Thursday, August 6, 2020

આર ટાગોરની કવીતા–


આશરે ૧૨૦ વર્ષ પહેલાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે બરાબર શ્રાવણ માસના વીસમા દિવસે (આજે )એક કવીતા લખી હતી.

 બંગાળી ભાષામાં કવિતાનું શિર્ષક હતું " દીનો દાન".

સંતે કહ્યું મંદિરમાં ભગવાન નથી...

સંતની આ વાત સાંભળીને રાજાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો.

ઓહ. સંત તમે શું વાત કરો છો ! શું મંદિરમાં ભગવાન નથી !

 શું તમે પેલા નાસ્તીક જેવી વાત તો  કરતા નથી ને ? 

તમને ખબર છે ખરી કે  સોનાની મુર્તી પર જડેલા મુગટ પર તો અલભ્ય રત્નો જડેલા છે;

અને  તેના કિરણોથી તો મુર્તી ભવ્યાતીત દેખાય છે.

તેમ છતાં હૈ ! સંત! તમે કહો છો કે  મંદીરમાં ભગવાન નથી.

મંદીર ભગવાન વિના ખાલી જ છે.

રાજા ગર્વમાન થઇને કહે છે કે હૈ ! સંત તું સાંભળી લે !           

આ મંદીર તો મારા રાજ દરબારીનું કે મારા રાજવંશી ઘરાનાનું ગૌરવ છે.

સંતે રાજાની વાત સાંભળીને ઠંડે કલેજે જવાબ આપ્યો કે –

 " ઓ! રાજા ! આ મંદીરમાં તો તેં તારી પ્રતીકૃતી મુકી છે.

( જેમાં તારા ગુણોઅવગુણો બધું જ સ્પષ્ટ દેખાય છે.)

તેમાં આ જગતનો તાત ક્યાં છે? "                   

રાજાનો ગુસ્સો સંતના જવાબો સાંભળીને ક્રમશ; હવે વધતો જતો હતો.

અને પછી તે જ મીજાજમાં રાજા ઉવાચ–

" તને ખબર છે ખરી કે ' તેમાં  પેલો આકાશની ઉંચાઇને આંબતો સોનાનો ગુંબજ ૨૦ લાખ સોના મહોરનો બનેલો છે. આવું તો ભવ્ય મારું મંદીર છે."

બીજુ, તને ખબર ન હોય તો જાણી લે,

 ભગવાનને મેં સારુ મુર્હત જોવડાવીને, તમામ ધાર્મીક વીધીઓ કરાવ્યા પછી જ બધું જ અર્પણ કર્યું છે.

હૈ ! સંત તું કેવી રીતે કહેવાની હીંમત કરે છે ?

આ વીશ્વના ભવ્યાતીત મંદીરમાં ભગવાન બીલકુલ બીરાજમાન છે જ નહી?

શું તેની હાજરી જ બીલકુલ આ મંદીરમાં નથી?

સંતે રાજાને અતી નમ્રતા સાથે જણાવ્યું કે " હે નૃપ ! આપ નામદારને ખબર છે ખરી કે  તારા બે કરોડ પ્રજાજનો આ વર્ષે અસહ્ય દુષ્કાળને કારણે ( આજે ભારતમાં કોવીડ– ૧૯ને કારણે,ભાવાનુવાદક તરફથી) ભુખમરાથી રીબાઇ રીબાઇને મરવા પડયા છે. તે પ્રજા પાસે માથા પર છાપરુ નથી અને પેટ ભરવા ખાવાનું પણ નથી.( તાજેતરના સ્થળાંતરીત મજુરોની સ્થીતી). તારા આ આસમાને ચુંબતા સોનાના ગુંબજવાળા ભવ્ય મંદીરના દરવાજા સામે તે પ્રજા નંગીભુખી મદદ માટે નીષ્ફળ દર્દનાક ચીસો પાડે છે.

 તે બધા દરીદ્ર્નારાયણ લોકોએ ( The pauperized masses without any food & shelter) પોતાનો રેનબસેરા જંગલો, ગુફાઓ ને આધુનીક આસ્ફાલ્ટના રોડની બંને બાજુએ પડેલા ખાડાઓમાં પડેલા ઘાસ–પાંદડાંમાં શોધી કાઢયો છે. તેમાંના કેટલાકે તો બિનવારસી અને ત્યજીદીધેલા ખંડેર જુના મંદીરોમાં (!) પોતાનો વાસ  બનાવ્યો છે !

 હૈ ! રાજા ! તેં આજ વર્ષે અને આજ દીવસે ૨૦ લાખ સોના મહોરો જડીત આકાશ સાથે વાતો કરતાં ગુંબજો તૈયાર કરવામાં વાપરી નાખ્યા છે.

મારી આખરી વાત સાંભળી લે–  " મારૂ શાશ્વત, સનાતન ઘર તો  પેલા નીલા આકાશોની અંદર કાયમી પ્રકાશમાન તારલોથી ઝગમગે છે. મારા તે ઘરનો પાયો ( The foundations are built)  સત્ય, અહીંસા,શાંતી, સહીષ્ણુતા, પ્રેમ, દયા, કરૂણા જેવા માનવ મુલ્યોનો બનેલો છે." હૈ ! કંગાળ, માયકાંગલા, ગરીબ, કંજુસ રાજા, તું તારા દેશના ઘરવીહોણા નાગરીકોને ઘર આપી શકતો નથી

 તો પછી મને ઘર બનાવી આપવાની ભ્રાંતી લઇને કેમ ફર્યા કરે છે?

હૈ ! પામર રાજા , તું સમજી લે કે મેં તારા જેવા માનવ સર્જીત મંદીરમાંથી બહાર નીકળવાનું અને પેલા રોડની બાજુએ કે ઝાડ નીચે રહેતા માણસને ત્યાં નીવાસ  નક્કી કરી લીધુ હતું. તારૂ આ દુન્યવી મંદીર તો ખાલીખમ છે. પેલા સમુદ્રના કારણ વીનાના સતત બકવાસ કરતા ખાલી ફીણ જેવું છે.  તારા મંદીરમાં જે  તેં ધન, સંપત્તી ને સોનાચાંદી વી. નું પ્રદર્શન કરેલ છે તે તો મારે મન એક પરપોટાથી વધું કાંઇ જ નથી.( Like emptiness of the froth in the vast seas, Your mundane temple is as hollow. It's just a bubble of wealth and pride.')

 રાજાના મગજનો પારો સંતના આ વાક્યો સાંભળીને  સત્તરમા આસમાને પહોંચી ગયો.

" રાજાએ મોટેથી ત્રાડ (!) નાંખી કે મુર્ખ સંત તું તાત્કાલીક મારા રાજ્યની બહાર નીકળી જા. ( રાજામાં સંતના સત્યો સ્વીકારવાની ત્રેવડ જ બીલકુલ ન હોય તો શું કરે? ). ' Leave my kingdom this instant'.

પણ સંતે જવાબ આપ્યો–– હૈ ,રાજા, સમજી લે કે તું ફક્ત મને દેશનીકાલ નથી કરતો પણ એક નેક હ્રદયના ઇશ્વરી ભક્તને પણ દેશનીકાલ કરૂ છું...........ભાવાનુવાદ બીપીન શ્રોફ. મુળ કવી.----Rabindranath Tagore,

 


--