Friday, April 7, 2023

હૈ! ભારત દેશના સત્તાધારીઓ!


હૈ! ભારત દેશના સત્તાધારીઓ!
તમે નાગરિકોના અભિવ્યક્તી અને અખબારી સ્વાતંત્રય પર રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું કાઢીને નિયંત્રણ મુકી શકો નહી. તમે બધા તો પ્રજા સમક્ષ બંધારણીય મુલ્યોના શપથ લઇને સત્તા ગ્રહણ કરો છો. દેશના નાગરિકો સાથે તમે પ્રજાના પ્રતિનિધિઓ તરીકે કરાર કર્યો છે કે તમે બધા રાજ્યનું સંચાલન બંધારણીય મુલ્યો આધારિત નાગરિકોના કલ્યાણ માટે કરશો.
ગઇકાલની સર્વોચ્ચ અદાલતની મુખ્ય ન્યાયાધીશ માનનીય શ્રી ડી.વાય. ચંદ્રચુડ સાહેબની નિગરાણી નીચેની બેન્ચે માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા ગૃહમંત્રાલયને સીધો આક્ષેપ કર્યો કે શું તમારો રાષ્ટ્રીય સુરક્ષા'નો દાવો કોઇ તઘલઘી કે શેખચલ્લીના તુક્કાનો બનેલો છે? (National security claims cannot be made out of thin air, says CJI Bench). શું તમોને, સરકારી સત્તાધીશોને અભિવ્યક્તિના સ્વાતંત્રયના અધિકારનું કોઇ મુલ્ય જ નથી? તે અધિકાર પ્રત્યે લેશમાત્ર લાગણી, માન, ગૌરવ છે ખરૂ? તમને ખબર છે ખરી કે તે તો લોકશાહી જીવન પ્રથાના હ્રદયનો ધબકાર છે? માનનીય કોર્ટે સત્તાધીશોના આવા વલણ માટે અંગ્રેજીમાં એક અતિબૌધ્ધીક અને તર્કબધ્ધ પણ મર્મવચન વાપર્યુ છે,'Chilling effect'. સને ૧૮૦૦ની સાલની આસપાસમાં અમેરીકાના બંધારણમાં પ્રથમ સુધારો (The First Amendment) જે કરવામાં આવ્યો છે તે સત્તાધીશોની અભિવ્યક્તી અને અખબારી સ્વાતંત્રયનું ગળુ રૂંધવાની જે સહજ માનસીક વૃત્તીઓ છે તેને એટલે ,'Chilling effect' ને ગેરકાયદેસર જાહેર કરી મંજુર કરવામાં આવ્યો હતો.( Chilling effect is the concept of deterring free speech and association rights protected by the First Amendment as a result of government laws or actions that appear to target expression.)
સદર મર્મવચન વાપરીને પેલા બે મંત્રાલયોના સત્તાધીશોને અને આખરે મોદી સરકારને ન્યાયીક આદેશ કર્યો છે કે તમે રાજ્યસત્તાનું સંચાલન બંધારણીય મુલ્યોના સંરક્ષણ અને વિકાસ માટે કરો, નિયંત્રણ કે વિનાશ માટે નહી.
સત્તાધીશોએ ન્યાયતંત્રની કરોડરજ્જુને કેવી કરી નાંખી છે તેનો પુરાવા માટે આ કેસની વિગતને ટુંકમાં જોઇએ.કેરાલા રાજ્યમાં 'મિડીયા વન' નામની એક મલયાલમ ન્યુઝ ચેનલ છે. તેનું પેલા મોદી સરકારના બે મંત્રાલયો અનુક્રમે માહિતી અને પ્રસારણ અને ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય સલામતીના મુદ્દે લાયસન્સ રીન્યુ કરવાની ના પાડી દીધી. કેમ ભાઇ?
કેરલા હાઇકોર્ટને દેશના ગૃહમંત્રાલયે પોતાના જવાબમાં એક 'સીલબંધ કવર' આપ્યું હતું. તે અંગે દલીલ કરવામાં આવી હતી કે કયા રાષ્ટ્રીય સુરક્ષાના કારણસર સરકારે સદર ન્યુઝ ચેનલનું લાયસન્સ રીન્યુ કરેલ નથી તે આ સીલબંધ કવરમાં જણાવ્યું છે. નામદાર હાઇકોર્ટે સીલબંધ કવરમાં શું લખ્યું છે તેની હકીકત પેલી ચેનલના માલિકને જણાવવાની જરૂરત પણ ન લાગી. અને સરકાર કાંઇ ખોટી હોય? ' તુલસીદાસ કહે છે ને કે " સમરથ કો દોષ ન ગોંસાઇ".
આની સામે ' મીડીયા વન' ના વકીલ શ્રી દુષ્યંતભાઇ દવેએ સર્વોચ્ચ અદાલતને જણાવવું પડયું કે આ તો ન્યાયતંત્રની એબીસીડી જેવા સિધ્ધાંત ' કુદરતી ન્યાય'(" Negated the principles of natural justice". )
ની વિરૂધ્ધ છે. ન્યાયતંત્ર ખુલ્લા દરવાજે અને બંને પક્ષકારો વચ્ચે સત્ય, પ્રમાણીકતા અને સમાનતા સિધ્ધાંતથી જ કામ કરે છે. બંધબારણે ને બંધ કવર આધારીત કામ કરવાનું કાર્ય તો ન્યાયની દેવીને ગુંગળાવનારુ જ હોય! (This procedure is violated the principle of an open court and of fairness to parties,")
દીલ્હીના સત્તાધીશોના મનમાં એ ખુંચતું હતું ' કાંટો ચુભતો હતો' કે સદર મિડીયા ચેનલના સમાચારો અને ટીપ્પણીઓ ' સરકાર વિરૂધ્ધની હતી''Anti-establishment' હતી. સરકારની તરફેણની ન હતી. Pro- establishment ન હતી.જાણે કે અખબારી સ્વાતંત્રય અને મિડીયાનું કાર્ય સત્તાના નિર્ણયો અને નીતીઓની ભક્તિ કરવાનું હોય! સરકારી મંત્રાલયોને તો જાણે પેલા બધા પાયાના અધિકારોને લકવાગ્રસ્ત બનાવવા હતા.મોદી સત્તાધીશોના રાજ્યમાં આ બધા અધિકારો મુર્છીત નહી તો કઇ અવસ્થામાં છે?
વધુમાં સર્વોચ્ચ અદાલતે સિલબંધ કવરવાળી પધ્ધતી જાહેર હિત વિરૂધ્ધની છે માટે ગેરકાયદેસર છે એવું પણ જાહેર કરી દીધું છે.રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું કાઢીને સત્તાધીશો દેશના નાગરીકોને કાયદા મુજબ પ્રાપ્ય મુળભુત અધિકારોના ઉપયોગ કરતા અટકાવી શકે નહી. કારણકે દેશમાં હજુ કાયદાનું શાસન( The rule of law). છે કોઇ આપખુદ નેતા કે સર્વસત્તાધીશ રાજ્યવ્યવસ્થાનું( NOT The rule of the man) નહી!
અખબારી જગતનું કામ, ફરજ, પવિત્ર ધંધો લોકો સમક્ષ સત્ય અને નિર્ભેળ સત્ય જણાવવાનું છે. સવારથી સાંજ સુધી એકજ જાતનું સરકારી વાજીંત્ર વગાડવાનું કામ નથી.
સદર ન્યુઝ ચેનલનું લાયસન્સ કેમ રીન્યુ કર્યુ નથી? દેશના ગૃહમંત્રાલયનો સર્વોચ્ચ અદાલતને જવાબ છે તે ચેનલને' જમાતે–ઇસ્લામી– હિંદ સંસ્થા સાથે લિંક છે. તો તમે જમાતે–ઇસ્લામી–હિંદ સંસ્થા પર પ્રતિબંધ મુક્યો છે? ના. તો પછી જે સંસ્થા સરકારને કાયદેસરની લાગે છે તેની સાથે લીંક ધરાવતી સંસ્થાને તમે કેમ લાયસન્સ રીન્યુ કરી આપતા નથી? કારણકે તે ચેનલ કેરાલા રાજ્યમાં અમારી મરજી મજુબનું વાજુ વગાડતી નથી!.વધુમાં સર્વોચ્ચ અદાલતે સરકારને પ્રશ્ન પુછયો કે સદર ચેનલના માલીકોને કોઇ સંબંધ જમાતે– ઇસ્લામી–હિંદ સાથે છે તેવા કોઇ પુરાવા– સાબિતી તમારી પાસે કે તમારી તપાસ એજન્સી પાસે છે? જવાબ ના. છેલ્લા લગભગ અઢીવરસથી આ મલયાલમ ચેનલનું લાયસન્સ રીન્યુ કરેલ નથી. ચાર અઠવાડીયામાં ચાલુ કરવાનો હુકમ મા. સર્વોચ્ચ અદાલતે કર્યો છે.
Congratulation for the Landmark judgement to the honourable Chief Justice Of India & his bench.
--