રેશનાલીટીનું હાર્દ વિવેક છે. ફક્ત વિવેક નહી પણ તર્કવિવેકશક્તિ.
રેશનાલીટીનું હાર્દ વિવેક છે. ફક્ત વિવેક નહી પણ તર્કવિવેકશક્તિ.વિવેક શબ્દના અર્થમાં ખરુ ખોટુ જાણવાની શક્તિ આમેજ છે.પણ સાથે સાથે અને ગુજરાતી ભાષામાં મોટા ભાગે વિવેક એટલે વિનય,સભ્યતા,ડહાપણ, ચતુરાઇ, કરકસરતા, ત્રેવડ વિ. ના સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવે છે. તર્કવિવેકશક્તિને અંગ્રેજીમાં આપણે Cognition, reason—Ability to discriminate or judgement, discretion–વિવેકબુધ્ધિ, સાચું ખોટું નક્કી કરવાની વિચાર શક્તિ તરીકે સમજી શું.
હવે પશ્ચીમી જગતમાં એક શબ્દ 'રેશનાલીટી( Rationality)છે.અને બીજો શબ્દ છે એમ્પિરિસિઝમ ( Empiricism)છે.બંને શબ્દો માનવજાતને, રેનેશાંસ અને જ્ઞાનપ્રબોધન( Enlightenment age)યુગની ભેટ તરીકે મળેલ છે. અનકુળતા ખાતર આપણે પહેલો શબ્દ ચર્ચા માટે એમ્પિરિસિઝમ લઇશું. તેનો અર્થ ગુજરાતીમાં ઇન્દ્રીયજન્ય અનુભવ( Sensory Experiences) છે.આપણી પાસે જૈવીક ઉત્ક્રાંતિની દેન તરીકે જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા પાંચ ઇન્દ્રીયો વિકસી છે. આંખ, નાક, કાન, જીભ અને ચામડી. સદર પાંચેય ઇન્દ્રીયો આપણા મગજને પોતાના કાર્ય પ્રમાણેના સંદેશા મોકલે છે.માનવી ઉપરાંત તમામ સજીવોમાં ઉત્ક્રાંતિની સ્ટેજ પ્રમાણે ઇન્દ્રીયો વિકસી છે. તે કોઇ ઇશ્વર, અલ્લાહ કે જીસસની નવરાશની પેદાશનું પરિણામ નથી.
જ્હોન લોક( ૧૬૩૨–૧૭૦૪) અંગ્રેજ અને ડેવીડ હ્યુમ(૧૭૧૧–૧૭૭૬) સ્કોટલેંડ બંને એવા તત્વજ્ઞાનીઓ હતા જેમનું તારણ હતું કે જ્ઞાન ફક્ત ઇન્દ્રીયજન્ય અનુભવનું જ પરિણામ છે.મગજની વિચારશક્તિનું અસ્તિત્વ અને નિર્ણયો ઇન્દ્રીયો દ્રારા મળેલા સંદેશાઓનું ફક્ત પરિણામ છે. જે ક્ષણે ઇન્દ્રીયો મૃત પામે છે પછી માનવ બ્રેઇન અને મન પણ કામકરતું બંધ થઇ જાય છે.
તેની સામે રેન ડેકારટેસ (૧૫૯૬–૧૬૫૦)ફ્રાંસ અને લેબીન્ઝ(૧૬૪૬–૧૭૧૬)જર્મની. રેન ડેકારટેસનું એક સુપ્રસિધ્ધ વાક્ય છે." I think; therefore I am." હું વિચારું છું માટે મારુ અસ્તિત્વ છે. આ તારવેલું અનુમાન છે. દા.ત કાગડા બધા કાળા છે. કમ્પ્યુટર બધા જ કાળા હોય છે. માટે દરેક કમ્પ્યુટર કાગડો છે. સોક્રેટીસને એક યુવાને પ્રશ્ન પુછયો? ઘોડાને દાંત કેટલા હોય છે. માણસને બે પગ છે અને બત્રીસ દાંત છે. સોક્રેટીસનો જવાબ પણ ઘોડાને તો ચાર પગ છે માટે ચોસઠ દાંત હોવા જોઇએ. આ બધા તારવેલા અનુમાનો છે. પણ તારવેલા અનુમાનો હંમેશાં સાચા ન પણ હોય! તેને વાસ્તવિક અનુભવથી, ઇન્દ્રીયજન્ય અનુભવોથી તપાસવા પડે.
બીજી બાજુ ઇન્દ્રીયજન્યના વાસ્તવિક નિરિક્ષણો પણ સાચા ન હોય. દા.ત. પાણીમાં ડુબાડેલી લાકડી આપણે જોઇએ તો વાંકી અથવા ત્રાંસી લાગે છે.તે મગજને આપેલો સંદેશો ખોટો છે. હવે પછીના આ તારણ માટે ઇન્દ્રીયજન્ય અનુભવ સિવાય આપણે તારણ કાઢી શકીએ છીએ. બે સમાન લીટીઓ ક્યારેય એક બીજાને મળે નહી.અને બે ગુણ્યા ચાર આઠ જ થાય.
જર્મન તત્વજ્ઞાની ઇમેન્યુઅલ કાંટે( ૧૭૨૪–૧૮૦૪) પોતાના પુસ્તક " Critique of Pure Reason " માં સાબિત કર્યું કે 'તર્કવિવેકશક્તિ' આધારીત સત્ય તે ઇન્દ્રીયજન્ય અનુભવ અને મનની કારણ શોધવાની પ્રક્રીયા ( Laws of Causation or Every thing has cause) બંનેના સંયુક્ત અને સંયોજનનું પરિણામ છે. દરેક વસ્તુ, પદાર્થની સાચી ઓળખ માનવની તર્કવિવેક શક્તિના અનુમાન પર ચોક્ક્સ આધારીત છે.તે સત્ય શોધવાનો સાચો માર્ગ છે. વસ્તુ કે પદાર્થને માનવ મન કેટલું ગ્રહણ કરે છે તેના પર અવલંબિત નથી.
સને ૧૯૪૮માં એમ. એન રોય અને તેમના સાથીદારોએ રેડીકલ હ્યુમેનીઝમના ૨૨ સિધ્ધાંતો બહાર પાડ્યા હતા. તેમાં ૧૩મો સિધ્ધાંત જણાવે છે કે " માનવીય નૈેતિકતાનો વિકાસ તેની તર્કવિચારશક્તિનું પરિણામ છે. ( The man is moral because he is a rational being.) માનવીની તર્કવિવેકશક્તિનો ઉદ્રગમ એક બાજુએ દરેક સજીવોની જીજીવિષા ટકાવી રાખવાની વિવેકવિચારશક્તિ અને બીજીબાજુએ તમામ કુદરતી પરિબળો નિયમબધ્ધ છે, યાંત્રિક છે, સ્વયંસંચાલિત છે, અને તેના સંચાલનના નિયમોને માનવ બૌધ્ધીક સમજ શક્તિથી સમજી શકાય છે.એક બાજુ ડાર્વીનનો ઉત્ક્રાંતિવાદ અને બીજીબાજુ સર આઇઝેક ન્યુટનના ભૌતિક જગતને સમજવાના નિયમો માનવીને નૈતિકતા તરફ દોરી જાય છે. કુદરતી નિયમો ઇશ્વર સંચાલિત નથી. તે નિયમો આધારીત પરિણામોમાં દયા, મમતા,ખુશામત, લાગણી, પ્રેમ કશું જ હોઇ શકે નહી.
આશરે ૩૦૦૦ વર્ષ પહેલાં સોક્રેટીસ–પ્લેટો – એરીસ્ટોલ–ત્રણેયના જન્મ પહેલાં ગ્રીક તત્વજ્ઞાની અપિક્યુરસે સદાબહાર, કાયમ માટેનું એક વાક્ય ઉચ્ચાર્યું હતું. " I want to be moral not to please GOD but to please myself." હું ઇશ્વરને ખુશ કરવા નૈતિક બનતો નથી.પણ બીજા માનવીને મદદ કરવામાં મને ખુશી મળે છે. તેની ખુશીમાં તેના અસ્તિત્વ સાથે મારુ અસ્તિત્વ પણ અનિવાર્ય રીતે સંકાળાયેલું છે. માટે હું તેને મદદ કરીને આનંદ મેળવું છું.
ભારત –પાકિસ્તાને, ઇઝરાઇલ–પલેસ્ટાઇન–ઇરાન–અમેરીકા– યુક્રેન– રશિયા અને ચીન શસ્રોની ટોચ પર બેસીને યુધ્ધના હાકલા વગાડનારાને ખબર નથી કે શું કુદરતી નિયમબધ્ધતા યાંત્રિક છે?
આપણી ગુજરાતી કહેવત મોદીજી! બાવળીયા ઉગાડવાથી ક્યારેય કેરી પાકે નહી. દેશઅને દુનિયામાં નફરત, ધિક્કાર અને હિંસક સત્તાને આધારે સરકાર ચલાવવાના સંસ્કાર કોને તમને આપ્યા? માફ કરજો! અમને તમારા બા હીરાબાએ તો પ્રજાનું કલ્યાણ કરવાના અઅશીર્વાદ આપ્યા હતા. તે યાદ છે! ક્યારે? વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર આશીર્વાદ લેવા ગયા ત્યારે! માતાના મૃત્યુ પછી તે ખોળાને લાંછન લગાવીને હીરાબા ના ખોળે જન્માય નથી તેવું વારંવાર કહ્યું છે.તમારી માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવકએ, તેના મનુસ્મૃતિના એજન્ડાને અમલમાં મુકવા તો ચાવી ભરલો ૨૧મીસદીના સાધનોનો ભરચુક ઉપયોગ કરનારો તમારા જેવો જ રોબોટ બનાવ્યો છે. વાલીયા લુંટારામાંથી રામાયણના રચઇિતા વાલ્મીક રુષી બનાવવાની ભારતીય સંસ્કૃતિનું સત્યાનાશ–નિકંદન કોને કાઢયું?. બાબા સાહેબ આંબેડકરનું તારણ હતું કે–બ્રાહ્મણવાદી–મનુસ્મૃતિવાળી– વર્ણવ્યવસ્થાએ.