ધર્મનિરપેક્ષ માનવવાદ– ભાગ–૨.
આજે હવે આપણે નાસ્તિકવાદની સ્વીકૃતિ પછી ઇશ્વરમાં આસ્થા સિવાયની માનવીય નૌકા, બ્રહ્માંડના અફાટ અને અસીમ સમુદ્રમાં કયા કયા માનવીય સાધનોથી પુરેપુરા આત્મવિશ્વાસ સાથે બિનદાસ રીતે આગળ ચલાવવી તેની ચર્ચા કરીશું.
એક બાજુ માનવીય સંસ્કૃતિનો ગ્રીક સમાજનો આશરે ૨૫૦૦ સાલપુરાણો વારસો માનવકેન્દ્રી વૈચારીક હતો. પણ દૈવી નહી હતો.બીજી બાજુએ બરાબર તે જ સમયકાળ હતો જ્યારે ભારતમાં ચાર્વાક અને બ્રહસ્પતિ દ્રારા વાસ્તવિક કુદરતી જગતને સમજીને વર્તમાન જીંદગી જ આખરી અને કાયમી જીંદગી છે તેમ સમજીને સુખી ભૌતીક જીંદગી જીવવાનો માર્ગ જ યોગ્ય માર્ગ છે તે વિચારસરણીનું મહત્વ હતું. ઐતિહાસિક પરિબળોની તાકાત સામે આ માનવકેન્દ્રી ભૌતિકવાદી વિચારો લગભગ પશ્ચીમી સંસ્કૃતિમાં ૧૦૦૦ કરતાં વધુ વર્ષો સુધી માનવજાતના ગર્ભમાં સુરક્ષિત રહીને પણ દટાયેલા રહ્યા હતા.ભારતમાં સદર માનવ સુખાકારી વિચારોને તેના ગર્ભમાંથી બહાર નીકળવાના છેલ્લા ૨૫૦૦ વર્ષોમાં જેટલા પ્રયત્નો કરવામાં તે બધા જ નિષ્ફળ ગયા છે.
વીસમી સદીમાં માનવીય ભૌતીક–કુદરત કેન્દ્રીત ક્રાંતિની કસુવાડ કરવાનું કાર્ય આપણા દેશમાં મોહનલાલ કરમચંદ ગાંધીએ કર્યું હતું. અને એકવીસસદીમાં તે બાકી રહેલું કામ નરેન્દ્ર દામોદરદાસ મોદીએ પોતાની માતૃસંસ્થા આર એસ એસ ની મદદથી, તન, મન અને ધનનો ઉપયોગ કરીને પુર્ણ કરવા ચોવીસ કલાક મેદાને પડેલ છે. મો. ક. ગાંધીનું અહીંસક, સર્વધર્મસમભાવ અને આશ્રમ સંસ્કૃતીની આસપાસ એવું સુરક્ષિત'સુગર કોટેડ' હતું. તેથી સહેલાઇથી ખબર પડયું નહિ અને કુદરતી મોતે મૃત્યુ પામ્યું છે. જ્યારે ન.મો.ના મોડલમાં નફરત, હિંસા અને ઉગ્ર હિંદુત્વનો નકાબમાં તે ઘરબાઇ ગયેલું પ્રછન્ન છે.
ધર્મનિરપેક્ષ માનવવાદ ઇશ્વરને ત્યજીને આવેલી માનવકેન્દ્રી એહીક વિચારસરણી છે. તે વિચારસરણી સંપુર્ણ મારા–તમારા વ્યક્તીગત અને સામુહિક સર્વાંગી ભૌતીક સશક્તિકરણ કરવા માટે કુદરતી પરિબળો અને તેના સંચાલનના નિયમો સમજીને ઉપયોગ કરે છે.માનવ જીવનની જેટલા પ્રકારની સમસ્યાઓ છે તેટલાજ પ્રકારના ઉપાયો ધર્મનિરપેક્ષ માનવવાદમાં નિહીત રીતે સમાયેલા છે.
સદર વિચારસરણી કોઇ ધાર્મીક વિચારસરણી નથી. તેનો સર્જક કોઇ આકાશમાં બિરાજમાન કોઇ સર્વોપરી સત્તા નથી.તેનું કોઇ બાયબલ, કુરાન કે ગીતા જેવું સર્વવ્યાપી હાથવગું ઉપદેશ આપનાર પુસ્તક નથી. જેનું જ્ઞાન આધારીત ટીકા કે વૈજ્ઞાનિક અભિગમથી મુલ્યાંકન થઇ શકે!
ધર્મનિરપેક્ષ માનવવાદ વિચારસરણીના પાયા આપણા પલંગ કે દેશી ખાટલાના પાયાની માફક કુલ ચાર પાયા છે.તેના આગળના બે પાયા ૧૯મી સદીના જીવવૈજ્ઞાનીક ચાર્લસ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના બે સિધ્ધાંતો છે. એક, દરેક સજીવનો પોતાની જીજિવીષા ટકાવી રાખવાનો ભૌતીક પ્રયત્ન(Urge to exist biologically) છે. બીજો, તે જીવન ટકાવી રાખવા સજીવો પોતાના અંગોમાં કુદરતી વાતાવરણ પ્રમાણેના ફેરફારો(Principle of Natural Selection) કરે છે.બીજા બે છેલ્લા પાયામાં, એક, માનવ સહિત દરેક સજીવોને મદદરુપ બાહ્યજગતના કુદરતી પરિબળો જેવા કે સૂર્ય,ચંદ્ર્,પૃથ્વી,વાતાવરણના સંચાલનમાં નિયમબધ્ધતા( The nature is law governed & its laws are knowable)છે. જે દરેક સજીવની માફક માનવીપણ કુદરતી નિયમબધ્ધતાને આધારે જ્ઞાન આધારીત સત્યશોધક બની ગયો છે.બીજો, કુદરતી દરેક ઘટનાને બનવા પાછળ કારણ જવાબદાર "કાર્યકારણનો નિયમ" હોય છે.(The law of causation.) જે દરેક સજીવની માફક માનવીપણ સદર બે નિયમો કુદરતી નિયમબધ્ધતા અને કારણની સર્વોપરિતાનો ઉપયોગ કરીને જ્ઞાન આધારીત સત્યશોધક બની ગયો છે. આમ બે જીવશાસ્ર અને બે ભૌતિકશાસ્રના નિયમોએ કુલ ચાર નિયમોએ માનવ માત્રને ઇશ્વર અને તેના ધર્મોના સામ્રરાજ્યની પકડમાંથી કાયમ માટે મુક્ત બનાવીને " તું તારા દિલ નો દિવો બની ને તેના પ્રકાશથી તારો માર્ગ સાથીઓની મદદથી શોધી સતત વિકસતો રાખ!." તે સંદેશ આપે છે.
ઉત્ક્રાંતિજીવશાસ્રના બે નિયમો અને ભૌતીકશાસ્રના બે નિયમો વૈશ્વીક છે.રાષ્ટ્રીય સીમાઓથી પર છે. આ નિયમોનો ઉપયોગ કરીને ધર્મનિરપેક્ષ માનવવાદી વિચારસરણીએ પૃથ્વી પરના રહેવાસી માનવીને સ્વતંત્ર બનાવ્યો છે. જ્યાં જયાં દેશ અને દુનિયામાં ધર્મ, રાજ્ય અને સમાજ પોતાની સત્તાની બેડીઓ માનવીના પગમાં નાંખે છે તેમાંથી મુક્ત કરવાનો પ્રાથમિક એજન્ડા ધર્મનિરપેક્ષ માનવવાદનો છે.
આમ,ધર્મનિરપેક્ષ માનવવાદ એક તત્વજ્ઞાન કે દાર્શનિક વિચારસરણી છે. જેનો આધાર ભૌતીકવાદ જે પુરાવા આધારિત વાસ્તવિકતા(Physical Realism) છે તેના પર અવલંબિત છે. તે ભૌતીક હોવાથી તે નિરિક્ષણ(ઇન્દ્રીજન્ય અનુભવ)અને વિચારશક્તી(Reason)મદદથી સત્ય શોધી કાઢે છે. પરંપરાગત અર્થમાં ધર્મ ન હોવા છતાં, ધર્મનિરપેક્ષ માનવવાદ અર્થપૂર્ણ અને નૈતિક જીવન જીવવા માટે એક માળખું પ્રદાન કરે છે. માનવ માનવ વચ્ચેનો શાંતિભર્યો, સહિષ્ણુ અને જ્ઞાન આધારિત નૈતીક વ્યવહાર જ વ્યક્તિગત અને સામુહિક દુન્યવી પ્રગતિની નિશાની છે.