Wednesday, August 26, 2020

Dev's Interview by Simi Garwar

ઇન્ડીયન ફીલ્મ જગતનો એવરગ્રીન હીરો દેવાનંદના શબ્દો સીમી ગરવાલ સાથેના ઇન્ટરવ્યુમાં.

 " ન દુ;ખ હૈ, ન સુખ હૈ, ન મૈ હું, ન દુનીયા હૈ, ફીલ્મ ગાઇડના ગીતમાંથી

બસ ફક્ત  સુતા હોય તેમ કાયમ માટે આંખો બંધ કરી દો;  અને પછી ક્યાં ગયા તેની ખબર જ નહી."

સીમી– દેવ, હું માનતી નથી કે હું તમારો ઇન્ટરવ્યું લઉ છું.

દેવ– નો ફોરમાલિટીસ, ગો  હેડ.

સીમી– મુંબઇ સીને જગતમાં આવતા પહેલાંનું  તમારૂ જીવન.

દેવ– જન્મ ૧૯૨૩, ગુરદાસપુર, અમૃતસર નજીક, કુટુંબનું સામાજીક સ્તર ઉચ્ચ મધ્યમવર્ગ, માતા સાથે વધુ લાગણીભર્યા સંબંધો હતા. મારુ વ્યક્તીત્વને ઓપ આપવામાં માતાનો ફાળો ખુબજ મહત્વનો હતો. પીતાજીની ધાક એવી હતી કે તેમની સાથે કોઇ ઇમોશનલ બોન્ડીંગ વિકસ્યું જ નહી. મેટ્રીકસુધીનો અભ્યાસ ગુરદાસ પુરમાં અને ગ્રેજ્યુએટ ધરમશાલા ( હીમાચલ પ્રદેશ).મારા પિતા મને બેંકમાં મેનેજર બનાવવા માંગતા હતા.

સીમી– મુંબઇમાં આગમન!

દેવ– સને ૧૯૪૩. I did not know anybody when I put my first foot on Bombay Central Railway Station.પોકેટમાં ત્રીસ રૂપીયા સાથે, મહીને ૪૦ રૂપીયાના પગારવાળી નોકરી ચાર દીવસ કરી અને માસીક ૬૦ રૂપીયાવાળી નોકરી એક અઠવાડીયું કરી. મારી કોલેજના એક ભુતપુર્વ વીધ્યાર્થીએ મને ઓળખી કાઢયો. તે પણ નોકરીની શોધમાં હતો. તેની સાથે પરેલની ચાલીમાં રહેવાનું શરૂ કર્યું. તે દિવસોમાં વિક્ટોરીયામાં બેસીને મુંબઇ જોયુંતો  તે ,' Huge, Elegant, rich, and sophisticated લાગ્યું.

રાજકપુરને મલવાનું થયું. તેના પિતાજી બહુ મોટાગજના એકટર હતા. આર. કે ની સુચનાથી પ્રભાત ફીલ્મ સ્ટુડીયોમાં જોબ માટે ગયો. ત્યાં બાબુલાલ અને પી. એમ. સંતોષીની મદદથી તેઓની પુનામાં ડબ થતી ફીલ્મમાં કામ કરવા તૈયાર  થઇ ગયો. બે દિવસ પછી ડક્ક્ન ક્વીનના ફર્સ્ટક્લાસના કમ્પાર્ટમેંટમાં જીંદગીમાં પ્રથમવાર ' Sitting like a Lord ' ની માફક મુસાફરી કરી. ફીલ્મનું નામ હતું ' હમ એક હૈ ' .

સને ૧૯૪૮માં ફીલ્મ જગતની, તે જમાનાની મોટાગજની અભીનેત્રી સુરેયા સાથે કામ કરવાનો કોન્ટ્રક્ટ સાઇન કર્યો. ફીલ્મનું નામ હતું ' બડી બહેન' તેનું સુપ્રસીધ્ધ ગીત હતું " વો પાસ રહે યા  દુર રહે ..નજરોંમે સમાયે રહેતે હૈ ".

સીમી– દેવ સાબ, તે સમયે તમારી ઉંમર ૨૫ વર્ષની અને સુરૈયાની ઉંમર ૨૦ વર્ષની હશે.

દેવ– હા,  સ્ટુડીયોના સેટ પર જેવી તેણી આવે કે તરતજ બધાજ પોતાનું કામ છોડીને ' સુરૈયાજી, સુરૈયાજી કહીને ઉભા થઇ જાય, માન આપે. જ્યારે હું એક ખુણામાં ખુરશી પર બેસી રહીને તે બધુ નીરખ્યા કરતો.  મને એવો અહેસાસ હતો કે હું એક ખુબ સુંદર યુવતીના પ્રેમમાં છું.  તેણીનું મારે માટેનું આકર્ષણ તેનું સૌંદર્ય હતું.  અમે ફીલ્મી પ્લોટ કે સ્ટુડીયોમાં એકબીજાના હાથમાં હાથ નાંખીને ફરતા. હું તેને ઘરે પણ જતો હતો. અમારા તે દિવસોના સ્વપ્નાં સોનેરી હતા.

સીમી– દેવસાહેબ, તમે તેણી સાથે લગ્ન કરવા પણ ઇચ્છતા હતા?

દેવ– હા. અમે બંને એ એકબીજા સાથે લગ્ન કરવાની દરખાસ્ત પણ મુકી હતી. પરંતુ તેણીના મા–બાપ અમારા લગ્ન થાય તેવું ઇચ્છતા ન હતા. " I could not marry her, I was dejected, and I cried and I sobbed. Then I forgot her totally. Perhaps she might regret. "  મારા મત પ્રમાણે પ્રેમ પછી લગ્ન કરવાની બાબતમાં યુવતીઓ બે પ્રકારની હોય છે. એક પોતાના મા– બાપ થી માંડીને બધુ ત્યજી દઇને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ચાલી નીકળે છે. જ્યારે કેટલીક યુવતીઓ પોતાના નીજી કુટુંબના ' હેંગ ઓવર' માંથી બહાર નીકળી શક્તી નથી. ( આવા સ્વભાવની પ્રકૃતીમાંથી યુવાનો પણ બાકાત નથી. ભાવાનુવાદક) શરૂઆતને તબક્કે દુર્ગા ખોટે અને કામિની કૌશલ મારા પત્રો લઇ જનારા મેસેજંર હતા . જેને આધારે સુરૈયા અને હું હોટેલમાં મલી શકતા હતા. સુરૈયાના કુટુંબને હું હીંદુ હતો. તેથી અસ્વીકાર્ય હતો. મેં તેણીના મસ્જીદમાં થયેલા લગ્નનો ફોટો દૈનીક પેપરમાં જોયો હતો. હું તો ખુબજ ઉદારમતવાદી ( લીબરલ) અને બ્રોડ માઇન્ડેડ મેન છું. તેણી સાથેના બ્રેકઅપ પછી હું માનવી બન્યો, પ્રથમ તો હું ખુબ રડયો, પરંતુ રડયા પછી હું  મજબુત બન્યો. ખુબજ મજબુત બન્યો.

બોલો, સીમી, હું કેવી રીતે મારુ દુ;ખ અને એકલતા ( Loneliness) બીજાને  કેવી રીતે વહેંચી શકું. સુરૈયાએ લગ્ન પછી ફીલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

સીમી– નવકેતન ફીલ્મ પ્રોડક્શનની સ્થાપના સને ૧૯૫૨માં કરી. દેવ! તમારો તેની પાછળ શું ખ્યાલ હતો?

દેવ– મારા મનમાં એક સળગતો લાવા હતો. તે મને ઠરી ઠામ જીવવા દેતો ન હતો. મારુ પેલું ચાલીનું જીવન અને ભુખ્યા દિવસોના સંસ્મરણો ને પકડીને હું જીવતો રહું તેવો માણસ જ ન હતો. મને થોડાક ખુબજ સરસ બૌધ્ધીક મીત્રો જેવાકે  ગુરૂદત્ત, બલરાજ સહાની, સાહિર લુધીયાનવી, ગીતા બાલી, એસ. ડી. બર્મન વી. ની દોસ્તી થઇ ગઇ. તે બધા જ ફીલ્મ જગતમાં જમીની પરિવર્તન લાવવા કટીબધ્ધ હતા. તેમની ગાઢ મીત્રતાએ મારા સ્વપ્નોને સાકાર કરવામાં સિંહ ફાળો ભજવ્યો છે.

મારા અનુભવ પ્રમાણે ફીલ્મનો કોઇ આત્મા હોય તો તે તેનું મ્યુઝીક છે. " A music must be haunting."

સીમી– દેવ! તમે ફીલ્મ ઉધ્યોગમાં સર્વોત્તમ અને સર્વેસર્વા છો? તમારી ફીલ્મો ને એકટીંગ અન્યથી ઘણી ચઢીયાતી છે.

દેવ– મને એવો કોઇ જ આડંબર નથી. હું મારી જુની ફીલ્મોને અને તેમાં મારી એક્ટીંગને ' Rubbish" ગણું છું. ક્યારેય તે ફીલ્મો જોતો નથી. મેં ફીલ્મ જગતમાં મારાથી જે થઇ શકે તે કર્યું છે. તેનો મને સંતોષ છે. બાકી અમારા ઉધ્યોગમાં નવી યુવાન પેઢી  અમારા કરતાં ચારચાંદ ચઢી જાય તેવી ફીલ્મો બનાવવાની છે. હું કોઇ અન્ય અનિવાર્ય નથી જ.

 દેવનું અંગત કૌટુંબીક જીવન–

સીમી– મોના સાથેના લગ્ન અંગે– દેવ સાહેબ, વાત કરો.

દેવ– Mona is naughty, young, Bably,(બબલી)  educated & from Simla. અમે ચાલુ ફીલ્મના શુટીંગમાંથી બપોરના સમયની રીસેસમાં એક ટેક્ષીમાં સીવીલ મેરેજ રજીસ્ટારની ઓફીસમાં જઇને રજીસ્ટર્ડ મેરેજ નંધાવી આવ્યા.

સીમી– અરે, દેવ સાહેબ, No celebration, no marriage party,  nothing.

દેવ– હું તો લગ્નને અંગત (પર્સનલ એફેર્સ) બાબત ગણું છું. પણ બપોર પછી ફીલ્મનું શુટીંગ શરૂ કર્યુ ત્યારે કેમેરામેને મોનાની આંગળીમાં  વીંટી ( વેડીંગ રીંગ) જોઇ. તે  બોલે તે પહેલાં મેં ઇશારો કરીને તેને ચુપ કરી દીધો. " On 3rd January 1954, I got married to Mona in a lunch break and  that  was the great moment."

સીમી– મોના કોણ હતી? તેના મા–બાપ કોણ હતા?

દેવ– મોના એક ખ્રીસ્તી સ્રી હતી. તેણીના મા– બાપ બંને ખ્રીસ્તી હતા. તેણી તેના ધર્મને સંપુર્ણ શ્રધ્ધાથી વરેલી (DEVOUTED)  હતી. મેં ક્યારેય તેણીની ધાર્મીક બાબતો અને પ્રવૃત્તીઓ અંગે લેશમાત્ર નારાજગી કે અભાવ જાહેર કરેલ નથી. હું ધર્મને બીલકુલ અંગત બાબત માનું છું. તેણી તેના ધર્મ સાથે પુરેપુરી ઓતપ્રોત થઇ ગયેલી છે. તેણીને પોતાના મીત્રો પણ છે. જે તે અમારી નીજી વાતચીતમાં સ્પષ્ટ રીતે કહે જ છે. ધર્મ કે ધર્મની શ્રધ્ધા અમારા લગ્નજીવનમાં લેશમાત્ર ખલેલ પહોંચાડતી નથી. તેણી ખ્રીસ્તી છે. હું હીંદુ છું. મોના કોઇ જાહેર કાર્યક્રમમાં આવવાનું પસંદ કરતી નથી. " She is down to herself & lives with her own interests. લગ્ન પહેલાં મોનાએ ત્રણ ફીલ્મોમાં કામ કર્યું હતું. લગ્ન પછી તેણે કોઇ ચોથી ફીલ્મમાં કામ કર્યું નથી.

સીમી– તમારા લગ્ન જીવનને પચાસ વર્ષ પુરા થયા. શું કહેવું છે દેવ સાહેબ! તે અંગે!

દેવ– કોઇપણ પતિ–પત્નીના લગ્ન જીવનમાં જે નાના–મોટા તું તું મૈ મૈ થાય છે તેમાંથી અમે બાકાત નથી. આ ઉપરાંત મારી દરેક નવી ફીલ્મમાં મારા કરતાં ઘણી જુવાન ફીલ્મી એકટ્રેસ અને ઘણીવાર પ્રથમ વાર જ મારી ફીલ્મમાં અભીનેત્રી તરીકે કામ કરતી નવી સ્રી સાથેન  મારા ફીલ્મમાં  ફ્લર્ટીંગ( Flirting) અંગે મોના સાથે પ્રશ્નો થાય પણ ખરા! પણ મારી માનસીકતાતો એવી વીકસી ગઇ છે કે તે એક, બે, ત્રણ ગણતા સુધીમાં તે બધું જ ભુલાઇ જાય છે. બીજા તેનો બોજો કદાચ લઇને ફરે તેમાં હું શું કરૂ !

સીમા– કુટુંબ અને લગ્ન જીવનની દેવસાહેબ આપના જીવનમાં અગત્ય કેટલું?

દેવ– હું ખુબજ પ્રેમાળ પિતા છું. તેટલો જ સંપુર્ણ રીતે લાગણીસભર મારા કુટુંબ સાથે સંલગ્ન છું. દરરોજ રાત્રે હું અચુક મારા કુટુંબ સાથે ડાયનીંગ ટેબલ પર જ ડીનર લેતો હોઉ છું. હું ડ્રીંક લેતો નથી. સિગરેટ પિતો નથી. જમવામાં મારૂ મેનુ પંજાબી દાલ, ચાવલ રોટી અને સબજીનું મેનુ શ્રૈષ્ઠ લાગે છે. પણ લગ્ન પહેલાં મોનાને સ્પષ્ટ રીતે જણાવી દીધેલું કે હું તારી સાથે બેડરૂમમાં  ગોસેપીંગ કરીને જીંદગી પસાર કરૂ તેવો માણસ નથી. હું ખુબજ રચનાત્મક માણસ છું. હું આ જગતનો માણસ છું. હું ખુબજ લાગણીસભર માણસ છું પણ તેટલો જ અનાસ્કત,અલીપ્ત ને સ્વતંત્ર માણસ છું. " I am alona. I am tremendously creative man. I belong to this world. My passion to work creatively is like burning volcanoes. I am fully independent man & Mona is equally independent woman ". દેવાનંદ સીમી ગરવાલ સાથેના ઇન્ટરવ્યુમાં જે ભવ્યતા અને મીજાજથી ઉપરના વાક્યો અંગ્રેજીમાં બોલે છે તેને સાંભળવો પણ એક લ્હાવો છે. આ સાથેની લીંકમાં મુકેલ યુ ટયુબમાં જોવાનું ભુલતા નહી.

સીમી– દેવ તમારી દીકરીનું લગ્ન જીવન.....!

દેવ– હું એક દીવસ કારમાંથી ઉતરતો હતો. ઘર નજીક દીકરી રીનાને તેના મીત્ર સાથે જોઇ.  ઘરમાં આવ્યાબાદ મેં પુછયું તું આની સાથે લગ્ન કરવાની છે? હા. તને તારો નિર્ણય કરવાની સ્વતંત્રતા છે. મારી શુભેચ્છા. રીના એક બાળકની માતા બન્યા પછી ડીવોર્સ લીધા. હું તે જાણી ખુબજ રડ્યો હતો. પણ મારૂ દુ;ખ કે મારો આઘાત ખુબજ ક્ષણીક હોય છે. મારી અંદરથી સતત અવાજ આવે છે. " My sorrows are very short lived. Take it as a reality; just move on, just move on; life is long, many things to do which are still pending. Relationship should not become a burden to your mind. If it becomes a burden then it is not worth having it or maintaining it. I am the most enlighten man. I am a never a superstitious man. Never bowed before  God. "

દેવ– ઘણીવાર સુર્યાસ્ત પણ ભવ્ય હોય છે. તે સુંદર પણ હોય છે. તે આખરે એકલો અટુલો હોય છે. એકલતા પણ સુંદર હોય છે. આપણે શીખવું જોઇએ કે એકલતામાં આનંદ કેવી રીતે મેળવવો...

યુ ટયુબ ની લીંક.... https://www.youtube.com/watch?v=-Y7lQ2ez7r4



--