અમદાવાદના બોઇંગ વિમાનના ખુબજ દુ;ખદ અકસ્માત સાથે સાથે કેટલાક વિમાનમાં જવાના ન હતા પણ છેલ્લી મિનિટે નિર્ણય કરીને તે ગોઝારા વિમાનના મુસાફર બની ગયા. બીજાએ પાકી જવાની ટીકીટ કનર્ફમ કરાવી હતી પણ કારણવશાત ન જઇ શક્યા અને બચી ગયા. એક પેસંજર નામે વિશ્વાસકુમાર રમેશ વિમાનની સીટ નંબર ૧૧–૧ 'ઇમરજન્સી એક્ઝીટ ગેટ' પાસે બેઠેલો હતો અને બચી ગયો!
ઉપરના ત્રણેય બનાવોને આપણે એક વૈજ્ઞાનીક અભિગમ, કારણની નિયમબધ્ધતા અને તેમાંથી પરિણામ સ્વરુપે પેદા થતી અસરને તટસ્થતાથી મુલ્યાંકન કરીએ.
(૧) પ્રથમ આપણે તર્કબધ્ધ સત્યથી શરુઆત કરીએ. સદર વિમાની અકસ્સ્માત માટે જે કોઇ તેની ટેકનીકલ જવાબદાર હોય તે ખરી. પણ એ વાત કોઇપણ માનવમન સ્વિકારવા તૈયાર નથી કે આ અકસ્માત પેદા કરવા માટે કોઇ દૈવી કે ઇશ્વરી શક્તીને ખાસ રસ હતો. અને તે જ રીતે સંજોગોવશાત ગોઝારા વિમાનના જે પેસેંજરો બનવાના હતા અને ન બની શક્યા હતા તે બચી ગયા, તેમને બચાવવામાં પણ તે જ તર્ક મુજબ કોઇ દૈવીકે ઇશ્વરી શક્તીને કોઇ રસ ન હતો.
(૨) છેલ્લા બે ત્રણ વર્ષોમાં મારે અમેરીકાના વિમાની મથક અટલાંટા થી કતાર વિમાની વાયા દોહા–અમદાવાદ, કતાર– એરલાઇન્સમાં ચારથી વધારે સમય મુસાફરી કરવી પડી છે. મુસાફરીનો કુલ સમય પ્રથમ ૧૬ કલાક નોનસ્ટોપ અને બીજીવાર આઠ કલાક. કુલ ૨૪ થી ૨૬ કલાક. મારે જમણા પગની તકલીફને કારણે જે ઢિંચણમાંથી બિલકુલ ન વળતો હોવાથી એવી સીટ રીઝર્વ કરવવી પડે છે કે મારી સીટની સામે વધારે જગ્યા પગ લાંબો કરવાની હોય. મારી સિટ પછીની સીટ નંબર ૧૧–૧ જેવી કોમન સીટ આવે છે જેને અડકીને " ઇમરજન્સી એક્ઝીટ ગેટ" હોય છે. હવે વિશ્વાસકુમારની ૧૧–૧ સીટ અને તેની સાથેનો ઇમરજ્નસી ગેટની દિવાલ એક સાથે જોડાયેલી હોય છે. બંને એકી સાથે હવામાં ફંગોળાઇ જવાની શક્યતા પ્લેન તુટવાની સાથે પણ આગ લાગતાં પહેલા ત્વરીત બની હશે. પણ તેમની મોઢું વિ. ચામડી તો દાઝેલી છે. બધું જ એક ક્ષણમાં ગતિ અને દબાણના નિયમ પ્રમાણે વિશ્વાસકુમારનો જીવ બચાવવામાં કારણભુત છે. તેવું મારુ માનવુ છે. તેવું મારા અનુભવનું નમ્ર નિરિક્ષણ છે. હું સાચો છું તેવો દાવો મારો હોઇ શકે નહી. વિશ્વાસકુમારને બચાવવામાં અવકાશી દેવોને અપ્સરાઓ સાથે મઝા કરવામાં સમય ઓછા પડતો હોય તો !
(૩) જેને વિમાનમાં જવાનું હતું તે સમયસર પહોંચી ન શક્યા. તેવા બીજા વ્યાજબી, પ્રામાણીક કારણો હશે. તેના અંગે મને કોઇ શંકા કરવાનો અધિકાર ન જ હોઇ શકે. પણ તેમા જ્ઞાન આધારીત તાર્કીક કારણ આ પ્રમાણે છે. જે બચી ગયા છે તેમના વાહનોની ગતી વિ,અને બીજા કારણોનું સંચાલન, નિર્ણયોને વિમાનના અકસ્માત સાથે સીધો કે આડકતરો કોઇ સંબંધ ન હતો. કારણકે આ વિમાનને અકસ્માત ન નડયો હોત તો પણ તે સમયસર વિમાનમાં બેસવા માટે પહોંચી શક્યા જ ન હતા. તેથી તે બચેલા જ હતા.! તાર્કીક કારણ– કોઇપણ બે બનાવોનું સંચાલન તેના સ્વતંત્ર નિયમોથી થતું હોય ત્યારે જે બે પરિણામો આવે તેને આપણે સ્વતંત્ર પરિણામો જ ગણાવા જોઇએ. તે સત્યને ગળે લગાવવામાં લાગણીને કોઇ સ્થાન જ ન હોઇ શકે!