" મને ગુનેગાર તરીકે જાહેર કરનારાના મોંઢા મારા કરતાં વધારે ભયભીત હતા." બ્રુનો.
"Perhaps you pronounce this sentence against me with greater fear than I receive it".
હૈ, ભારતની ન્યાયની દેવી ! બરાબર આશરે ૪૨૦ વર્ષ પહેલાં જ્ઞાન–વિજ્ઞાન અંગેના સ્થાપીત હિતોના વિચારો સામે વિદ્રોહી વિચારો ધરાવીને જીવતો સળગી જનારાના શબ્દો વાંચો, સાંભળો અને અન્યને સંભળાવો. હજુ મોડુ થયું નથી. આપણા દેશની ન્યાયની દેવી ( સર્વોચ્ચ અદાલત)ના ચરણોમાં એડવોકેટ પ્રશાંતભુષણનું કાયદાકીય કલમથી બલીદાન ન લેવાય!.
આ શબ્દો સને ૧૬૦૦સાલમાં ૧૭મી ફેબ્રુઆરીના દિવસે ઇટાલીના પાટનગર રોમમાં જીઓરડાનો બ્રુનોને જીવતો સળગાવતાં પહેલાં તૈયાર કરેલી મૃત્યુ શૈયા પરથી બ્રુનો બોલ્યો હતો. આ વાક્ય સાંભળ્યા પછી આજુબાજુ એકત્ર થયેલા રોમન કેથોલીક પાદરીઓનાં મોંઢાં વધારે શરમીંદા પડી ગયા હતા. તેનો ગુનો શું હતો?
એક પૃથ્વી ગોળ છે. સપાટ નથી. બે, કોપરનીકસે સાબીત કરેલી હકીકત બ્રહ્માંડ અંતહીન છે ( INFINTE) તે સત્ય છે. ત્રણ, બ્રહ્માંડમાં સુર્ય જેવા અસંખ્ય સુર્યો ( તારાઓ) છે જેમને પોતાના ગ્રહો અને ઉપગ્રહો છે. ૪,આ ઉપરાંત બાયબલ અને ચર્ચના સત્યોને તેણે પડકાર્યા હતા.
ઉપરનું વાક્ય બોલ્યા પછી બ્રુનોની જીભ સીવી લેવામાં આવીહતી. તેને નગ્ન કરીને ઉંધે માથે તેના બે પગો બાંધીને , તે પ્રમાણે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો.
ટુંકમાં બ્રુનોનો ગુનો રાજ્ય અને ધાર્મીક સત્યોની ઘૃણા,તિરસ્કાર,અનાદર, નિંદા વી. ( Contempt & blasphemy) કરવા માટે નો હતો. તેથી તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ( Burn at Stake). વીશ્વના બધાજ ધર્મો અને સ્થાપીત હીતો ધરાવતી રાજ્ય સત્તાઓના વલણો પોતાનાં ધાર્મીક ને રાજકીય સત્યોને પડકારનારા સામે ક્યારેય જુદા હોતા નથી.
જર્મની દેશના પાટનગર બર્લીનમાં બ્રુનોને ઉંધા માથે અને પગ બાંધીને ઉપર રાખીને લટકાવેલી પ્રતીમાનો ફોટો મુકેલ છે. આ પશ્ચીમી જગતની સેક્યુલર નૈતીક્તા છે.