Tuesday, February 19, 2019

વધારે નહી થોડું ક જ વીચારીએ!


વધારે નહી થોડું ક જ વીચારીએ!

આપણા દેશમાં જુદી જુદી કોલેજો ને વીશ્વવીધ્યાલયોમાં કાશ્મીર ખીણ પ્રદેશના ઘણા બધા વીધ્યાર્થીઓ વર્ષોથી અભ્યાસ કરે છે. તા. ૧૪મી ફેબ્રુઆરીના બનાવે રાતો રાત આ બધા કાશ્મીરી વીધ્યાર્થોઓ દેશ દ્રોહી બની ગયા હોય તેમ કેટલાક સ્વ દેશ પ્રેમી તત્વોએ તે બધા પર હુમલા કરવા માંડ્યા છે. આ વીધ્યાર્થીઓ અને વીધ્યાર્થીનીઓને પોતાની હોસ્ટેલોમાં પુરાઇ રહેવું પડ્યું છે. અને બહાર ટોળું રાહ જોઇ ને ઉભું રહ્યું છે.

વૈશ્વીક અને સ્થાનીક અખબારી જગત " પાપડી ભેગી ઇયળ બળી ન જાય તેને માટે સરકારને વીનંતી કરે છે. ગૃહમંત્રી રાજનાથે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરીને સંયમ રાખવાની વીનંતી કરી છે..આપણે દેશના સમજદાર નાગરીક તરીકે પોતાની જાતને પ્રશ્ન પુછી શકીએ ખરા કે  આ બધા વર્ષોથી અભ્યાસ કરવા આવેલા બધાજ વીધ્યાર્થીઓને  કાશ્મીરમાં મોકલીને કોના હાથા બનાવવા છે.? ત્યાં જઇને જે બેકાર નવયુવાનો છે તે હાલ જો આત્મઘાતી બોબ્મબર બનવા તૈયાર હોય તો તેમાં આપણા આ પગલાંથી કોના હાથ મજબુત થશે! કોણ કોની ચાલમાં ફસાશે? વધારે નહી થોડું ક જ વીચારીએ! આજના ઇન્ડીયન એક્સપ્રેસના તંત્રી લેખના આ બધા વાક્યોને સમજીશું ખરા?

" If that idea should become besieged or threatened by mobs wielding patriotism as a weapon against India's own, it would be the terrible success that the Pulwama suicide bomber aimed for. What else is the terror project, after all, but the bid to maximise the terror fallout." સૌ. ઇ. એક્સ, તંત્રી લેખ તાં ૧૯–૦૨–૧૯.

--