ કરાવીને શ્રીનગરથી નજીકમાં આવેલ બારામુલા વીસ્તારમાં પોતાનો કબજો ઉભો કરી દીધો. શ્રીનગર તરફ કબજો કરવા આગળ વધવા માંડ્યું હતું. શ્રીનગરને કબજે કરવા આશરે ફક્ત ૭૨ કલાકનો જ સમયગાળો બાકી હતો.
(11) ઉપર મુજબના અતીકપરા સંજોગોમાં અને કાશ્મીરના હીંદુ રાજા હરીસીંહ પાસે પાકીસ્તાનના તાયફાવાળા લશ્કર સામે મુકાબલો કરવાની કોઇ તાકાત નહોતી.તેથી સરદાર પટેલના નેતૃત્વ નીચે કાશ્મીરના રાજાએ ભારતીય સંઘના એક ભાગ તરીકે કેટલીક શરતોને આધીન પોતાની સાર્વભૌમ સત્તાનું ભારતમાં જોડાણ કર્યુ હતું. કાશ્મીરને ભારતીય સેનાએ તાત્કાલીક શ્રીનગરના હવાઇ મથક પર ખુબજ મોટી સંખ્માં ઉતારીને પાકીસ્તાનના લશ્કરને યુધ્ધ વીરામની હદ સુધી જે પાછળથી આઝાદ કાશ્મીર ( પાકિસ્તાની ઓક્યુપાઇડ કાશ્મીર) તરીકે ઓળખાય છે ત્યાંસુધી ખદેડી દીધું. આમ કાશ્મીરના બે ભાગ પડી ગયા. આપણે યુનાઇટેડ નેશનની જનરલમાં એસ્મબ્લીમાં દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ એવી લેખીત બાંહેધરી આપી હતી કે સમગ્ર કાશ્મીરમાં શાંતી સ્થપાશે ત્યારે કાશ્મીરની પ્રજાની મતદાન પાત્ર બહુમતી કોની સાથે જોડાવાનો નીર્ણય કરશે ( યુનોની નીગરાની નીચે જનમત પ્લેબીસાઇટ) તે પ્રમાણે કાશ્મીર રાજય તરીકે અસ્તીત્વ ધરાવશે.) અને તે પ્રમાણે યુધ્ધવીરામ બે દેશો વચ્ચે થયો.(વીશ્વમાં ફક્ત ત્રણ વર્ષ પહેલાં સને ૧૯૪૫માં બીજા વીશ્વ યુધ્ધની તારીજીના દશ્યો સૌની આંખ સમાન હોવાથી વીશ્વ મત પણ તે સમયે વડાપ્રધાન નહેરૂની યુધ્ધ નહી પણ શાંતીની તરફેણમાં હતો.) જે હવે સીમલા કરાર પછી લાઇન ઓફ કંટ્રોલ ( એલ ઓ સી) તરીકે ઓળખાય છે.એટલે કે સને ૧૯૪૮માં જે દેશ પાસે જે ભુમી રહી તે કાશ્મીરની બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા બની ગઇ. (ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝ બીટવીન ટુ નેશન્સ)
(12) ભારતમાં કાશ્મીર સહિત બધાજ દેશી રાજયોને પોતાના વિધિસરના ભારતીય સંઘ સાથેના જોડાણ માટેની શરતો નક્કી કરવા બંધારણ સભામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાશ્મીર સીવાય કોઇ દેશી રાજયોના વડાઓએ બંધારણ સભાએ જે નીયમો ઘડ્યા હતા તે માન્ય રાખ્યા. ભારતીય સંઘે પોતાના સાર્વભૌમત્વના સંદર્ભમાં સાલીયાણા વી,ની જે શરતો નક્કી કરી હતી તે વિના વીરોધે માન્ય રાખી.
(13) તે સમયની જમ્મુ – કાશ્મીરની સરકારે રચવામાં આવેલી પોતાની બંધારણ સભાએ પોતાના બંધારણમાં ૩૭૦મી કલમ દાખલ કરી. જેને ભારતીય બંધારણે સ્વીકાર કર્યો. ત્યાર બાદ તે કલમ જમ્મુ – કાશ્મીરની બંધારણ સભાએ રદબાતલ કર્યા સીવાય (abrogation) જે તે બંધારણ સભાને સને ૧૯૫૭માં વીખેરી નાંખવામાં આવી હતી. માટે તે કલમ ૩૭૦ ભારતીય બંધારણનો પણ એક અનીવાર્ય ભાગ બની ગઇ. (After the J&K Constituent Assembly later created the state's constitution and dissolved itself without recommending the abrogation of Article 370, the article was deemed to have become a permanent feature of the Indian Constitution) સને ૨૦૧૮ સુધી એટલે કે ગયા વર્ષ સુધી જુદા જુદા કેસોમાં દેશની સર્વોચ્ચ અદાલત અને જમ્મુ– કાશ્મીરની હાઇકોર્ટે તે કલમને કાયમી ગણીને જ પોતાના ચુકાદા આપ્યા છે.
(14) બંધારણીય કાયદા નીષ્ણાતો માટે સવાલ એ છે કે જે કરાર ભારતની બંધારણ સભાએ સ્વીકાર કર્યો હોય અને પાસ કર્યો બાદ બંધારણના મુળભુત ઢાંચાનો એક ભાગ બની ગયો હોય તેને બદલ; શકાય ખરો? તેના સામા પક્ષકારની સંમતી સિવાય ભારતની સંસદ પાસ કરી શકે?
(15) હવે જોઇએ કે કલમ ૩૭૦ માં શું આવે છે? અથવા તે કલમમાં કઇ કઇ શરતો મુકવામાં આવેલી છે.
(અ) કાશ્મીર રાજય સીવાય અન્ય ભારતીય સંઘના રાજયોના વડાને રાજયના ગર્વનર તરીકે ઓળખાશે,જયારે કાશ્મીરનો ગર્વનરને ' સદરે– રીયાસત'(Sadr-i-Riyasat) થી ઓળખાશે.
(બ) જમ્મુ– કાશ્મીરના મુખ્ય મંત્રીને કાશ્મીરના વડાપ્રધાન ધી પ્રાઇમ મીનીસ્ટર ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર તરીકે ઓળખાય અને તે પ્રમાણે સંબોધીત થશે.આ બંને સંબોધનો સને ૧૯૬૪ની આસપાસ કાઢી નાંખવામાં આવ્યા છે. ભારત રાજયના પોતાના જોડાણમાં વીશ્વાસ મુકી આ નાનો સરખો સેફટી વાલ્વ પોતાની સ્વતંત્ર ઓળખને ઉજાગર કરતો હતો તેને નાબુદ કરી દીધો.
(ક)ભારત સાથેના જોડાણમાં મહારાજા હરીસીંગે કલમ સાતમાં એવી શરત મુકી છે કે જમ્મુ અને કાશ્મીર રાજય હવે પછી ભારતના સદર બંધારણ સીવાય કોઇ બંધારણ કે તેનો સુધારો સ્વીકારશે નહી. વધારામાં જમ્મુ– કાશ્મીરની સરકાર અને તેણે બનાવેલું બંધારણ નક્કી કરશે કે પોતાના હીતમાં તે ભારતીય બંધારણને નવી કઇ કઇ સત્તા આપવા માંગે છે.
(ડ) આપણા દેશના બંધારણીય નીષ્ણાત એડવોકેટ એ.જી.નુરાનીના મત પ્રમાણે કલમ ૩૭૦ નો કરાર સંપુર્ણ વીધીસરનો કરાર છે. તેમાં ખુદ જમ્મુ–
(ઇ) સને ૧૯૫૨માં કલમ ૩૭૦માં ૩૫–એ દીલ્હી એગ્રીમેંટ નામનો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ જમ્મુ– કાશ્મીર રાજયના મુળ નીવાસીઓ ભારતના નાગરીક બનશે.આવા મુળ નાગરીકો સીવાય ભારતના નાગરીકો કાશ્મીરમાં કોઇ સ્થાવર મીલકત રાખી શકશે નહી.
(ફ્) સને ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચુંટણી ઢંઢેરામાં એવું વચન આપ્યું હતું કે તે સત્તા પર આવશે તો તે જમ્મુ– કાશ્મીરને વીશેષ દરજજો આપતી કલમ ૩૭૦ અને ૩૫– એ નાબુદ કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તેમાં ટેકો હતો.
(એચ) કાશ્મીર ખીણમાં ભારત દેશમાંથી સંપુર્ણ સ્વાયત્તા માટેની ચળવળ ચલાવતા ભાગલાવાદી પરીબળોતો રાહ જોઇને બેઠા છે કે ક્યારે મોદી સરકાર અથવા તેમના જેવી અન્ય કેન્દ્ર સરકાર, સદર ચર્ચાસ્પદ કલમ ૩૭૦ને કાઢી નાંખે છે. કારણકે તે કલમને આધારે તો કાશ્મીરના રાજા હરીસીંગે ભારત સાથે જોડાણ કર્યું હતું. હવે તેજ કલમ ૩૭૦ રદબાતલ કરવામાં ભારત સરકાર તરફથી જ શરૂઆત કરવામાં આવે તો સામા પક્ષકારને પોતાની રીતે નવેસરથી યોગ્ય લાગે તેની સાથે જોડાણ કરવાનો કરાર કરવાની છુટ ખરી કે નહી? ત્યારબાદ વીશ્વ સમક્ષ સાબીત કરી શકાય કે ભારતે હવે ગેરકાયદેસર રીતે કાશ્મીર ખીણનો કબજો મીલીટરી દ્રારાજ લઇ લીધો છે. જે લશ્કરી આક્રમણ સીવાય કંઇજ નથી તેમ સ્પષ્ટ થાય...............
જમ્મુ અને કાશ્મીર સીવાય કલમ ૩૭૦ દેશમાં સીક્ક્મ, હીમાચલ પ્રદેશ, અરૂણાચલ, નાગાલેંડ, આંદામાન નીકોબાર અને ઉત્તર પુર્વના રાજયોમાં પણ આ કલમ લાગુ પડે છે. આ બધા રાજયોમાં પણ જે તે રાજય સિવાયનો કોઇપણ ભારતીય નાગરીક સ્થાવર મીલકત ખરીદી શકતો નથી.