Wednesday, August 26, 2020

Dev's Interview by Simi Garwar

ઇન્ડીયન ફીલ્મ જગતનો એવરગ્રીન હીરો દેવાનંદના શબ્દો સીમી ગરવાલ સાથેના ઇન્ટરવ્યુમાં.

 " ન દુ;ખ હૈ, ન સુખ હૈ, ન મૈ હું, ન દુનીયા હૈ, ફીલ્મ ગાઇડના ગીતમાંથી

બસ ફક્ત  સુતા હોય તેમ કાયમ માટે આંખો બંધ કરી દો;  અને પછી ક્યાં ગયા તેની ખબર જ નહી."

સીમી– દેવ, હું માનતી નથી કે હું તમારો ઇન્ટરવ્યું લઉ છું.

દેવ– નો ફોરમાલિટીસ, ગો  હેડ.

સીમી– મુંબઇ સીને જગતમાં આવતા પહેલાંનું  તમારૂ જીવન.

દેવ– જન્મ ૧૯૨૩, ગુરદાસપુર, અમૃતસર નજીક, કુટુંબનું સામાજીક સ્તર ઉચ્ચ મધ્યમવર્ગ, માતા સાથે વધુ લાગણીભર્યા સંબંધો હતા. મારુ વ્યક્તીત્વને ઓપ આપવામાં માતાનો ફાળો ખુબજ મહત્વનો હતો. પીતાજીની ધાક એવી હતી કે તેમની સાથે કોઇ ઇમોશનલ બોન્ડીંગ વિકસ્યું જ નહી. મેટ્રીકસુધીનો અભ્યાસ ગુરદાસ પુરમાં અને ગ્રેજ્યુએટ ધરમશાલા ( હીમાચલ પ્રદેશ).મારા પિતા મને બેંકમાં મેનેજર બનાવવા માંગતા હતા.

સીમી– મુંબઇમાં આગમન!

દેવ– સને ૧૯૪૩. I did not know anybody when I put my first foot on Bombay Central Railway Station.પોકેટમાં ત્રીસ રૂપીયા સાથે, મહીને ૪૦ રૂપીયાના પગારવાળી નોકરી ચાર દીવસ કરી અને માસીક ૬૦ રૂપીયાવાળી નોકરી એક અઠવાડીયું કરી. મારી કોલેજના એક ભુતપુર્વ વીધ્યાર્થીએ મને ઓળખી કાઢયો. તે પણ નોકરીની શોધમાં હતો. તેની સાથે પરેલની ચાલીમાં રહેવાનું શરૂ કર્યું. તે દિવસોમાં વિક્ટોરીયામાં બેસીને મુંબઇ જોયુંતો  તે ,' Huge, Elegant, rich, and sophisticated લાગ્યું.

રાજકપુરને મલવાનું થયું. તેના પિતાજી બહુ મોટાગજના એકટર હતા. આર. કે ની સુચનાથી પ્રભાત ફીલ્મ સ્ટુડીયોમાં જોબ માટે ગયો. ત્યાં બાબુલાલ અને પી. એમ. સંતોષીની મદદથી તેઓની પુનામાં ડબ થતી ફીલ્મમાં કામ કરવા તૈયાર  થઇ ગયો. બે દિવસ પછી ડક્ક્ન ક્વીનના ફર્સ્ટક્લાસના કમ્પાર્ટમેંટમાં જીંદગીમાં પ્રથમવાર ' Sitting like a Lord ' ની માફક મુસાફરી કરી. ફીલ્મનું નામ હતું ' હમ એક હૈ ' .

સને ૧૯૪૮માં ફીલ્મ જગતની, તે જમાનાની મોટાગજની અભીનેત્રી સુરેયા સાથે કામ કરવાનો કોન્ટ્રક્ટ સાઇન કર્યો. ફીલ્મનું નામ હતું ' બડી બહેન' તેનું સુપ્રસીધ્ધ ગીત હતું " વો પાસ રહે યા  દુર રહે ..નજરોંમે સમાયે રહેતે હૈ ".

સીમી– દેવ સાબ, તે સમયે તમારી ઉંમર ૨૫ વર્ષની અને સુરૈયાની ઉંમર ૨૦ વર્ષની હશે.

દેવ– હા,  સ્ટુડીયોના સેટ પર જેવી તેણી આવે કે તરતજ બધાજ પોતાનું કામ છોડીને ' સુરૈયાજી, સુરૈયાજી કહીને ઉભા થઇ જાય, માન આપે. જ્યારે હું એક ખુણામાં ખુરશી પર બેસી રહીને તે બધુ નીરખ્યા કરતો.  મને એવો અહેસાસ હતો કે હું એક ખુબ સુંદર યુવતીના પ્રેમમાં છું.  તેણીનું મારે માટેનું આકર્ષણ તેનું સૌંદર્ય હતું.  અમે ફીલ્મી પ્લોટ કે સ્ટુડીયોમાં એકબીજાના હાથમાં હાથ નાંખીને ફરતા. હું તેને ઘરે પણ જતો હતો. અમારા તે દિવસોના સ્વપ્નાં સોનેરી હતા.

સીમી– દેવસાહેબ, તમે તેણી સાથે લગ્ન કરવા પણ ઇચ્છતા હતા?

દેવ– હા. અમે બંને એ એકબીજા સાથે લગ્ન કરવાની દરખાસ્ત પણ મુકી હતી. પરંતુ તેણીના મા–બાપ અમારા લગ્ન થાય તેવું ઇચ્છતા ન હતા. " I could not marry her, I was dejected, and I cried and I sobbed. Then I forgot her totally. Perhaps she might regret. "  મારા મત પ્રમાણે પ્રેમ પછી લગ્ન કરવાની બાબતમાં યુવતીઓ બે પ્રકારની હોય છે. એક પોતાના મા– બાપ થી માંડીને બધુ ત્યજી દઇને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ચાલી નીકળે છે. જ્યારે કેટલીક યુવતીઓ પોતાના નીજી કુટુંબના ' હેંગ ઓવર' માંથી બહાર નીકળી શક્તી નથી. ( આવા સ્વભાવની પ્રકૃતીમાંથી યુવાનો પણ બાકાત નથી. ભાવાનુવાદક) શરૂઆતને તબક્કે દુર્ગા ખોટે અને કામિની કૌશલ મારા પત્રો લઇ જનારા મેસેજંર હતા . જેને આધારે સુરૈયા અને હું હોટેલમાં મલી શકતા હતા. સુરૈયાના કુટુંબને હું હીંદુ હતો. તેથી અસ્વીકાર્ય હતો. મેં તેણીના મસ્જીદમાં થયેલા લગ્નનો ફોટો દૈનીક પેપરમાં જોયો હતો. હું તો ખુબજ ઉદારમતવાદી ( લીબરલ) અને બ્રોડ માઇન્ડેડ મેન છું. તેણી સાથેના બ્રેકઅપ પછી હું માનવી બન્યો, પ્રથમ તો હું ખુબ રડયો, પરંતુ રડયા પછી હું  મજબુત બન્યો. ખુબજ મજબુત બન્યો.

બોલો, સીમી, હું કેવી રીતે મારુ દુ;ખ અને એકલતા ( Loneliness) બીજાને  કેવી રીતે વહેંચી શકું. સુરૈયાએ લગ્ન પછી ફીલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

સીમી– નવકેતન ફીલ્મ પ્રોડક્શનની સ્થાપના સને ૧૯૫૨માં કરી. દેવ! તમારો તેની પાછળ શું ખ્યાલ હતો?

દેવ– મારા મનમાં એક સળગતો લાવા હતો. તે મને ઠરી ઠામ જીવવા દેતો ન હતો. મારુ પેલું ચાલીનું જીવન અને ભુખ્યા દિવસોના સંસ્મરણો ને પકડીને હું જીવતો રહું તેવો માણસ જ ન હતો. મને થોડાક ખુબજ સરસ બૌધ્ધીક મીત્રો જેવાકે  ગુરૂદત્ત, બલરાજ સહાની, સાહિર લુધીયાનવી, ગીતા બાલી, એસ. ડી. બર્મન વી. ની દોસ્તી થઇ ગઇ. તે બધા જ ફીલ્મ જગતમાં જમીની પરિવર્તન લાવવા કટીબધ્ધ હતા. તેમની ગાઢ મીત્રતાએ મારા સ્વપ્નોને સાકાર કરવામાં સિંહ ફાળો ભજવ્યો છે.

મારા અનુભવ પ્રમાણે ફીલ્મનો કોઇ આત્મા હોય તો તે તેનું મ્યુઝીક છે. " A music must be haunting."

સીમી– દેવ! તમે ફીલ્મ ઉધ્યોગમાં સર્વોત્તમ અને સર્વેસર્વા છો? તમારી ફીલ્મો ને એકટીંગ અન્યથી ઘણી ચઢીયાતી છે.

દેવ– મને એવો કોઇ જ આડંબર નથી. હું મારી જુની ફીલ્મોને અને તેમાં મારી એક્ટીંગને ' Rubbish" ગણું છું. ક્યારેય તે ફીલ્મો જોતો નથી. મેં ફીલ્મ જગતમાં મારાથી જે થઇ શકે તે કર્યું છે. તેનો મને સંતોષ છે. બાકી અમારા ઉધ્યોગમાં નવી યુવાન પેઢી  અમારા કરતાં ચારચાંદ ચઢી જાય તેવી ફીલ્મો બનાવવાની છે. હું કોઇ અન્ય અનિવાર્ય નથી જ.

 દેવનું અંગત કૌટુંબીક જીવન–

સીમી– મોના સાથેના લગ્ન અંગે– દેવ સાહેબ, વાત કરો.

દેવ– Mona is naughty, young, Bably,(બબલી)  educated & from Simla. અમે ચાલુ ફીલ્મના શુટીંગમાંથી બપોરના સમયની રીસેસમાં એક ટેક્ષીમાં સીવીલ મેરેજ રજીસ્ટારની ઓફીસમાં જઇને રજીસ્ટર્ડ મેરેજ નંધાવી આવ્યા.

સીમી– અરે, દેવ સાહેબ, No celebration, no marriage party,  nothing.

દેવ– હું તો લગ્નને અંગત (પર્સનલ એફેર્સ) બાબત ગણું છું. પણ બપોર પછી ફીલ્મનું શુટીંગ શરૂ કર્યુ ત્યારે કેમેરામેને મોનાની આંગળીમાં  વીંટી ( વેડીંગ રીંગ) જોઇ. તે  બોલે તે પહેલાં મેં ઇશારો કરીને તેને ચુપ કરી દીધો. " On 3rd January 1954, I got married to Mona in a lunch break and  that  was the great moment."

સીમી– મોના કોણ હતી? તેના મા–બાપ કોણ હતા?

દેવ– મોના એક ખ્રીસ્તી સ્રી હતી. તેણીના મા– બાપ બંને ખ્રીસ્તી હતા. તેણી તેના ધર્મને સંપુર્ણ શ્રધ્ધાથી વરેલી (DEVOUTED)  હતી. મેં ક્યારેય તેણીની ધાર્મીક બાબતો અને પ્રવૃત્તીઓ અંગે લેશમાત્ર નારાજગી કે અભાવ જાહેર કરેલ નથી. હું ધર્મને બીલકુલ અંગત બાબત માનું છું. તેણી તેના ધર્મ સાથે પુરેપુરી ઓતપ્રોત થઇ ગયેલી છે. તેણીને પોતાના મીત્રો પણ છે. જે તે અમારી નીજી વાતચીતમાં સ્પષ્ટ રીતે કહે જ છે. ધર્મ કે ધર્મની શ્રધ્ધા અમારા લગ્નજીવનમાં લેશમાત્ર ખલેલ પહોંચાડતી નથી. તેણી ખ્રીસ્તી છે. હું હીંદુ છું. મોના કોઇ જાહેર કાર્યક્રમમાં આવવાનું પસંદ કરતી નથી. " She is down to herself & lives with her own interests. લગ્ન પહેલાં મોનાએ ત્રણ ફીલ્મોમાં કામ કર્યું હતું. લગ્ન પછી તેણે કોઇ ચોથી ફીલ્મમાં કામ કર્યું નથી.

સીમી– તમારા લગ્ન જીવનને પચાસ વર્ષ પુરા થયા. શું કહેવું છે દેવ સાહેબ! તે અંગે!

દેવ– કોઇપણ પતિ–પત્નીના લગ્ન જીવનમાં જે નાના–મોટા તું તું મૈ મૈ થાય છે તેમાંથી અમે બાકાત નથી. આ ઉપરાંત મારી દરેક નવી ફીલ્મમાં મારા કરતાં ઘણી જુવાન ફીલ્મી એકટ્રેસ અને ઘણીવાર પ્રથમ વાર જ મારી ફીલ્મમાં અભીનેત્રી તરીકે કામ કરતી નવી સ્રી સાથેન  મારા ફીલ્મમાં  ફ્લર્ટીંગ( Flirting) અંગે મોના સાથે પ્રશ્નો થાય પણ ખરા! પણ મારી માનસીકતાતો એવી વીકસી ગઇ છે કે તે એક, બે, ત્રણ ગણતા સુધીમાં તે બધું જ ભુલાઇ જાય છે. બીજા તેનો બોજો કદાચ લઇને ફરે તેમાં હું શું કરૂ !

સીમા– કુટુંબ અને લગ્ન જીવનની દેવસાહેબ આપના જીવનમાં અગત્ય કેટલું?

દેવ– હું ખુબજ પ્રેમાળ પિતા છું. તેટલો જ સંપુર્ણ રીતે લાગણીસભર મારા કુટુંબ સાથે સંલગ્ન છું. દરરોજ રાત્રે હું અચુક મારા કુટુંબ સાથે ડાયનીંગ ટેબલ પર જ ડીનર લેતો હોઉ છું. હું ડ્રીંક લેતો નથી. સિગરેટ પિતો નથી. જમવામાં મારૂ મેનુ પંજાબી દાલ, ચાવલ રોટી અને સબજીનું મેનુ શ્રૈષ્ઠ લાગે છે. પણ લગ્ન પહેલાં મોનાને સ્પષ્ટ રીતે જણાવી દીધેલું કે હું તારી સાથે બેડરૂમમાં  ગોસેપીંગ કરીને જીંદગી પસાર કરૂ તેવો માણસ નથી. હું ખુબજ રચનાત્મક માણસ છું. હું આ જગતનો માણસ છું. હું ખુબજ લાગણીસભર માણસ છું પણ તેટલો જ અનાસ્કત,અલીપ્ત ને સ્વતંત્ર માણસ છું. " I am alona. I am tremendously creative man. I belong to this world. My passion to work creatively is like burning volcanoes. I am fully independent man & Mona is equally independent woman ". દેવાનંદ સીમી ગરવાલ સાથેના ઇન્ટરવ્યુમાં જે ભવ્યતા અને મીજાજથી ઉપરના વાક્યો અંગ્રેજીમાં બોલે છે તેને સાંભળવો પણ એક લ્હાવો છે. આ સાથેની લીંકમાં મુકેલ યુ ટયુબમાં જોવાનું ભુલતા નહી.

સીમી– દેવ તમારી દીકરીનું લગ્ન જીવન.....!

દેવ– હું એક દીવસ કારમાંથી ઉતરતો હતો. ઘર નજીક દીકરી રીનાને તેના મીત્ર સાથે જોઇ.  ઘરમાં આવ્યાબાદ મેં પુછયું તું આની સાથે લગ્ન કરવાની છે? હા. તને તારો નિર્ણય કરવાની સ્વતંત્રતા છે. મારી શુભેચ્છા. રીના એક બાળકની માતા બન્યા પછી ડીવોર્સ લીધા. હું તે જાણી ખુબજ રડ્યો હતો. પણ મારૂ દુ;ખ કે મારો આઘાત ખુબજ ક્ષણીક હોય છે. મારી અંદરથી સતત અવાજ આવે છે. " My sorrows are very short lived. Take it as a reality; just move on, just move on; life is long, many things to do which are still pending. Relationship should not become a burden to your mind. If it becomes a burden then it is not worth having it or maintaining it. I am the most enlighten man. I am a never a superstitious man. Never bowed before  God. "

દેવ– ઘણીવાર સુર્યાસ્ત પણ ભવ્ય હોય છે. તે સુંદર પણ હોય છે. તે આખરે એકલો અટુલો હોય છે. એકલતા પણ સુંદર હોય છે. આપણે શીખવું જોઇએ કે એકલતામાં આનંદ કેવી રીતે મેળવવો...

યુ ટયુબ ની લીંક.... https://www.youtube.com/watch?v=-Y7lQ2ez7r4



--

Saturday, August 22, 2020

About Bruno


 " મને  ગુનેગાર તરીકે જાહેર કરનારાના મોંઢા મારા કરતાં વધારે ભયભીત હતા." બ્રુનો.

 "Perhaps you pronounce this sentence against me with greater fear than I receive it".

 હૈ, ભારતની ન્યાયની દેવી ! બરાબર આશરે ૪૨૦ વર્ષ પહેલાં  જ્ઞાન–વિજ્ઞાન અંગેના સ્થાપીત હિતોના વિચારો સામે વિદ્રોહી વિચારો ધરાવીને જીવતો સળગી જનારાના શબ્દો વાંચો, સાંભળો અને અન્યને સંભળાવો. હજુ મોડુ થયું નથી. આપણા દેશની ન્યાયની દેવી ( સર્વોચ્ચ અદાલત)ના ચરણોમાં એડવોકેટ પ્રશાંતભુષણનું કાયદાકીય કલમથી બલીદાન ન લેવાય!.

 આ શબ્દો સને ૧૬૦૦સાલમાં ૧૭મી ફેબ્રુઆરીના દિવસે ઇટાલીના પાટનગર રોમમાં જીઓરડાનો બ્રુનોને જીવતો સળગાવતાં પહેલાં તૈયાર કરેલી  મૃત્યુ શૈયા પરથી બ્રુનો બોલ્યો હતો. આ વાક્ય સાંભળ્યા પછી આજુબાજુ એકત્ર થયેલા રોમન કેથોલીક પાદરીઓનાં મોંઢાં વધારે શરમીંદા પડી ગયા હતા. તેનો ગુનો શું હતો?

 એક પૃથ્વી ગોળ છે. સપાટ નથી. બે,  કોપરનીકસે  સાબીત કરેલી હકીકત બ્રહ્માંડ અંતહીન છે ( INFINTE) તે સત્ય છે. ત્રણ, બ્રહ્માંડમાં સુર્ય જેવા અસંખ્ય સુર્યો ( તારાઓ) છે જેમને પોતાના ગ્રહો અને ઉપગ્રહો છે. ૪,આ ઉપરાંત બાયબલ અને ચર્ચના સત્યોને તેણે પડકાર્યા હતા.

 ઉપરનું વાક્ય બોલ્યા પછી બ્રુનોની જીભ સીવી લેવામાં આવીહતી. તેને નગ્ન કરીને ઉંધે માથે તેના બે પગો બાંધીને , તે  પ્રમાણે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો.

 ટુંકમાં બ્રુનોનો ગુનો રાજ્ય અને ધાર્મીક સત્યોની ઘૃણા,તિરસ્કાર,અનાદર, નિંદા વી. ( Contempt & blasphemy) કરવા માટે નો હતો. તેથી તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ( Burn at Stake). વીશ્વના બધાજ ધર્મો અને સ્થાપીત હીતો ધરાવતી રાજ્ય સત્તાઓના વલણો પોતાનાં ધાર્મીક ને રાજકીય  સત્યોને પડકારનારા સામે ક્યારેય જુદા હોતા નથી.

જર્મની દેશના પાટનગર બર્લીનમાં બ્રુનોને  ઉંધા માથે અને પગ બાંધીને  ઉપર રાખીને લટકાવેલી પ્રતીમાનો ફોટો મુકેલ છે. આ પશ્ચીમી જગતની સેક્યુલર નૈતીક્તા છે.

About Kiran Nanavati


                                                    કીરણ સ્કેપ્ટિક( Sceptic) પુર્વાધ અને કીરણ રેડીકલ હ્યુમેનીસ્ટ ઉત્તરાર્ધ.

ભાઇ કીરણ સાથેનો સંબંધ યાદ કરતાં એમ લાગે છે કે તે સંબંધ ઓછામાં ઓછો ચાર પાંચ દાયકા જુનો છે. તે સંબંધ ખેડા જીલ્લાના માતર તાલુકાના રઢુ ગામથી ઘનીષ્ટ  થવાની શરૂઆત થઇ. આશરે સને ૧૯૮૫–૯૦ના વચગાળામાં કીરણ વડોદરાથી અને બીજા બે મુંબઇથી અજય શાહ (રેશનાલીસ્ટ) અને ધીમંત પારેખ મુંબઇના કોઇ પહેંચાનવાળાની રઢુ મુકામે આવેલી જમીનમાં ખેતી કરવા આવ્યા. જીંદગીમાં ખેતીની બારખડી શીખ્યા હશે કે કેમ તે પણ મારે મન સવાલ હતો. રઢુમાં કોઇ જ ઓળખે નહી. રઢુ ગામમાં તે બધા અજાણ્યા,પાછા યુવાનો અને વધારાની લાયકાત નાસ્તીક કે રેશનાલીસ્ટની. ગામથી દોઢ બે માઇલ દુર તેમની જમીન. સમગ્ર વિસ્તારમાં કોઇ ઝાડ પણ ન મળે. મારા ખેતીના અનુભવે મેં જોયું કે તેમની જમીન બીલકુલ રસકસ વિનાની, ગોરાડુ ખેતી માટે બીલકુલ નકામી. જેનો પીએચ આંક ૮થી ઉપર. જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તી જ નહી. બોરનું પાણી પણ સખત સોડીયમ ના ક્ષારોવાળુ. મેં તો જમીન જોતાંજ ભાઇ કીરણને કહી દિધું કે  રઢુમાં ખેતી કરવાનું બંધ કરી દો. જે મુઠી ફાકો બચત હશે તે પણ તમારી ખલાસ થઇ જશે! મારા સંબંધોને કારણે રઢુમાં તેમને ગામના સૌથી સમૃધ્ધ કુટુંબના વડા સાથે ઓળખાણ કરાવી, ઘર ભાડે અપાવ્યું. ને ગામના લોકો આશંકા કે અવિશ્વાસથી તેમને ન જુએ તેવું વાતવારણ ન સર્જાય માટે સહકાર આપવા વિનંતી પણ કરેલી.

રઢુમાં મળેલી આર્થીક નીષ્ફળતા પછી  તે બધા થોડા સમય માટે મહેમદાવાદમાં સ્થાયી થયા. ત્યારબાદ કીરણ અમદાવાદ, ધીમંત પાછો મુંબઇ અને અજય મહેમદાવાદમાં જ સ્થાયી થયો. આર્થીક પરીબળોની તે સમયે જે મજબુરીઓ હતી તેને કારણે ક્રમશ; રેશનાલીસ્ટ ચળવળમાં નિયમીત સમય ફાળવવો તે બધાને માટે દિવસે દિવસે મુશ્કેલ બનતો ગયો. પણ શરૂઆતને તબક્કે ગુજરાતમાં  અંધશ્રધ્ધા નાબુદી અને ચમત્કારોના પર્દાફાશ માટે ખાસ કરીને અજય–કીરણની બેલડી પ્રમાણમાં શહેરી શીક્ષીત મધ્યમ વર્ગમાંથી યુવાનેતૃત્વ ઉભું કરવામાં સફળ થઇ હતી. એક રેશનાલીસ્ટ પત્રીકા પણ આશરે દસેક વર્ષ સુધી ચલાવી હતી.

તે સમયે મુંબઇ– ગુજરાતમાંથી આ બંને સાથે  ખુશાલ ગાલીયા,( મુંબઇ) યાહ્યાભાઇ લોખંડવાલા,( ગોધરા) કમલાશંકર પંડયા, (વડોદરા)  જયંતી પટેલ અને જાદુગર ઝીંગારા ( અમદાવાદ,) જયરામ દેસાઇ (નડીયાદ) સોમભાઇ પ્રજાપતી  (વીધ્યાનગર) ચતુરભાઇ ચૌહાણ (પાલીતણા– હાલ ચાંદખેડા) ફકીરભાઇ વણકર ( સમી–પાટણ) જમનાદાસ કોટેચા ( જોરાવનગર) પ્રીયમુખભાઇ ( વડોદરા), અબ્દુલ વકાની ( અંકલેશ્વર) બાબુભાઇ દેસાઇ (સુરત સત્યશોધક સભા) અને બીજા ઘણા, ( માફ કરજો કદાચ કોઇ સાથી મિત્રોના નામો રહી જાયતો!) તે સમયે અંધશ્રધ્ધા નાબુદી ચળચળમાં જોડાયેલા હતા.

વિજ્ઞાન યાત્રાના માધ્યમથી  અંધશ્રધ્ધા– વહેમો સામે લોકસંપર્ક થાય અને વૈજ્ઞાનીક અભીગમ કેળવાય  તે માટે આ બેલડીએ એક ખાસ મોડેલ બનાવ્યું હતું. જેમાં

' નાળિયેરમાંથી ચુંદડી કાઢવી, હથેળીમાંથી કુકું કાઢવું અને તેવા  પ્રયોગો કરવા માંડયા તેમજ તે અંગેની તાલીમ આપીને  ચતુરભાઇ ચૌહાણ જેવા મિત્રો પણ તૈયાર કરવા માંડયા. તે બધુ વધુ લોકભાગ્ય બને માટે  ' એક રાજાની વાત, હીમાલયમાં આવેલું માનસરોવર અને સાધુના ડ્રેસનો પણ ઉપયોગ કર્યો. ભાઇ કીરણના વેધક નિરીક્ષણ પ્રમાણે  આ નાળિયેરમાંથી ચુંદડી કાઢવી અને હાથમાંથી કુકું કાઢવાના તથા અન્ય પ્રયોગો કરવાથી જે વૈજ્ઞાનીક અભીગમ કેળવવો જોઇએ તેને બદલે કેટલાક પ્રસંગોમાં તેમની પાસે લોકો બાધા આખડી કરવા ચાલુ પ્રોગ્રામે એક બે પ્રસંગે આવ્યા. તે દિવસથી તેને સમજાઇ ગયું કે સમાજમાંથી અંધશ્રધ્ધા વહેમો વિ. દુર કરવા તે કામ સરળ નથી. ઘણું ગંભીર છે.   

પ્રો. જયંતીભાઇ પટેલ સાથેના રેશનાલીસ્ટ પ્રવૃત્તીના સંબંધો એક બૌધ્ધીક આયામમાં રૂપાંતર થઇ ગયા. જયંતીભાઇ ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. ના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા ત્યારે કીરણને તે સંસ્થાના જનરલ સેક્રેટરી બનવાની તક મળી. આ તકે કીરણને રેશનલીઝમ એક સત્ય શોધવાનો માર્ગ છે. કુદરતને સમજીને માનવીય અસ્તીત્વ કેવી રીતે ટકાવી શકાય તેમાં કોઇ મદદ કરતા હોય તો તે રેશનાલીઝમ છે. તેમાં કીરણને અમેરીકન સ્કેપ્ટિક જેમ્સ રેન્ડી અને  સેક્યુલર હ્યુમેનીસ્ટ પ્રો.પોલ કુત્સના માનવવાદી વીચારોને જાણવા– સમજવા મલ્યા.

છેલ્લે કીરણ, ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. ની માતૃસંસ્થા ઇન્ડીયન રેનેશાં ઇનસ્ટીટયુટની કારોબારીમાં તેમની વરણી થઇ. તે સંસ્થાની એક અને ભાઇ  કીરણ માટેની   આખરી બેઠક પુના મુકામે જુલાઇ–૨૦ માં મળી. આશરે દસ દિવસ પહેલાંજ તેઓની મારી સાથે ટેલીફોનીક વાત વિગતે તે સંસ્થાની કાર્યવાહી અંગેની વાત થઇ હતી.  તેમાં સંસ્થાના વર્તમાન પ્રમુખ શ્રી રમેશ અવસ્થીએ રાજીનામું આપી દીધું હતું. સંસ્થા કદાચ બીજા અઇચ્છનીય પરીબળોમાં જતી રહે તેવી શંકા હતી. તે અંગે ભાઇ કીરણ અને કલકત્તાના વૈશ્વીક કક્ષાના ભુતપુર્વ માનવવાદી સીબ નારાયણ રે ના પત્ની ગીતાબેને  શ્રી રમેશ અવસ્થીને સમજાવીને પ્રમુખ તરીકે ચાલુ રહેવામાં સફળતા મેળવી હતી તેની વાત વિગત કરી હતી.

ભાઇ કીરણ, છેલ્લે બલ્ડકેન્સર જેવા અતી દુર્લભ રોગનો જ શીકાર બની ગયો. આશરે ૬૩ વર્ષની ઉંમરે ( ૧૦–૦૩–૫૭ અને ૨૧–૦૮–૨૦)  જ્યારે તેની જીંદગીના પરીપક્વ અનુભવોનું સર્વોત્તમ પ્રદાન આપવાની સંપુર્ણ ક્ષમતા ધરાવતો હતો ત્યારે જ  કીરણે આપણી વચ્ચેથી વસમી કાયમી વિદાય લઇ લીધી. તેને સાચી શ્રધ્ધાંજલી તો  ફક્ત તેના રેશનાલીઝમ અને માનવવાદી કાર્યો અને મુલ્યોને સાકાર કરવા આપણે સૌ સતત પ્રયત્નશીલ રહીએ તેમાં રહેલી છે.


--

Tuesday, August 18, 2020

Views In Gita on the woman & caste system.

ગીતામાં (૧) સ્રી સમાજની સંપુર્ણ બાદબાકી (૨) ગીતા ભારતીય વર્ણ– જ્ઞાતી પ્રથાની જન્મદાતા તથા પાલક–પોષક. બે મુદ્દાઓ પર ચર્ચા કરવા મને વિનંતી કરવામાં આવેલી છે. જે અત્રે સવિનય રજુ કરેલ છે.

(૧) ગીતામાં સ્રી સમાજની સંપુર્ણ બાદબાકી– બીજા ધર્મોના ધર્મ પુસ્તકોની માફક ગીતા હીંદુ ધર્મની વિચારસરણી ને જીવન પધ્ધ્તીને ટકાવી રાખતું એક અગત્યનું પુસ્તક છે. બાયબલે ખ્રીસ્તી જીવન પધ્ધતી તથા કુરાને ઇસ્લામીક જીવન પધ્ધતીને જન્મ આપ્યો છે . તેવી જ રીતે ગીતાએ એક ધાર્મીક પુસ્તક તરીકે હિંદુ જીવન પધ્ધ્તીને જન્મ આપ્યો છે.

તમામ ધર્મોના આવા પુસ્તકોનું કામ ફક્ત અને ફક્ત જે તે સમયની ઉત્ક્રાંત કે વિકસેલી સામાજીક વ્યવસ્થા હોય છે તેને ટકાવી રાખવાનું જ હોય છે. વિશ્વમાં જુદા જુદા દેશોમાં શિકાર યુગ પછી અસ્તીત્વમાં આવેલી કૃષીસંસ્કૃતીને ટકાવી રાખવા આ બધા ધર્મોના પુસ્તકો અને તેના આધારીત રીતરિવાજો વી. રચના કરવામાં આવી છે. કૃષી કે ખેતી તે યુગમાં ઉત્પદાનનું સાધન હતું . તેની માલીકી જેની હોય તેના તમામ પ્રકારના હીતોનું સંરક્ષણ કરવાનું, ટકાવી રાખવાનું અને સંવર્ધન કરવાનું કામ ધર્મો અને તેમાંથી પેદા થયેલા ઇશ્વરી પ્રતિનિધિઓ ( Agents of God)નું હતું.

કૃષી એક આર્થીક ઉત્પાદનનું સાધન હતું. તેની જમીનની માલીકી જમીનદારો કે સામંતો ( Feudal Lords)ની હતી. આ ઉત્પાદનના માલીકોનું હીત કયા કયા હોય! (૧) તાપ, ઠંડી અને વરસાદ બધી સીઝનોમાં  વળતર કે બદલાની આશા સિવાય નિષ્કામ કર્મ કરે તેવા મજુરો.. (૨) વિપરીત કુદરતી પરિબળો સામે મજુરી કરવામાં દુ;ખ વ્યક્ત કરવાને બદલે સ્થિતપ્રજ્ઞ બનીને  ફળની આશા રાખ્યા વિના ' કર્મણે વાધિકા રસ્તે માફલેષુ કદાચન ' જેવા ગીતાના મહાન સિધ્ધાંત પ્રમાણે કામ કર્યા કરવાનું. ફરજમાં આવી પડેલા કામ અને વ્યવસ્થા સામે બળવો નહી કરવાનો. આ કામ તેને જન્મની સાથે પેઢી દર પેઢી નિમિત માત્ર બનીને  કર્યા જ કરવાનું હોય છે. તેને જીંદગીભર દૈવી પ્રવૃત્તી ગણીને ફક્ત કર્યા કરવાનું જ નહી પણ તેની આવનારી પેઢીને ' વંચીતો'ની મિલકત તરીકે વારસામાં પેલું ' લીગલ વીલ' કર્યા વિના પેઢી દર પેઢીએ હસ્તાંતર જ કર્યા કરવાનું.

 જેમ કૃષી આર્થીક વ્યવસ્થામાં  જમીન જેમ ઉત્પાદનનું સાધન છે તેવી જ રીતે આ જીવન પધ્ધતીમાં સ્રીનું સ્થાન પણ એક ઉત્પાદનના સાધનથી વધારે નથી. જમીન જેમ અનાજ ઉત્પન કરે છે તેમ સ્રી પણ એક ઉત્પાદનના સાધન તરીકે બાળકો પેદા કરે છે. આ સમાજમાં  તે માતા ન બની તો કુટુંબ, સાસરી,સમાજ અને ધર્મે તેણીની આ ગેરલાયકાત માટે કેટલા બધા અમાનવીય વિશેષણોથી નવાજી છે ! માતા બને પણ દીકરો ન જણે તો? આ ગીતા પ્રેરીત અસ્ત્તીત્વ આવેલા સમાજમાં તેણી ફક્ત માબાપને ત્યાં જન્મેલું એક ઉત્પાદનનું સાધન છે. તેણી ફળ આપવા લાયક બનતાં તેનું  ' કન્યાદાન ' વાજત ગાજતે કરી દેવાનું ! તે ક્ષણે થી પિતૃગૃહના તમામ માલિકી અધીકારો ખતમ. ફક્ત રક્ષાબંધન અને ભાઇબીજના દિવસે બે દીવસનો વીઝા સાસરીમાંથી લઇને આવવાનું!

વાંચક મિત્રો, આપણે સમજપુર્વક જ્ઞાન આધારીત આપણને કુટુંબે, સમાજે કે ધર્મે જે  માહિતી ગીતાના રચનાર તરીકે શ્રી કૃષ્ણ હતા તે આપી હતી તે માહિતીને  ભુલી જવી પડશે. ગીતા એક ધાર્મીક ગ્રંથ તરીકે  અન્ય ધર્મોના ધાર્મીક પુસ્તકોની માફક દસ હજાર વર્ષોથી અસ્તીત્વમાં આવેલી કૃષી સંસ્કૃતી આધારીત સમાજ વ્યવસ્થાને  ટકાવવામાં સફળ થયો છે. ગીતા પ્રેરીત ધાર્મીક નૈતીકતાનો ઐતીહાસીક ફાળો ( Historical Role) હવે પુરો થઇ ગયો છે.

હવે છેલ્લા પાંચસો વર્ષોથી અસ્તીત્વમાં આવેલ  આધુનીક સમાજ ને ટકાવે તેવી નવા માનવીય મુલ્યોવાળી નવી સંસ્કૃતીની તાતી જરૂરત છે. માનવી જન્મથી જ સ્વતંત્ર છે, સમાન છે. સારુ ખોટુ કે સત્ય શોધવાની તેની પધ્ધતી તેની જૈવીક ઉત્ક્રાંતીમાંથી વિકસેલી તર્કવીવેકબુધ્ધી છે. તેના અરસપરસના માનવીય નૈતીક સંબંધો ધર્મઆધારીત નહી પણ ધર્મનીરપેક્ષ છે.

(૨) ગીતા ભારતીય વર્ણ– જ્ઞાતી પ્રથાની જન્મદાતા તથા પાલક–પોષક.         

ઉપર વિગતે ચર્ચા કર્યા પછી વધુમાં મારે આ જ્ઞાતીના મુદ્દે એટલું જ જણાવવાનું છે કે ગીતા આધારીત વર્ણવ્યવસ્થાના ભોગ બનેલા સૌ એ તેના આધારીત પેદા થયેલી સંસ્કૃતીમાંથી બહાર નીકળ્યા સિવાય બીજો માર્ગ નથી. ગામડા રહેનારા સૌ દલીતોમાંથી મોટાભાગના પાસે મિલકતમાં પોતાના હાથપગ સિવાય બીજુ કશું જિવવા જેવું તમારા માટે બાકી રાખ્યું જ નથી. બાબા સાહેબે પોતાના અનુભવોને આધારે કહ્યું જ હતું કે  ગમે તે હિસાબે ગામડા છોડી દો. સુચન સારુ છે. પણ ભારત જેવા દેશમાં અમલમાં મુકવું સરળ નથી. પણ શહેરી સમાજને અસંગઠીત શ્રમજીવીઓની જરૂર કેટલી છે  તે તો આપણને કોરોના–૧૯ના સંદર્ભમાં કરવામાં આવેલ લોકડાઉનથી ખબર પડી ગઇ છે.

ઔધ્યોગીક સમાજ એક વ્યક્તી લક્ષી સમાજ છે. તે માનવીને કોઇ સામાજીક કે ધાર્મીક એકમના ભાગ તરીકે  ઓળખતો નથી. માટે અહીંયા વર્ણ  કે જ્ઞાતી કે ધર્મ આધારીત સામાજીક સંબંધો ક્રમશ; અપ્રતુત બનતા જાય છે. તેની ઓળખ વ્યવસાયીક અને વ્ય્ક્તીગત છે. અહીયાં કૃષી સંસ્કૃતીની અનેક કૌટુંબીક, સામાજીક, ધાર્મીક ને રાજકીય નિષેધોમાંથી તે મુક્ત છે. પણ સાથે  આધુનીકસમાજની એકલતામાંથી તેને મુક્ત થવું પણ સરળ નથી. અહીયાં કામ, વળતર , ફરજના  સંબંધો સ્પષ્ટ હોય છે. આઠ કલાક કામ કર્યા પછી કેટલો પગાર મળવાનો છે તે ખબર છે.કામનું સંસ્થાનીકરણ ( Institutionalization of work) આધુનીક સમાજમાં થયેલું છે. ધર્મ અને રાજાના પ્રતીનીધોઓને બદલે  આ સમાજ અને તેની સંસ્કૃતીના વિકાસમાં લોકભાગીદારી વધતી જાય છે. અહીંયા લોકો પોતાની ભાગીદારીવાળી રાજ્ય સત્તા માટે સતત વધુ અને વધુ સભાન બનતા જાય છે. પરંતુ આપણે એ પણ સ્વીકારવું પડશે કે સદર આધુનીક સમાજની માનવકેન્દ્રી સંસ્કૃતી  રાતોરાત કે કદ બે દસકામાં ઉભી થઇ શકે નહી. જુની વ્યવસ્થા સામે અવિરત સંઘર્ષ અનિવાર્ય છે. જેમાં સત્તાના સોપાનોની ચઢઉતર પણ થયા કરવાની. બાકી નવા સમાજના પરિબળોમાંથી પીછેહઠ અશક્ય છે.

વળી આધુનીક સમાજ ફક્ત ઔધ્યોગીક કામદારનો બનેલો નથી. તેમાં સમાજના તમામ જુદા જુદા ક્ષેત્રોના કુશળ અને વીષય નીષ્ણાત સંપન્ન સ્રી –પુરૂષો બંનેનું પ્રદાન  હોય છે. ૧૯મી સદીના ઔધ્યોગીક ફેકટરીના કામદાર અને કામ બંનેમાં ધરમુળથી ફેરફાર થઇ ગયા છે. અને વધુ થવાની ક્ષમતા ધરાવે છે. જેમાં વર્ણ અને જ્ઞાતીની ઉપયોગીતા જ અપ્રસતુત થઇ જાય છે.

 



--

Monday, August 17, 2020

Three points on Gita discussed

ગીતાના ત્રણ મુદ્દાઓ પર વધારે સ્પષ્ટ ચર્ચા કરો તેવી રજુઆત આવવાથી આ લેખ તૈયાર કર્યો છે.

(૧) કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, (૨)  યદા યદાહી ધર્મસ્ય–વાળો શ્લોક (૩)  સંશયાત્મા વિનશ્યતી.

(1)  કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન ( અધ્યાય–૨, શ્લોક ૪૭.)– હે, અર્જુન, તું ફળની આશા રાખ્યા સિવાય કર્મ કર. આ શ્લોકના અર્થે દેશના સામાન્ય નાગરીકના જીવનના નૈતીક વ્યવહરોમાં ઘણી મોટી અસર પેદા કરી છે. માનવી તરીકે જે ફરજ બજાવવાની આવે કે જે કામ કરવાનું આવે તેને નીષ્ઠા પુર્વક બજાવવું. પરીણામની આશા રાખ્યા વીના. ગીતાના આ સંદેશના ટેકામાં બીજા બે શબ્દો વાપરવામાં આવ્યા છે. એક છે નીષ્કામ કર્મ અને બીજો છે સ્થિતપ્રજ્ઞતા.

નીષ્કામ કર્મ અને કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, આ બંને ખ્યાલો ગીતા અને મનુસ્મૃતીની વિચારસરણીના એકબીજાના પુરક છે. એકબાજુ વર્ણવ્યવસ્થાના છેલ્લા સામાજિક એકમો શુદ્રો, ઉપરાંત તમામ પ્રકારના રૂઢીગત વ્યવસાયો જેવાકે સુથાર, લુહાર, મોચી, કુંભાર વગેરેને બનેલા છે. ગીતાની વિચારસરણીને આધારે પેલા દુનીયા ત્યજી દીધેલા સાધુની માફક તમારે પવીત્ર મજુરી( Saintly Labour) કરતી વખતે સાધુ કે સંત બનીને મજુરી કરવાની છે. રાજાશાહી, જમીનદારશાહી અને ધર્મશાહીના હિતો સાચવવા નિષ્કામ કર્મો  વળતર કે બદલાની આશા રાખ્યા સિવાય આ જન્મે કર્યા જ કરવાના છે. ગમે તેટલું દુ;ખ પડે તો પણ તેને આનંદ, સુખ ગણીને સ્થિતપ્રજ્ઞની સ્થિતીમાં  કામ કરવાનું છે. ગીતાનો તો સંદેશો છે કે ભાઇ! તારુ નિષ્કામ કર્મ ક્યારે ગણાશે જ્યારે તેં કોઇપણ પ્રકારની ઇચ્છા કે વળતરની આશા રાખ્યા સિવાય કામ કર્યું હશે. ગામની બહાર જીવો, ગામ આર્થીક રીતે ધમધમતુ શાંત પડી જાય પછી  તમારા પેટનો ખાડો પુરવા ' આપો બા' કહીને માંગવા નીકળો, જે મળે તે તારા કુટુંબ સાથે વહેંચીને બીજે દિવસે ' નિષ્કામ' કરવા (તે પણ ફળની આશા રાખ્યા સિવાય ) તૈયાર થઇ જા. ગીતાના સંદેશા આધારીત તારણ છે કે સ્વતંત્ર રાજ્ય વ્યવસ્થા તેના નાગરીકોને યોગ્ય વળતર આપ્યા સિવાય પણ ટકી શકે ! એટલું જ નહી પણ તે રાજ્ય તરીકે લશ્કરી, આર્થીક અને આંતરીક રીતે મહા મજબુત અને સમૃધ્ધ હશે ! શું આવું રાજ્ય તેની પ્રજા પાસેથી શોષણ, ભય અને રાજ્ય સત્તાના ત્રાસ સિવાય કામ લઇ શકે? ભારતના ગામડાઓમાં પણ ત્યાંના સંપન્ન લોકો પેલા શુદ્રો , અતીશુદ્રો પાસેથી કેવી રીતે મજુરી (વેઠ) કરાવે છે.

 ભારત સિવાય વીશ્વના મોટાભાગના દેશોએ શ્રમ અને વળતર વચ્ચે સમતુલા જાળવીને પોતાનો આર્થીક વીકાસ કર્યો છે. આર્થીક ઉત્પાદન માટે ઔધ્યોગીક સમાજ ની રચના કરીને  તેને અનુકુળ નવી સંસ્કૃતી સ્થાપવા અને વિકસાવવામાં તે બધા સફળ થયા છે. તેમણે પેલા ' કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન' વાળી વિચારસરણીમાંથી જ મોક્ષ(!) મેળવી લઇને આર્થીક, રાજકીય, લશ્કરી, શૈક્ષણીક અને આરોગ્યના ક્ષેત્રોમાં પોતાની પ્રજાનું પ્રમાણમાં સંપુર્ણ ભૌતીક કલ્યાણ પ્રાપ્ત કરી લીધું છે.

બીજુ,  કોઇ ગરીબને જેની પાસે છે તે ફળની આશા રાખ્યા સિવાય મદદ કરી નિસ્વાર્થ સેવા કરવાનો આનંદ માને છે તે બધા ધર્મોએ પેદા કરેલી ' એક આપનાર જેનો હાથ હંમેશાં ઉપર હોય છે અને જે લેનાર છે તેનો હાથ નીચે હોય છે ' તે વ્યવસ્થાના ટેકેદારો છે. તેમને એવો સમાજ નથી બનાવવો જેમાં કોઇ લેનાર કે આપનાર બંને ન હોય! તો પછી ગીતાના શ્રીકૃષ્ણે આપેલા ' નિમીત માત્ર' ના સંદેશાનું શું થાય? એવું બને તો અર્જુન શ્રીકૃષ્ણનો રથ અને મહાભારતનું યુધ્ધ બંને છોડીને નાસી જ જાય!

(૨) યદા યદી હી ધર્મસ્ય––– અધ્યાય–૪, શ્લોક ૭–૮.

આ શ્લોકનો સરળ અર્થ એ છે કે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ વધી જશે ત્યારે  પાપીઓનો નાશ કરવા અને ધર્મનું રક્ષણ કરવા હું ( શ્રી કૃષ્ણ) પોતે જન્મ લઇશ. ગીતા રચનારે જે ખ્યાલ રાખીને અધર્મ અને પાપની વ્યાખ્યા કરી હશે તે પ્રમાણે આ ૨૧મી સદી સુધીના બીજા દસકાના અંત સુધીમાં શ્રીકૃષ્ણને જન્મ લેવાનું વ્યાજબી લાગ્યું નથી. પણ તેમના ભક્તોના મનમાં દ્રઢ શ્રધ્ધા છે કે તે આ શ્લોક પ્રમાણે  સાધુપુરૂષો વિગેરેના બચાવ માટે ચોક્કસ જન્મ લેશે.તેમના મત પ્રમાણે આ કલીયુગ ચાલે છે તેથી ભગવાન કલ્કી અવતાર ધારણ કરી આવશે. મુસ્લીમ ધર્મમાં  'કયામત' નો ખ્યાલ અને ખ્રીસ્તી ધર્મમાં ' સેલ્વેશન' કે મુક્તીના ખ્યાલને પણ  પાપ–પુન્ય, સજા, ભય વી. સદર્ભમાં જ પોતાના ધર્મ પુસ્તકોમાં વિકસાવવામાં આવ્યા છે. બધા જ ધર્મોનો માનવીને સીધો રાખવા ' ભય વિના પ્રિતી નહી' તેવા સિધ્ધાંત ને  એક યા બીજા સ્વરૂપે  વિકસાવ્યો છે.

(૩) સંશયાત્મા વિનશ્યતી–અધ્યાય –૪.શ્લોક ૪૦.

ગીતામાં જણાવેલા ઉપદેશો પર જે સંશય રાખે છે, શંકા પેદા કરે છે તેવા મનુષ્યો ક્યારેય પરમાત્માને પ્રાપ્ત કરી શકશે નહી. તે બધા ભ્રષ્ટ માનવીઓ છે. તે આ જન્મે, આ લોકમાં તથા પરલોકમાં પણ સુખી નહી થાય. લગભગ દરેક ધર્મોમાં ધાર્મીક સત્યો સામે જે પુરાવા સાબીત કરે છે, તેવા સત્યો સામે પડકાર ફેંકે છે તે બધામાંથી ઘણા બધાને ધાર્મીક સ્થાપિત હિતોએ મારી નંખાવ્યા છે, જીવતા સળગાવી દીધા છે. દેહાંત દંડની સજા કરી છે. આ જીવન એકાંતવાસ કારાવાસની સજાઓ કરી છે. હજુ પણ કરવામાં આવે છે. માનવી સ્વભાવે જ શંકા( Doubt) કરનારો છે.  બાયબલમાં લખેલું છે કે પૃથ્વી સપાટ છે. ગેલેલીયોએ સાબીત કર્યું કે પૃથ્વી ગોળ છે.ન્યુટને પ્રશ્ન પુછયો કે સફરજન ઉપરથી નીચે કેમ પડયું? નીચેથી ઉપર કેમ જતું નથી? ચાર્લસ ડાર્વીને ૨૦ વર્ષોના સંશોધન પછી વૈજ્ઞાનીક સત્ય શોધી કાઢયું કે  માનવી કોઇ ઇશ્વરી કે દૈવી સર્જન નથી. તે અન્ય સજીવોની માફક સજીવ ઉત્ક્રાતીની નીપજ છે. માનવીએ  જાતે જે કોઇ પ્રગતી અને વૈજ્ઞાનીક સીધ્ધીઓ પ્રાપ્ત કરી છે તે બધીજ સીધ્ધીઓ ધાર્મીક સત્યો અંગે સંશય કરીને, પડકારીને જ કરી છે.

આપણા દેશમાં ધાર્મીક અંધશ્રધ્ધાઓ સામે પ્રજામત જાગૃત કરનારા મહારાષ્ટ્ર રાજ્યના ડો નરેન્દ્ર દાભોલકર,  ગોવિંદ પાનસરે, કર્ણાટકના ધારાવાડના પ્રો. કલબુર્ગી અને ગૌરી લંકેશની નીર્મમ હત્યા કરવામાં આવી છે. તેમના ખુનીઓ પકડાતા જ નથી. આ બધા આપણા માનવ મરજીવા રેશનાલીસ્ટ અને માનવવાદી હતા. તમે વીચાર કરી શકો છો ખરા કે આ ચાર માનવીઓના વૈજ્ઞાનીક સત્યોમાં કેટલી તાકાત હશે કે  તેમના સંશયવાદી વલણોને કારણે  તેમને બંદુકગોળીઓથી મારી નાંખવામાં આવ્યા છે. ચારેય રેશનાલીસ્ટોનો ગુનો એક જ હતો કે તે બધાએ ધાર્મીક વિચારોના શસ્રો સામે  વૅજ્ઞાનીક અભિગમના શસ્રોની મદદથી શાંતીપુર્વક સંવાદ કરીને ધર્મનીરપેક્ષ સંઘર્ષ કરવા તૈયાર કરતા હતા.....................



--

Saturday, August 15, 2020

About Gita & Lord Krishna

દેશને આજે કયા શ્રીકૃષ્ણની જરૂર છે?  શ્રીમદ ભાગવત –મહાભારતના કે ગીતાના?

હીદું સમાજ કે તેની સંસ્કૃતીને  વૈચારીક રીતે મઠારવામાં  શ્રીકૃષ્ણના વ્યક્તીત્વનો ફાળો નાનોસુનો નથી. તેઓના વ્યક્તીત્વને સમજવાને  ખાતર બે ભાગમાં વહેચીં નાખીશું. શ્રીકૃષ્ણના મથુરામાં મામા કંસની જેલમાં રાતના બાર વાગે જન્મ પછી તે કુરૂક્ષેત્રના મેદાનમાં યુધ્ધ શરૂ થાય તે પહેલાંનું તેઓનું વ્યક્તીત્વ અને ત્યારબાદનું ભગવદ–ગીતાને આધારે  ઉપસાવવામાં આવેલું તેમનું વ્યક્તીત્વ.

આપણને શ્રીકૃષ્ણના પ્રથમ ભાગના વ્યક્તીત્વમાં તેઓને દરેક પ્રકારના અન્યાય, શોષણ, અસમાનતા, સમાજ અને સત્તાની જુની રૂઢી–રીવાજો સામે બળવો કરતા, વીદ્રોહ કરતા બતાવવામાં આવ્યા છે. સત્તા સામેનો વીદ્રોહ તો પોતાની માતા દેવકી સાથેની ગર્ભનાળ છુટીપણ ન હતી ત્યારથી શરૂ થઇ ગયો હતો. ગોકુળમાં પાલક માતા યશોદા અને પીતા નંદ જે સુચના આપે, સલાહ આપે તેની વીરૂધ્ધ જ વર્તન કરવાનો જાણે તેઓનો જન્મસીધ્ધ હક્ક બની ગયો હતો. ખાસ કરીને  '  યમુના નદીમાં ગેડીદડો લેવા માટે  પેલા કાલ–નાગવાળા ઝેરી ધરામાં કુદકો મારવો ' કે અનારાધર વરસાદમાં સૌ ગ્રામ્યજનોને ભેગા કરીને રસ્તો શોધવો, (ગોવર્ધન પર્વત વાળી વાત),તે જમાનામાં ગોકુલ,વૃંદાવન ને બરસાનાની પરણીત અને કુંવારી ગોપીઓ સાથેના મૈત્રી સંબંધો ( શ્રીકૃષ્ણ–ગોપી સંબંધોને વ્યક્ત કરતા સખા– સખી ભાવ વ્યક્ત કરતા ,શૃંગાર રસોના વર્ણનો), મામા કંસના મથુરાના અમાનવીય અને ભયંકર શાસન સામે ભાઇ બલરામના સહકારથી વિદ્રોહ, તેની પ્રજાની મામાના શાસનમાંથી મુક્તી અપાવવી, મથુરાની કુબ્જા નામની અપંગ– નિરાધાર–સમાજના છેવાડા વર્ગનું હબહુ પ્રતીનીધીત્વ કરતી સ્રી ને સહ્રદય અને વાસ્તવીક સથવારો આપવો,પેલા સંદીપની મુનીના આશ્રમમાં થયેલી કૃષ્ણ– સુદામાની સમયાતીત દોસ્તી નીભાવવી, આ બધા કામો તો શ્રીકૃષ્ણ જ જાણે કરી શકે. તેઓના વીચાર ને વર્તનમાં કોઇ તફાવત જ નહતો.

દુર્યોધનના દુશાસનમાં રાજ્યદરબારમાં એક સ્રી,નામે દ્રોપદીના વસ્રાહરણ થાય છે. ન્યાય અને નૈતીકતાના પ્રતીક સમા ભીષ્મપિતામહ અને રાજગુરૂ દ્રોણાચાર્ય બંને હાજર હોવા છતાં રાજ્યાશ્રી હોવાથી એક ની;સહાય સ્રીના નીર્લજકાંડને તે પણ ભરેલા રાજદરબારમાં અટકાવી શકતા નથી. હીંદુ રાજાઓ રાજદરબારનો આવો ઉપયોગ કરી શકે છે તેની માહીતીતો આ પ્રસંગથી જ મલી. દ્રોપદીના પતીઓ પાંડવો પણ જુગારમાં હારી ગયેલા હોવાથી અમાનવીય પ્રસંગ જુએ છે પણ તે બધાએ પોતાની ની;સહાયતા અને લાચારી સ્વીકારી લીધેલી છે. છેલ્લે પોતાનું શીયળ બચાવવાનો કોઇ ઉપાય બાકી ન રહેતાં દ્રોપદી પોતાના સખા, હે સખે! કહીને શ્રી કૃષ્ણને સંબોધે છે તે ચમત્કારીક રીતે તેણીની લાજ બચાવે છે. ભગવદગીતા અને મહાભારતના યુધ્ધ પહેલાં આવું શ્રીકૃષ્ણનું વ્યક્તીત્વ હતું.

હવે ભગવદ ગીતા અને શ્રી કૃષ્ણ–

શ્રીકૃષ્ણના વ્યક્તીત્વના પૃથ્થકરણ માટે મારા મત મુજબ સદર પુસ્તકના ૧૮ અધ્યાયોમાંથી  પ્રથમ ૯ અધ્યાયોનું મહત્વ વધારે છે.

ગીતામાં કુલ ૭૦૦ શ્ર્લોક ૧૮ અધ્યાયમાં છે. માનવવાદની દ્રષ્ટીએ સમગ્ર ગીતાનો સાર ટુંકમાં મુકવો હોય તો તેનામાં ચર્ચવામાં આવેલા આઠ અગત્યના મુદ્દાઓમાં સમાઇ જાય છે. (૧) શ્રી કૃષ્ણનું વીશ્વસ્વરૂપનું દર્શન અને નીમીતમાત્રનો ખ્યાલ  (૨) કર્મણેય વાધીકારસ્તે મા ફલેષુ કદાચન,(૩) નીષ્કામ કર્મ  (૪) સ્થીતપ્રજ્ઞતા (૫) વર્ણવ્યવસ્થાનું સર્જન. (૬) સંશયત્મા વિનશ્યતી. (૭) આત્મા અમર છે. વીનાશી છે. વી.

આપણા સૌ માં એક ખ્યાલ પ્રચલીત છે કે ગીતાની રચના શ્રી કૃષ્ણે અર્જુનને મહાભારતના યુધ્ધમાં ભાગ લેવા સમજાવવા માટે કરેલી હતી. અર્જુન યુધ્ધની વિરૂધ્ધ હતો. તેના મતે યુધ્ધ એટલે સૈનીકોના લાશોના ઢગલા, સગાવહાલા, ભાઇ ભાંડુઓના મૃત્યુ અને યુધ્ધના અંતે બંને પક્ષોની ખુવારી બાદ તમામ પ્રકારની અરાજકતા. આ સર્વવિદીત હકીકત હોવા છતાં શ્રીકૃષ્ણ પાસે સમાધાન માટેના તમામ રસ્તા દુર્યોધન સાથેના નાકામયાબ નીવડયા તેથી યુધ્ધ એજ ઉપાય દેખાતો હતો. અર્જુનને યુધ્ધ માટે તૈયાર કરવા શ્રીકૃષ્ણ દ્ર્રારા ગીતાના રચનારે જે તત્વજ્ઞાન રજુ કર્યુ છે તેની ચર્ચામાં બૌધ્ધીક રીતે આપણને રસ છે. ગીતામાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની ક્રમશ; અત્રે રજુ કરવામાં આવ્યા છે.

(૧)શ્રી કૃષ્ણનું વીશ્વસ્વરૂપનું દર્શન અને નીમીત માત્રનો ખ્યાલ.– અર્જુનની આ યુધ્ધ નહી કરવા માટેની દલીલો વ્યાજબી, વાસ્તવીક અને જમીની તર્ક સાથે જોડાયેલી હતી. તેને કારણે તેનામાં અનિર્ણયતા અને સંશય પેદા થાય એ સ્વાભાવીક હતું. તેના માટે શ્રી કૃષ્ણ પાસે ગીતાના રચનારે જે ઉપાય સુચવ્યો તે રોગના પરીણામોથી ખતરનાક સમગ્ર ભારતીય સમાજ માટે સદીઓથી નીવડયા છે. ગીતાના ૧૧ના નંબરના અધ્યાયનું નામ આપ્યું છે " વીશ્વરૂપ દર્શન યોગ." તેમાં શ્રીકૃષ્ણ અર્જુને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન આ અધ્યાયમાં જુદા જુદા શ્લોકો દ્રારા કરાવે છે. આ દિવ્યસ્વરૂપમાં તેમના ચારહાથ, મુકટ, ચક્ર, ગદા, અને સામાવાળા દુયોર્ધનની સેનાના દ્રોણાચાર્ય, ભીષ્મપિતામહ, જયદ્રથ, કર્ણ , વી ને શ્રી કૃષ્ણે યુધ્ધ પહેલાંજ મારી નાંખ્યા છે (!) તેવા બતાવ્યા છે. માટે હૈ, અર્જુન, તું યુધ્ધ કરવા તૈયાર થઇ જા. તું જીતવાનો છું. " તું તો માત્ર તે બધાને મારવા માટેનો નિમિતમાત્ર જ છું." પરમેશ્વર તરીકે મેં પૃથ્વી પરના તમામ સજીવોનું ભાવી પુર્વનીર્મીત જ કરી દીધેલ છે." માનવી તરીકે  તમારે તો ફળની આશા રાખ્યા સિવાય જન્મ–વર્ણ–આધારીત કામ જ કરવાનું છે. તું ભુલીશ જ નહી કે " હું તમારા બધાનો સર્જક, સંચાલક અને સંહારક છું."

(૨) વર્ણવ્યવસ્થા, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞતા– આ ચારેય મુદ્દઓને એકીસાથે એટલા માટે લઇ લીધા છે કારણકે તે બધા બૌધ્ધીક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. ગીતાના ચોથા અધ્યાયના ૧૩મા શ્લોકમાં જણાવ્યું છે કે " ચર્તુવર્ણવ્યવસ્થા" શ્રીકૃષ્ણનું પોતાનું સર્જન છે. આટલી વાતમાં માનવીનો ' પુર્વજન્મ, વર્તમાનમાં જે વર્ણ–જ્ઞાતિ તથા સ્રી–પુરૂષના જાતી (સેક્સ) નક્કી  કરી અને મૃત્યુ પછીનો પુનજન્મ સુધીનું માળખું અને તે આધારીત વિચારસરણી તેઓએ નક્કી કરી દિધી. ઉપરાંત શરીરમાં આત્માનું આવનજાવન– સ્થળાંતર માટેના નિયમો પણ નક્કી કરી દિધા.

હવે જુઓ આ જડબેસલાક સામાજીક વ્યવસ્થા. દરેક હીંદુ માણસનો જન્મ તેના પુર્વજન્મોના કર્મો પ્રમાણે પેલી ચાર વર્ણોમાંથી ગમે તે વર્ણમાં થાય છે. આ અસમાન વર્ણવ્યવસ્થાના સર્જક શ્રી કૃષ્ણ પોતે હોવાથી તેમાં કોઇ ફેરફાર જ અશક્ય છે. પણ તેના પછીનો તર્ક એ છે કે દરેક હીંદુ જે કદાપી વર્ણ બહાર પોતાની માતાના પેટમાંથી જન્મ લઇ શકતો નથી તેણે આ દૈવી(!) સહીસીકકા વાળી વર્ણવ્યવસ્થામાં પોતાની વર્ણ પ્રમાણે પુર્વ નિયત થયેલા કામ કરવા, અને તે પણ ફળની આશા રાખ્યા સિવાય!. ફળની આશા રાખ્યા સિવાય ( No Desire but Duty must according to law of Karma)  ફરજ બજાવવાની તે પણ આવતો જન્મ કદાચ ઉચ્ચ વર્ણમાં મલે માટે! માનવ સ્વભાવ પ્રમાણે તમે કાંતો કામ ન કરો, ઓછું કરો અથવા તો શોષણ, અત્યાચાર સામે વિદ્રોહ કરો તો વર્ણ–જ્ઞાતીના નિયમો પ્રમાણે રાજ્ય અને શ્રીકૃષ્ણના ધર્મમાં આવા લોકોને કઇ સજા કરવી તે તો  પુર્વનિર્ણીત જ હોય! માટે કોઇ જાતની ઇચ્છા કે કામ પેટે બદલાની આશા રાખ્યા વિના કામ કરવું. અને તે સ્થિતીમાં દુ;ખ ' સ્થિતપ્રજ્ઞાતા' રાખવી. હસુતું મોઢું રાખવું.

(૩) સંશયઆત્મા વિનશ્યતી– શ્રી કૃષ્ણ દ્રારા રચવામાં આવેલી વ્યવસ્થા સામે સંશય કરવો, શંકા કરવી,  તેના સારા નરસા પરીણામ અંગે સંવાદ કરવો, અનુભવને આધારે કોઇ સુધારા સુચવવા, બધું જ અમાન્ય. કારણકે ઇશ્વરી વ્યવસ્થા સામે વિદ્રોહ, કે બળવો તો થાય જ કેવી રીતે? આધુનીક ઔધ્યોગીક અર્થવ્યવસ્થામા કામ કરતા મજુર, કર્મચારીને કહો કે '" અમે તારી સાથે એવો કરાર કરીશું જેમાં તારે તને આઠ કલાક કામ કર્યા પછી શું મલશે તેની કોઇ ઇચ્છા રાખ્યા સીવાય  કામ કરવાનું છે." બોલ કામ કરીશ ને? આવા કર્મના સિધ્ધાંતને વ્યાજબી ઠેરવતી હિંદુ ધર્મની સમાજવ્યવસ્થાએ એવો નબળા રાજ્યો અસ્તીત્વમાં લાવ્યા કે તે બધા જ પરદેશી આક્રમણ સામે ટકી શક્યા જ નહી.

(૪) આત્માનું અસ્તીત્વ– હિંદુ તત્વજ્ઞાનને ટકાવી રાખનાર કોઇ વિચાર હોય તો તે ' શરીરમાં આત્માના અસ્તીત્વનો ખ્યાલ છે.' કારણકે આત્માનો ખ્યાલ જ વર્તુળ જેવી પુર્વજન્મ, વર્તમાન વર્ણ આધારીત વ્યવસ્થામાં જન્મ અને મૃત્યુ પછી પુનજન્મની માન્યતાનો આધાર સ્તંભ છે.ગીતાના અધ્યાય નં–૨ શ્લોક નં– ૨૩માં આત્માનું વર્ણન કરતો શ્લોક છે. તેમાં જણાવ્યું છે કે આત્મા અમર છે, શસ્રથી તેને છેદી શકાતો નથી, તેના ટુકડા થઇ શકતા નથી, અગ્ની તેને બાળી શકતો નથી, પાણીમાં તેને ડુબાડી શકાતો નથી, વાયુ તેને ઉડાડી શકતો પણ નથી. જેમ વૃક્ષ તેના જુના થયેલા પાંદડાઓ ત્યજી દઇને નવાં પાદડાં લાવે છે તેવી જ રીતે માનવીનું શરીર જે નાશવંત છે, જીર્ણ થતાં તેમાં રહેલો આત્મા , બીજા નવા શરીરમાં પ્રવેશ કરે છે. આ બધુ કેવી રીતે થાય છે તે ગીતાકારે  સમજાવવાની ઘણી બધી કોશીષ કરી છે. આધુનીક વિજ્ઞાને કોઇપણ સજીવમાં આત્માનું અસ્તીત્વ છે તેને સ્વીકાર્યુ નથી. આત્માના અસ્તીત્વનો આધાર લીધા સીવાય સજીવોમાં વંશવૃધ્ધી અને મૃત્યુ કેવી રીતે થાય છે તે સરળતાથી સમજાવ્યું છે.

અંતમાં ગીતાના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરતાં એવું તારણ નીકળે  છે કે  શ્રી કૃષ્ણના વ્યક્તીત્વનો ઉપયોગ કરીને  ગીતાના રચનારે હિંદુ વિચારસરણીને બળવત્તર બનાવવા સખત  પ્રયત્ન કરેલ છે.

 



--

Thursday, August 6, 2020

આર ટાગોરની કવીતા–


આશરે ૧૨૦ વર્ષ પહેલાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે બરાબર શ્રાવણ માસના વીસમા દિવસે (આજે )એક કવીતા લખી હતી.

 બંગાળી ભાષામાં કવિતાનું શિર્ષક હતું " દીનો દાન".

સંતે કહ્યું મંદિરમાં ભગવાન નથી...

સંતની આ વાત સાંભળીને રાજાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો.

ઓહ. સંત તમે શું વાત કરો છો ! શું મંદિરમાં ભગવાન નથી !

 શું તમે પેલા નાસ્તીક જેવી વાત તો  કરતા નથી ને ? 

તમને ખબર છે ખરી કે  સોનાની મુર્તી પર જડેલા મુગટ પર તો અલભ્ય રત્નો જડેલા છે;

અને  તેના કિરણોથી તો મુર્તી ભવ્યાતીત દેખાય છે.

તેમ છતાં હૈ ! સંત! તમે કહો છો કે  મંદીરમાં ભગવાન નથી.

મંદીર ભગવાન વિના ખાલી જ છે.

રાજા ગર્વમાન થઇને કહે છે કે હૈ ! સંત તું સાંભળી લે !           

આ મંદીર તો મારા રાજ દરબારીનું કે મારા રાજવંશી ઘરાનાનું ગૌરવ છે.

સંતે રાજાની વાત સાંભળીને ઠંડે કલેજે જવાબ આપ્યો કે –

 " ઓ! રાજા ! આ મંદીરમાં તો તેં તારી પ્રતીકૃતી મુકી છે.

( જેમાં તારા ગુણોઅવગુણો બધું જ સ્પષ્ટ દેખાય છે.)

તેમાં આ જગતનો તાત ક્યાં છે? "                   

રાજાનો ગુસ્સો સંતના જવાબો સાંભળીને ક્રમશ; હવે વધતો જતો હતો.

અને પછી તે જ મીજાજમાં રાજા ઉવાચ–

" તને ખબર છે ખરી કે ' તેમાં  પેલો આકાશની ઉંચાઇને આંબતો સોનાનો ગુંબજ ૨૦ લાખ સોના મહોરનો બનેલો છે. આવું તો ભવ્ય મારું મંદીર છે."

બીજુ, તને ખબર ન હોય તો જાણી લે,

 ભગવાનને મેં સારુ મુર્હત જોવડાવીને, તમામ ધાર્મીક વીધીઓ કરાવ્યા પછી જ બધું જ અર્પણ કર્યું છે.

હૈ ! સંત તું કેવી રીતે કહેવાની હીંમત કરે છે ?

આ વીશ્વના ભવ્યાતીત મંદીરમાં ભગવાન બીલકુલ બીરાજમાન છે જ નહી?

શું તેની હાજરી જ બીલકુલ આ મંદીરમાં નથી?

સંતે રાજાને અતી નમ્રતા સાથે જણાવ્યું કે " હે નૃપ ! આપ નામદારને ખબર છે ખરી કે  તારા બે કરોડ પ્રજાજનો આ વર્ષે અસહ્ય દુષ્કાળને કારણે ( આજે ભારતમાં કોવીડ– ૧૯ને કારણે,ભાવાનુવાદક તરફથી) ભુખમરાથી રીબાઇ રીબાઇને મરવા પડયા છે. તે પ્રજા પાસે માથા પર છાપરુ નથી અને પેટ ભરવા ખાવાનું પણ નથી.( તાજેતરના સ્થળાંતરીત મજુરોની સ્થીતી). તારા આ આસમાને ચુંબતા સોનાના ગુંબજવાળા ભવ્ય મંદીરના દરવાજા સામે તે પ્રજા નંગીભુખી મદદ માટે નીષ્ફળ દર્દનાક ચીસો પાડે છે.

 તે બધા દરીદ્ર્નારાયણ લોકોએ ( The pauperized masses without any food & shelter) પોતાનો રેનબસેરા જંગલો, ગુફાઓ ને આધુનીક આસ્ફાલ્ટના રોડની બંને બાજુએ પડેલા ખાડાઓમાં પડેલા ઘાસ–પાંદડાંમાં શોધી કાઢયો છે. તેમાંના કેટલાકે તો બિનવારસી અને ત્યજીદીધેલા ખંડેર જુના મંદીરોમાં (!) પોતાનો વાસ  બનાવ્યો છે !

 હૈ ! રાજા ! તેં આજ વર્ષે અને આજ દીવસે ૨૦ લાખ સોના મહોરો જડીત આકાશ સાથે વાતો કરતાં ગુંબજો તૈયાર કરવામાં વાપરી નાખ્યા છે.

મારી આખરી વાત સાંભળી લે–  " મારૂ શાશ્વત, સનાતન ઘર તો  પેલા નીલા આકાશોની અંદર કાયમી પ્રકાશમાન તારલોથી ઝગમગે છે. મારા તે ઘરનો પાયો ( The foundations are built)  સત્ય, અહીંસા,શાંતી, સહીષ્ણુતા, પ્રેમ, દયા, કરૂણા જેવા માનવ મુલ્યોનો બનેલો છે." હૈ ! કંગાળ, માયકાંગલા, ગરીબ, કંજુસ રાજા, તું તારા દેશના ઘરવીહોણા નાગરીકોને ઘર આપી શકતો નથી

 તો પછી મને ઘર બનાવી આપવાની ભ્રાંતી લઇને કેમ ફર્યા કરે છે?

હૈ ! પામર રાજા , તું સમજી લે કે મેં તારા જેવા માનવ સર્જીત મંદીરમાંથી બહાર નીકળવાનું અને પેલા રોડની બાજુએ કે ઝાડ નીચે રહેતા માણસને ત્યાં નીવાસ  નક્કી કરી લીધુ હતું. તારૂ આ દુન્યવી મંદીર તો ખાલીખમ છે. પેલા સમુદ્રના કારણ વીનાના સતત બકવાસ કરતા ખાલી ફીણ જેવું છે.  તારા મંદીરમાં જે  તેં ધન, સંપત્તી ને સોનાચાંદી વી. નું પ્રદર્શન કરેલ છે તે તો મારે મન એક પરપોટાથી વધું કાંઇ જ નથી.( Like emptiness of the froth in the vast seas, Your mundane temple is as hollow. It's just a bubble of wealth and pride.')

 રાજાના મગજનો પારો સંતના આ વાક્યો સાંભળીને  સત્તરમા આસમાને પહોંચી ગયો.

" રાજાએ મોટેથી ત્રાડ (!) નાંખી કે મુર્ખ સંત તું તાત્કાલીક મારા રાજ્યની બહાર નીકળી જા. ( રાજામાં સંતના સત્યો સ્વીકારવાની ત્રેવડ જ બીલકુલ ન હોય તો શું કરે? ). ' Leave my kingdom this instant'.

પણ સંતે જવાબ આપ્યો–– હૈ ,રાજા, સમજી લે કે તું ફક્ત મને દેશનીકાલ નથી કરતો પણ એક નેક હ્રદયના ઇશ્વરી ભક્તને પણ દેશનીકાલ કરૂ છું...........ભાવાનુવાદ બીપીન શ્રોફ. મુળ કવી.----Rabindranath Tagore,

 


--