વધુ માટે ભાગ– ૫ .
તસલીમા નસરીનની પસંદ કરેલ ૭૫ અખબારી કોલમનું પુસ્તક. સદર પુસ્તકને કોલકત્તા દૈનિક' અમૃતબઝાર પત્રિકાનો સને ૧૯૯૨ પુરસ્કાર મળેલ હતો. તેમાંથી થોડા પસંદગીના ક્રાંતિકારી ફકરાઓ.
(1) No man is the holy man. કોઇ માણસ પવિત્ર કે દૈવી માણસ નથી.
No book is the holy book, કોઇ પુસ્તક પવિત્ર પુસ્તક નથી. તમામ ધાર્મીક પુસ્તકો માનવસર્જીત છે. No place is the holy place on the earth. પૃથ્વી પર કોઇપણ પવિત્ર સ્થળ હોઇ શકે નહી. તમામ ભૌગોલીક સ્થાનો હોય છે.તેમાં વિવિધતા સ્થળ, સમય અને કુદરતી હોય છે. ઇશ્વરી કે દૈવી નહી.
(2) માનવ સંસ્કૃતીના ઉષાકાળથી માનવીનું બૌધ્ધીક સંચાલન ધર્મ અને સમાજે કર્યું છે. તેમાંય ધર્મે હંમેશાં સ્રીને અપમાનીત ગણીને વ્યવહાર કર્યો છે. ધર્મ પુસ્તકોમાં લખેલા ઉપદેશોનો ઉપયોગ પુરૂષસમાજે સ્રીઓને કાયમી જ્ઞાનના અંધારામાં રાખી મુકવા કરેલ છે.
(3) મારા લખાણોએ અખબારી અને સાહિત્ય જગતમાં કાયમી તુફાનોનું સર્જન કર્યું છે. મને સમજણ બિલકુલ પડતી નથી કે હું મારા વાંચકોને કેવી રીતે મારા લખાણોમાંથી આનંદમાં રાખું. હું જ્યારે મારી કોલમ લખું છું ત્યારે સૌ પ્રથમ મારી આંખો આંસુઓથી ભરાઇ જાય છે. કોલમમાં લખેલો દરેક શબ્દ મારા હ્રદયના આવેગોમાંથી લખાય છે નહી કે મારી પેનમાં થી.
(4) મારી શૈક્ષણીક લાયકાત(મેડીકલ ડૉકટર),મારી તર્કવિવેક બૌધ્ધીકતા અને મારી સુંદરતા કે કોમલતાએ ક્યારેય મારા દેશમાં મને ' માનવ' બનવા દીધી નથી. મને તો મારા દેશ અને મુસ્લીમ સમાજે ફક્ત એક 'સ્રી' જ સમજીને મારી સાથે વ્યવહાર કર્યો છે.
(5) લિંગ– જાતી આધારીત તફાવતનો અર્થ ભૌતીક છે. લૈંગીક સમાનતા એટલે લિંગ આધારિત અસમાનતા બિલકુલ નહી.( Gender equality is the opposite of gender inequality, but not of gender difference.) લૈંગીક અસમાનતા આધારીત વ્યવહારોમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન નિહીત છે.
(6) નવી શિક્ષિત સ્રી, આધુનીક ગુલામ કેવો હોઇ શકે તેનો આદર્શ છે. વર્તમાન સ્રીઓ આભાસી સ્વતંત્રતાના ખ્યાલમાં જીવન પસાર કરી રહી છે. આપણા દેશોમાં કોઇપણ સ્રી ઘરની બહાર તથા પ્રવાસે એકલી ન જઇ શકે! કેમ? જવાબ કોની પાસે શોધીશું? આપણો સમાજ કેવો અક્ક્લહીન છે કે જે સ્રી ઉપર બેશુમાર નિયંત્રણો મુકે છે અને પેલાને બેલગામ છુટો ચરવા મુકી દે છે.(It is utterly senseless that society is very restrictive for women but liberal for men.) સ્રીને સાથે કંપની આપવામાં તેના પતિ સિવાય કોઇ પુરૂષ હોય અથવા સંબંધી હોય તેમાં કયું આભ આ સમાજનું તુટી પડે છે?
(7) દુનિયાના તમામ ધર્મોએ નફરત, ધિક્કાર, માનવ માનવ વચ્ચે ભેદભાવો પેદા કરીને યુધ્ધો સિવાય કાંઇ આપ્યું નથી. ધર્માંધ વર્તન એટલે હિંસક વર્તન અને તે પણ માનવીનું; જંગલમાં રહેતા પ્રાણીઓનું નહી. માટે જ મારો સંદેશો માનવીએ ધાર્મીક નહી પણ ફક્ત કોરા કાગળ જેવો માનવી બનવાની જરૂર છે. વિશ્વના તમામ ધાર્મીક સ્થાનો અને તેના સંચાલકો જાણે હિંસા, નફરત, ધિક્કાર, ભેદભાવ, અને જાતીય દુર્વવ્યવહારો ને પોષવાના અને ફેલાવાના કારખાના બની ગયા છે. કે પછી તે બધા માનવીય દુષણોને જન્મ આપનારા ધરૂવાડીયા બની ગયા છે.
(8) શા માટે હું મુસ્લીમ નથી, હિંદુ નથી, ખ્રીસ્તી નથી વિ,ના કારણો આપણા સૌ બૌધ્ધીકોએ પોતાના ધર્મ પુસ્તકોમાં જ્ઞાન–વિજ્ઞાન આધારીત તપાસીને ખાસ કરીને યુવાનોને શિક્ષિત કરવા સરળ ભાષામાં મોટા પાયે મુકવા જોઇએ.( પાનું ૧૧૧.) અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયત્રંણો સત્તાધીશોને જરૂર એટલા માટે છે કે નિર્ભેળ સત્યનો ફેલાવો તેમની સત્તા માટે લાંબેગાળે જોખમી બની શકે તેમ હોય છે.
(9) ધર્મ અને ધર્માંધતા એક બીજાના અવિભાજ્ય અંગો છે. એક બીજાને જન્મ આપે છે. કોઇપણ દેશ બિનસાંપ્રદાયિક કે સેક્યુલર બન્યા સિવાય પોતાના નાગરિકોના રોટી કપડાં મકાન જેવા જીવન ટકાવી રાખવાના અને વિકાસના પ્રશ્નો ક્યારેય ઉકેલી શકશે નહી..
મીહીરભાઇએ સદર મહાનિંબધ તૈયાર કરવામાં તસલીમ નસરીનના પોતાના લખાણો ઉપરાંત બીજું અન્ય ઇતર માનવ મુલ્યો કેન્દ્રીત, રેશનલ સાહિત્યનો ઘનિષ્ટ અભ્યાસ કર્યો છે. પુસ્તકના દરેક પ્રકરણના અંતે સંદર્ભ ગ્રંથો અને દેશ–પરદેશના માસીકોની યાદી પણ મુકી છે. તે સંદર્ભ ગ્રંથો વિ. નો બારીકાઇથી અભ્યાસ કરવાની પણ જરૂર છે. તેને આધારે મીહીરભાઇએ તસલીમા નસરીનને ' એક પ્રતિબધ્ધ માનવવાદી' ( The Committed Humanist) કોને કહેવાય તેની શોધ કરતાં કરતાં પોતે સવાયા પ્રતિબધ્ધ માનવવાદીની દિશામાં ઘણા આગળ વધી ગયા છે. ગુજરાતમાં માનવવાદ અને રેશનાલીઝમની પ્રવૃત્તીના સૌ સાથી મિત્રો માટે મીહીરભાઇની આ ચોપડી "Taslima Narsin- A committed Humanist" ખરેખર માર્ગદર્શક, મિત્ર બની શકે તેમ છે. ચોપડી ઓનલાઇન Amazon.in પરથી સરળતાથી મલે તેમ છે. મને અને અમારા સાથી અશ્વીનભાઇ કારીઆ સાહેબને ગૌરવ છે કે મીહીરભાઇને તસલીમા નસરીનના આ મહાનિબંધ માટે રાષ્ટ્રીય કક્ષા એ અંગ્રેજીના સારા લેખક તરીકે પણ બહુમાન કરેલ છે..... સંપુર્ણ...