શું મોદી સરકાર સંપુર્ણ સત્યાનાશને માર્ગે (Road to perdition) ઝડપથી જઇ રહી છે?––– મનોજ જોષી સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા પાન નં૧૪ તંત્રી લેખ તા, ૨–૨– ૨૦૧૯.
મોદીજી, મહેરબાની કરીને તમારા મીથ્યાભીમાની અહંકારની વેદી પર
નેશનલ સ્ટેટીકલ કમીશન જેવી સંસ્થાનો બલી ન ચઢાવશો!
ગમેતે કારણોસર ભારત એક આધુનીક, સમૃધ્ધ લોકશાહી દેશ તરીકે પોતાની સ્વયંભુ તાકાત પર વીકાસ કરવામાં સફળ થયો નથી. તેની મર્યાદીત સફળતાઓને ખુબજ મોટાપાયા પર પેદા થયેલી નીષ્ફળતાઓ ઢાંકી દીધી છે. તેમાં કદાચ સૌથી વધારે વર્તમાન સરકારનાં ખલેલ પહોંચાડનાર અને ચીંતાજનક પગલાં હોય તો તે સ્વાયત્ત સંસ્થાઓના રોજબરોજના વહીવટોમાં આંતરીક પણ ખાસ કરીને,અવીચારી, આપખુદી, તુમાખીભરેલી દખલગીરી. તે પગલાંઓને કારણે આ બધી સંસ્થાઓનો રાજકીય હેતુઓ માટે સતત બલી ચઢાવવામાં આવે છે. આવી સંસ્થાઓની સ્વાયત્તતા છીનવી લઇને તે બધાને લકવાગ્રસ્ત બનાવી દેવામાં આવી છે.
એક જમાનામાં વડાપ્રધાન શ્રીમતી ઇંદીરા ગાંધીએ પોતાની એડી નીચે દેશના વહીવટીતંત્ર અને ન્યાયતંત્રને લાવવાનો જોરદાર પ્રયત્ન કરેલો હતો. તેને કારણે દેશને તે પગલાંની વીઘાતક અસરોમાંથી બહાર નીકળતાં ઘણો સમય લાગ્યો હતો. શ્રીમતી ગાંધીના, માનવ અધીકારોના હનન ને પ્રેસસેન્સરશીપ જેવા કલંકી કૃત્યોને કારણે તેણીની ભવ્ય રાજકીય સીધ્ધીઓ અને પાકીસ્તાન સામેના લશ્કરી વીજયને ઇતીહાસમાં નજરઅંદાજ કરવામાં આવે છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન, (સીબીઆઇ), રીઝર્વ બેંક ઓફ ઇંડીયા, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમીશન, નેશનલ સ્ટેસ્ટીકલ કમીશન, જવાહરલાલ નહેરૂ યુનીર્વસીટી,( જેએનયુ), નહેરૂ મેમોરીઅલ મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરી, અને તેવા બીજા અન્યો પરના મોદી સરકારના હુમલાઓને કેવી રીતે સમજાવી શકીશું? હા! તે હકીકત છે કે વર્તમાન શાસકોને 'નહેરૂ ભુતકાળ' માટે અણગમો અને પુર્વગ્રહો છે. તે અંગેના નીર્ણયોમાં આપખુદપણું, સત્તાનો દુરઉપયોગ ને અવીચારીપણાની અસરો પણ કમ નથી. આ બધું આંખે ઉડીને દેખાય તેવું છે.
મોદી સરકારે, સીબીઆઇ જે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા હતી તેની સાથે જબ્બરજસ્ત આંતરીક ગુંચવાડો ઉભો કર્યો છે. અલોક વર્મા અને તેના ડેપ્યુટી રાકેશ અસ્થાનાના આંતરીક અને ખુલ્લા મતભેદોએ આવી રાષ્ટ્રીય હીત ધરાવતી સંસ્થાને બીલકુલ નીષ્ક્રીય બનાવી દીધી. સરકારને રાત્રે બાર વાગે " મીડ નાઇટ સર્જીકલ રીમુવ" અલોક વર્માની બદલીના નીર્ણય એટલા માટે લેવો પડયો કે કારણકે તેઓ પર એવો આક્ષેપ મુકવામાં આવે છે કે અલોક વર્માએ 'રાફેલ' ના મુદ્દે તપાસ કરવાની કાર્યવાહી તૈયાર કરી દીધી હતી.
આ બધા આક્ષેપો મોદી સરકાર સામે ઓછા પડતા હોય તેમ દેશના નાણાંમંત્રી અરૂણ જેટલીએ પોતાના લીવરના કેન્સરની દવા કરાવા ન્યુયોર્ક ગયા છે; ત્યાંથી પોતાના બ્લોગ પર લખે છે કે સીબીઆઇએ આઇ સી આઇ બેંકના એમ ડી શ્રીમતી ગોચર પર નાણાંકીય ગેરરીતીઓ માટે જે એફ આઇ આર દાખલ કરી છે તેનો વીરોધ કરતાં અકળાઇને લખે છે કે સીબીઆઇ એ તેમને પુછયા વીના આવો 'ઇન્વેસ્ટીગેટીંગ એડવ્નેચરીઝમ' તપાસ કરવાનું જોખમી સાહસ કરવાનું,અને આમ શ્રીમતી ગોચર સામે કુદી પડવાની બીલકુલ જરૂર ન હતી. જેટલી સાહેબના સંદેશાનો ગર્ભીત અર્થ એટલો જ છે કે સીબીઆઇ, કે ઇ ડી (એનફોર્સમેન્ટ ડીપાર્ટમેંટે) વર્તમાન સરકારની જરૂરીયાતો પ્રમાણે કામ કરવાનું હોય, સંસ્થાઓ એ રાષ્ટ્રના હીતમાં સ્વતંત્ર રીતે કામ કરવાનું હોય જ નહી. 'સીબીઆઇ હવે પીંજરનો પોપટ બીલકુલ રહ્યો જ નથી. તે તો હવે ખરેખર પીંજરમાં રહેતું ફક્ત મરી ગયેલું પીળી પાંખોવાળું પક્ષી છે.'
આર બી આઇના ગર્વનરોની કસમયની અને હોદ્દાનો સમય પુરો થતાં પહેલાં રાજીનામા આપીને છુટા થઇ જવાની હકીકત આપમેળે વર્તમાન મોદી શાસન માટે ઘણું કહી જાય છે. રઘુરામ રાજન જેવા પ્રબુધ્ધ અને વૈશ્વીક કક્ષાના અર્થશાસ્રી તરીકે નીપુણતા ધરાવતા બૌધ્ધીક કેવી રીતે પેલા મોદીના જુમલાઇકોનોમીક્સ' (નોટબંધી)માં બંધ બેસે ! તેવી જ રીતે શ્રી રાજનના પછી આર બી આઇના ગર્વનર તરીકોનો હોદ્દો સંભાળનાર ઉર્જીત પટેલને સરકારે આર એસ એસના અગત્યના હોદ્દેદાર એસ ગુરૂમુર્તીની બેંકની બોર્ડના સભ્યતરીકેની નીમણુકમાં વીશ્વાસઘાતની ગંધ આવે તેમાં કાંઇ જ ખોટુ કેવી રીતે હોઇ શકે! કારણકે સરકારને વ્યાજનોદર ઘટાડીને આગામી ચુંટણી જીતવા બેંકોના બાકીદારોના વહાલા થવું હતું. જ્યારે રઘુરાજન ની માફક ઉર્જીત પટેલને દેશમાં ફુગાવાને કાબુમાં રાખવા માટે વ્યાજના દરમાં કોઇ ઘટાડો કરવો ન હતો.
દેશની સર્વોચ્ચ આંકડા એકત્ર કરતી સંસ્થાને( National Statistical Commission) પોતાના કાયદેસર એકત્ર કરેલા આંકડા જ બહાર ના પાડાવા દેવા તેનાથી વધારે મોદી સરકારનું મોટું કાવતરૂ બીજું શું હોઇ શકે? ગયા અઠવાડીયે તે સંસ્થાના એક્ટીંગ ચેરમેન તથા બીજા સભ્યશ્રીએ રાજીનામું આપી દીધું છે. બંને રાજીનામું આપનારાઓએ સરકાર સામે એવો આક્ષેપ કર્યો છે કે સને ૨૦૧૭–૧૮ના રોજગારીને લગતા ખાસ કરીને દેશના યુવા બેરોજગારીની સંખ્યાને લગતા આંકડાઓ તૈયાર હોવા છતાં બહાર પાડવા દીધા નથી. આમ કેમ? શા માટે આવું બન્યું? કારણકે દેશમાં બેરોજગારોની સંખ્યામાં છેલ્લા વર્ષોમાં એટલે કે મોદી સરકારના વહીવટમાં ઘણા જ મોટા પાયે વધારો થયો છે. અને અર્થતંત્રનો વીકાસ બીલકુલ ધીમો થઇ ગયો છે(a slowdown of economic growth).આ ઉપરાંત મોદી સરકારે આવી પોતાની રાજકીય આબરૂને લાંછન પમાડે તેવા અર્થતંત્રના આંકડાઓને પ્રકાશીત કેવી રીતે થવા દે. ઉપરાંત પોતાને અનુકુળ આવે તેવા આંકડાઓ બહાર પાડવા અન્ય સંસ્થાઓનો ઉપયોગ કરીને બહાર પાડવા.
સરકારે પોતાનું એવું જુઠાણું રમતું મુક્યું કે એન એસ એસ ઓ ( National Sample Survey Office)ના આંકડાકીય રિપોર્ટ હજુ તૈયાર થાય છે. ઉપરાંત તેને બહાર પાડવા માટે કેબીનેટની મંજુરીની અનીવાર્ય છે. આ સરકારનું આ બીજુ જુઠ્ઠાણું છે. ખરેખરતો તેની વીકૃત માનસીકતાની ચાડી ખાય છે. આ અગાઉ સરકારે એવું સાબીત કરવા આંકડાકીય રમત રમી હતી કે જુની મનમોહનસીંગની સરકાર કરતાં મોદી સરકારના કાર્યકાળમાં જીડીપીનો વીકાસ વધારે છે.આ સાબીત કરવા ઇન્ડેક્ષના બેઝ યરની ગણતરીમાં રમત રમવામાં આવી હતી.
સી બી આઇ, આર બી આઇ, એન એસ એસ ઓ ના કાર્યોના શોધાયેલા સત્યો સામેની દખલગીરી દેશના રાજકીય અને આર્થીક ભાવી સાથેના ઇરાદાપુર્વકના ખુબજ મોટા ચેડા છે. જે ખુબજ ગંભીર ઘટના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબજ ઉત્કટ ઇચ્છા છે કે તે પોતાની છાપ દેશપર મુકીને જાય! તેથી તેઓને પોતાની આગળના વડાપ્રધાનોએ જે કાંઇ કર્યું છે તે બધુ ભુંસી નાંખીને પોતાનો આગવો અને સ્વતંત્ર ચીલો મુકીને જવું છે. પણ આવું કરવા માટે જુની સંસ્થોને બીજી નવી સારી સંસ્થાઓ બનાવ્યા સીવાય ખલાસ કરીનાંખવી તે પધ્ધતી યોગ્ય નથી. માટે આવો અભીગમ તો દેશને સંપુર્ણ સત્યાનાશને માર્ગે દોરી જશે. તેમાં મને લેશમાત્ર શંકા નથી.( લેખનો ભાવાનુવાદ કરનાર બિપીન શ્રોફ.)
.