પાપ અને અનૈતીકતા વચ્ચે તફાવત શું?
પાપની ટુંકામાં ટુકી અને સહેલામાં સહેલી વ્યાખ્યા છે,ધાર્મીક અને સામાજીક રિવાજોનો નિ;સહાય,અસહાયકે લાચાર વ્યક્તિના નીજી અને સામુહિક જીવન પર એક તરફી આતંકવાદી નિયંત્રણ.("Tyranny of custom & Convention.")
અનૈતિકતા એટલે એક માનવીનો બીજા માનવી પર શારિરિક કે માનસિક હુમલો.પણ અનૈતીકતા એ પાપ નથી. કારણકે તે દુષ્કાર્ય ધર્મ કે સામાજીક વ્યવહારોની નિપજ નથી. તેનો ઉપાય કાયદાના શાસનમાં છે.
તેથી માનવવાદીઓ, નિરઇશ્વરવાદીઓ,રેશનાલીસ્ટો,અથવા લોકશાહી મુલ્યોમાં પ્રતિબધ્ધતા અને ગૌરવ આધારિત જીવન જીવતા માટે "પાપ" એક નકામો ખ્યાલ છે.તેના(પાપના) ઉભા આડા તમામ ખ્યાલો અને તેના આધરીત વ્યવહારોને નીજી જીવનમાંથી કાયમ માટે તિલાંજલી આપી દેવામાં જ આપણા વર્તમાન જીવનનો વિકાસ શક્ય છે.
વિશ્વના તમામ ધર્મોનો મુળભૂત અને પ્રાથમિક ધંધાકીય ઉપદેશ છે કે માનવીએ આ પૃથ્વી પર જન્મી લઇને તેણે ક્યારેય માફ ન થઇ શકે તેવું "પાપ" કરેલ છે. મેં અને તમે કોઇપણ લૈંગિક એકમ સ્રી કે પુરુષ તરીકે જન્મ લીધો હોય તો પણ તેમાંથી મુક્ત થઇ જ શકો નહી. હવે! જુઓ! આ ધર્મોના સ્થાપિત હિતો. મને અને તમને આ પૃથ્વી પર જન્મ લઇને કરેલા "પાપ" માંથી કોણ બચાવશે? આપણને સૌ ને પાપોમાંથી બચાવવા માટે તો આ બધા ધંધાદારી ધાર્મિકોની દુકાનો રાત દિવસ ચાલુ છે!
તમારે આવનારા બીજા જન્મમાં સુખસગવડની સ્વર્ગ જેવી રેલમછેલમ જોઇતી હોયતો આ જન્મમાં તમારા કાળામાથાના માનવી તરીકેના ગૌરવને ભુલી જઇને અમારા ધાર્મિક સામ્રરાજ્યના ગુલામ બની જાવ. માનવીય ગૌરવની વિભાવના તમામ ધર્મો માટે ખતરનાક છે. કારણ કે તે પાપના વિચાર સામેનો બળવો છે. તે ધર્મકેન્દ્રી સમાજ વ્યવસ્થામાંથી માનવકેન્દ્રીત ગૌરવ આધારીત સમાજ વ્યવસ્થાનું નવેસરથી નિર્માણ કરે છે.
જન્મ સાથે વણી લેવાયેલો પાપનો ખ્યાલ જ એવો વણલિખીત ઉપદેશ આપે છે કે આ તમારુ શરીર તમારા ઉપયોગ માટે બિલકુલ નથી. તેનું કાર્ય તો પાપના ભયથી તમારે તમારા શરીર, જાતિય સુખ,પ્રેમ, સ્વની સભાનતા વિ નું નિયમન ધર્મે સર્જન કરેલા આતંકી રુઢી રિવાજોને સમર્પણ કરી દેવાનું હોય છે.
અંતમાં આપણે પસંદ કરવાની છે માનવી નૈતિકતા આધારિત ગૌરવભેર નીજાનંદ માટેનું ખુલ્લુ મુક્ત જીવન કે પછી પિતૃસ્તાક "પાપ" ના ભયથી ગુલામ યુક્ત જીવન.