ચાલો, માનવવાદી મુલ્યો આધારીત નવો સમાજ બનાવીએ.
જે સમાજમાં રૂઢીગત ધર્મોની પકડ વ્યક્તીગત નાગરીક જીવન પરથી ક્રમશ: ઘટતી જાય છે ત્યાં જે તે ધર્મોએ સમાજના ઘડતર માટે રચેલી સંસ્થોઓના વીકલ્પે નવી સામાજીક સંસ્થાઓ માનવમુલ્યોને ધ્યાનમાં રાખીને બનાવવાના પ્રયત્નો શરૂ થઇ ગયા છે. ધર્મોએ વ્યક્તીગત જીવનની ત્રણ બાબતો પર અન્ય વ્યક્તીગત બાબતોની સરખામણીમાં વધારે પ્રભુત્વ મેળવેલું છે. જન્મ પછી નામકરણની વીધી, લગ્નઅને મૃત્ય્ પછી ની ધાર્મીક વીધીઓ. દરેક ધર્મે તેના પ્રતીનીધીઓ જેવા કે પાદરી, મૌલવી, કાજી, ગોર મહારાજ વગેરે દ્રારા આ બધી વીધીઓને આધારે નાગરીકના વ્યક્તીગત જીવન પર કાબુ મેળવ્યો હતો. આ બધા વ્યક્તી કે કુટુંબના જુદા જુદા પ્રસંગોએ ઇશ્વરના પ્રતીનીધીઓ તરીકે જુદી જુદી ધાર્મીક વીધો કરાવે છે.
હવે, પશ્ચીમી જગતમાં આ રેશનાલીસ્ટ, માનવવાદીઓ, નીરઇશ્વરવાદીઓ, સેક્યુલારીસ્ટો ને સંશયવાદો જેવાઓએ જે ઇશ્વરના અસ્તીત્વથી માંડીને ધર્મોના ઉપદેશોને તેના માળખા સહીત પડકારે છે તે બધા માટે ઉપર જણાવેલા પ્રસંગોએ શું કરવું એ મુઝવતો પ્રશ્ન હતો. કારણકે આખરે માનવી તો સમુહમાં જીવનારૂ પ્રાણી છે. તેથી આ દેશોની જુદી જુદી માનવવાદી સંસ્થઓએ નવા જન્મેલા બાળકની નામકરણની વીધીથી માંડીને લગ્ન,અને મૃત્યુ પ્રસંગે ધાર્મીક વીધીવીધાનો અને તેના પરોપજીવી પ્રતીનીધીઓના વીકલ્પે શું થઇ શકે તે વીચારીને મોટા પાયે અમલમાં મુકવા માંડયું છે. સ્કોટલેંડ,આર્યલેંડ, ઇગ્લેંડ, કેનેડા,અમેરીકા, ન્યુઝીલેંડ, ઓસ્ટ્રેલીયા અને નોર્વે જેવા દેશોમાં જુની ધાર્મીક વીધી–વીધાનોની પરંપરાઓ સામે નવા માનવવાદી રીતરીવાજો મોટા પાયે શરૂ થઇ ગયા છે. જેને કાયદાએ પણ માન્યતા આપવા માંડી છે.
માનવવાદી લગ્નપ્રથા (હ્યુમેનીસ્ટ વેડીંગ)––
માનવવાદી લગ્ન પ્રથા સંપુર્ણ વ્યક્તી કેન્દ્રી અને અંગત હોય છે. તે માનવ કેન્દ્રીત હોય છે ઇશ્વર કે ધર્મ કેન્દ્રીત બીલકુલ નહી જ. આ બધા જ દેશોમાં તે ધીમે ધીમે ખુબજ પ્રચલીત બનતી જાય છે. આવા લગ્નોની સંખ્યા પ્રતીવર્ષે સતત વધતી જાય છે. જે લોકો ધાર્મીક કે ઇશ્વરવાદી નથી પણ તે બધાને લોકમાન્ય વૈવાહીક (મેરીટલ–રીલેશન) સંબંધોમાં પ્રવેશવું છે. તેમના માટે જે તે દેશોની માનવવાદી સંસ્થાઓએ આવી નામકરણ, લગ્ન અને મૃત્યુ સમયની માનવ મુલ્યો આધારીત પ્રથાઓ વીકસાવી છે. જે સંપુર્ણ નૈતીક અને સામાજીક હોય છે.
ઇશ્વર પ્રેરીત નૈતીક મુલ્યોને બદલે માનવ અનુભવને આધારે જે હકારાત્મક નૈતીક મુલ્યો છે તેની મદદથી આ માનવવાદી સંસ્થઓએ લોકમાન્ય માનવવાદી વૈવાહીક વીધોઓ વીકસાવી છે. આ બધા આવી લગ્નગ્રંથી જોડાનારા કે લગ્ન કરનારા જન્મ પહેલાંના કે મૃત્યુ પછીના જીવનમાં વીશ્વાસ ધરાવતા નથી. તેઓ આ જીવનમાંજ બંનેના સંયુક્ત પ્રયત્નોથી સુખી અને સંપુર્ણ જીવન જીવવા પ્રયત્નશીલ છે.( તેમના મુલ્યો લાઇફ,લીબર્ટી એન્ડપર્સ્યુટ ઓફ હેપીનેસ છે.) અને બીજાઓ માટે પણ તેવું સરળ, સુખી ને સમૃધ્ધ જીવન સહેલાઇથી જીવી શકાય તેવું ઉદાહરણ પુરુ પાડવા માંગે છે.
માનવવાદી લગ્નમાં શુ થાય છે? તે અંગે સ્પષ્ટ કરતાં ધી બ્રીટીશ હ્યુમેનીસ્ટ એસોસીયેશને જણાવ્યું છે કે તે લગ્નપ્રથા ખુબજ પ્રતીષ્ઠીત, ગૌરવવંતી અને સ્વાભીમાની છે. તે બે વ્યક્તીઓની અંગત છે. પણ તેમાં એકબીજા પ્રત્યેની કાળજી, માવજત, સંભાળ, વૈચારીક અને વાસ્તવીક રીતે અભીપ્રેત અને અંતર્ગત હોય છે. આવા લગ્નો કરવા બ્રીટીશ હ્યુમેનીસ્ટ એસોસીયેશને વ્યવહારમાં અમલમાં મુકાય તેવી માર્ગદર્શીકા બહાર પાડી છે. જેના દ્રારા માનવવાદી લગ્ન કરનારાઓને પોતે તેમાં વૈધાનીક રીતે શું શું મુકી શકાય તે બધુ જણાવવામાં આવ્યું છે. અથવા તો આ સંસ્થાએ તે અંગેના નીપુણ અધીકૃત પોતાના માણસો( માનવવાદી ગોર મહારાજો!) તૈયાર કર્યા છે. જે નીયત કરેલ ફી લઇને આવું લગ્ન કરાવી શકે છે.માનવવાદી લગ્ન સલામત અને ગૌરવશાળી હોવાથી પોતાના ડ્રોંઇગરૂમમાંથી માંડીને પર્વતની ટોચ પર જઇને પણ થઇ શકે છે. તેમાં સરકાર માન્ય લગ્ન અધીકારી કે કાયદાકીય માન્ય નાગરીક લગ્નવીધીની(સીવીલ સેરીમનીઝ) જરૂર પડતી નથી.ઇગ્લેંડ અને વેલ્સમાં માનવવાદી લગ્નને કાયદાકીય સ્વરૂપ ગણવામાં આવ્યું નથી.તેથી માનવવાદી લગ્ન કર્યા પછી પણ કાયદાથી નીયુક્ત થયેલ લગ્ન અધીકારીની ઓફીસમાં કે આવા લગ્ન સ્થળે તેઓને લગ્નની નોંધણી માટે હાજર રાખવા અનીવાર્ય છે. સ્કોટલેંડની હ્યુમેનીસ્ટ સોસાયટીએ સરકાર માન્ય અધીકૃત કાયદેસરના માનવવાદી લગ્નો કરાવી શકે તેવા પોતાના પ્રતીનીધીઓ તૈયાર કર્યા છે.
આ ઉપરાંત સ્કોટલેંડ સહીત અમેરીકા,કેનેડા,નોર્વે,ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડ જેવા દેશોમાં હ્યુમેનીસ્ટ મેરેજ સેરીમનીઝને સંપુર્ણ કાયદાકીય સ્ટેટસ મળેલું છે.યુરોપમાંથી માનવવાદી વીધી પ્રમાણે કાયદેસરના લગ્નો કરવા માટે લોકો સ્કોટલેંડમાં આવેછે.સ્કોટલેંડમાં ગઇ સાલ આવા માનવવાદી લગ્ન સમારંભોમાં આશરે દસ લાખ લોકોએ મહેમાનગતી માણેલી હતી. આવા વીધીસર લગ્નો કરાવનારા નીષ્ણાતોની સંપુર્ણ માહીતી આ વેબ સાઇટ પર મળે. www.humanism‐scotland.org.uk.
માનવવાદી લગ્નપ્રથા સંપુર્ણ ધર્મનીરપેક્ષ કે નીઇશ્વરવાદી છે. તેમાં ક્યાંય ઇશ્વર, બાયબલ અથવા કોઇ ધાર્મીક શ્લોકો બોલવામાં આવતા નથી. આ લગ્નપ્રથામાં એવું સહેજ પણ ફરજીયાત નથીકે લગ્ન ઇચ્છુકોએ વીધી માનવવાદી સંસ્થાના પ્રતીનીધી મારફતે જ કરાવવી. તેઓ પોતે શું પ્રસંગને અનુરૂપ શું બોલવું, ગાવું, ડાન્સ કરવો વગેરે પોતે નક્કી કરી શકે છે. અને તે કામ પોતાના મીત્ર કે શુભેચ્છક દ્રારા પણ કરાવી શકે છે.આ લોકો પોતાના વીચારો પ્રમાણે બધુ લખી તૈયાર કરીને પણ રજુ કરી શકે છે. લગ્નામાં કયા કપડાં પહેરવાથી માંડીને, કોને આમંત્રણ આપવું, હોલ વી. કેવો શણગારવો કે નહી તે બધું બીલકુલ અંગત હોય છે. આબધાની પાછળનો હેતુ તેઓનો પ્રેમ અને એકબીજા પ્રત્યેની વફાદારી અને પ્રતીબધ્ધતા સમાજમાં જાહેરાત કરવા સીવાય બીજો કોઇ હોતો નથી. The most important thing to remember is that the ceremony is about a public declaration of your love and commitment to each other.
તાજેતરમાં એક માનવવાદી મુલ્યોમાં વીશ્વાસ ધરાવતાબ્રીટીશ નાગરીકો, બે પ્રેમીઓ સ્ટીફન મેલોઝ અને લીંડસે વીલસનને અનોખી પધ્ધતીથી હ્યુમેનીસ્ટ મેરેજ કર્યા.
લગ્નની દરખાસ્તમાટે તેઓ બંને લંડન શહેરના એક નાટક હોલમાં નાટક જોવા જાય છે. પરંતુ નાટક જોવામાં તે બંને એવા રસતરબોર થઇ ગયા હતા કે લીંડસેનો પ્રેમી સ્ટે પોતાના કોટના ખીસ્સામાંથી વેડીંગ રીંગ કાઢીને આપવાનું જ ભુલી ગયો. બીજે દીવસે તે પોતાના નક્કી કરેલા વાઇન બારની નજીક આવેલા બગીચાના બાંકડા પર બેસીને વેડીંગ રીંગની આપ લે કરે છે.
સૌ પ્રથમ કાયદા મુજબ તેઓએ પોતાના લગ્નને લગ્નનોંધણી કચેરીમાં રજીસ્ટર્ડ કરાવ્યું. ત્યારબાદ પોતાના મીત્રો દ્રારા નક્કી કરેલ નાટકની સ્કીપ્ટ પ્રમાણે નાટક ભજવતા ભજવતા માનવવાદી લગ્નપ્રથાથી જોડાયા. ' સૌ પ્રથમ અમે બંનેએ જે નગમતું હતું તેને અમારી યાદીમાંથી કાઢી નાંખ્યું.અને જે ગમતુ હતું તે બધાને અમારી યાદીમાં સમાવી લીધું.' ડીસ્કો અને ડીજે ને બદલે અમને ગમતું સંગીત વગાડયું. લગ્નવીધી સમયનો પ્રચલીત નાસ્તો, કેક કાપવી અને નવપરણીત જોડીને શુભેચ્છા અને આશીર્વાદ આપતી જાહેરઅભીવ્યક્તી અમારા લીસ્ટમાંથી પ્રથમ કેન્સલ કરી દીધી. આજના સમયે અમને સૌથી આનંદ આપે તે પ્રમાણે અમે અમારો 'ગ્રાન્ડ ફીનેલો' આયોજીત કર્યો. તેનો સંપુર્ણ યશ અમારી અવીધીસરની તૈયાર કરવામાં આવેલી નાટક મંડળીને ( Cailidh) જાય છે.વાગદ્ત્તા લીંડસે પોતાના પ્રેમી લાડલા નામ 'સ્ટી'ને બતાવે છે કે આમંત્રીત યુગલો એકબીજાને ધીમેથી પોતાની કોણી 'ટચ' કરીને કહે છે જુઓ આ બંને કેવીરીતે નાટકની અંદર લગ્નની દરખાસ્ત કરે છે. સૌ પ્રથમ આમંત્રીત મહેમનાનો જાણે ખરેખર નાટકગૃહમાં આવ્યા હોય તે રીતે સ્ટેજ ઉપરથી નાટક મંડળી સાથે સ્ટીફને ગીટાર શરૂ કરી જ્યારે લીંડસે ગીટારના રણકે ગાવાનું શરૂ કર્યું. મહેમાનોને સમગ્ર કાર્યક્રમની વીગત જણાવતી બંનેના ફોટા સાથેની આમંત્રણ પત્રીકા એડવાન્સમાં આપવામાં આવી હતી જેમાં નાટક રજુકરનાર મંડળીનો આભાર પણ આગોતરો માણેલો હતો. અમે લોકોએ એક પેની પણ ફુલો અને રૂઢીચુસ્ત સજાવટ પાછળ ખર્ચો નહતો. હ્યુમેનીસ્ટ મેરેજ કર્યા પછી દંપતી હનીમુન માટે 'ડીઝની લેંડ' ફ્લોરીડા યુએસએ જાય છે.