Monday, July 14, 2025

પુસ્તક પરિચય–“ ગાંધીવાદ” જ્ઞાન– વિજ્ઞાનની પધ્ધતિથી મુલ્યાંકન.

પુસ્તક પરિચય–– " ગાંધીવાદ" જ્ઞાન– વિજ્ઞાનની પધ્ધતિથી મુલ્યાંકન.

ગુજરાતી ભાષામાં રેશનાલીઝમ, વૈજ્ઞાનીક અભિગમ અને આધુનિક સમાજ સંચાલનના પરિબળોને આધારે ગાંધીવાદી મુલ્યોનું વાસ્તવીક મુલ્યાંકન કરતું ભાગ્યેજ કોઇ પુસ્તક હશે. બરોડા યુની.ના ફેકલ્ટી ઓફ સાયંસના ગણિતના ભુતપુર્વ પ્રો.રાવજીભાઇ પટેલે આવું પુસ્તક " Some Reflections on GANDHISM" અંગ્રેજીમાં " સેન્ટર ફોર સોસીઅલ સ્ટડી" સુરતમાં સને ૧૯૮૨માં આપેલા પ્રવચનોને આધારે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેનું પુન;મુદ્રણ પ્રો. રાવજીભાઇના દિકરા મનુભાઇ તથા ઇંદિરાબેનના આર્થક સહયોગથી શક્ય બન્યું છે. સદર પુસ્તકમાં ગાંધીવાદીમુલ્યોનું તટસ્થ મુલ્યાંકન કરવામાં આવેલ છે. વૈજ્ઞાનીક મુલ્યાંકનની ભાષા કાવ્યાત્મક કે નવલીકાની નથી પણ વૈજ્ઞાનીક પ્રયોગશાળામાં પ્રયોગ કર્યા પછી નિષકર્ષ આવે તેવી હોવાથી ખુરશી પર બેસીને વાંચતા હોય તો તેનો બેલ્ટ ટાઇટ કરીને વાંચવા વિનંતી છે. ગાંધી મુલ્યો સામે પ્રો. રાવજીભાઇ પટેલના વૈજ્ઞાનીક આુયુધો વચ્ચેના રેશનલ સંઘર્ષમાં માનસિક સમતુલા જાળવવાની અનિવાર્યતા છે. જે જાળવવી સરળ નથી. પણ પ્રયત્ન કરવાનું તો જોખમ લેજો જ.

(૧)  ગાંધીજીની સત્યની વિભાવના– નિરપેક્ષ( Absolute Truth) કે સાપેક્ષ( Relative Truth) ?   સત્યાગ્રહ– ગાંધીવાદી સત્યનો આધાર શું?  જ્ઞાન –વિજ્ઞાન,અભિગમ– સાથે કે આમને સામને– ઇન્દ્રીયજન્ય અનુભવ સિવાય કોઇપણ જ્ઞાન મેળવી શકાય? તેમની સત્યની વિભાવનાનો ખ્યાલ શું હતો?

(૨) આંતરિક અવાજને (Inner voice) અને અંતરાત્માનો અવાજ (conscience)અથવા સદવિવેકબુદ્ધિ કે નૈતિક શાણપણ બંને એક કે ભિન્ન? કોઇપણ વ્યક્તિના આંતરિક અવાજ આધારીત નિર્ણયને પ્રજા તરીકે તટસ્થ રીતે તપાસવાના માપદંડો કયા કયા હોઇ શકે?

(૩) ગાંધીજીએ જે ભાગલા માનવ સંસ્કૃતિના પાડ્યા છે ભારતીય સંસ્કૃતિ એટલે આધ્યાત્મિક અને પશ્ચીમી સંસ્કૃતિ એટલે ભૌતિકવાદી તેમાં કેટલું સત્ય છે. શું માનવજાતના તમામ વર્તમાન દુખો ભૌતીકવાદી સંસ્કૃતીનું પરિણામ છે?

(૪) શું નૈતીક્તાનો આધાર ધાર્મીક છે કે ઐહીક? વિ.

(૫) ગાંધીવાદી વૈચારીક ચળવળ કેમ આધુનિક સદીમાં વ્યક્તિ અને સામાજીક ક્રાંતિ માટેની અગ્રેસર બનવામાં નિષ્ફળ ગઇ?

(૬)ગાંધીજીના સર્વધર્મ સમભાવ અભિગમ આધારીત હિંદુ–મુસ્લીમ એકતા સ્થાપવામાંઆપણા દેશમાં કેમ સફળતા ન મળી? વિવિધ ધાર્મીક માન્યતા સાથે સદીઓથી જીવન જીવનારી પ્રજા, લોકશાહી જીવન જીવવાની સમાજ વ્યવસ્થામાં નાગરીક કેવી રીતે બની શકે?

પ્રો. રાવજીભાઇ પટેલે, વૈજ્ઞાનીક તાર્કીક અનુભવને  આ બધા પ્રશ્નોનું મુલ્યાંકન કરેલ છે. પણ સ્વતંત્રતાની ચળવળમાં દેશ વ્યાપી જાગરુકતા પેદા કરવા માટેના ગાંધીજીના પ્રયત્નો અંગે પ્રો પટેલને ગૌરવ છે. તે અંગે કાંઇ કહેવાનું નથી.

પુસ્તક પ્રાપ્તિનું સ્થાન– ગિરિશભાઇ સુંઢીયા. મો. નં 94266 63821.

 



--