Friday, June 27, 2025

૨૫મી જુન સને ૧૯૭૫– ભારતના લોકશાહી ઇતિહાસનો કાળો દિવસ–ભાગ–૨.


૨૫મી જુન સને ૧૯૭૫– ભારતના લોકશાહી ઇતિહાસનો કાળો દિવસ–ભાગ–૨.

ગઇકાલે મેં ગુજરાતમાં 'રેડીકલ હ્યુમેનીસ્ટ' ગ્રુપ તરફથી પોતાના સંગઠનની તાકાત ભલે મર્યાદિત હતી, પણ વૈચારીક તાકાતને કારણે જે કટોકટીનો વિરોધ કરેલો તેની માહિતી રજુ કરી હતી. આજે દેશવ્યાપી કટોકટીના જે પરિણામો આવ્યા તેની વિગતે આંકડાકીય માહિતી સાથે બને તેટલા ટુકાણમાં ક્રમશ લેખોમાં રજુ કરીશ.

(૧)૧૨મી જુન ૧૯૭૫ને દિવસે અલ્હાબાદ હાઇકોર્ટના  ન્યાયવિદ જસ્ટીસ જગમોહનસિંહાએ ચુકાદો આપ્યો કે શ્રીમતી ઇંદિરા ગાંધીએ પોતાની લોકસભાની ચુંટણીમાં ગેરરીતીઓ કરી છે. પોતાની કોર્ટ સમક્ષ જુબાનીમાં ૪૮ વાર જુઠઠુ બોલ્યા છે. માટે તેમની ચુંટણી રદબાતલ કરવામાં આવે છે. જસ્ટીસ સિંહા પોતાની વિરુધ્ધ ચુકાદો આપવાના છે તે શ્રીમતી ગાંધી સમજી ગયા હતા. સત્તાભુખ્યા રાજકારણીઓની માફક તેમણે વાયા વાયા અલ્હાબાદ હાઇકોર્ટના તે સમયના ચિફ જસ્ટીસએ સિંહાને સંદેશો આપ્યો હતો કે ચુકાદો બદલશો તો તમને દેશની સર્વોચ્ચ અદાલતમાં જસ્ટીસ બનવાની તક મળશે. જસ્ટીસ સિંહાના અવસાન પછી સદર હકીકત બીજે જ દિવસે ઇન્ડીયન એકસપ્રેસે આ સત્ય પ્રકાશિત કરી હતી.

(૨)૨૫મી જુને કટોકટી જાહેર કર્યા પછી જે ટોચના વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પુરી દિધા હતા. તેમાં મહારાષ્ટ્રના પુને શહેરની યરવડા જેલની એકજ બેરેકમાં કર્ણાટકના દેવગોડા, મહારાષ્ટ્રના મધુ દંડવતે, લાલકૃષ્ણ અડવાણી અને અટલબિહારી બાજપાઇને પુર્યા હતા. તેમાં વિનાયક દામોદર સાવરકરે ગોરીસરકાર પાસેથી જેલ મુક્તિ મળે તેવી જ પધ્ધતિ અજમાવીને બાજપાઇજી કટોકટીના ૧૯માસ દિલ્હીમાં પોતાને ઘરે રહ્યા હતા.

(૩) તે સમયના આર એસ એસના વડા બાબાસાહેબ દેવરસ પણ મીસાહેઠળ જેલમાં હતા. તેમણે શ્રીમતી ગાંધીને " મા દુર્ગા "નો અવતાર જાહેર કર્યા હતા. કટોકટીની સાથેજ આર આર એસ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ મુક્યો હતો.આર આરએસ એવો દાવો કરે છે કે કટોકટી સામે અમારા કાર્યકરોએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને અપરંપારનું નુકસાન વેઠયું હતું. બાલાસાહેબ ઠાકરેની શીવસેનાએ પણ કટોકટીને ટેકો આપ્યો હતો.

જેલવાસ દરમિયાન, દેવરાસે ઇન્દિરા ગાંધીને એક નહીં પણ અનેક પત્રો લખ્યા હતા, જેમાં RSS કાર્યકરોની મુક્તિ અને સંગઠન પરના પ્રતિબંધો દૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી..... RSSનો દાવો છે કે તેણે ઇન્દિરા ગાંધી દ્વારા જાહેર કરાયેલી કટોકટીનો વીરતાપૂર્વક વિરોધ કર્યો હતો અને આ પ્રતિકાર માટે ભારે પીડા સહન કરી હતી. પરંતુ એવા ડઝનબંધ સમકાલીન કથાઓ છે જે RSSના આ દાવાને વિવાદિત અને નકારી કાઢે છે......

"તત્કાલીન RSS વડા બાળાસાહેબ દેવરાસે ઇન્દિરા ગાંધીને પત્ર લખીને સંજય ગાંધીના કુખ્યાત 20-મુદ્દાના કાર્યક્રમને અમલમાં મૂકવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. આ RSSનું વાસ્તવિક પાત્ર છે... તમે કાર્યની રેખા, એક પેટર્ન સમજી શકો છો. કટોકટી દરમિયાન પણ, RSS અને જન સંઘમાંથી ઘણા જે જેલમાંથી બહાર આવ્યા હતા, તેમણે માફીનામા (માફી) માંગી હતી. તેઓ માફી માંગનારા પહેલા હતા. પરંતુ RSS એ કટોકટી સામે લડ્યું ન હતું. તો ભાજપ શા માટે તે સ્મૃતિને છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે?" (સૌજન્ય: ટી.વી. રાજેશ્વર, ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ બ્યુરો [IB] ચીફ અને કટોકટી લાદવામાં આવી ત્યારે IB ના ડેપ્યુટી ચીફ)બીજા સીનીયર પત્રકાર પ્રભાષ જોશીનો નિષ્કર્ષ હતો: "તેઓ લડાયક દળ નથી અને તેઓ ક્યારેય લડવા માટે ઉત્સુક નથી. તેઓ મૂળભૂત રીતે સમાધાનકારી જૂથ છે. તેઓ ક્યારેય ખરેખર સરકારની વિરુદ્ધ નથી..." પ્રભાષ જોશી દ્વારા ઉપરોક્ત વાર્તા કટોકટીની 25મી વર્ષગાંઠ પર અંગ્રેજી સાપ્તાહિક તહલકામાં પ્રકાશિત "એન્ડ નોટ ઇવન અ ડોગ બાર્ક્ડ" લેખમાં પ્રકાશિત થઈ હતી.

During his imprisonment, Deoras wrote not one but many letters to Indira Gandhi, requesting the release of RSS workers and the removal of restrictions on the organization..... RSS claims that it opposed Emergency promulgated by Indira Gandhi heroically and suffered immensely for this resistance. But there are dozens of contemporary narratives which dispute and decry this claim of the RSS......

"Balasaheb Deoras, then RSS chief, wrote a letter to Indira Gandhi pledging to help implement the notorious 20-point programme of Sanjay Gandhi. This is the real character of the RSS. . . . You can decipher a line of action, a pattern. Even during the Emergency, many among the RSS and Jana Sangh who came out of the jails, gave mafinamas (apologies). They were the first to apologise. But the RSS did not fight the Emergency. So why is the BJP trying to appropriate that memory?" ( By Courtesy. T.V. Rajeswar, former Intelligence Bureau [IB] chief who was the deputy chief of IB when Emergency was imposed) Prabhash Joshi's conclusion was: "They are not a fighting force and they are never keen to fight. They are basically a compromising lot. They are never genuinely against the government . . ." The above narrative by Prabhash Joshi appeared in the article, "And Not Even a Dog Barked" published in the English weekly Tehelka on the 25th anniversary of the Emergency.

 

 


--

Thursday, June 26, 2025

સને ૧૯૭૫ની કટોકટી, અમે રેડીકલ હ્યુમેનિસ્ટ (એમ.એન. રોય વાદીઓ) તરીકે લડ્યા હતા.

 સને ૧૯૭૫ની કટોકટી, અમે રેડીકલ હ્યુમેનિસ્ટ (એમ.એન. રોય વાદીઓ) તરીકે લડ્યા હતા.

(૧)માનવવાદી વિચારસરણી માનવકેન્દ્રીત પણ ધર્મનિરપેક્ષ–સેક્યુલર વિચારસરણી છે. તેનું ચાલકબળ સ્વતંત્રતા છે.૧૯૭૧થી અમને ઇંદિરાશાસન પધ્ધતીના લોકમનોરંજક સુત્રો "ગરીબી હટાવો,બેંકોનું રાષ્ટ્ટ્રીયકરણ, રાજાઓના સાલીયાણા નાબુદ કરો, ઇંડીયા ઇઝ ઇંદીરા એન્ડ ઇંદીરા ઇઝ ઇંડીયા' દેશ એટલે ઇંદીરા અને ઇંદીરા એટલે દેશ,( જેને ગમે તો ઇંદીરાની જગ્યાએ નમો શબ્દ બિનદાસ વાપરી શકે છે.)" વિ. પરથી ' દેશમાં એકહથ્થુ રાજકીયસત્તાના કાળા ડિબાંગ વાદળોની પાછળ લોકશાહીના તમામ બંધારણીય મુલ્યો' ઢંકાઇ જવાના છે.' તેવું તાર્કીકસત્ય ( Rational Truth) દેખાતું હતું. બીજુ જ્યાંસુધી ભારતીય સમાજ આધુનિક, ધર્મનીરપેક્ષ અને માનવકેન્દ્રીત સુખાકારી માટે પરિપક્વ ન થાય ત્યાં સુધી દેશનું સંસદીય લોકશાહી માળખું અને તેની કરોડરજ્જુ જેવું બંધારણ પણ ટકી રહેવું જોઇએ.રોયવાદીઓ તરીકે અમે તે સમયે અને આજે પણ સ્પષ્ટ છીએ કે દેશમાં અને વૈશ્વીકકક્ષાએ પક્ષીય રાજકારણ એ ફક્ત સત્તાલક્ષી ભ્રષ્ટાચારી રાજકારણની રમત બની ગઇ છે. એટલે અમારો સંઘર્ષ માનવકેન્દ્રીત સશક્તિકરણનો છે.

(૨) ઉપરના સંદર્ભમાં ઇન્ડીયન રેડીકલ હ્યુમેનિસ્ટ એસો.ના પ્રમુખ વી.એમ.તારકુંડેએ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર ન્યુદિલ્હી મુકામે સને ૧૯૭૪માં જયપ્રકાશજીની આગેવાની હેઠળ રાષ્ટ્રવ્યાપી સંસ્થા ' જનતંત્ર સમાજ'( Citizen for Democracy-CFD)ની સ્થાપના કરી.તે મીટીંગમાં હું ગુજરાતના રોયવાદી સાથીદારો, ચંદ્રકાંત દરૂ વિ. સાથે મેં પણ ભાગ લીધો હતો. જયપ્રકાશજીને બિહાર અને ગુજરાતના નવનિર્માણની ચળવળના સાથી મનીષી જાની અને અન્ય સાથીઓના વિધ્યાર્થી આંદોલને સંગઠિત લોકશક્તિ દ્રારા સત્તા પરિવર્તન તે પણ અહિંસક, કાયદો અને વ્યવસ્થામાં પુરો વિશ્વાસ રાખીને બંધારણીય મુલ્યોની મદદ લઇને  કરી શકાય છે તેવી વ્યાજબી આશા દેખાઇ.

(૩) બરાબર આજ દિવસે પચાસ વર્ષ પહેલાં ૨૫મી જુન ૧૯૭૫ના દિવસે તે સમયના વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી દેશમાં દાખલ કરી. ૧૨મી જુન ૧૯૭૫ના અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાએ શ્રીમતી ગાંધીને પોતાની લોકસભાની સભ્ય તરીકે ચુંટણીમાં ગેરરીતીઓ માટે, તે ચુંટણીને ગેરકાયદેસર સાબિત કરી. ચુકાદા મુજબ રાજીનામું આપવાને બદલે કટોકટી દાખલ કરીને પોતાની વડાપ્રધાન તરીકે સત્તા ચાલુ રાખી. એકમાત્ર સત્તાબચાવના હેતુ માટે જયપ્રકાશજીના એક વાક્ય ' પોલીસ અને લશ્કરને કટોકટીમાં લોકશાહી રીતરસમો સિવાયના હુકમો નહી માનવા' ના વાક્યને તોડમરોડ કરીને, સરકાર સામે લશ્કરને બળવો કરવાના આદેશ છે તેવો દુશપ્રચાર કરીને રાતોરાત દેશમાં મીસા હેઠળ આશરે દોઢ લાખ વિરોધપક્ષના નેતાઓ સહિત અન્યને જેલમાં પુરી દિધા.

(૪) દેશમાં તે સમયે ગુજરાત અને તામિલનાડુમાં બિનકોગ્રેસી સરકારો હતી. ગુજરાતમાં તે સમયે જનતા પક્ષના મુખ્યમંત્રી બાબુભાઇ જે.પટેલની સરકાર હતી. સમગ્ર દેશમાં ગુજરાતએ લોકશાહીનો ટાપુ બની ગયો. ઇંદિરાજીની કટોકટી વિરુધ્ધ લોકમત તૈયાર કરવાનું એક દેશવ્યાપી ગુજરાત રાજ્ય બની ગયું.

(૫)  સને ૧૯૭૫ની કટોકટી દરમ્યાન ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાના બે અધિવેશનનું આયોજન ચંદ્ર્કાંત દરૂની આગેવાની નીચે કરવામાં આવ્યું.એક  " ઓલ ઇંડીયા સીવીલ લિબર્ટીઝ કોન્ફરન્સ" જેમાં જસ્ટીસ એમ.સી ચાગલાના પ્રમુખ પણા નીચે આયોજીત થયું હતું. તેમાં મુખ્ય ભાગ લેનારોમાં નિવૃત્ત ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા જે. સી. શાહ,, જસ્ટીસ વી. એમ તારકુંડે, યંગટર્ક મોહન ધારીયા (સંસદ સભ્ય), સોલી સોરાબજી વિ. બીજુ અધિવેશન "બંધારણ બચાવ' પર આયોજીત કરવામાં આવ્યું હતું.બંને અધિવેશનોમાં દેશના સર્વોચ્ચ ન્યાયવિદોએ પોતાના વિચારો રજુ કર્યા હતા. કોઇએ સશસ્ર ક્રાંતિ દ્રારા બળવો કરવાની હિમાયત કરી નહતી.

(૬)  આવા અધિવેશનનો અહેવાલ ભુમિપુત્રમાં, તંત્રી ચુનીભાઇ વૈધ્યએ પ્રકાશિત કર્યો. તેના પર સેન્સરશીપના કાયદાના ઉલ્લંઘન માટે પ્રેસ જપ્ત કરી અને કેસ કર્યો. દરુ સાહેબે ભુમિપુત્રના વકીલ તરીકે ગુજરાત હાઇકોર્ટમાં સેન્સરશીપ સામે રજુઆત કરીને સેન્સરશીપ ગેરકાયદેસર છે તેવું સાબિત કર્યું. દેશની મોદી સરકારની માફક જે ન્યાયાધીશ સરકાર વિરુધ્ધ ચુકાદો આપે એટલી તેની સરકારી સજા ઓછામાં ઓછી બદલી કરી દેવી. તે મજુબ ઇંદીરાઇ તાનાશાહીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદો આપનાર ન્યાયાધીશ સાકંળચંદ શેઠસાહેબ અને પી.ડી. દેસાઇ સાહેબની બદલી એકને આસામ અને બીજાને દક્ષીણના રાજ્યમાં કરી દીધી.

(૭) જયપ્રકાશજીએ કટોકટી દરમ્યાન "ન્યુઝ લેટર બુલેટીન" એક સેન્સર કર્યા સિવાયના દેશ વ્યાપી સમાચારો એકત્ર કરીને દરુસાહેબ પાસે મોકલવા અને તેમણે પ્રકાશિત કરવાના હતા. તે સમાચાર ગુજરાતના પોલિસ વડાને મળતાં તેમની ધરપકડ માટે પોલીસ તંત્ર તેમને ઘેર આવી ગયું. હવે સીધો દરુ સાહેબ સાથેનો પોલીસ વાર્તાલપ. સદર વાર્તાલાપ બરોડા સેન્ટ્રલ જેલમાં તે સમયના બાબુભાઇ જ.પટેલની સરકારના શિક્ષણમંત્રી નવલભાઇ શાહ સાથે થયો હતો.

(૮) પોલીસ અધિકારી–  તમે આ બધું કરતા હતા ત્યારે તમને પકડવામાં આવશે, એવો ભય ન હતો?

ચંદ્રકાન્ત દરુ– હું જે કાંઇ કરતો હતો તે એટલું બંધારણીય હતું અને કાયદેસરનું હતું તેથી મને પકડશે તેવો ભય નહતો.પણ દેશમાં જે પરિસ્થિતિ થઇ હતી, તેમાં મને પકડી લે તો જેલમાં જવાની પણ મારી તૈયારી હતી.

ન.શાહ. જે દિવસે તમને પકડવા આવ્યા ત્યારે તમારા મનની સ્થિતિ કેવી હતી.

દરુ– પોલીસ અધિકારીએ મને કહ્યું કે અમારે તમારા ઘરની જડતી લેવી પડશે. મેં કહ્યું કે તમને તે કામ કરતાં બે ત્રણ કલાક લાગશે. કેમ! પોલીસ તંત્ર જડતી લતું હતું હું મારા એરકન્ડીસન્સ ઓરડામાં જઇને સુઇ ગયો.

ન.શાહ. તમને ઉંઘ આવી?

દરુ– હા....એ જ માર્ગ હતો. જેલમાં જવાનું જ હતું. પછી નકામી ચિંતા શું કામ કરવાની? અગીયાર વાગે પોલીસ ઉઠાડીને મને પોલીસ કમીશ્નરની ઓફીસે લઇ ગયા. એકાદ કલાક તપાસ ચાલી.

પોલીસ– તમે જયપ્રકાશ દ્રારા બહાર પડનાર પત્રિકા પ્રકાશિત કરી બહાર પાડવાના એ વાત સાચી છે. સેન્સર કર્યા સિવાય પત્રીકા બહાર પાડવી તે ગુનો નથી?

દરુ– હા, હું કાયદાની મર્યાદામાં રહીને જ બધી કાર્યવાહી કરું છું.સેન્સરશીપ વિરુધ્ધ ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો આવી ગયો છે. પછી મને એક મોટી પોલીસવાનમાં  બેસાડીને જામનગર લઇ ગયા. પાછલાભાગમાં મારી સુવાની સગવડ હતી, હું સુઇ ગયો…… મને થોડીવાર જેલની ઓફીસમાં બેસાડવામાં આવ્યો, તમારા માટે રુમ તૈયાર થાય છે. મને એમ કે હોટેલ જેવી સગવડ હશે. જુદો ઓરડો હશે. એક મોટા ઓરડામાં ખાટલો હતો અને એક જુનુ ટેબલ હતું. મેં પુછયું બાથરુમ? બહાર એક કુંડી બતાવી...... આ કુંડીમાંથી પાણી લઇને નહાવાનું છે? હું ચોકી ઉઠયો... ખુલ્લામાં... અને આવા પાણીથી નાહવાનું છે! સવારે એક પતરાના ડબ્બામાં ગરમ પાણી આવ્યું, એ ડબ્બાને ઉપાડવા માટે વચ્ચે લાકડાનો હાથો, તેમાંથી પાણી કાઢવા માટે વાંકો ચુકો ચંબુ આપવામાં આવ્યો... મારે માટે જેલના ચંબુમાં ચાહ આવી.ચંબુની દશા જોતાં જ ચાહ ન પી શક્યો.... બીજે દિવસે જેલનું ખાવાનું આવ્યું. મને ભુખ લાગી હતી. રોટલી ખાવા પ્રયત્ન કર્યો પણ તુટી જ નહી.....જામનગર શહેરના વકીલોને ખબર પડી. પણ વકીલોને મળવાની પરવાનગી ન મળી. પણ ચીઠ્ઠઠી મળીકે કોઇ વસ્તુ જોઇતી હોય તો વિના સંકોચે મંગાવજો.... .મારુ બીપી ઘટી ગયુ. ૧૧૦ નીચે ૬૦ થઇ ગયું... તરત જ હોસ્પીટલમાં દાખલ કર્યો. તપાસનાર ડૉકટર કે સાહેબ! મને ના ઓળખ્યો. તમે મારો કેસ  લડયા હતા અને જીત્યા હતા. તેને કારણે હું આજે ડૉકટર છું. તમને હું નિયમિત ચેક અપ કરીશ. ચિંતા ન કરતા. દરુ બોલ્યા! મારા જેવા બુધ્ધીજીવી માટે જેલની એકલતા એટલે ધીમું મૃત્યુ.

વડોદરા જેલનો એક પ્રસંગ... સાથી હસમુખ પટેલ અને મંદાબેનની કલમે...  આ સર્વોદય બેલડી જેલમાં પણ સાથે હતી. વડોદરાની જેલમાં મીસાવાસ્યમના સાથીદાર પ્રકાશ ન. શાહ પણ દરુના સાથી હતા. દરુથી સહજરીતે પુછાઇ ગયું હે પ્રકાશ! જેલમાં એસી ન હોય! હું તો યાર! ઘરમાં ૨૪ કલાક એસી અને બંધ પડે તો કાયમ માટે કામા હોટેલમાં એક એસીવાળો રુમ માટે રિઝર્વ કરેલો. પ્રકાશભાઇ પોતાની પ્રકાશમય લખાણને બદલે લેહકામાં કહી દીધુ દરુ સાહેબ અહીં જેલમાં લીમડાના પવનમાંથી એસી કરતાં વધુ ઠંડક આવશે. દરુ સાહેબની તહેનાતમાં એક વીસ વર્ષનો મનીયા નામનો નિરક્ષર ટપોરી મુકવામાં આવેલો. એકવાર દરુસાહેબને મનીયો કહે સાહેબ જેલની બહાર એક મંજી નામની મારી પ્રેમિકા છે. તેને મારે પ્રેમપત્ર લખવો છે.મેં મંજીને પત્ર મોકલવાની વ્યવસ્થા કરી છે. તમે મને હું બોલું તે પ્રમાણે મંજીને પ્રેમપત્ર લખી આપશો ને! મનીયો બોલતો ગયો અને દરુસાહેબે પારકર પેનથી મનીયાની મંજીને પત્ર લખ્યો.

અમારાચુનીકાકા વૈધ્ય– બંનેની ધરપકડ અને છુટટી પણ એક સાથે. વિનોબાજીએ એકવાર કહેલું કે રાષ્ટ્રપતિ કરતાં સ્થિતપ્રજ્ઞ થવું વધારે મુશ્કેલ છે. દરુ સેન્સરશીપના કેસના સંદર્ભમાં દેશવ્યાપી થઇ ગયા. પણ માનવ સ્વાતંત્રય માટેનો એમનો આગ્રહ, તે મુલ્યમાટે ખપી જવાની એમની તત્પરતા એમને રાષ્ટ્રના સીમાડાઓથી ક્યાંય ઉપર ઉઠાવે છે. ભુમિપુત્રનો કેસ લડતાં ફી ની વાત કરવાની હિંમત જ ના થઇ.. હસતાં હસતાં મારા ખભાપર હાથ મુકીને કહે કે રખે માનતા કે હું તમારા માટે કેસ લડું છું. હું તો મારી સ્વતંત્રતાના રક્ષણ માટે લડું છું.

દરુ સાહેબના બાળપણના મિત્ર આચાર્ય અરુણ દિવેટીયા(છોટાઉદેરવાળા) લખે છે કે " શ્રી પ્રકાશ ન. શાહે 'વૈશ્વીક માનવવાદ'માસીકમાં શ્રી ચંદ્રકાંત દરુ ઉપર એક લેખ લખ્યો હતો.તેનો ઉલ્લેખ વૈશ્વીક માનવવાદમાસિક( જેનો હું બી.શ્રોફ ૩૦ વર્ષ સુધી તંત્રી હતો)અને શ્રી પ્રકાશ ન. શાહના સૌજન્યની અપેક્ષાએ કરું છું,શ્રી દરુએ જયપ્રકાશ નારાયણને એમની રુબરુમાં કહેલું, સ્વાધીનતા સામે કશાનો કડદો હું ન કરું. એ જ દરુની જીવન નીષ્ઠા હતી. 'ફ્રીડમ' સ્વાધીનતા એમનો મુદ્રાલેખ હતો. દરુ એમ. એન રોયની ફિલસુફીથી રંગાયેલા હતા. રોય માનતા હતા કે માનવીની પ્રગતિની પ્રેરણા પાછળનું બળ સ્વતંત્રતાની જાળવણી છે. સ્વતંત્રતા માટેજ માનવીએ પ્રકૃતિના બળો સામે જન્મગત લડત આદરી છે. વર્તમાન માનવ સંસ્કૃતીનો વિકાસ એટલે માનવીનો સ્વતંત્રતાનો સંઘર્ષ.

મહેમદાવાદમાં અમારા ગ્રુપે  બજારના મધ્યમાં આવેલ સરદાર ચોકમાં જયપ્રકાશનું તૈલી ચિત્ર બનાવી સાથે ચંદીગઢની જેલ બેકગ્રાઉન્ડમાં પેઇન્ટ કરીને ડિસપ્લે કર્યું હતું. મહેમદાવાદ શહેર અને તાલુકના કિસાન કાર્યકરોને કટોકટી શું છે અને માનવ સ્વાતંત્રય પર કઇ રીતે ખતરો ઉભો કરે છે એ સમજાવવા શ્રી દરુ સાહેબ, પ્રકાશ ન. શાહ,પી માવલંકર,કિર્તીદેવ દેસાઇ અને પ્રસન્નવદન પટવારી વિ .નિયમિત આવતા હતા.

––––––––––––––––સને ૧૯૭૫ ની કટોકટી લેખ ભાગ–૨ હવે પછી.––––––––––––––––––––      

 



--

Sunday, June 22, 2025

Leave herd & Be Brave- ટોળું છોડો અને બહાદુર બનો.

ટોળાને છોડી દો અને બહાદુર બની જાવ.

વ્યક્તિને હંમેશા પોતાના કબીલા, ટોળી, કે કોઇપણ પ્રકારના સામાજીક જુથના રીત–રિવાજો અને નીતિઓથી બચવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. જો તમે તેમાંથી મુક્ત થવા પ્રયાસ કરશો, તો તમે એકલતા અનુભવશો. ક્યારેક તમે ડરી જશો.ખરેખરતો,તમારી જાતના માલિક બનવાના પરાક્રમ માટે કોઈ કિંમત ખૂબ ઊંચી નથી. ભીડથી દૂર ચાલીને રહેવાનું તેનો અર્થ શું છે કે હું મારા માટે વિચારીશ, ભલે તે તમને બધું જ ચૂકવે? તમારી જાત પ્રત્યે સાચા રહેવાની બિનદાસ સ્વતંત્રતાના બદલામાં ટોળાની માલિકીની સલામતીનો અસ્વીકાર કરવો તેમાં કેટલો બધો અવર્ણીનીય આનંદ નિહિત છે.

એરીક ફ્રોમથી માંડીને તમામ મનોવૈજ્ઞાનીકોનો મત છે કે મોટાભાગના લોકોને  સ્વતંત્રતાનો ખ્યાલ જ ભયંકર ડરામણો( Fear of Freedom)લાગે છે.તેને બહુમતી ટોળાની સુરક્ષિત માનસીકતામાં ઓગળી જવામાં પોતાનું શ્રેય અનુભવાય છે. ટોળાના નેતાના આજ્ઞાપાલનમાં,તેની બિનશરતી વફાદારી અને ભક્તિમાં ટોળાના તમામ સભ્યોને 'ઇશ્વરી કવચ"નું સંરક્ષણ મળે છે તેવો સતત અહેસાસ થાય છે.ભલે ટોળાનો માલિક નખશીખ તે ટોળાનું જ સર્જન કેમ ન હોય ? ટોળાને જે આદેશ આપવામાં આવે છે તે પ્રમાણે વર્તન કરવામાં ટોળું પેલા નેતા પ્રત્યે વફાદારી પુજનીય ભાવ પ્રદર્શિત કરે છે.તેમને જે કહેવામાં આવે છે તે માને છે, જે પરિચિત છે તેનું પુનરાવર્તન કરે છે, શાંત આજ્ઞાપાલનનું જીવન જીવે છે, પછી તેઓ ખરેખર કોણ છે તે બનવાની ભયાનક જવાબદારી શું કરવા ઉપાડીને 'પેટ ચોળીને સૂળ ઉત્પન્ન કરે"! 

     ટુંકમાં જે વ્યક્તિ સામૂહિક નૈતિકતા, અંધશ્રદ્ધા અને આરામથી દૂર થવાની હિંમત કરે છે તે વિચાર, પ્રમાણિકતા અને એકાંતના ભારને સ્વીકારે છે.તે માટે હિંમત પ્રાપ્ત કરવી ખુબજ મહત્વપુર્ણ છે. તે સાથે સાથે માનવી તરીકે ટોળાથી મુક્તિ મેળવીને તે પણ ગૌરવ સાથે જીવવાનો આ એક માત્ર રસ્તો છે. આ રીતે તમે ટોળાને છોડી દો છો. આપણો સમાજ ટોળાની નૈતિકતા પર જ ઉભેલો છે.ટોળાના સમાજના મૂલ્યોની એક સિસ્ટમ જે વ્યક્તિને ઉન્નત કરવા માટે નહીં પરંતુ દરેકને સમાન રાખવા માટે રચાયેલ છે. ટોળામાં આજ્ઞાપાલન એ સદ્ગુણ છે, સંમતિ એ સલામતી છે, અને સુસંગતતા એ ભલાઈ છે. આ મૂલ્યો ક્યાંથી આવે છે? તે કુદરતી નથી. દૈવી કે ઇશ્વરી પણ નથી.ટોળાના સંચાલકોએ પોતાના હિત પ્રમાણે ટોળાને હાંકવા માટે બનાવેલા છે.

 ખરેખર હું અને તમે આ ટોળાના સભ્યોને ઓળખીએ છીએ ખરા?ટોળું હંમેશાં તમામ રીતે નબળી શક્તિ ધરાવનારા લોકોનું જ બનેલું હોય છે. ટોળાને આંતરિક શરણાગતી(Internal submission)અને બહારના સભ્યો સામે હુમલાખોરની માનસીકતા ઉભી કરવી(External aggressiveness) તે ટોળાનું સંગઠિત પણ મુળભુત લક્ષણ છે.

ટોળામાં પરંપરાગત નૈતિકતા, ખાસ કરીને ધાર્મિક નૈતિકતા પ્રેમથી નહીં પરંતુ ભય અને ઈર્ષ્યાથી જન્મે છે. જે ન્યાયીપણાના વેશમાં ખરેખર સમર્પણ, બલિદાન અને ત્યાગની નૈતિકતા હોય છે. ટોળાના હિત માટે શહીદ થવાની નૈતીક્તા હોય છે.તેથી જ્યારે કોઈ ટોળામાંથી વિદ્રોહ કરીને બહાર આવે છે અને સત્ય બોલે છે, ત્યારે ટોળું તેને ટોળાના વિશ્વાસઘાત માટે સજા કરે છે. ટોળું એક એવી માનસિકતાનું બનેલું જુથ છે જેને ભુલેચુકે તેના સભ્યોમાં ભિન્નતાનું સર્જન પેદા થાય તેનો સખત ભય અને તિરસ્કાર બંને છે.ટોળું એક જૂથ નથી.પણ એક સંગઠિત માનસિકતા છે. જેને પોતાનામાં પેદા થયેલા તફાવતનો ડર, શ્રેષ્ઠતાનો તિરસ્કાર એટલા માટે છે કે તેમાં તેનું વાસ્તવિક અસ્તિત્વ માટે જોખમ છે. ટોળાની નૈતિકતાનું સામ્રાજ્ય પોતાના સભ્યોને હંમેશાં "પિગ્મી" રાખવામાં રસ ધરાવે છે. તો વિકલ્પ શું છે?

 બળવા માટે બળવો કરનાર વ્યક્તિ નહીં,પણ કોઈ એવું જે પૂછે છે કે હું આ કેમ માનુ છું? આ મૂલ્યથી કોને ફાયદો થાય છે? જો મને જે શીખવવામાં આવ્યું છે તે બધું ખોટું હોય તો શું? આ પ્રશ્ન આરામદાયક નથી કે ટોળાના અસ્તિત્વ માટે સલામત પણ નથી.

હકીકતમાં,જર્મન તત્વજ્ઞાની નીત્શે તેને એક પ્રકારના મૃત્યુ તરીકે વર્ણવે છે. જૂના સ્વનું મૃત્યુ. વારસાગત માન્યતાઓનું પતન – આ તો ભયાનક અનુભૂતિ છે. એકવાર તમે ટોળાને છોડી દો છો, પછી નવજીવનમાં( ગાંધીજીવાળા નવજીવનમાં નહી) ત્યાં કોઈ નકશો નથી. તમને શું સાચું છે અને શું ખોટું છે તે કહેવા માટે કોઈ નથી. તમારી પોતાની સ્વતંત્રતાથી તમારું રક્ષણ કરવા માટે કોઈ નથી. પરંતુ તે જ જગ્યાએ જીવન શરૂ થાય છે.આવી મુક્ત ભાવના અગ્નિમાં જન્મે છે. તેઓ તેમના મૂલ્યો બનાવે છે. તેઓ નક્કી કરે છે કે શું મહત્વનું છે. તેઓ પોતાના જીવનના લેખક બને છે. અને આમ કરવાથી, તેઓ એવી શક્તિ જાગૃત કરે છે જે આપી શકાતી નથી કે છીનવી શકાતી નથી.તે ફક્ત મેળવી શકાય છે.

   આ હિંમત બીજાઓ સામે લડવાની હિંમત નહીં પણ પોતાની જાત સામે લડવાની હિંમત. આ એ ભાગ છે જે મોટાભાગના લોકો ટાળે છે.કારણકે તે ટોળાને છોડી દેવાની કાયમ માટેની ઉંડાણપુર્વકની એકલતા છે.સર્વસ્વ બાજુએથી હચમચાવીને કચડી નાખે તેવી એકલતા છે.ટોળાને બાય બાય કહીને કાયમ માટે બહાર નીકળનાર વ્યક્તિનો માર્ગ પીડા સાથે આવે છે.જે ટોળાના વર્ષોથી અનિવાર્ય બિનચુક ભાગ હતા હવે તેનાથી અલગ રીતે જીવવું તે જાણે તમારી ગેરસમજ તો નથી ને તેવી માનસિકતા ઘણીવાર કોરી ખાય છે. બોલવું એ ધિક્કારપાત્ર છે. અને તમારા પોતાના માર્ગ પર ચાલવાનો અર્થ ઘણીવાર એકલા ચાલવાનો થાય છે. પરંતુ આપણા બળવાખોર માટે એકાંત એ સજા નથી. તે એક ભેટ હતી. કારણ કે એકાંતમાં જ તમારી સમજણ શક્તિ(Conscience)મજબૂત બની શકે છે.મુક્ત કે સ્વતંત્ર થવાનો અર્થ શું છે? જૂના મૂલ્યોને નકારવા પૂરતું નથી. તમારે તમારા પોતાના નવા મૂલ્યો બનાવવા પડશે. પણ જે ધાર્મીક કે સામાજીક નૈતિકતા અનુસાર નહીં પણ વ્યક્તિગત સત્યને અનુસાર જીવન જીવવા માટે છે. આવા માણસનો જન્મ થતો નથી. તે દુઃખ, સંઘર્ષ, ગહન આત્મ જાગૃતિ દ્વારા પરિવર્તિત માનવ બને છે. તેને પસંદ કરવામાં કોઈ રસ નથી. તે ભય દ્વારા માર્ગદર્શન મેળવતો નથી. તે ફક્ત પોતાના માટે જવાબદાર છે. ટોળાના ત્યજનાર માટે આ હિંમતનું અંતિમ કાર્ય છે. ફક્ત ટોળું છોડવું જ નહીં, પરંતુ અસ્તિત્વની અંધાધૂંધીમાં એકલા ઊભા રહેવું અને ખુલ્લા હાથે તમારા જીવનનો અર્થ બનાવવો. જીવનને સમર્થન આપવું, પીડા, શંકા, અનિશ્ચિતતાને હા કહેવું, અને હજુ પણ તે પ્રાપ્ત કરેલા હેતુ સાથે જીવવાનું પસંદ કરવું. આવો નિર્ણય ટોળામાં રહેનાર પેલા નબળા લોકો માટે કદાપી નથી જ.

   ટોળાની જોહકમી શું છે તે સમજીને તેની સામે આમૂલ જવાબદારની હાકલ છે. રાહ જોવાનું બંધ કરો અને તમે જે છો તે બનવાનું શરૂ કરો. "તમે જે છો તે બનો.". કારણ કે તમે જે છો તે કોઇકની આપેલ દેન નથી. તે કંઈક કમાયેલું છે, એકાંતમાંથી કોતરેલું છે, શંકામાં બનાવેલું છે, ક્રિયા દ્વારા ઘડાયેલું છે. અને સત્ય એ છે કે મોટાભાગના લોકો ક્યારેય પ્રયાસ કરતા નથી. તેઓ ટોળા સાથે રહે છે. તેઓ તેને સુરક્ષિત રીતે રમે છે. તેઓ કોઈ બીજાનું જીવન જીવે છે, તેમનું શાસન બીજા દ્રારા થાય છે. તેને આપણે શાંતિ કહીએ છીએ. જે શાંતિ ખરેખર મૃત્યુ પછીની  કે કબરની શાંતિ હોય છે. પરંતુ જો તમે કિંમત ચૂકવવા તૈયાર છો, જો તમે સત્ય ખાતર આરામ ગુમાવવા તૈયાર છો. જો તમે એકલા રહેવા તૈયાર છો તો તમને કંઈક એવું મળશે જે કોઈ ટોળું તમને આપી શકશે નહીં. સ્વતંત્રતા એટલે જવાબદારીમાંથી મુક્તિ નહીં, પરંતુ સ્વૈચ્છીક જવાબદારી સ્વીકારીને તેના દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત કરવી. તમારા મનને તમારા પોતાનો માલિક બનાવવાનો છે. તમારા સ્વનું ટોળા પાસે મુકેલ માલિકીપણાનું હસ્તાંતર કરવાનું છે. ટોળું પોતે માલિક હોવાથી તે પોતાની માલ –મિલકતને મફત કેવી રીતે કિંમત ચુકવ્યા વિના છુટો કરે? ટોળાની નૈતિકતા ટોળાની વસ્તી વધારવાની હોય છે. ઘટાડવાની કે ઓછી કરવાની કદાપી નહી.

    જે દિવસે માનવી ટોળામાંથી મુક્ત બને છે તે દિવસથી તેનામાં જીજીવીષા ટકાવવાનો જ નહી,પણ તેની સંભવિત શક્તીઓનો વિકાસ કરવાની ઉત્તેજક શક્તીઓનો ધોધ વહેવા માંડે છે.કારણકે તેને પેલા ટોળાના ધસમસતા પ્રવાહ સામે તરવાનું છે. ટોળા સામે બળવો કરીને ભુલેચુકે તેણે બીજું ટોળું શોધી કાઢીને તેમાં પોતાના સ્વનું આત્મસમર્પણ કે બલિદાન આપવાનું નથી. સાથે સાથે તેણે નવા ટોળું પણ બનાવવાનું નથી. કારણ કે તેનો બળવો ટોળાની ગુલામી સામે હતો. તો પછી તે પોતે કેવી રીતે નવું ટોળું બનાવીને તેનો માલિક બની શકે?માલિકો બદલાવાથી ગુલામો મુક્ત થતા નથી પણ તે બધાની ગુલામીની જંજીરો વધુ ચકકાટ અને મજબુત બને છે.એક વાર જે ટોળાના ગર્ભમાંથી બહાર નીક્ળી જાય છે, તે પછી તેને નવા વણકંડારાયેલા પથ પર જીવવાના પડકારો પ્રમાણે પોતાની જીંદગીનું નાવ ચલાવવાનું આવડી જાય છે. તેને પોતાનો સહોદર એવો જોઈએ છે જે પોતાની માફક તે એકલા ચાલવાની હિંમત, ખતરનાક રીતે વિચારવાની અને મુક્તપણે જીવવાનો પોતાનો સ્વમાર્ગ શોધીને આબરુભેર ચાલી શકે. મારો લેખક તરીકે તમારી સામે પ્રશ્ન છે. શું તમે ટોળા સાથે રહેશો કે તમે જે છો તે બની જશો? ---

 



--

Monday, June 16, 2025

--અમદાવાદના બોઇંગ વિમાનનાખુબજ દુ;ખદ અકસ્માત



--અમદાવાદના બોઇંગ વિમાનના ખુબજ દુ;ખદ અકસ્માત–

અમદાવાદના બોઇંગ વિમાનના ખુબજ દુ;ખદ અકસ્માત સાથે સાથે કેટલાક વિમાનમાં જવાના ન હતા પણ છેલ્લી મિનિટે નિર્ણય કરીને તે ગોઝારા વિમાનના મુસાફર બની ગયા. બીજાએ પાકી જવાની ટીકીટ કનર્ફમ કરાવી હતી પણ કારણવશાત ન જઇ શક્યા અને બચી ગયા. એક પેસંજર નામે વિશ્વાસકુમાર રમેશ વિમાનની સીટ નંબર ૧૧–૧ 'ઇમરજન્સી એક્ઝીટ ગેટ' પાસે બેઠેલો હતો અને બચી ગયો!

ઉપરના ત્રણેય બનાવોને આપણે એક વૈજ્ઞાનીક અભિગમ, કારણની નિયમબધ્ધતા અને તેમાંથી  પરિણામ સ્વરુપે પેદા થતી અસરને તટસ્થતાથી મુલ્યાંકન કરીએ.

(૧) પ્રથમ આપણે તર્કબધ્ધ સત્યથી શરુઆત કરીએ. સદર વિમાની અકસ્સ્માત માટે જે કોઇ તેની ટેકનીકલ જવાબદાર હોય તે ખરી. પણ એ વાત કોઇપણ માનવમન સ્વિકારવા તૈયાર નથી કે આ અકસ્માત પેદા કરવા માટે કોઇ દૈવી કે ઇશ્વરી શક્તીને ખાસ રસ હતો. અને તે જ રીતે સંજોગોવશાત ગોઝારા વિમાનના જે પેસેંજરો બનવાના હતા અને ન બની શક્યા હતા તે બચી ગયા, તેમને બચાવવામાં પણ તે જ તર્ક મુજબ કોઇ દૈવીકે ઇશ્વરી શક્તીને કોઇ રસ ન હતો.

(૨) છેલ્લા બે ત્રણ વર્ષોમાં મારે અમેરીકાના વિમાની મથક અટલાંટા થી કતાર વિમાની વાયા દોહા–અમદાવાદ, કતાર– એરલાઇન્સમાં ચારથી વધારે સમય મુસાફરી કરવી પડી છે. મુસાફરીનો કુલ સમય પ્રથમ ૧૬ કલાક નોનસ્ટોપ અને બીજીવાર આઠ કલાક. કુલ ૨૪ થી ૨૬ કલાક. મારે જમણા પગની તકલીફને કારણે જે ઢિંચણમાંથી બિલકુલ ન વળતો હોવાથી એવી સીટ રીઝર્વ કરવવી પડે છે કે મારી સીટની સામે વધારે જગ્યા પગ લાંબો કરવાની હોય. મારી સિટ પછીની સીટ નંબર ૧૧–૧ જેવી કોમન સીટ આવે છે જેને અડકીને " ઇમરજન્સી એક્ઝીટ ગેટ" હોય છે. હવે વિશ્વાસકુમારની ૧૧–૧ સીટ અને તેની સાથેનો ઇમરજ્નસી ગેટની દિવાલ એક સાથે જોડાયેલી હોય છે. બંને એકી સાથે હવામાં ફંગોળાઇ જવાની શક્યતા પ્લેન  તુટવાની સાથે પણ આગ લાગતાં પહેલા ત્વરીત બની હશે. પણ તેમની મોઢું વિ. ચામડી તો દાઝેલી છે. બધું જ એક ક્ષણમાં  ગતિ અને દબાણના નિયમ પ્રમાણે વિશ્વાસકુમારનો જીવ બચાવવામાં કારણભુત છે. તેવું મારુ માનવુ છે. તેવું મારા અનુભવનું નમ્ર નિરિક્ષણ છે. હું સાચો છું તેવો દાવો મારો હોઇ શકે નહી. વિશ્વાસકુમારને બચાવવામાં અવકાશી દેવોને અપ્સરાઓ સાથે મઝા કરવામાં સમય ઓછા પડતો હોય તો !

(૩) જેને વિમાનમાં જવાનું હતું તે સમયસર પહોંચી ન શક્યા. તેવા બીજા વ્યાજબી, પ્રામાણીક કારણો હશે. તેના અંગે મને કોઇ શંકા કરવાનો અધિકાર ન જ હોઇ શકે. પણ તેમા જ્ઞાન આધારીત તાર્કીક કારણ આ પ્રમાણે છે. જે બચી ગયા છે તેમના વાહનોની ગતી વિ,અને બીજા કારણોનું સંચાલન, નિર્ણયોને વિમાનના અકસ્માત સાથે સીધો કે આડકતરો કોઇ સંબંધ ન હતો. કારણકે આ વિમાનને અકસ્માત ન નડયો હોત તો પણ તે સમયસર વિમાનમાં બેસવા માટે પહોંચી શક્યા જ    ન હતા. તેથી તે બચેલા જ હતા.! તાર્કીક કારણ– કોઇપણ બે બનાવોનું સંચાલન તેના સ્વતંત્ર નિયમોથી થતું હોય ત્યારે જે  બે પરિણામો આવે તેને આપણે સ્વતંત્ર પરિણામો જ ગણાવા જોઇએ. તે સત્યને ગળે લગાવવામાં લાગણીને કોઇ સ્થાન જ ન હોઇ શકે! 

Saturday, June 14, 2025

બોલો! હવે તો તમે ચોક્કસ માનશો કે !

 

બોલો! હવે તો તમે ચોક્કસ માનશો કે આ વિમાની અકસ્માતમાંથી ભગવાને તમને બચાવ્યા છે? એક પત્રકારે નિરઇશ્વરવાદી તત્વચિંતક બર્ટ્રાન્ડ રસેલને પુછેલો પ્રશ્ન.

રસેલનો જવાબ– આ ક્ષણે તો નહી જ ! કેમ?

બીજી ઓકટોબર ૧૯૪૮ના રોજ નોર્વે દેશના શહેર ત્રોન્દીહેઇમ (Trondheim)માંથી પ્રવચન આપીને જતા હતા. ત્યારે રસેલના પ્લેનને અકસ્માત થયો.પ્લેન સમુદ્રમાં પડયું. કુલ ૪૩ યાત્રીઓમાંથી ૨૪ બચી ગયા.૧૯ ડુબીને મૃત્યુ પામ્યા.

મારી સિગાર (ચિરુટે) મને બચાવી લીધો.તમારા ગોડે નહી! કારણ કે અમે ૨૪ યાત્રીઓ વિમાનમાં એ વિભાગમાં હતા જ્યાં ચાલુ વિમાને સિગાર કે ચીરુટ પીવાની છુટ હતી.તે વિભાગ સહીસલામત રહ્યો છે.

ફેસબુક વાંચનાર મિત્રો! એવું ભુલેચુકે ન માનશો કે આ લખાણ લખનારને અમદાવાદના પ્લેન અકસ્માતમાં ગુજરી ગયેલા પ્રત્યે તથા કુટુંબીજનો માટે દિલસોજી કે સહાનુભુતી નથી.

અમદાવાદથી મારી દિકરી ગાર્ગીનો ફોન અટલાંટાના ટાઇમ પ્રમાણે સવારે સાત વાગે ફોન આવે છે.

પપ્પા ક્યાં છે? કેમ ફોન ઉપાડતા નથી?

મમ્મી– તે બાથરૂમમાં અમદાવાદના અકસ્માતના સમાચારથી ખુબજ લાગણીસભર થઇ ને રડે છે. 

"દુનિયાભરમાં નજર નાખતાં તમને ખ્યાલ આવશે કે માનવીય ભાવનામાં થયેલી દરેક પ્રગતિ, ગુનાહિત કાયદામાં થયેલી દરેક સુધારણા, યુદ્ધ ઘટાડવા તરફનું દરેક પગલું, રંગીન જાતિઓ સાથે સારી વર્તણૂક તરફનું દરેક પગલું,( every step toward better treatment of the colored races) અથવા ગુલામીમાં ઘટાડો કરવા તરફનું દરેક પગલું, દુનિયામાં થયેલી દરેક નૈતિક પ્રગતિનો વિશ્વના સંગઠિત ચર્ચો દ્વારા સતત વિરોધ કરવામાં આવ્યો છે. હું ખૂબ જાણી જોઈને કહું છું કે ખ્રિસ્તી ધર્મ, જે તેના ચર્ચોમાં સંગઠિત છે, તે દુનિયામાં નૈતિક પ્રગતિનો મુખ્ય દુશ્મન રહ્યો છે અને હજુ પણ છે." 

~ બર્ટ્રાન્ડ રસેલ

—------------------------------------------------------------------------- 

 

 



--

Saturday, June 7, 2025

પાપ અને અનૈતીકતા વચ્ચેતફાવત શું?

પાપ અને અનૈતીકતા વચ્ચે તફાવત શું?

પાપની ટુંકામાં ટુકી અને સહેલામાં સહેલી વ્યાખ્યા છે,ધાર્મીક અને સામાજીક રિવાજોનો નિ;સહાય,અસહાયકે લાચાર વ્યક્તિના નીજી અને સામુહિક જીવન પર એક તરફી આતંકવાદી નિયંત્રણ.("Tyranny of custom & Convention.")

અનૈતિકતા એટલે એક માનવીનો બીજા માનવી પર શારિરિક કે માનસિક હુમલો.પણ અનૈતીકતા એ પાપ નથી. કારણકે તે દુષ્કાર્ય ધર્મ કે સામાજીક વ્યવહારોની નિપજ નથી. તેનો ઉપાય કાયદાના શાસનમાં છે.

 તેથી માનવવાદીઓ, નિરઇશ્વરવાદીઓ,રેશનાલીસ્ટો,અથવા લોકશાહી મુલ્યોમાં પ્રતિબધ્ધતા અને ગૌરવ આધારિત જીવન જીવતા માટે "પાપ" એક નકામો ખ્યાલ છે.તેના(પાપના) ઉભા આડા તમામ ખ્યાલો અને તેના આધરીત વ્યવહારોને નીજી જીવનમાંથી કાયમ માટે તિલાંજલી આપી દેવામાં જ આપણા વર્તમાન જીવનનો વિકાસ શક્ય છે.

વિશ્વના તમામ ધર્મોનો મુળભૂત અને પ્રાથમિક ધંધાકીય ઉપદેશ છે કે  માનવીએ આ પૃથ્વી પર જન્મી લઇને તેણે ક્યારેય માફ ન થઇ શકે તેવું "પાપ" કરેલ છે. મેં અને તમે કોઇપણ લૈંગિક એકમ સ્રી કે પુરુષ તરીકે જન્મ લીધો હોય તો પણ તેમાંથી મુક્ત થઇ જ શકો નહી. હવે! જુઓ! આ ધર્મોના સ્થાપિત હિતો. મને અને તમને આ પૃથ્વી પર જન્મ લઇને કરેલા "પાપ" માંથી કોણ બચાવશે? આપણને સૌ ને પાપોમાંથી બચાવવા માટે તો આ બધા ધંધાદારી ધાર્મિકોની દુકાનો રાત દિવસ ચાલુ છે!

 તમારે આવનારા બીજા જન્મમાં સુખસગવડની સ્વર્ગ જેવી રેલમછેલમ જોઇતી હોયતો આ જન્મમાં તમારા કાળામાથાના માનવી તરીકેના ગૌરવને ભુલી જઇને અમારા ધાર્મિક સામ્રરાજ્યના ગુલામ બની જાવ. માનવીય ગૌરવની વિભાવના તમામ ધર્મો માટે ખતરનાક છે. કારણ કે તે પાપના વિચાર સામેનો બળવો છે. તે ધર્મકેન્દ્રી સમાજ વ્યવસ્થામાંથી માનવકેન્દ્રીત ગૌરવ આધારીત સમાજ વ્યવસ્થાનું નવેસરથી નિર્માણ કરે છે.

જન્મ સાથે વણી લેવાયેલો પાપનો ખ્યાલ જ એવો વણલિખીત ઉપદેશ આપે છે કે આ તમારુ શરીર તમારા ઉપયોગ માટે બિલકુલ નથી. તેનું કાર્ય તો પાપના ભયથી તમારે તમારા શરીર, જાતિય સુખ,પ્રેમ, સ્વની સભાનતા વિ નું નિયમન ધર્મે સર્જન કરેલા આતંકી રુઢી રિવાજોને સમર્પણ કરી દેવાનું હોય છે.

અંતમાં આપણે પસંદ કરવાની છે માનવી નૈતિકતા આધારિત ગૌરવભેર નીજાનંદ માટેનું ખુલ્લુ મુક્ત જીવન કે પછી પિતૃસ્તાક "પાપ" ના ભયથી ગુલામ યુક્ત જીવન.

 

 

 

 

 


--

Thursday, June 5, 2025

શ્રદ્ધા( Belief-Faith) વિરુધ્ધ વિચારશક્તિ કે તર્કવિવેક શક્તિ (Reason or Rationality) -

 શ્રદ્ધા( Belief-Faith) વિરુધ્ધ વિચારશક્તિ કે તર્કવિવેક શક્તિ (Reason or Rationality) -


(1)  લોકો ઘણીવાર માને છે કે શ્રદ્ધા કંઈક સુંદર અને ઉમદા ખ્યાલ છે. તેઓ તેને શક્તિ,અથવા અંધારામાં પ્રકાશ તરીકે જુએ છે. જ્યારે તમે અંતિમ મૂળ તરફ જુઓ છો, ત્યારે તમને જે મળે છે તે ખૂબ જ અલગ છે. શ્રદ્ધા, તેના મૂળમાં, સત્ય શોધવા વિશે નથી. તે સત્યને ટાળવા વિશે છે. તે મુશ્કેલ પ્રશ્નો પૂછવા વિશે નથી. તે સરળ જવાબો સ્વીકારવા વિશે છે.  વિચારશક્તિ પ્રશ્નો પૂછે છે. શ્રદ્ધા તે પ્રક્રિયાને શાંત કરે છે. એક શોધ છે, બીજી બિનશરતી શરણાગતિ છે.


(2)  કોઈ વસ્તુમાં શ્રધ્ધા  રાખવા માટે તમારે વિચારશક્તિની  જરૂર બિલકુલ હોતી નથી. હકીકતમાં તો વિચારશક્તિ હંમેશાં શ્રધ્ધાના માર્ગમાં એક મોટી અડચણરુપ છે. કારણ કે તમે જેટલા હોશિયાર છો, તેટલા વધુ પ્રશ્નો તમે પૂછશો. અને શ્રદ્ધાને પ્રશ્નો પસંદ નથી. તે જિજ્ઞાસા પર નહીં, પરંતુ શ્રધ્ધા  વિચારશક્તિના આત્મસમર્પણ પર ખીલે છે. જો કોઈ તમને કહે કે કોઈ અજાણી વ્યક્તિ પાણી પર ચાલ્યો ગયો છે અથવા પાણી વાઇનમાં ફેરવાઈ ગયું છે, અથવા કોઇ માનવી મૃત્યુમાંથી સજીવન થયો છે, તો તમે પુરાવા માંગશો. તમે પુરાવા ઇચ્છશો.

(3)  પરંતુ શ્રદ્ધા તમને પુરાવા ન માંગવાનું કહે છે. તે કહે છે કે તમે આવી બાબતો પર પૂછો છો તે જ ખોટું છે.પાપ છે.અધાર્મીક છે. તમારી આ બધી શંકાઓ જ ખતરનાક છે. તે વિચારશક્તિ માટનો એક મોટો ખતરો છે. આ તે જગ્યા છે જ્યાં બંને એકબીજાથી દૂર થવાનું શરૂ કરે છે. વિચારશક્તિ પુરાવા પર આધાર રાખે છે. તે અવલોકનો, પરીક્ષણ અને પ્રશ્નો પૂછવા, તમારા મન બદલવા પર આધાર રાખે છે. તેને પ્રયત્નોની જરૂર છે. તે ધીમી પ્રક્રિયા છે. તે સ્વીકારે છે કે તે ખોટું હોઈ શકે છે. શ્રદ્ધા માટે કોઇ પુરાવાની જરુર જ નથી.

(4)   શ્રધ્ધાળુ સાચુ શું છે તેની ક્યારેય પરવા કરતો નથી. તે પોતાની જાત ને જ દિલાસો આપે છે. સ્વ સલામતીની પરવા કરે છે. તે તર્ક કરતાં વફાદારીને વધુ મહત્વ આપે છે. ચોકસાઈ કરતાં લાગણીને વધુ મહત્વ આપે છે. સમજ કરતાં સ્થિરતાને વધુ મહત્વ આપે છે. તેનો અર્થ એ નથી કે શ્રદ્ધા ધરાવતા લોકોમાં વિચારશક્તિ નથી. તેવું બિલકુલ નથી.ઘણા શ્રધ્ધાળુઓ ઉચ્ચ શિક્ષિત હોય છે. પરંતુ માનવીય શ્રદ્ધા તેને વિચારશક્તિ પ્રમાણે વિચાર કરતો રોકે છે. અટકાવે છે. એક અંધ સ્થાન બનાવે છે. શ્રધ્ધાળુ માનવી તેના મનમાં એક ભેદી ન શકાય તેવી અભેદ્ય દિવાલ બનાવે છે. ભલે તે વ્યવસાયે એડવોકેટ, ડૉકટર કે ગણિતશાસ્રી હોઈ શકે છે, છતાં તે બધા શ્રધ્ધાળુ ૧૦૦ ટકા હોઇ શકે છે. કારણ કે આ બધાની શ્રધ્ધા તે બધાને ધર્મ, ઇશ્વર,વિ. પવિત્ર વિષયો(?) વિશે પ્રશ્ન કરવા એ પાપ છે. આ ક્ષેત્રોમાં  તે બધાની વિચારશક્તિ બહેરમારી જાય છે. તેમના મગજમાં જુદા જુદા જે ભાગો છે.તેમાં કમ્પાર્ટમેન્ટલાઇઝેશન છે. તે મગજના એક ભાગને બંધ કરી રહ્યું છે, જ્યારે બીજામાં ઉપયોગ કરી રહ્યું છે.

(5) વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને તબીબી વિજ્ઞાનમાં સત્ય વિચારશક્તિના તટસ્થ ઉપયોગથી શોધાય છે. શ્રદ્ધા નકામી છે. તેની કોઈ ભૂમિકા નથી કારણ કે દુનિયામાં, પુરાવા વિનાની માન્યતા લોકોને દુઃખ પહોંચાડે છે. અને જ્યારે સૌથી મોટા પ્રશ્નોની વાત આવે છે, ત્યારે આપણે અહીં કેમ છીએ? મૃત્યુ પછી શું થાય છે? જીવનનો અર્થ શું છે? લોકો તર્ક છોડી દે છે. તેઓ શ્રદ્ધા તરફ દોડે છે કારણ કે તે સરળ, વધુ દિલાસો આપનાર અને ઓછું ભયાનક લાગે છે. પરંતુ દિલાસો સત્યનો વિકલ્પ ક્યારેય ન હોઇ શકે!  શ્રદ્ધા અને વિચારશક્તિ ક્યારેય એક જ પ્લેટફોર્મ પર ભેગા થઇને કામ કરી શકતા નથી. માનવી પોતાની વિચાર શક્તિનો ઉપયોગ એક વાસ્તવિકતાનો સામનો કરવા ઉપયોગ કરે છે. ભલે તે ગમે નહી.( દા;ત ડૉકટરે આપેલી કડવી દવા કોને પીવી ગમે?) શ્રધ્ધા આપણને કેવી રીતે વાસ્તવિકતામાંથી છટકી જવું તે શીખવાડે છે.

(6)   જો તમે ઇતિહાસ,  તબીબી વિજ્ઞાન, ટેકનોલોજી અને માનવાધિકારમાં થયેલી પ્રગતિ પર નજર નાખો, તો આપણને તરતજ ખબર પડશે કે સદર જ્ઞાનવિજ્ઞાનની શાખાઓમાં પ્રગતિ શ્રદ્ધામાંથી બિલકુલ આવી નથી.ગેલિલિયોએ ચર્ચને પડકાર ફેંક્યો કારણ કે તે પરંપરા કરતાં તેના ટેલિસ્કોપ પર વિશ્વાસ કરતો હતો. ડાર્વિનએ ઇશ્વરી સર્જનની વાર્તાને પડકાર ફેંક્યો કારણ કે તે સિદ્ધાંત કરતાં અવલોકન પર વિશ્વાસ કરતો હતો.આજે પણ કેટલાક ધાર્મિક જૂથો રસીઓ, ઉત્ક્રાંતિ અને આબોહવાના વિજ્ઞાનને નકારે છે. એટલા માટે નહીં કે વિજ્ઞાન ખોટું છે પરંતુ તે તેમની માન્યતાઓ સાથે બંધબેસતું નથી.શ્રદ્ધા પરિવર્તનનો પ્રતિકાર કરે છે પરંતુ વિચારશક્તિનો ઉપયોગ કરનારા લોકો વૈજ્ઞાનીક સત્યોને અપનાવે છે.


(7) સમાજના ડાહ્યા(?) લોકો કહે છે કે શ્રદ્ધા શાંતિ લાવે છે. પરંતુ તે શાંતિ ઘણીવાર કઠિન પ્રશ્નો અસ્તિત્વમાં નથી તેવું ડોળ કરવાથી આવે છે. તે અસ્વસ્થતાપૂર્ણ તથ્યોથી પોતાને બચાવવાથી આવે છે. તે શાંતિ નથી. ખરેખર તો તે શાહમૃગવૃત્તિ છે. વાસ્તવિકતાનો  ઇનકાર છે.આવો ઇનકાર એ ક્યારેય સદ્ગુણ બની શકે નહી. વાસ્તવિક શક્તિ પ્રશ્ન કર્યા વિના શ્રધ્ધા ન રાખવાની છે. તે દરેક વસ્તુ પર પ્રશ્ન કરવાની હિંમત રાખવાની છે. તમને જે શીખવવામાં આવ્યું હતું તે પણ ક્યારેય પ્રશ્ન નહીં કરે. વાર્તા સ્વીકારવી સરળ છે. તેની તપાસ કરવી મુશ્કેલ છે. તમારા માતાપિતાએ તમને જે કહ્યું તે માનવું ખૂબ જ સરળ છે. એકલા ઊભા રહેવું અને પોતાના માટે વિચારવું મુશ્કેલ છે.

 (8) શ્રદ્ધા આજ્ઞાપાલન શીખવે છે. વિચારશક્તિ આપણને  સ્વતંત્રતા શીખવે છે.શ્રદ્ધા કહે છે કે પૂછશો નહીં. મારી વિચારશક્તિ  મને વારંવાર, માનસીક સંતોષ ન થાય ત્યાંસુધી ફરી ફરી પ્રશ્નો પૂછવાનું કહે છે.  "ફક્ત શ્રદ્ધા રાખો" વાક્યનો ઉપયોગ ઘણીવાર ત્યારે થાય છે જ્યારે કોઈ જવાબ ન હોય. જ્યારે કોઈ કહે છે કે તેનો સામાન્ય રીતે અર્થ થાય છે વિચારવાનું બંધ કરો, પૂછવાનું બંધ કરો અને શંકા કરવાનું બંધ કરો. તે શોધખોળ કરવાનો આહ્વાન નથી. તેનો આદેશ શરણાગતિ છે. જે લોકો કડક ધાર્મિક વાતાવરણમાં ઉછરે છે તેમને ઘણીવાર શીખવવામાં આવે છે કે વિચારશક્તિ ખતરનાક છે અને આધુનીક શિક્ષણ તેમને સત્યથી દૂર લઈ જશે ! વડીલો પ્રેરીત માન્યતાઓ  પર પ્રશ્ન ઉઠાવવો એ વિશ્વાસઘાતનું કાર્ય છે. જે ફક્ત સાબિત કરે છે કે તેમની માન્યતાઓ કેટલી નાજુક છે. જો સત્ય કોઈ પ્રશ્નમાં ટકી શકતું નથી, તો તે શરૂઆતમાં ક્યારેય સત્ય નહોતું.

(9) કેટલાક કહે છે કે શ્રદ્ધા એક અલગ પ્રકારનું જ્ઞાન છે. તે આધ્યાત્મિક સત્ય બાબત અંગે છે.ભૌતિક, દુન્યવી કે ઐહીક વાસ્તવિકતા વિશે નહીં. જે સત્યની ચકાસણી કરી શકાતી નથી,તેના અંગે જો પ્રશ્ન ઉઠાવી શકાતો નથી. તો તે સત્ય નથી પણ એક અંધવિશ્વાસ છે. રોજિંદા જીવનમાં પણ તે  ઘણો મોટો ભાગ ભજવે છે. જો કોઈ તમને કહે કે જન્માક્ષર હંમેશા સચોટ હોય છે અથવા ગુરુ. મંગળની વીંટીના નંગોમા ઉપચાર શક્તિ હોય છે અથવા કોઈ આકાશી ગ્રહો તેમના પર નજર રાખી રહ્યું છે, આ બધા પર અતુટ શ્રધ્ધા રાખો છો. કારણ કે તમે તેને સાચું ઇચ્છો છો. આવી શ્રધ્ધાઓ તો  તે ફક્ત ઇચ્છા શક્તિનું પરિણામ છે. ઇચ્છાશક્તિ વિચારશક્તિ કે તર્કશક્તિની વિરુદ્ધ છે. તમે શ્રદ્ધા પર જેટલો વધુ આધાર રાખશો, તેટલું જ તમારે તર્ક પર આધાર રાખવાની જરૂર ઓછી પડશે. તમે તમારા નિર્ણયને બીજા કોઈને સોંપી દો છો.

(10) શ્રદ્ધા એક પ્રદર્શન અને વફાદારીની કસોટી બની જાય છે. માન્યતા જેટલી વાહિયાત હશે, તેટલી જ તમારે તેનો બચાવ કરતા રહેવું પડશે. આ જ કારણ છે કે અંધ શ્રદ્ધા ઘણીવાર કટ્ટરતા તરફ દોરી જાય છે. જો તમે તમારી માન્યતાઓ પર શંકા કરી શકતા નથી, તો પછી જ્યારે તે ખોટી થાય છે ત્યારે તમે જોઈ શકતા નથી. જ્યારે હકીકતો તમારી માન્યતાને પડકારે  છે, ત્યારે તમે તમારા વિચારને બદલવાને બદલે તથ્યોને નફરત કરવાનું શરૂ કરો છો. તમે સત્યના ભોગે પણ, કોઈપણ કિંમતે તમારી શ્રધ્ધાનું રક્ષણ કરો છો. બીજી બાજુ, વિચારશક્તિ હંમેશા નિર્માણાધીન હોય છે. તે ખોટું હોવાનું સ્વાગત કરે છે તે રીતે તમે શીખો છો.

(11) શાળામાં આપણે વિવેચનાત્મક વિચારસરણી શીખવીએ છીએ. કારણ કે શંકા કરવામાં મજા આવે છે. કારણ કે તે તમારી ભૂલોને ટાળવામાં મદદ કરે છે. તમે જે સંભવિત છે અને જે નથી તેનાથી અલગ કરવાનું શીખો છો. જે સાબિત થયું છે તેનાથી જે દાવો કરવામાં આવે છે.તેને તમે બારિકાઇથી જોવા માટે સાધનો વિકસાવો છો.

(12) શ્રદ્ધા  શીખવે છે કે  પ્રશ્ન પૂછવો પાપ છે. નિશ્ચિતતા એ સર્વોચ્ચ ગુણ છે. પણ આ દુનિયામાં કંઈ પણ નિશ્ચિત નથી. બધું જ અનિશ્ચીત કે પરિવર્તનશીલ છે.જે લોકો કહે છે કે તેમની પાસે બધા જવાબો છે, તેઓ સામાન્ય રીતે પ્રશ્નો પૂછવાનું બંધ કરી દે છે. તેમણે વિચારશક્તિને શ્રદ્ધા માટે અને સત્યને આરામ માટે, વિકાસને સ્થિરતા માટે બદલી નાખ્યો છે. અને તે શ્રદ્ધાની વાસ્તવિક કિંમત છે. તે વિચારશક્તિને અવગણતી નથી, પરંતુ તે તેને બદલે છે. શ્રદ્ધા સમજણ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. શ્રધ્ધા શંકા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. શ્રધ્ધાનું આજ્ઞાપાલન જિજ્ઞાસા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. પરંતુ વાસ્તવિક નૈતિકતા, વાસ્તવિક સમજણ, વાસ્તવિક પ્રગતિ, આમાંથી કંઈ પણ તમારા મગજને બંધ કરવાથી આવતું નથી. તે તેને ચાલુ કરવાથી આવે છે.

—--------------------------------------------------------------------------------------------------------------------------------------------



--