Tuesday, July 1, 2025

સને ૧૯૭૫ની ઘોષિત કટોકટી અને મોદી કાળની ૧૧વર્ષોની અઘોષિત કટોકટીનાં લેખાંજોખાં– ભાગ–૩ અને અંતિમ.


સને ૧૯૭૫ની ઘોષિત કટોકટી અને મોદી કાળની ૧૧વર્ષોની અઘોષિત કટોકટીનાં લેખાંજોખાં– ભાગ–૩ અને અંતિમ.

(૧) આશરે ૧,૫૦૦૦૦(દોઢલાખ) લોકોને મીસા અને ડીઆઇઆર નીચે જેલમાં,કોઇપણ જાતના કાયદાકીય આધાર સિવાય ૨૧માસ સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા.—મોદી સરકારના આંકડા–ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અસંવૈધાનિક અને અલોકતાંત્રિક હોવાનો આરોપ છે. UAPA, દેખીતી રીતે આતંકવાદ નિવારણ કાયદો, મોદી સરકાર દ્વારા નિયમિતપણે સરકારના ટીકાકારો ગણાતા લોકોને અટકાયતમાં લેવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમાં વકીલો અને કાર્યકરોથી લઈને પત્રકારો, પાદરીઓ, કવિઓ, શિક્ષણવિદો, નાગરિક સમાજના સભ્યો અને કાશ્મીરી નાગરિકોનો સમાવેશ થાય છે.–– 2014 માં મોદી સરકાર સત્તામાં આવી તે પહેલાં કાયદાનો ઉપયોગ નજીવો હતો. પરંતુ 2014 થી 2020 ની વચ્ચે, UAPA હેઠળ 10,552 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સને ૨૦૨૧થી ૨૦૨૫ સુધીના UAPA હેઠળ અટકાયતના આંકડાઓ ઉપલબ્ધ નથી. , UAPA હેઠળ ધરપકડ કરેલ વ્યક્તીઓનો ગુનો સાબિત થવાનો દર બે ટકાથી પણ ઓછો છે. ભીમા કોરેગાંવના કેસના આરોપીઓની જે તે સમયે તમામની ઉંમર ધરપકડના ૭૫ વર્ષથી વધારે હતી તે બધાને સાડા છ વર્ષો પુરાવાના અભાવે એક પછી એક તમામને જામીન આપીને જેલમાંથી છુટા કરવામાં આવ્યા હતા.ફાધર સ્ટેન સ્વામી ૮૪ વર્ષની ઉંમરે જેલમાં ગુજરી ગયા હતા. જે દિવસે તેમની ધરપકડ કરવામાં આવી તે પહેલાંથી પાર્કીસન રોગના દર્દી હતા. ( સૌ. ગાર્ડીયન સમાચાર. How a terrorism law in India is being used to silence Modi's critics)

(૨)સંજયગાંધીના નસબંધી કાર્યક્રમમાં સુચિત લક્ષ્યાંક–૬૭લાખ. સિધ્ધી એક કરોડ દસલાખ.નસબંધીમાં મૃત્યુ પામનારના આંકડા ઉપલબ્ધ નથી. મોદી સરકારે કોવીડ–૧૯ સત્તાવાર મૃત્તકોના આંકડા આજદિન સુધી જાહેર કરેલા નથી. દસ દિવસ પહેલાં ઇન્ડીયન એકપ્રેસે તેના પેપરમાંપ્રથમ પાને તે આંકડો ફકત પચાસ લાખથી સાઇઠ લાખનો બતાવ્યો હતો. મોદી સરકારે સને ૨૦૧૪ પછી સત્તા ગ્રહણ પછી ભગીરથ કામ કર્યું છે.દેશ અને રાજ્યઓમાંનું આયોજન  પંચ અને' સ્ટેટીકલ સર્વે ડીપાર્ટમેંટની તાળાબંધી.સને ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનોમાં મૃતકોનો આંક સાહેબે જે નક્કી કર્યો હોય તે! હવે ૨૦૨૭માં દેશની વસ્તીગણતરી થશે! આજે દેશની પાસે કુલ વસ્તી કેટલી, બેકારોની સંખ્યા.નાના મોટા ઉધ્યોગોના વિગતે આંકડાઓ, શિક્ષણ, આરોગ્યની સ્થિતિ બચત,મોંઘવારી, બધીજ આંકડાકીય માહીતી " જયશ્રી રામને ભરોસે".

(૩) ઇંદિરા સરકારે કટીકટી દરમ્યાન આશરે પોતાના ફરમાનને અમલમાં નહિ મુકવા માટે ૨૫૦૦૦ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને સસપેંડ કર્યા હતા. જેમાંથી ૧૪૦૦૦ કર્માચારીઓને પરત લીધા હતા.

(૪)  કટોકટીની શરુઆતથી જ ૨૫મી જુન ૧૯૭૫ની મધ્યરાત્રીથી અખબારી સેન્સર અમલમાં મુકીને બીજે દિવસે સવારે કોઇ દૈનિક દિલ્હી પાટનગરમાં  મળે જ નહી તેવું આયોજન કરી દિધેલું હતું આજે મોદી સરકારમાં તેનાથી વિપરિત સ્થિતિ નથી.પ્રણવ રોયનું એનડીટીવી અને તાજેતરમાં અમદાવાદમાં 'ગુજરાત સમાચાર'ને સાહેબની સામે પડવાનો પરચો સેન્સરશીપના કાયદા સિવાય પણ બતાવી દિધો હતો. દેશમાં એક જ મીડીયા ચાલે છે 'ગોદી મીડીયા ઉર્ફે મોદી મીડીયા'

(૫) ઇંદીરા ગાંધીએ લોકસભાની ચુંટણી જે સને ૧૯૭૬માં પ્રતિ પાંચ વર્ષે આવતી હતી તેને લંબાઇને ૧૯૭૭માં આયોજિત કરી. સમગ્ર ઉત્તર ભારતમાં સંજય ગાંધીની કુટુંબનિયોજન નીતિના અમલમાં જે અમાનુષી કાળોકેર વર્તાયો તેના દુષપરિણામો કોંગ્રેસપક્ષ માટે ભયંકર આવ્યા. તેને કારણે જે સમગ્ર ઉત્તર ભારતમાં કોગ્રેસની સને ૧૯૭૧માં ૨૩૬ લોકસભાની સીટો આવી હતી.સને ૧૯૭૭ તે ઘટીને બે, ફક્ત બે થઇ ગઇ. અનેસત્તા ગુમાવી.

મોદીજીનો સને ૨૦૨૪ની ચુંટણીમાં ' અબકી બાર ૪૦૦ પાર ' નો નારો હતો.ભાજપે ૨૪૦ સીટો મેળવી. બહુમતી ગુમાવી.પણ આંધ્રપ્રદેશ અને બિહારના પક્ષપલટુ મુખ્યમંત્રી ઓની મહેરબાનીથી મોદી સરકાર ચાલે છે. શું અને કેટલી કિંમત કે સોદાબાજી કરવી પડી હશે આવતી કાલના ઇતિહાસકારના શિરે છોડી દઇએ.!

ઇંદિરાજીની ઘોષિત કટોકટી અને મોદીકાળની અગીયાર વર્ષોની અઘોષિત કટોકટી અંગે મેં ફેસબુક પર ત્રણ લેખો અને બે યુ ટયુબસ એક વડીલ પત્રકાર કરણ થાપર અને દેશના અધિકૃત ઇતિહાસકાર રામચંદ્ર્ ગુહાની અંગ્રેજીમાં અને ભાઇ ઉર્વીશ કોઠારીની યુટયુબ ગુજરાતમાં ફોરવર્ડ કરી હતી.પ્રયત્નો કર્યા છે પ્રતિબધ્ધતા પ્રમાણે.

 


--