૨૫મી જુન સને ૧૯૭૫– ભારતના લોકશાહી ઇતિહાસનો કાળો દિવસ–ભાગ–૨.
ગઇકાલે મેં ગુજરાતમાં 'રેડીકલ હ્યુમેનીસ્ટ' ગ્રુપ તરફથી પોતાના સંગઠનની તાકાત ભલે મર્યાદિત હતી, પણ વૈચારીક તાકાતને કારણે જે કટોકટીનો વિરોધ કરેલો તેની માહિતી રજુ કરી હતી. આજે દેશવ્યાપી કટોકટીના જે પરિણામો આવ્યા તેની વિગતે આંકડાકીય માહિતી સાથે બને તેટલા ટુકાણમાં ક્રમશ લેખોમાં રજુ કરીશ.
(૧)૧૨મી જુન ૧૯૭૫ને દિવસે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયવિદ જસ્ટીસ જગમોહનસિંહાએ ચુકાદો આપ્યો કે શ્રીમતી ઇંદિરા ગાંધીએ પોતાની લોકસભાની ચુંટણીમાં ગેરરીતીઓ કરી છે. પોતાની કોર્ટ સમક્ષ જુબાનીમાં ૪૮ વાર જુઠઠુ બોલ્યા છે. માટે તેમની ચુંટણી રદબાતલ કરવામાં આવે છે. જસ્ટીસ સિંહા પોતાની વિરુધ્ધ ચુકાદો આપવાના છે તે શ્રીમતી ગાંધી સમજી ગયા હતા. સત્તાભુખ્યા રાજકારણીઓની માફક તેમણે વાયા વાયા અલ્હાબાદ હાઇકોર્ટના તે સમયના ચિફ જસ્ટીસએ સિંહાને સંદેશો આપ્યો હતો કે ચુકાદો બદલશો તો તમને દેશની સર્વોચ્ચ અદાલતમાં જસ્ટીસ બનવાની તક મળશે. જસ્ટીસ સિંહાના અવસાન પછી સદર હકીકત બીજે જ દિવસે ઇન્ડીયન એકસપ્રેસે આ સત્ય પ્રકાશિત કરી હતી.
(૨)૨૫મી જુને કટોકટી જાહેર કર્યા પછી જે ટોચના વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પુરી દિધા હતા. તેમાં મહારાષ્ટ્રના પુને શહેરની યરવડા જેલની એકજ બેરેકમાં કર્ણાટકના દેવગોડા, મહારાષ્ટ્રના મધુ દંડવતે, લાલકૃષ્ણ અડવાણી અને અટલબિહારી બાજપાઇને પુર્યા હતા. તેમાં વિનાયક દામોદર સાવરકરે ગોરીસરકાર પાસેથી જેલ મુક્તિ મળે તેવી જ પધ્ધતિ અજમાવીને બાજપાઇજી કટોકટીના ૧૯માસ દિલ્હીમાં પોતાને ઘરે રહ્યા હતા.
(૩) તે સમયના આર એસ એસના વડા બાબાસાહેબ દેવરસ પણ મીસાહેઠળ જેલમાં હતા. તેમણે શ્રીમતી ગાંધીને " મા દુર્ગા "નો અવતાર જાહેર કર્યા હતા. કટોકટીની સાથેજ આર આર એસ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ મુક્યો હતો.આર આરએસ એવો દાવો કરે છે કે કટોકટી સામે અમારા કાર્યકરોએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને અપરંપારનું નુકસાન વેઠયું હતું. બાલાસાહેબ ઠાકરેની શીવસેનાએ પણ કટોકટીને ટેકો આપ્યો હતો.
જેલવાસ દરમિયાન, દેવરાસે ઇન્દિરા ગાંધીને એક નહીં પણ અનેક પત્રો લખ્યા હતા, જેમાં RSS કાર્યકરોની મુક્તિ અને સંગઠન પરના પ્રતિબંધો દૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી..... RSSનો દાવો છે કે તેણે ઇન્દિરા ગાંધી દ્વારા જાહેર કરાયેલી કટોકટીનો વીરતાપૂર્વક વિરોધ કર્યો હતો અને આ પ્રતિકાર માટે ભારે પીડા સહન કરી હતી. પરંતુ એવા ડઝનબંધ સમકાલીન કથાઓ છે જે RSSના આ દાવાને વિવાદિત અને નકારી કાઢે છે......
"તત્કાલીન RSS વડા બાળાસાહેબ દેવરાસે ઇન્દિરા ગાંધીને પત્ર લખીને સંજય ગાંધીના કુખ્યાત 20-મુદ્દાના કાર્યક્રમને અમલમાં મૂકવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. આ RSSનું વાસ્તવિક પાત્ર છે... તમે કાર્યની રેખા, એક પેટર્ન સમજી શકો છો. કટોકટી દરમિયાન પણ, RSS અને જન સંઘમાંથી ઘણા જે જેલમાંથી બહાર આવ્યા હતા, તેમણે માફીનામા (માફી) માંગી હતી. તેઓ માફી માંગનારા પહેલા હતા. પરંતુ RSS એ કટોકટી સામે લડ્યું ન હતું. તો ભાજપ શા માટે તે સ્મૃતિને છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે?" (સૌજન્ય: ટી.વી. રાજેશ્વર, ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ બ્યુરો [IB] ચીફ અને કટોકટી લાદવામાં આવી ત્યારે IB ના ડેપ્યુટી ચીફ)બીજા સીનીયર પત્રકાર પ્રભાષ જોશીનો નિષ્કર્ષ હતો: "તેઓ લડાયક દળ નથી અને તેઓ ક્યારેય લડવા માટે ઉત્સુક નથી. તેઓ મૂળભૂત રીતે સમાધાનકારી જૂથ છે. તેઓ ક્યારેય ખરેખર સરકારની વિરુદ્ધ નથી..." પ્રભાષ જોશી દ્વારા ઉપરોક્ત વાર્તા કટોકટીની 25મી વર્ષગાંઠ પર અંગ્રેજી સાપ્તાહિક તહલકામાં પ્રકાશિત "એન્ડ નોટ ઇવન અ ડોગ બાર્ક્ડ" લેખમાં પ્રકાશિત થઈ હતી.
During his imprisonment, Deoras wrote not one but many letters to Indira Gandhi, requesting the release of RSS workers and the removal of restrictions on the organization..... RSS claims that it opposed Emergency promulgated by Indira Gandhi heroically and suffered immensely for this resistance. But there are dozens of contemporary narratives which dispute and decry this claim of the RSS......
"Balasaheb Deoras, then RSS chief, wrote a letter to Indira Gandhi pledging to help implement the notorious 20-point programme of Sanjay Gandhi. This is the real character of the RSS. . . . You can decipher a line of action, a pattern. Even during the Emergency, many among the RSS and Jana Sangh who came out of the jails, gave mafinamas (apologies). They were the first to apologise. But the RSS did not fight the Emergency. So why is the BJP trying to appropriate that memory?" ( By Courtesy. T.V. Rajeswar, former Intelligence Bureau [IB] chief who was the deputy chief of IB when Emergency was imposed) Prabhash Joshi's conclusion was: "They are not a fighting force and they are never keen to fight. They are basically a compromising lot. They are never genuinely against the government . . ." The above narrative by Prabhash Joshi appeared in the article, "And Not Even a Dog Barked" published in the English weekly Tehelka on the 25th anniversary of the Emergency.