Taslima Nasreen- A committed Humanist. તસલીમા નસરીન –એક પ્રતીબધ્ધ માનવવાદી.
અમારી ગુજરાત માનવકેન્દ્રીત રેશનાલીસ્ટ ચળવળના એક અગત્યના ઉદ્દીપક(Catalyst) ડૉ.મિહિરભાઇ દવેનો(પાલનપુર, ઉત્તર ગુજ. યુની.)પોતાની પીએચ ડી માટેનો શોધ નિબંધનો વિષય હતો ' Taslima Nasreen- A committed Humanist'. " તસલીમા નસરીન" એક પ્રતિબધ્ધ માનવવાદી. ડૉ. મિહીર ખાસ અભિનંદનને પાત્ર એટલા માટે છે કારણકે સદર નિબંધ તેઓએ અંગ્રેજીમાં લખ્યો છે એટલું જ નહીં પરંતુ તેને 'બુક સ્વરૂપે' આશરે ૧૮૫ પાનામાં અંગ્રેજીમાં પણ પ્રકાશીત કરેલ છે.
મિહીરભાઇએ સદર પુસ્તકમાં તસલીમા નસરીનનો સંઘર્ષ કેવી રીતે એક બંગલા દેશી મુસ્લીમ રૂઢીચુસ્ત સમાજ સામે ક્રમશ; વિદ્રોહનું બ્યુગલ સ્થાનીક, અને રાષ્ટ્રીયમાંથી માનવીય વૈશ્વીક બની ગયું તેનું પૃથ્થકરણ કાબેલીદાદ કર્યું છે. દોસ્તો! શરત એટલી જ છે કે તમારે ' જુની આંખે નવા તમાસા' તસલીમાના ક્રાંતિકારી રૌદ્ર મીજાજમાં ડૉ મિહીર દવેની કલમથી માણવા પડશે. તેના માટે બીજી એક નમ્ર શરત વારંવાર ડૉ મિહીરે પોતાના કલમમાં મુકી છે કે ' જુનું ભુલશો તો જ નવું શીખશો.' ડૉ. મિહીરે તસલીમાના વિદ્રોહની માનવકેન્દ્રી આગની જ્વાળાઓની દાહક અસરોને તેણીએ રજુ કરેલી કવિતાઓ, નવલકથા, નિબંધો ને જીવનકથા વિ.માણવા માટે તમારા મનની તાર્કીકતાને મદહોશ બનાવવી પડશે. એટલે કે જુના પુર્વગ્રહોના માપદંડોથી બિલકુલ વિમુક્ત થવું પડશે. પેલી સંસ્કૃત ભાષામાં કહેવત છે ને કે ' સિંહણનું દુધ માટીના વાસણમાં ન રહે!'
(1) સંશોધન નિંબંધના લેખકે તસલીમાના સંઘર્ષને પોતાના અંગત પ્રબુધ્ધ સ્વાર્થને( Enlightened Self-interest) માનવકેન્દ્રીત સંઘર્ષ બનાવીને જાહેરસુખ(Public Good)માં રૂપાંતરીત કેવી રીતે કર્યો છે તેની શોધ ખુબજ સરળ રીતે રજુ કરી છે. અન્યના પ્રત્યેની સહાનુભુતી અને વિકાસના સંઘર્ષમાં નીજી જીજીવીષા ટકાવી રાખવાનો સ્વાર્થ અને વિકાસ કેવી રીતે અંતગર્ત છે તે સંદેશ રજુ કરવામાં ડૉ મિહીરભાઇ બિલકુલ સફળ થયા છે.
(2) તસલીમાના સદર સંઘર્ષને લેખકે તમામ ધર્મોના નૈતીક માપદંડોથી ઘણો મુઠી ઉંચેરો ' ધર્મનિરપેક્ષ નૈતીક' પણ માનવીય સંઘર્ષ તરીકે મુલવ્યો છે. તે જૈવીક ઉત્ક્રાંતિથી વિકસેલ માનવીય કુદરતી સ્વભાવની દેન છે. સારૂ જીવન તે એક 'પ્રેમથી ભર્યુ ભર્યુ પણ જ્ઞાન આધારીત છે' તે બર્ટ્રાન્ડ રસેલનો તત્વજ્ઞાનીય બોધની વાત કરવાનું લેખક તસલીમાના સંઘર્ષને વ્યાજબી ઠેરવવામાં બિલકુલ ભુલ્યા નથી. સદર દલીલ કરીને લેખકે તસલીમાના માનવીય સંઘર્ષને ધર્મપુસ્તકો આધરીત ઇશ્વરી ટેકણલાકડી બનેલી અંધશ્રધ્ધામાંથી માનવને મુક્ત બનાવી દીધો છે.
(3) બીજા અન્યો પ્રત્યેની સહાનુભુતી,(નફરત કે ધિક્કાર નહી) અને નૈતીક વ્યવહાર જ માનવ સંબંધોનું ચાલકબળ હોવું જોઇએ. તેમાં ઇશ્વર, ધર્મ અને તેના દલાલોને( Agents of God) વચ્ચે લાવવાની બિલકુલ જરૂર નથી. લેખક, માનવ વર્તનનો માપદંડ કોઇ પરલૌકીક શક્તિ ને બદલે માનવીય ભૌતીક સુખ સિવાય બીજું કશું ન હોઇ શકે તે ગ્રીક તત્વજ્ઞાની પ્રોટાગોરસના તારણને યાદ કરવાનું સદર ચર્ચામાં ભુલ્યા નથી. તસલીમાના માનવવાદી વિચારોમાં મૃત્યુ પછી મળનારા સુખને બદલે આ જીવનમાં મળનારા વાસ્તવિક ભૌતીક જીવનના સુખને પ્રાધાન્ય આપવાના અભિગમને લેખક બિરદાવે છે. માનવી પોતેજ પોતાના ભાગ્યનો વિધાતા છે. તે માનવવાદી ઢંઢેરાનો ઉદ્દેશ " No deity will save us: we must save ourselves." નો સંદર્ભ પણ લેખક ચુક્યા નથી.
(4) માનવવાદી સત્ય શોધવાનો આધાર વૈજ્ઞાનીક અભિગમ અથવા વૈજ્ઞાનીક પધ્ધતિ છે. તેનું જે મહત્વ દેશના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂએ તેને ધ્રુવતારક તરીકે આપેલ હતું તેને આપણે નજર અંદાજ કરવાનું પોષાય તેમ નથી. અંધશ્રધ્ધા એ તો સામાજીક પ્રગતીને કોરી ખાનારી ઉધઇ છે. માનવીય પ્રશ્નોના ઉકેલ માટે વૈજ્ઞાનીક અભિગમ જ એક આધુનિક ચાવી છે. વૈજ્ઞાનીક અભિગમના પાયાના અંગોમાં પુર્વગ્રહ મુક્ત નિરિક્ષણ, કારણની સર્વોપરિતા, રચનાત્મક કલ્પના અને દુન્યવી નૈતીકતા છે. પારલૌકીક નૈતીકતા નહી.
(વધુ ભાગ– ૨માં ઇતેંજારી સાથે.)
તસલીમા નસરીનની કવિતાઓ–
(1) તેણીની કવિતાઓ સમગ્ર પુરૂષપ્રધાન સમાજ સામે છે. તે ધર્મ, સંપદ્રાય, સંસ્કૃતિ ને રાષ્ટ્રીય સીમાઓથી પર છે. પુરૂષપ્રધાન સમાજ દ્રારા થતું શોષણ તમામ પ્રકારની સીમાઓથી પર હોય છે. ખરેખરતો આ શોષણમાં તે બધાની ભાગીદારી સ્થાપિત હિત હોય છે. મીલી ભગત હોય છે. તસલીમાના તારણ અને નિરિક્ષણ પ્રમાણે આ સંઘર્ષ અંધશ્રધ્ધા સામે વૈજ્ઞાનીક અભિગમ વિરૂધ્ધનો હોવા ઉપરાંત રૂઢીચુસ્ત સામાજીક વ્યવસ્થા સામે આધુનીક પરિબળો સામેનો પણ સંઘર્ષ છે તે ક્યારેય ભુલતા નહી. પુરૂષપ્રધાન સમાજ વ્યવસ્થાનો અન્યાય, ગુનાહિત માનસીકતા, જાતીયશોષણ વિ. જેટલું વ્યક્તિગત અમાનવીય છે તેટલું જ નુકસાનકર્તા સમગ્ર સમાજ માટે પણ છે. માનવી તરીકે વ્યક્તિગત ધોરણે ને સામુહિક એકમના ભાગ તરીકે અમને સમૃધ્ધ પૃથ્વી પરના જીવનમાં રસ છે. મૃત્યુ પછીના જીવનમાં લેશમાત્ર નહી.
(2) મંદિર– મસ્જીદના મથાળાવાળી કવિતામાં તસલીમા નસરીન લખે છે કે આજથી હૈ! ધર્મ! તારૂ બીજુ નામ માનવતા હશે.'( From now on let religions other name be humanity'.) ધર્મપ્રેરીત મંદિર, મસ્જીદ, ગુરૂદ્રારા, ચર્ચ અને ગીરજાઘરની દિવાલોને ભસ્મીભુત કરી નાંખો! માનવજાતને તાતીજરૂરીયાત વૈજ્ઞાનીક અભિગમ અને તર્કબધ્ધ વિવેકબુધ્ધીની છે. માનવજાતને વધુ જરૂરીયાત તેના બાળકો માટે નિશાળો, કોલેજો, દવાખાના, બગીચા, રમતના મેદાનોની છે. માનવવાદી તરીકે સદર કવિતામાં તસલીમા વધુ લખે છે કે મારે! મારા તમારા વર્તમાન જીવનને સુખી અને સમૃધ્ધ બનાવવું છે. મૃત્યુ પછીના આભાષી જીવન માટેના પ્રયત્નોમાં વર્તમાન જીંદગી બરબાદ કરવી નથી.!
(3) બીજી એક કવિતામાં તસલીમાના વિચારો– સ્રી એક પુરૂષપ્રધાન સમાજ માટે આનંદપ્રમોદની વસ્તુ કે ચીજ નથી. માનવજાતે સૌથી વધારે ઘાતકી ગુનાઓ ધર્મના નામે કર્યા છે. માનવીને નૈતીક દુન્યવી વર્તન કરવા માટે લેશમાત્ર કોઇપણ સ્વરૂપે ધર્મની જરૂર બિલકુલ નથી. સ્રી તરીકે અમને માનવ અધિકાર ન આપો તો ભલે! પણ અમને મુક્ત શ્વાસ તો લેવા દો! હું એક સ્રી તરીકે તમારા ધર્મો કે સામાજીક રૂઢીઓના સંરક્ષણ માટે બલીનું સાધન નથી. તસલીમાની આ ક્રાંતીકારી માન્યતા માટે તેણીને પોતાની ધર્માંધ લોકોએ કબજે કરી લીધેલી માતૃભુમીમાંથી કાયમ માટે તડીપાર કરવામાં આવેલી છે.
(4) દેશનિકાલ– સ્વદેશત્યાગ( Exile)– ની સ્થિતી અંગે કવિતા. વતન ની યાદ! વતનની મીટ્ટી–
હૈ! વતન, હૈ! વતન, હૈ! મારા દેશ! તું મઝામાં તો છે ને? મારું હ્રદય તો સતત તારી ખેવના બસ કર્યા જ કરે છે ! તને મારી ઝંખના છે ખરી? હું તો સતત તારા સ્વપ્નાં સેવી– સેવીને અધમુઇ થઇ જાઉ છું.! તને કાં ખબર હોય કે મારા જખમી કે આહત હ્રદયના હાલ શું છે? હૈ! મારા માદરે વતન ! તેં મારા સંતાડેલા હ્રદયના ઘાવ, દુ;ખો, આંસુઓને કદી જોયા છે ખરા!.
મારા વિખરાઇ ગયેલા વાળ અને પેલા ચમનનાં ચીમળાઇ ગયેલા ફુલો વિષે તું શું જાણે છે? હૈ! મારા પ્રિય માદરે વતન, અહીંયા જોજનો દુરથી પણ હું તારી સર્વપ્રકારની શુભેચ્છા ઇચ્છુ છું.
(5) બંગલા દેશની કૌટુંબિક મુસ્લીમ સંસ્કૃતિમાં સ્રી તરીકે જીવવું એટલે શું? આ ધર્મ પોતાના સગાબાપને ધાર્મીક ફરજ તરીકે તેની દિકરી ફક્ત હિજાબ પહેરવાનો ઇન્કાર કરે છે માટે તે પોતાના હાથે જ દીકરીને મારી નાંખે છે! બાપની ઇચ્છા વિરૂધ્ધ દિકરી પોતાની પસંદગીના યુવાન સાથે શાદી કરવાનું નક્કી કરે છે માટે સજાએ મૌત! સ્રી સામુહિક બળાત્કારનો ભોગ બની માટે તેણીને ૨૦૦ ચાબખા અને છ માસની સજા! કુટુંબમાં દિકરી કે દિકરાની વહુ એકલી ટીવી સીરીઅલમાં એવું દશ્ય જુએ કે તેમાં ફક્ત સ્ક્રીન પર પુરૂષ હોય તો તેણીને તલ્લાક ! કારણકે તેણીએ ખાનગીમાં એક પુરૂષને જોયો!
(6) 'સંપુર્ણ શરણાગતી' કવિતામાં તસલીમાના પ્રછન્ન નહી ખુલ્લા વિદ્રોહને સમજીએ. " તમે મને બોલાવી, હું આવી, તમે મને કહ્યું જતી રહે હું જતી રહી! મને તે બધામાં શું મળે છે કે નહી તેની પરવા કર્યા વિના હું દરરોજ તમારા ઇશારે નાચતી રહી ! કૃપા કરીને મને કહો હું મારા માટે જીવું છું ખરી? (Tell me, do I live for myself?)
(7) મારી મમ્મીને જિવન જીવવા કરતાં મૃત્યુમાં વધારે ઇતેંજારી હતી. કારણકે તેણી બિચારી પોતાની અજ્ઞાનતા અને અંધશ્રધ્ધાને કારણે અમારા ધર્મે ગોઠવેલા મૃત્યુ પછીના 'ગુલાબી પિંજર'ને માણવાની અદમ્ય ઇચ્છાને સંતોષવી હતી.મમ્મીના અંતિમ શ્વાસના સમયે– કવિતા. કયામતના દિવસે મારો પુનર્જન્મ થશે. મારી મોમ, પેલા અશક્ય ગણાતા પુલ 'પુલસીરત'ને પસાર કરશે. પછી સાતમા સ્વર્ગેથી ચુંબકીય વ્યક્તીત્વ ધરાવતા મહંમદ સાહેબ તેણીને આવકારશે, આલિંગન કરશે, તેઓની વિશાળ છાતીમાં તે બિલકુલ ઓગળી જશે! તેણી રંગ બે રંગી સ્વર્ગીય ફુવારાવાળા બગીચામાં મનમુકીને ભીંજાઇ જશે! પછી તેણી આનંદમાં અભિભુત થઇને નાચશે, કુદશે.પૃથ્વી પરના જીવન જીવતાં જીવતાં જે બધી ઇચ્છાઓની કલ્પના કરેલી પણ, અતૃપ્ત રહી ગયેલી તે બધી ખાસ યાદ કરીને તેનો આનંદ લેશે. સોનાની થાળીમાં સરસ મઝાનું ચીકન પીરસેલું હશે. મારી મોમ તે પેલા પિતૃસમાજના સંપુર્ણ પ્રતિકારો અને નિગ્રહોથી પવન જેટલી હલકી બનીને તે થાળી માણશે!. પરવર દિગાર અલ્લાહ! જાતે પોતે, ચાલતા ચાલતા તે બગીચામાં મારી મોમ ને મળવા આવશે, તેણીના બાલોમાં તે સુંદર ગુલાબી ફુલ નાંખશે,અને અંતે તેણીને અદભુત આવેગભર્યા ચુંબનો– આલિંગનથી પોતાનામાં ઓગાળી નાંખશે!.
(8) ઉપરના આવેગી વર્ણનની સામે તસલીમા લખે છે કે ' મારી મોમ, ક્યારેય કોઇ સ્વર્ગ, તેના રમણીય બગીચામાં કોઇની સાથે મુક્ત રીતે ફરવાની નથી. ખરેખર તો અમારા કબ્રસ્તાનની આગળપાછળ રખડતા પેલા લુચ્ચા શિયાળવા(Cunning Foxes) કબર ખોદીને તેણીનું માંસ ખાઇ જશે. તેણીના સફેદ હાડકાં પવન સાથે આડાઅવળા અફડાતફડી થઇને વેરવિખેરેલા જમીન પર પડેલા હશે.( Mother will go to no heaven, will not walk in any garden with any- body. Cunning foxes will entre her grave, will eat her flesh; her white bones will be spread by winds. ઉપરના બંને વર્ણનો માનવવાદી તર્કબધ્ધ રેશનલીસ્ટ તસલીમા સિવાય અને તે પણ પોતાની મોમના સંદર્ભ સાથે કોણ કરી શકે?
Joint Photo with Salman Rushdi
ભાગ–૩ હવે પછી.
--