નાસ્તિકવાદ અથવા નિરઇશ્વરવાદ( Atheism) અને ધર્મનિરપેક્ષ માનવવાદ( Secular Humanism).
ફેસબુકના મિત્રો,
આપણા માટે ચિલાચાલુ ધર્મો જેવા કે ઇસાઇ, ઇસ્લામ, યહુદી, હિંદુ,બૌધ્ધ અને જૈન ધર્મો અને તેની આસપાસ ફુટી નિકળેલા સંપ્રદાયો, સમગ્ર જગતની તમામ વ્યક્તિગત અને સામુહિક સમસ્યાઓના ઉકેલ માટે આ બધા અપ્રસતુત અને અસમર્થ બની ગયા છે. તેના કહેવાતા મહત્વ અંગે ચર્ચા કરીને સમય પસાર કરવો જ વ્યર્થ છે. તે બધા વર્તમાન સામાજિક, રાજકીયઅને આર્થીક પ્રથાના ખુલ્લા કે પ્રછન્ન ટેકેદારો એટલા માટે છે કે તેમાં તેમનો ફક્ત રોટલો જ નહી પણ વૈભવ સમાયેલો છે.
યુરોપમાં આશરે ૫૦૦ વર્ષ પહેલાં શરુ થયેલી પુનરુજ્જીવન કે રિનેસન્સ કે નવજાગૃતિની ચળવળે સાબિત કરી દિધું કે તમામ ધર્મોના સત્યો પુરાવા વિહિન છે. માનવ સમસ્યાઓને ઉકેલ માટે લેશ માત્ર ઉપયોગી નથી. માનવ સમસ્યાઓાન ઉકેલ ને બદલે તમામ ધર્મોના સંચાલકોને પોતાની દુકાન ચલાવવામાં સ્થાપિત હિત છે. સદર નવજાગૃતિની ચળવળે ધર્મ ( ધર્મસંસ્થાઓ), રાજા ( રાજાશાહી)અને સામંતો ( જમીનદારી પ્રથા) સામે જ્ઞાન–વિજ્ઞાન આધારિત બળવો કરીને ઇશ્વરની જગ્યાએ માનવને મુકીને માનવકેન્દ્રીત સત્તા જે ગ્રીક અને અન્ય સમાજોમાં હતી તેને પુન;નિર્માણ કરી.
ઇશ્વરનું અસ્તિત્વ જ પુરાવા વિહીન બની ગયુ! માનવી નાસ્તિક કે નિરઇશ્વરવાદી બની ગયો. માનવી કુદરતી નિયમોને સમજીને પોતાના પ્રશ્નો ઉકેલવામાં ક્રમશ: સક્ષમ બની ગયો.
નાસ્તિકવાદ એટલે ઇશ્વરના અસ્તિત્વમાં અવિશ્વાસ.(Atheism, fundamentally, is the absence of belief in the existence of deities) તમામ પ્રકારની દેવ દેવીઓના અસ્તિત્વમાં અંધવિશ્વાસ નહી પણ પુરેપરો અવિશ્વાસ. ફક્ત સંપુર્ણ માન્યતા જ નહી કે તમામ ધર્મોના જુદા જુદા નામકરણ થી ઓળખાતા ઇશ્વરોનું પૃથ્વી, આકાશ, અવકાશ અને પાતાળમાં અસ્તિત્વ જ નથી પણ સંપુર્ણ ખાતરી સહિત માનવામાં(a lack of conviction) આવે છે કે તે બધાનું વ્યક્તિગત કે સામુહિક કોઇ અસ્તિત્વ જ નથી. નાસ્તિકતાના ખ્યાલે એક જ ધડાકે તમામ ધર્મોના ઇશ્વરોની વ્યકતિગત માનવીના વર્તમાન અને મૃત્યુ પછીના જિવનને અસરકરતી બોધકથાઓ કે ઉપદેશો અને તેમના ચલાવનાર પરોપજીવીઓની દુકાનો જ બંધ કરાવી દીધી.
નાસ્તિકો કે નિરઇશ્વરવાદીઓના પાયાના વૈચારીક આધારો–
(અ) ઇશ્વરના અસ્તીત્વમાં પુરેપરો અવિશ્વાસ.
(બ) ભુલેચુકે ઇશ્વર સિવાય કોઇ દેવ– દૈવી શક્તિ હોય તો તેના અસ્તિત્વમાં પણ અવિશ્વાસ.
(ક)આ તારણો માટે નાસ્તિકોનો ધરાર આધાર કારણની સર્વોપરિતા( Supremacy of reason & Objective evidence) અને વાસ્તવિક પુરાવા છે.નાસ્તિક તરીકે ચાલાકી કે છેતરપીંડી કર્યા સિવાયના સાર્વત્રિક તપાસી શકાય તેવા પુરાવાઆપો કે જેનાથી હું ઇશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ રાખી શકું!
(ડ) નાસ્તિકોનો પ્રાથમિક આધાર છે કે આ જગત માયા નથી. પણ તે કુદરતી નિયમબધ્ધતાથી સંચાલિત છે. કોઇ બહારની શક્તિ તેનું સંચાલન કરતી નથી. જગતએ વાસ્તવિકતા છે. વિજ્ઞાનની મદદથી તેના નિયમો સમજી શકાય છે.જગત એ કુદરતનો ભાગ છે. પણ માણસ એ પોતે આ જગતનો વાસ્તવિક ભાગ છે. તેથી માનવી પોતે પણ કુદરતનો એક ભાગ હોવાથી તેનું સંચાલન પણ નિયમબધ્ધ છે. ઇશ્વરી કે દૈવી હોઇ શકે નહી.
(ઇ) માનવીય નૈતિક વ્યવહાર માટે ( માનવ વચ્ચેના ભૌતીક વ્યવહારો માટે) ઇશ્વરી હુકમો કે ધાર્મીક ઉપદેશોની જરુર નથી. માનવીય અસ્તિત્વ ટકાવી રાખવા અને વિકસતુ રાખવા માટે (ઉત્ક્રાંતિના જીજીવિષાના સંઘર્ષ ને ટકાવી રાખવા) કુદરતી નિયમબધ્ધતા સમજીને તે પણ તર્કવિવેકપુર્ણ નિર્ણય(રેશનલ) લેતો શીખી ગયો છે. જે સજીવો, માણસ સહિત પોતાની રેશનલાટીનો ઉપયોગ કરીને કુદરતી નિયમબધ્ધતા ને સમજીને જ્ઞાન આધારિત નિર્ણય કર્યો છે તે જીવન ટકાવી રાખવામાં સફળ થયા છે. જે ખોટો નિર્ણય કર્યો છે તેવી હજારો સજીવ જાતિ –પ્રજાતિઓ પૃથ્વી પરથી સામુહિક રીતે નાશ પામી છે.એક બીજા માનવો પ્રત્યે દયા, કરુણા, પ્રેમ, સહાનુભુતિ, સહનશીલતા જેવા ગુણો વિકસાવી, તે પ્રમાણે નીજી વ્યયવહાર કરીને તે પોતે સુખી થાય છે અને અન્યને પણ સુખી કરે છે. આવી પરોપકારી વૃત્તી અન્ય સજીવોમાં પણ પોતાના માનસિક અને સામુહિક વિકાસ પ્રમાણે વિકસી છે.
(ફ) નાસ્તિકોનું સ્પષ્ટ પણ રેશનલ તારણ છે કે માનવ સહિત દરેક સજીવનો જન્મ કોઇપણ પ્રકારનો ઇશ્વરી કે ઐહીક હેતુ સિધ્ધ કરવા થયો નથી. આટલી મોટી વિશાળ પૃથ્વીની ૭ કે ૮ અબજની વસ્તીમાં કોઇપણ સ્થળે કે ખુણે, નર–માદાના સંયોજનથી જન્મ થવો તેની પાછળ આકસ્મિક તુક્કો જ છે. બીજુ કોઇ રેશનલ અને વ્યાજબી કારણ હોઇ શકે નહી.તે તુક્કાના પરિણામ સ્વરુપે મારા કે તમારા મા–બાપ જે ધર્મ–સંપ્રદાયની કંઠી બાંધનાર હશે તેવી કંઠી વારસામાં આપશે. અને તે ઉપદેશોને સંસ્કાર –સંસ્કૃતિનું લેબલ આપીશું. તેને માટે પાછુ ગૌરવ! વિ વિ ની ભરમાળનાં જાળાબાવા! નાસ્તિકો કહે છે કે તે તુક્કાના કૃત્રિમ ગર્ભમાંથી બહાર નિકળવા કેવા પ્રયત્નો કરવાની જરુર છે?
(જી) અહીયાં નાસ્તિકો કે નિરઇશ્વરવાદીઓનું કાર્યક્ષેત્ર પુરું થાય છે.( મેં સંશયવાદીઓ, Skeptic,or Agnostic ની આ ચર્ચામાં નોંધ સમજપુર્વક નથી કરી. કારણકે તેઓ સ્પષ્ટ રીતે ઇશ્વરના અસ્તિત્વ અંગે સંશયવાદી તો છે જ.) પણ હવે ધર્મનીરપેક્ષ માનવવાદીઓ (secular humanism)નું ક્ષેત્ર શરુ થાય છે. કારણકે નાસ્તિકો પાસે વૈચારીક માનવ કેન્દ્રીત મુલ્યો આધારિત વિચારસરણી હોઇ શકે નહી. નાસ્તિકોની રમત ફક્ત ઇશ્વરના અસ્તિત્વના પુરાવા નહિ હોવાને કારણે જે તે સ્થળે પુરી થઇ જાય છે.પેલા ધાર્મીકોની વિચારહિનતા કે જડતા જેવો જ અભિગમ નાસ્તિકોનો હોય છે. હિટલર, સ્ટાલિન, માઓત્સેતુંગ, તે બધા નાસ્તિક વ્યક્તિઓના ઐતિહાસિક નમુના છે. જેણે સત્તા પ્રાપ્ત થતાં પોતાના દેશના લાખો નહી કરોડો લોકોને ધાર્મીક કે વિધાર્મીક (હિટલરના કેસમાં યહુદી) હોવાને કારણે નરસંહાર કરતાં લેશમાત્ર માનવીય અનુકંપા અનુભવી નહતી. ધાર્મિકોની વિધાર્મીકો સામે અસહિષ્ણુતા અને સામ્યવાદી નાસ્તિકતા આધારીત વર્ગવિગ્રહ સત્તા પ્રાપ્તિ માટેની અનિવાર્ય સીડી હતી અને છે. બંનેની પોતાના જાહેર કરેલ શત્રુઓ માટે હિંસાના સાધન અને માનસિકતા જુદી હોતી નથી. ધર્મનીપેક્ષ માનવવાદની ચર્ચા ( (secular humanism) બીજા ભાગમાં.