ચાલો, આપણે કુદરતને ભજવાને બદલે સમજીએ–
ફેસબુક પર મેં ખાસ બે લેખોની ચર્ચા કરી હતી.એક નિરઇશ્વરવાદ કે નાસ્તિકવાદ અને બીજો ધર્મનિરપેક્ષ માનવવાદ. હવે આ બંને લેખોમાં એ સમજાવવાની કોશીષ કરી હતી કે કુદરતી નિયમબધ્ધતા અને કાર્યકારણના નિયમ ને આધારે દુન્યવી સત્ય શોધી શકાય તેમ છે.
આપણા પુર્વજો માટે અને કૃષિ સમાજ તરીકે એ સરળ ન હતું કે કેવી રીતે વ્યક્તિગત કે સામુહિક ધોરણે જે કાંઇ કુદરતી બનાવો કે ઘટનાઓ ઘટતી હતી તેને દૈવી પરિબળોના ખોફ કે આનંદ સિવાય બીજી કોઇ નિયમબધ્ધતાનું પરિણામ હોઇ શકે તે રીતે સમજવું??માનવીના કર્મો પ્રમાણે પછી તે પુર્વજન્મના હોય કે વર્તમાન જ્ન્મમાં કરેલા તેના ફળો દરેકને ભોગવવા પડે છે તેવા સરળ સત્યને કે અર્થઘટનને બહોળી સ્વીકૃતી મળી ગઇ હતી.
૨૫૦૦ વર્ષ પહેલાં ગ્રીક સમાજમાં અને ભારતમાં પણ એકજ અંધશ્રધ્ધા પ્રવર્તમાન હતી. જેને સત્ય તરીકે માનવામાં આવતી હતી કે આકાશમાં જ્યુપીટર(ગ્રીક સમાજમાં)નામનો દેવ છે;અને ભારતમાં ઇન્દ્ર નામનો આકાશમાં દેવ છે જે વરસાદ મોકલે છે. જેમ માણસ નારાજ થાય તો તેને આજીજી, કાકુલૂદી કે ભક્તી–અર્ચના કરીને સમજાવાય કે હૈ! આકાશી દેવ! તું વરસાદ મોકલ! અથવા અતિશય વરસાદ પડી ગયો હોય તો ખમ્મા કર! વ્યક્તિગત ધોરણે જે કોઇ ચેપી રોગ થતા બળિયા, શીતળા,પ્લેગ, મેલેરીયા કે કોવિડ વિ તો તેનું કારણ પણ ઇશ્વરી ખોફનું પરિણામ સમજવામાં આવતું હતું. સ્રીઓમાં વળગાડ, ભુતપ્રેત, ડાકણ જેવા માનવીયત્તર પરિબળોના પરકાયાપ્રવેશથી આપણે ત્યાં અને યુરોપમાં હજારો સ્રીઓને જીવતી સળગાવી દેવામાં આવતી હતી.જુના સમાજોમાં પછી તે સમાજો પુર્વના હોય કે પશ્ચીમના, કુદરત અને તેના પરિબળો ભજવા–પુજવા કે અર્ચના કરવાના સાધનો હતા. કુદરતી પરિબળો ક્યારેય તે સમયે જ્ઞાન પ્રાપ્ત કરી અને મુશ્કેલીઓ કે રોગો દૂર કરવાના સાધનો ન હતા.
કોઇપણ કુદરતી ઘટના અને ઇશ્વરી માન્યતા વચ્ચે પાયાનો તફાવત શું હોય છે? કુદરતી ઘટનાને તેના નિયમોથી પુરાવા સહિત આધારોની મદદથી સમજાવી શકાય છે. એટલું જ નહી તેના ખરાપણ અંગે વિશ્વના કોઇપણ ખુણે તટસ્થ રીતે તપાસીને તે જ તારણ કાઢીને, તે જ ઉપાય પ્રમાણે ચેપીરોગને અટકાવી શકાય છે.
કુદરત શું છે? અલૌકિક સાથે તેનો તફાવત– કુદરતનો નિયમ અને કાર્યકારણ શું છે? કુદરત, અલૌકિક, કુદરતના નિયમો અને કાર્યકારણને સમજવું ચાલો આ પરસ્પર જોડાયેલા ખ્યાલોને આપણે જ્ઞાન –વિજ્ઞાનની મદદથી સમજીએ.
1. કુદરત– કુદરત સમગ્ર ભૌતિક વિશ્વને સમાવે છે, જેમાં બધી અવલોકનક્ષમ ઘટનાઓનો સમાવેશ થાય છે. તે અંતર્ગત કાયદાઓ અને સિદ્ધાંતો દ્વારા સંચાલિત કારણ અને અસરની સાંકળ દ્વારા વર્ગીકૃત થયેલ છે. કુદરતની પ્રક્રિયાઓ નિયમિત અને અનુમાનિત છે, જે વૈજ્ઞાનિક તપાસ અને પ્રયોગમૂલક પુરાવા પર આધારિત છે.
2. અલૌકિક– અલૌકિક ઘટના કે બનાવનું સંચાલન કુદરતના જાણીતા નિયમોથી સ્વતંત્ર હોય છે. તે એવી ઘટનાઓ, અસ્તિત્વો અથવા ક્ષમતાઓનો ઉલ્લેખ કરે છે જે વૈજ્ઞાનિક સમજણ,ઇન્દ્રીયજન્ય અનુભવ અને તર્કવિવેક શક્તિની સમજૂતીની બહાર હોય છે. ઉદાહરણ તરીકે ભૂત, દેવદૂત, રાક્ષસો, જાદુ અથવા દૈવી હસ્તક્ષેપમાં માન્યતાઓનો સમાવેશ થાય છે.
3 કુદરતી નિયમબધ્ધતામાં પ્રજનનક્ષમતા નિયમતિ છે. તેનું અવલોકન અને અનુમાનિત ક્રમમાં સામાન્ય સહજ રીતે થતું હોય છે.અલૌકીક ઘટનામાં તેને દૈવી ઇચ્છા કે પરિણામ ગણવામાં આવે છે. તે ઘટના કુદરતી નિયમોના નિયમિત ક્રમથી અલગ રીતે બનતી હોય છે.
4. પ્રકૃતિનો નિયમ– પ્રકૃતિનો નિયમ એ એક મૂળભૂત સિદ્ધાંત છે. જે પ્રકૃતિમાં ચોક્કસ પેટર્ન અથવા સંબંધનું વર્ણન કરે છે, જેને વ્યાપક વૈજ્ઞાનિક પુરાવા અને અવલોકનો દ્વારા સમર્થન આપવામાં આવે છે. આ નિયમો સાર્વત્રિક, સ્થિર અને અવલોકનક્ષમ છે, જે ઉપ-પરમાણુ સ્તરથી લઈને અવકાશી ગતિવિધિઓ સુધીની ઘટનાઓને નિયંત્રિત કરે છે. ઉદાહરણોમાં ન્યૂટનના ગતિના નિયમો, ઊર્જા સંરક્ષણનો કાયદો અને મેન્ડેલનો અલગતાનો નિયમ શામેલ છે.
5. કાર્યકારણ એવા સંબંધનું વર્ણન કરે છે જ્યાં એક ઘટના બીજી ઘટના બનવાનું સીધું કારણ બને છે અથવા પ્રભાવિત કરે છે.દા.ત વીજળીનો ચમકારો અને ત્યારબાદ વાદળોમાં પેદા થતો ગડગડાટ.બીજું ઉદાહરણ– આ આઇઝેક ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમનું ઉત્તમ ઉદાહરણ છે. તે જણાવે છે કે દળ ધરાવતી વસ્તુઓ એકબીજાને આકર્ષે છે. પદાર્થ જેટલું વધુ દળ ધરાવે છે, તેનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ તેટલું મજબૂત હોય છે. પૃથ્વીનો વિશાળ દળ સફરજનને નીચે ખેંચે છે. ઋતુઓનું નિયમિત ચક્ર અને ચંદ્રના તબક્કાઓ: આ ઘટનાઓ અવકાશી મિકેનિક્સ અને ગુરુત્વાકર્ષણના નિયમો દ્વારા સંચાલિત થાય છે. તે એટલા સ્થિર છે કે તેમની ખૂબ જ ચોકસાઈથી આગાહી કરી શકાય છે. આ બધા ઉદાહરણો દર્શાવે છે કે કેવી રીતે પ્રકૃતિના નિયમો રોજિંદા ઘટનાઓથી લઈને જટિલ વૈજ્ઞાનિક અને ઇજનેરી સિદ્ધાંતો સુધી, કુદરતી વિશ્વના વર્તનને સમજવા અને આગાહી કરવા માટે એક માળખું પૂરું પાડે છે.