હિંદુ ધર્મના ઇશ્વરી એજંટો( Agents of God) દેશના નાગરિકો અને રાજ્યને સલાહ આપે છે– " અમારો પરોપજીવીઓ પર આધારીત ધંધો બંધ ન કરાવશો!"
તાજેતરમાં અમદાવાદ મુકામે એલીસબ્રીજ પુલ પાસે આવેલ' શીવાનંદ આશ્રમ' માં દેશમાંથીઆવેલા ૬૫ મઠાપતીઓની હાજરીમાં આઠમી આચાર્ય સભા સંપન્ન થઇ. સદર સભામાં આર એસ એસના વડા મોહનભાગવત અને મોદી સરકારના ગૃહમંત્રી અમીત શાહ ઉપસ્થીત રહ્યા હતા. નીચ મુજબના ઠરાવો આચાર્ય સભામાં પસાર કરવામાં આવ્યા હતા.
(1) આચાર્ય સભામાં ઠરાવ્યું હતું કે સરકારે મંદિરોના વહીવટમાં પોતાના પ્રતિનિધિઓ નીમવાનું બંધ કરવું જોઇએ.
(2) હીંદુધર્મીઓ( ચારેય વર્ણની પ્રજાએ)એ અંગત,કૌટુંબીક અને સામાજીક જીવન માટે કેવો નૈતીક વ્યવહાર કરવો તેના નીતી નીયમો નક્કી કરવા અને અમલ કરવા ખાસ માળખાગત પરિવર્તન કરવાનું દબાણ કર્યું છે.
(3) સોશીઅલ મીડીયા એટલે કે મોબાઇલ, ફેસબુક,વોટસઅપ ને ટીવી મિડીયા દ્રારા સનાતન હિંદુ ધર્મ પર સતત વૈચારીક હુમલા કરવામાં આવે છે. તેના પર સરકાર તરફથી હિંદુ નૈતીકતાને આધારે નિયમન થવું જોઇએ.તેને કારણે સ્રીઓની સલામતી ઘરની અંદર અને બહાર જોખમમાં મુકાઇ છે.પરંતુ આજીવન કેદ ભોગવતા કહેવાતા આધ્યાત્મિક ગુરૂઓ આશારામ, તેના દિકરા નારાયણ સાંઇ અને હરીયાણાના રામ–રહીમ અને હિંદુ સંપ્રદાયોમાં કુમળા બાળકોપર યૌનશોષણના કાયદાવિરૂધ્ધના બનાવો અંગે આચાર્ય સભાનું કેમ ગુનાહિત મૌન હતું તે ખબર પડી ન હતી.
(4) આચાર્ય સભાએ વધુમાં ઠરાવ્યું છે કે હિંદુ મંદિરોમાં એકત્ર થયેલ નાણાં–સંપત્તિનો ઉપયોગ હિંદુ હિતાર્થે ઉપયોગમાં થવો જોઇએ. પુરાણા મંદિરોમાંથી( દા:ત પધ્મનાભનું મંદિર) મળેલ અઢળક સંપત્તીનો કબજો રાજ્ય સરકારોએ લઇ લીધો છે. અને આ બધી સરકારો તે વિશાળ નાણાંનો મોટે ભાગે દુરઉપયોગ કરે છે. સદર સભા વધુમાં ઠરાવે છે તમામ સરકારો આ મંદિરોના વહીવટમાંથી કાયમ માટે નીકળી જાય. હિંદુ સમાજના શ્રૈષ્ઠીઓને યોગ્ય લાગે તે પ્રમાણે સદીઓથી વહીવટ કરતા આવ્યા છે તે પ્રમાણે તે અઢળક સંપત્તિનું સંચાલન કરવા દેવું જોઇએ!.
(5) આચાર્ય સભાએ એક આશ્ચર્યજનક માંગણી કરી છે. " દેશમાં સમાન નાગરિકધારો તાત્કાલીક અમલમાં આવવો જોઇએ.(Pushing the government to expedite the Uniform Civil Code). કારણકે જુદા જુદા ધર્મોના અંગત કાયદાઓ( પર્સનલ લોઝ) ગેરબંધારણીય અને સ્રી– સમાનતા વિરોધી છે.
(6) સદર સભા મુજબ હિંદુ ઘરોમાં બાળકો સતત ટીવીના પડદા પર જે બધું જોયા કરે છે તે લાંબેગાળે હિંદુ સંસ્કૃતીના અસ્તીત્વ માટે ભયંકર જોખમકારક છે. મા– બાપને તે અંગે સભાન કરવાની જરૂર છે. વડીલો તો કુટુંબમાં બાળકોના નૈતીક પોલીસ છે. હિંદુ સંસ્કૃતીની રક્ષાના પાઠ તો વડીલોએ નવી ઉગતી પેઢીને શીખવાડવા જ જોઇએ એ ને!
(7) હિંદુ ધર્મ આચાર્ય સભાની રચના વિશ્વભરના જુદા જુદા દેશોના સ્થાયી થઇ ગયેલ નિવાસી હિંદુઓને હિંદુ સંસ્કૃતિના મુલ્યો ઉજાગર કરાવવા માટે સને ૨૦૦૨માં કરવામાં આવી હતી. સૌ. ઇ.એક્ષ. તા.૪–૪–૨૩.ના ન્યુઝનો ભાવાનુવાદ.