વ્યક્તિગત પરિવર્તનના વાવઝોડા સામે વડીલોનો ગરાશ લુંટાઇ જાય તેનું શું?
માટે અમારો સમાજ સર્વાનુમતે ઠરાવે છે કે–
(1) આવતી કાલથી આપણા સમાજના કુટુંબના કોઇપણ સભ્યના જન્મ દિવસે 'બર્થ ડે કેક' કાપવા પર પ્રતિબંધ છે.
(2) સમાજના યુવાનોની ' ફેશનેબલ દાઢી' રાખવા પર પ્રતિબંધ છે. ઉલ્લંઘન માટે ફક્ત ૫૧૦૦૦/ દંડ. ક્લિન શેવ રાખવાથી જ તમે સમાજના સભ્ય છો કે નહી તે પહેચાન ગણાશે!.
(3) લગ્નમાં ભોજન કોન્ટ્રાકટ આપી રસોઇ કરવા તેમજ બુફે પિરસવા પ્રતિબંધ.
(4) લગ્નમાં ડી જે બેન્ડ વિ. પર પ્રતિબંધ– ફક્ત આપણી સંસ્કૃતિનું પ્રતિક દેશી ઢોલ માન્ય.
(5) લગ્ન પ્રસંગે વીડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ. 'ફેશનેબલ દાઢી' સિવાય અન્ય પ્રતિબંધો પર દંડની રકમ હજુ જાહેર કરવામાં આવી નથી.
(6) સ્વજનના મૃત્યુ પછી 'અફીણ' ના ઉપયોગ પર પ્રતિબંધ. ઉલ્લંઘન કરનારને એક લાખનો દંડ.
(7) આવા કુલ ૨૦ સુધારા સમાજની પ્રગતી માટે પસાર કરવામાં આવ્યા છે!
(8) બનાસકાંઠા જીલ્લામાં આવેલ ધાનેરા તાલુકાના ચૌધરી સમાજના ૫૪ ગામોના જુથના વડા શ્રી રાયમલભાઇ ચૌધરીએ ઇન્ડીયન એકપ્રેસને ઉપર મુજબની માહિતી આપી હતી. હવે અમે સમુહ લગ્નોનું આયોજન કરવા માંગીએ છીએ!
(9) સદર પેપરના આજ ખબરપત્રીને એક વડીલે પોતાનું નામ નહી જણાવવાની શરતે જણાવ્યું હતું કે અમારા સમાજને સમુહ લગ્નો શરૂ કરવા તથા અફીણના ઉપયોગના પ્રતિબંધ એમ બે કાર્યોની ચર્ચા કરવા એકત્ર કરેલો હતો. તેમાં કોઇ અગમ્ય કારણોસર ફટાફટ ઉપરછલ્લી ચર્ચા કરીને સમાજ સુધારાના નામે પેલા બધા ઠરાવો કરાવી લીધા છે! સૌ. ઇ. એક્ષ. તા. ૪–૪– ૨૩. ભાવાનુવાદ.