Sunday, March 30, 2025

ભાગ –૪. સાવરકરનામા(૧૯૧૦–૧૯૪૮)


ભાગ –૪. સાવરકરનામા(૧૯૧૦–૧૯૪૮)

વિનાયક દામોદર સાવરકર( જન્મ૧૮૮૩–અવસાન૧૯૬૬)

બ્રીટિશ સરકાર સામે સાવરકરે બે ગુના કર્યા હતા.એક મદનલાલ ધીંગારાને મદદ કરીને ઇગ્લંડમાં ગોરા ઓફિસરનું ખુન કરવામાં અને બીજું પેરીસથી છુપી રીતે નાસિકમાં રીવોલ્વર મોકલીને નાસિકના ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ જેકસનનું ખુન કરાવવામાં રિવોલ્વર પરી પાડવાનું વિ. સાવરકરને કુલ ૫૦વર્ષની સજા કરવામાં આવી હતી. બંને ગુનાઓ સાવરકરે પોતે કર્યા છે તેવી કબુલાત સાવરકરે કરેલી હતી.

૪–૦૭–૧૯૧૧થી ૬–૧– ૧૯૨૧સુધી અંદામાનની જેલમાં. ૧૯૨૧ થી ૧૯૨૪ રત્નાગીરી જેલમાં. આ સમયગાળા દરમ્યાન કુલ દસ દયાની અરજીઓ કરી હતી.અનુક્રમે પહેલી, વર્ષ ઓગસ્ટ૧૯૧૧(જેલમાં આવ્યા પછી દોઢ જ માસમાં) બીજી ઓકટોબર ૧૯૧૨,ત્રીજી નવેંબર ૧૯૧૩,ચોથી ઓક્ટોબર૧૯૧૭,પાંચમી૧૯૧૮,છઠ્ઠી ૧૯૧૯ અને સાત,આઠ જાન્યુઆરી અને માર્ચ૧૯૨૦. આ ઉપરાંત સાવરકરની પત્ની અને તેના ભાઇની પત્નીએ સ્વતંત્ર દયાની અરજીઓ કરી હતી.કુલ દસ દયાની અરજો કરી હતી. બ્રીટિશ રાજ્યના આશરે ૨૦૦ વર્ષ કરતાં વધુ સમયમાં સાવરકર અને તેના કુટુંબના જેટલી દયાની અરજીઓ કોઇ હિંસક ક્રાંતિકારી કે ગાંધીવાદી અહિંસક ક્રાંતિકારીએ જેલમાંથી છુટવા માટે કરી ન હતી.તો પણ " વીર"(?) નું આભુષણતો સાવરકરને ફાળે જ જાય છે. સાવરકરે પોતાની દયાની અરજોમાં શું શું લખ્યું છે.[BS1]  સ્વતંત્ર સંગ્રામની કરોડરજ્જુ જ ભાંગી નાંખે તેવું આ "વીરે" જે લખ્યું છે તે પહેલાં શહીદે આઝમ 'ભગતસીંહ'ની કક્ષાના શહીદોએ જે લખ્યું છે તેને શ્રધ્ધાંજલી રુપે આપણે આજે વાંચી તો લઇએ!

(૧) મદનલાલ ધીંગારા–ઉં વ ૨૫. લંડનના "ઇંડીયા હાઉસ"માં ટી પાર્ટી માટે બોલાવીને ગોરા અંગ્રેજ' સર કર્ઝન "Wyllie"ને પોઇંટ બ્લેન્ક ગોળી મારી અને મારી નાંખ્યા.

" કબૂલ કરું છું કે બીજા દિવસે મેં દેશભક્ત ભારતીય યુવાનોના અમાનવીય ફાંસી અને દેશનિકાલનો બદલો લેવા માટે અંગ્રેજોનું લોહી વહેવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આમાં મેં મારી પોતાની ફરજ સિવાય બીજું કંઈ વિચાર્યું નથી. હું માનું છું કે વિદેશી બંદુકોની બેયોનેટથી દબાયેલો દેશ કાયમી યુદ્ધની સ્થિતિમાં છે. કારણ કે ખુલ્લી લડાઈ નિઃશસ્ત્ર જાતિ માટે અશક્ય બની જાય છે, તેથી મેં મારી પિસ્તોલ કાઢી અને ગોળીબાર કર્યો.

એક હિન્દુ તરીકે, મને લાગે છે કે મારા દેશ સાથે કરવામાં આવેલું અન્યાય ભગવાનનું અપમાન છે. તેનું કારણ રામનું કારણ છે. તેની સેવા શ્રી કૃષ્ણની સેવા છે. સંપત્તિ અને બુદ્ધિમાં ગરીબ, મારા જેવા પુત્ર પાસે માતાને પોતાના રક્ત સિવાય બીજું કંઈ આપવાનું નથી અને તેથી મેં તેની વેદી પર તે જ બલિદાન આપ્યું છે. ભારતમાં જરૂરી એકમાત્ર પાઠ એ છે કે મારી શહાદતમાં મરવાનું અને ગૌરવ કેવી રીતે લેવું તે શીખવું.

    મારી એકમાત્ર પ્રાર્થના છે કે હું એ જ માતાના જન્મથી પુનર્જન્મ પામું અને જ્યાં સુધી હેતુ સફળ ન થાય ત્યાં સુધી હું એ જ કારણમાં ફરીથી મૃત્યુ પામું, અને તે માનવતાના ભલા અને ભગવાનના મહિમા માટે મુક્ત રહે. વંદેમાતરમ.

તા,ક, તે સમયના ઇંગ્લેંડના વડાપ્રધાન લોઇડ જ્યોર્જ અને વિનસ્ટન ચર્ચિલ બંનેએ મદનલાલ ધિંગારાની ફાંસી પહેલાંના કબુલાતનામું અંગે આ પ્રમાણે પ્રત્યાઘાત આપ્યો હતો.– " It was among the finest ever made in the name of patriotism."

ભગતસીંગ(ઉ વ ૨૩.)ની ફાંસી પહેલાંની રજુઆત–

પંજાબના રાજ્યપાલને -

ભગતસીંગ કહે છે કે તેઓ અને તેમના સાથીઓ ઇગ્લેંડના રાજા સામે યુદ્ધ કરવા બદલ દોષિત છે.ન્યાય દ્વારા, આપણે યુદ્ધના કેદી છીએ. ઠીક છે, પરંતુ આપણું યુદ્ધ ચાલુ રહેશે. તે જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપો ધારણ કરી શકે છે. તે હવે ખુલ્લું, હવે છુપાયેલું, હવે સંપૂર્ણ આંદોલનકારી, હવે ઉગ્ર જીવન અને મૃત્યુનો સંઘર્ષ બની શકે છે.

લોહિયાળ કે તુલનાત્મક રીતે શાંતિપૂર્ણ, તે કયા માર્ગને અપનાવવો તે પસંદ કરવાનું તમારા પર નિર્ભર છે. તમને ગમે તે પસંદ કરો. પરંતુ ક્ષુદ્ર ( Petty)(અયોગ્ય)અને અર્થહીન નૈતિક વિચારધારાઓને ધ્યાનમાં લીધા વિના તે યુધ્ધ સતત ચલાવવામાં આવશે!

જ્યાં સુધી સમાજવાદી પ્રજાસત્તાક સ્થાપિત ન થાય અને વર્તમાન સામાજિક વ્યવસ્થા સંપૂર્ણપણે સામાજિક સમૃદ્ધિ પર આધારિત નવી સામાજિક વ્યવસ્થા દ્વારા બદલવામાં ન આવે અને આમ દરેક પ્રકારના શોષણનો અંત ન આવે ત્યાં સુધી તે હંમેશા નવા જોશ, વધુ હિંમત અને અડગ નિશ્ચય સાથે રહેશે.

મારા મત મુજબ માનવજાત વાસ્તવિક અને કાયમી શાંતિના યુગમાં પ્રવેશી રહી છે.ખૂબ જ નજીકના ભવિષ્યમાં અંતિમ યુદ્ધ લડવામાં આવશે અને અંતિમ સમાધાન થશે.મૂડીવાદી અને સામ્રાજ્યવાદી શોષણના દિવસો ગણતરીના છે. યુદ્ધ ન તો આપણી સાથે શરૂ થયું હતું અને ન તો આપણા જીવન સાથે સમાપ્ત થવાનું છે. તે ઐતિહાસિક ઘટનાઓ અને હાલના વાતાવરણનું અનિવાર્ય પરિણામ છે.

આપણું નમ્ર બલિદાન એ સાંકળની એક કડી હશે જે (જતીન) દાસના અપ્રતિમ બલિદાન અને કોમરેડ ભગવતી ચરણના સૌથી દુ:ખદ પરંતુ ઉમદા બલિદાન અને આપણા યોદ્ધા ચંદ્રશેખર આઝાદના ગૌરવપૂર્ણ મૃત્યુ દ્વારા ખૂબ જ સચોટ રીતે સુશોભિત કરવામાં આવ્યું છે.

આપણા ભાગ્યના પ્રશ્નના સંદર્ભમાં, કૃપા કરીને અમને કહેવા દો કે જ્યારે તમે મૃત્યુદંડ આપવાનો નિર્ણય લીધો છે, ત્યારે તમે ચોક્કસપણે તે કરશો. તમારા હાથમાં સત્તા છે અને શક્તિ આ દુનિયામાં સૌથી મોટું વાજબીપણું છે. અમે જાણીએ છીએ કે "શક્તિ સાચી છે"( Might is right") સૂત્ર તમારા માર્ગદર્શક સૂત્ર તરીકે કામ કરે છે. અમારી સમગ્ર ટ્રાયલ તેનો ન્યાયી પુરાવો હતો. અમે નિર્દેશ કરવા માંગતા હતા કે તમારી કોર્ટના ચુકાદા મુજબ અમે યુદ્ધ કર્યું હતું અને તેથી યુદ્ધ કેદીઓ હતા. અને અમે એવો દાવો કરીએ છીએ કે અમારી સાથે આવું વર્તન કરવામાં આવે, એટલે કે ફાંસી આપવાને બદલે ગોળી મારીને મારી નાંખવામાં આવે. તમારી કોર્ટે જે કહ્યું તે ખરેખર સાર્થક હતું તે સાબિત કરવાનું તમારા પર છે. અમે વિનંતી કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમે ખૂબ જ કૃપા કરીને લશ્કરી વિભાગને આદેશ આપશો કે તેઓ તેમની ટુકડી મોકલે અને અમને ફાંસીને બદલે બંદુકની ગોળી મારી ઉડાવી દે!  

તમારા ભગતસિંહ..

ભગતસીંગનો બીજો પત્ર.

તેને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવશે. તેની ફાંસીના આગલા દિવસે, તે તેના સાથીઓને એક પત્ર લખે છે. તેણે લખેલો છેલ્લો પત્ર છે.

સાથીઓ,

જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ તે સ્વાભાવિક છે, હું તેને છુપાવવા માંગતો નથી. પણ હું એક શરતે જીવતો રહી શકું છું કે હું કેદમાં કે કોઈ બંધન સાથે જીવવા માંગતો નથી.

મારું નામ હિન્દુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ગયું છે, અને ક્રાંતિકારી પક્ષના આદર્શો અને બલિદાનોએ મને ખૂબ જ ઊંચો કરી દીધો છે-એટલો ઊંચો કે હું જીવિત હોવાની સ્થિતિમાં ચોક્કસપણે ઊંચો ન હોઈ શકું.

 આજે મારી નબળાઈઓ લોકોને દેખાતી નથી. જો હું ફાંસીમાંથી છટકી જઈશ, તો તે સ્પષ્ટ થઈ જશે અને ક્રાંતિનું પ્રતીક કલંકિત થઈ જશે, અથવા કદાચ નાબૂદ થઈ જશે. પરંતુ હિંમત સાથે ફાંસીના માંચડે ચઢવાથી હિન્દુસ્તાની માતાઓ ભગતસીંગ જેવા બાળકોની આકાંક્ષા કરશે અને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે સામ્રાજ્યવાદી શક્તિઓ અથવા બધી શૈતાની શક્તિઓ માટે ક્રાંતિને રોકવી શક્ય બનશે નહીં.

 અને હા, આજે પણ મને એક વિચાર આવે છે - કે મારા દેશ અને માનવજાત માટે કંઈક કરવાની જે આકાંક્ષા મારા હૃદયમાં હતી તેનો એક હજારમો ભાગ પણ હું પૂરો કરી શક્યો નથી. જો હું જીવતો અને મુક્ત રહી શક્યો હોત તો કદાચ મને તે સિદ્ધ કરવાની તક મળી હોત અને મેં મારી ઈચ્છાઓ પૂરી કરી હોત. આ સિવાય ફાંસીમાંથી બચવાની કોઈ લાલચ મારા પર આવી નથી. મારાથી વધુ ભાગ્યશાળી કોણ હોઈ શકે? આ દિવસોમાં હું મારી જાત પર ખૂબ ગર્વ અનુભવું છું. હવે હું ખૂબ જ આતુરતા સાથે અંતિમ પરીક્ષાની રાહ જોઈ રહ્યો છું. હું પ્રાર્થના કરું છું કે તે નજીક આવે.

તમારો સાથી  ભગતસીંગ.

ભગતસીંગના સાથી રામપ્રસાદ બિસમલના ફાંસીના માંચડે પહોંચીને જલ્લાદ હુકમ કરે તે પહેલા આ શબ્દો બોલ્યા હતા. " શરફરોસી કિ તમન્ના અબ હમારે દિલ મેં હૈ."

ટૂંકી નોંધો સાથે સાવરકરની દયાની અરજીઓ.

(a) ભારતીય રાજનીતિના તાજેતરના વિકાસ અને સરકારની સમાધાનકારી નીતિએ ફરી એકવાર બંધારણીય રેખા ખોલી નાખી છે. હવે હૃદયમાં ભારત અને માનવતાનું ભલું ધરાવનાર કોઈ પણ વ્યક્તિ આંખ આડા કાન કરશે નહીં કે જેણે 1906-1907ની ભારતની ઉત્તેજિત અને નિરાશાજનક પરિસ્થિતિમાં આપણને શાંતિ અને પ્રગતિના માર્ગથી ભ્રમિત થઇને હિંસક માર્ગ પસંદ કર્યો હતો.

(b) તદુપરાંત, બંધારણીય લાઇનમાં મારું રૂપાંતર ભારત અને વિદેશમાં તે બધા ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને પાછા લાવશે. જેઓ એક સમયે મને તેમના માર્ગદર્શક તરીકે જોતા હતા.

(c) હું સરકારની તેમને ગમે તે ક્ષમતામાં સેવા આપવા તૈયાર છું, કારણ કે મારું સદર પરિવર્તનમાં મારી દાનત શુધ્ધ છે. તેને ટેકો મારા અંતરાત્માના અવાજનો છે. તે પ્રમાણે મારું ભાવીવર્તન હશે.માત્ર શકિતશાળી સરકાર મા–બાપને જ દયાળુ બનવાનું પરવડી શકે છે અને તેથી પોતાના ઉડાઉ પુત્ર(the prodigal son)ને સરકાર(મા–બાપના)ના દરવાજા સિવાય બીજે ક્યાંથી પાછો આવી શકે? આશા છે કે આપશ્રી, માનનીય કૃપા કરીને આ મુદ્દાઓને ધ્યાનમાં લેશો."

(d) હું ખાત્રીપુર્વક કહું છું કે ભારતનો દરેક બુદ્ધિશાળી પ્રેમી ભારતના હિતમાં બ્રિટિશ લોકો સાથે હૃદયપૂર્વક અને વફાદારીથી સહકાર આપશે. તેથી જ મેં 1914 - જર્મની સામેના યુદ્ધમાં સ્વયંસેવક તરીકે મારી જાતને ઓફર કરી હતી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

 

 


 [BS1]

--

Thursday, March 27, 2025

ભાગ–૩ સાવરકર, બોઝ અને તેમની આઇ એન એ.(INA) ઇન્ડીયન નેશનલ આર્મી.


ભાગ–૩ સાવરકર, બોઝ અને તેમની આઇ એન એ.(INA) ઇન્ડીયન નેશનલ આર્મી.

ભારતને આઝાદી મળી ગઇ છે. ગાંધીજીનું ખુન પણ થઇ ગયું છે. તે ખુનના ગુનામાં સાવરકર સંડોવાયા હતા તેમ છતાં તે નિર્દોષ  સાબિત થયા છે.હવે સાવરકરે હિંસાના માધ્યમ દ્રારા ક્રાંતિ કરવા બનાવેલી સંસ્થા 'અભિનવ ભારત' ને સમેટી લેવાનું નક્કી કર્યું છે. કારણકે હવે દેશમાં પોતાની ચુંટાયેલી સરકાર છે. તેથી મે માસ ૧૯૫૨માં પુના મુકામે સદર સંસ્થાના વિસર્જન માટે બોલાવેલી સભામાં સાવરકરે નીચે મુજબ પોતાના નેતૃત્વ નીચે હિંસા દ્રારા બ્રીટીશ સરકારને દેશમાંથી કાઢી મુકવા જે કામ ભુગર્ભમાં રહીને કર્યા હતા તેનો અહેવાલ ચાર દિવસ ચાલેલી સભામાં આપ્યો હતો.

(૧) પ્લાન–બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન હજારોની સંખ્યામાં(આર એસ એસ) બ્રીટિશ લશ્કરમાં પોતાની વિચારસરણીવાળા કે તેના પ્રત્યે સહાનુભુતિ રાખનારાને ભરતી કરાવી દેવા.અને યોગ્ય તક ઉભી થાય ત્યારે તે જ લશ્કર બ્રીટીશ સરકાર સામે આંતરિક બળવો કરે!

(૨) મારી સુચના પર અજીત સિંગ ઇટલીમાં, સુભાષ બોઝના ભાઇ રાસબિહારી બોઝ જપાનમાં અને સુભાષબાબુ પોતે દેશમાંથી ભાગી જઇ જર્મની ને ત્યાર બાદ ૬૦,૦૦૦ જુવાન ભારતીયોની આઝાદ હીંદની ભરતી કરીને ચલો દિલ્હી, ચલો દિલ્હીના નારા સાથે બર્માના શહેર સિંગાપુરમાં ભેગા થાય.

(૩) ત્રીજા દિવસના પ્રવચનમાં એકાએક સુભાષબાબુનો ઉલ્લેખ આવી ગયો. ૨૨મી જુલાઇ ૧૯૪૦ના રોજ બાબુ 'સાવરકર ભવનમાં' મને મળવા મહંમદઅલી ઝીણા( જીન્હા)ની સુચનાથી આવી ગયા. કારણકે મારી અને ઝીણાની વિચારસરણી ગાંધીજીના અહિંસક આંદોલન દ્રારા આઝાદી પ્રાપ્ત થશે તેમાં વિશ્વાસ ન હતો. ઝીણા જેમ મુસ્લીમ પ્રજાનું હિત ધરાવતા હતા, તેવી રીતે હિંદુ મહાસભાના નેજા નીચે હું હિન્દુ પ્રજાનું હિત ધરાવું છું.અને બોઝ કોંગ્રેસમાંથી છુટા થઇને " ફોરવર્ડ બ્લોક"નું પ્રતિનિધિત્વ કરતા હતા. મારી માફક બોઝ પણ શસ્ર બળવા દ્રારા બ્રિટન સામે આઝાદીનો જંગ ખેલવા માંગતા હતા.

(૪)હિન્દુમહાસભાએ મારા નેતૃત્વ નીચે દેશમાં ફક્ત હિન્દુ યુવાનોને બ્રીટીશ હિન્દના લશ્કરમાં હજારોની સંખ્યામાં ભરતી કરાવવા માંડી છે. આ મારી હિન્દુ ક્રાંતિકારી આર્મી છે પણ ઇરાદાપુર્વક બ્રીટીશ લશ્કરમાં ભરતી થયેલ છે. આજ કામ મેં સને ૧૯૧૪માં પહેલા વિશ્વયુધ્ધના સમયે પણ કર્યું હતું પછી તે હિન્દુ યુવા લશ્કર જપાન અને જર્મનીના હાથમાં આવી ગયું હતું. ખરેખર સને ૧૯૧૧થી સાવરકર પેલા કેસનીસજામાં આંદામાનમાં જન્મટીપનો કારાવાસ ભોગવતા હતા. વધુમાં સાવરકરે પોતે આંદામાનની (અલાયદો ચારેય બાજુથી દરિયો હોય તેવો ટાપુ આંદામાન હતો અને આજે પણ છે.) જેલના  જે લેખીત પુરાવા આપ્યા છે તેમાં સદર કેદીઓને કોઇ એવી સવલત ન હતી કે કોઇ કાળે તેઓ ભારત દેશ સાથે એવો સંપર્ક શરુ કરવા શક્તિમાન હોય! જેમાં તે હજારોની સંખ્યામાં હિન્દુ આર્મી બ્રીટનના લશ્કરમાં ભરતી કરાવી શકે. ધારો  કે તે તંત્રમાં હિન્દુ યુવાનોને ભરતી કરાવી શક્યા હોય તો આ સાહેબ( સાવરકર) તો સન૧૯૧૧માં જેલમાં  હતા. તો તે કામ કરનાર સાવરકર સિવાય બીજા જે હોય તે પણ તે તો નહિજ.

·       આ મિટિંગમાં સાવરકરે નીચે મુજબનો પ્લાન બોઝને ક્રમશ: શું કરવાનો તે સમજાવ્યો!

·       બને તેટલી ઝડપથી બોઝ તમે દેશમાંથી પલાયન થઇ જાવ.

·       પહેલાં વિશ્ચયુધ્ધ પછી જે ભારતીય લશ્કરે જર્મની અને જપાન પાસે શરણાગતી સ્વીકારી છે તેમાં મોટાભાગના હિન્દુ છે તેનું હિન્દ આઝાદ સેનામાં રુપાંતર કરી નાંખો!

·       બ્રીટનને મારા પ્લાનની સમજણ પડે તે પહેલાં તેની પાસે દેશ છોડવા સિવાયનો બીજો વિક્લ્પ જ બાકી રહેશે નહી.

હકીકત– પહેલા વિશ્વયુધ્ધમાં જપાન, બ્રીટન, ફ્રાંસ, અમેરીકા અને રશીયા મિત્ર રાજ્યો હતા. તે બધા સંયુક્ત રીતે જર્મની સામે લડ્યા હતા. બ્રીટનની કોઇ ગોરી કે ભારતીય બટાલીયન જપાન સામે યુધ્ધમાં સંડોવાયેલી હતી જ નહી. જપાને પોતાને અનુકુળ ચીનનો કેટલોક ભાગ જીતી લીધો. જેમાં બ્રીટનનો પરોક્ષ ટેકો હતો. તો પછી જપાન કયા કારણોસર ભારતીય સૈનીકોને  યુધ્ધના કેદી (Prisoners of War POW) કે યુધ્ધબંધક બનાવે?

બીજી બાજુ જર્મની પ્રથમ વીશ્વયુધ્ધમાં ભયંકર રીતે હારીને બરબાદ થઇ ગયું હતું. વરસાઇલ કરાર કે ટ્રીટીમાં જીતેલા દેશોએ જર્મનીને એવા તમામ દિશામાંથી કાંડા કાપી લીધેલા હતા. હારેલા દેશ પાસે જીતેલા દેશના સૈનીક યુધ્ધક બંધક હોય ખરા?  કે પછી હારેલા દેશના કેદીઓ જિતેલા દેશના યુધ્ધબંધક હોય! સને ૧૯૭૧માં બંગલા દેશ અને ભારતે સંયુક્ત રીતે પાકિસ્તાનના લશ્કરને બંગલા દેશની ભુમી પર હરાવી આશરે ૯૦,૦૦૦ તેના દેશના સૈનીકોએ શરણાગતી સ્વીકારી હતી.ભારતે યુધ્ધબંધક તરીકે તેમને વર્ષો સુધી પાલ્યા–પોષ્યા હતા.

મેં AI, Crock, Jemini & Deep seek  ચારેયમાં તપાસ કરી તો એક જ જવાબ મલે છે કે પહેલા વિશ્વયુધ્ધ્માં જપાન કે જર્મની પાસે ભારતના કે બ્રીટિશ લશ્કરના કોઇ યુધ્ધબંધક સૈનીક હતા જ નહી.કારણકે જર્મનીએ  પ્રથમ કે બીજા વિશ્વયુધ્ધમાં ભારત પર લશ્કરી હુમલો કર્યો હોય તેવા લેશ માત્ર પુરાવા ઇતિહાસમાં નથી! સિવાય કે સાવરકરના મહાન ગપગોળા!

સાવરકર બોઝને સલાહ આપતા હતા કે તમે હિટલરનો સહકાર અને સાથ મેળવવા પ્રયત્ન કરો.

હિટલરે પોતાની જીવન કથા "Mein Kampf" યુરોપમાં છાતી કાઢીને બહાદુરીથી ફરતા બ્રીટન સામે હિંસક સત્તા પલ્ટો કરવાના સ્વપ્નાં સેવતાં ભારતીય ક્રાતિકારીઓ માટે નીચે મુજબનો અભિપ્રાય લખ્યો છે.

" હિટલરે લખ્યું છે કે આ બધા પુર્વ દેશોના કહેવાતા ક્રાંતિકારીઓને કોઇ અનુભવ નથી. તે બધા ભપકાદાર ફુલાવેલા ફુગ્ગાથી સહેજ પણ વધારે નથી. અમારે ત્યાં ઘણા જર્મન રાષ્ટ્રવાદીઓ ભારતીય ઠોઠ નિશાળીયાની વાતોમાંથી અંજાઇ જાય છે. ભરમાઇ જાય છે. તે મુર્ખાઓને પુછવામાં આવે કે તમને તમારા દેશમાંથી જર્મની સાથે કરાર કરવાની કોઇ સત્તા આપી છે? અને તે આપનારની તમારા દેશમાં કાયદાકીય કોઇ વજુદ છે ખરી? મારા મત મુજબ તેમની સાથે વાતચીત કરીને એક મિનિટ પણ બગાડવી તે જ મુદ્દાહિન અને નુકશાન કરનારી છે." વધુમાં હિટલર લખે છે કે

તે લોકોને ખબર નથી કે બ્રીટન એક જ એવો દેશ છે " British World Power" છે. શું તે તમારા દિવાસ્વપ્નોથી ભાંગીને ભુકકો થઇ જશે.! " Indian rebels will never ever successfully conquer her. We as Germans (From first world war experience) know from experience how difficult it is to conquer England. Apart form this, I, as a member of the German race, would prefer to see India under English rule than under the control of any other nation….

તો શું હિટલર બોઝના હાથે ઇગ્લેંડનો પરાજય કરવામાં મદદ કરે!

હિટલર કહે છે કે હું ઇગ્લેંડના નાગરિકોને સારી રીતે ઓળખું છું, તે દેશનો એકલો રહી ગયેલો તેનો છેલ્લામાં છેલ્લો નાગરીક પણ પોતાના દેશનું અસ્તીત્વ ટકાવવા પોતાના શરીરના છેલ્લા લોહીના બુંદ સુધી ઝઝુમશે. તમારા દેશના હિંસક ક્રાંતિ કરવા નીકળી પડેલા ને પુછો તો ખરા તમે તમારા પગથી જો ડગલા માંડવા સક્ષમ ન હોય અને બીજાઓની કાઠની ઘોડીઓની મદદથી તમે દોડવા નીકળ્યા છો?

સાવરકરે બોઝને એવું ગુલાબી ચિત્ર જર્મનીનું બતાવ્યું હતું કે જાણે હિટલર અને સત્તાધીશ ટોળકી બોઝ માટે " જાણે લાલ જાજમ પાથરીને સ્વાગત કરવા તૈયાર હોય! બોઝ જર્મની પહોંચ્યા પછી.....It took Bose one year of waiting to even get a meeting with Hitler. Hitler operational advice, his decision was to pack BOSE off in a German U -Boat to Japan. And ask Bose to raise army there.

છેલ્લું ઐતીહાસીક સત્ય– બોઝની હિંદીરાષ્ટ્રફોજ (આઇએનએ) બ્રીટિશ ભારતીય(સાવરકરવાળી હિંદુફોજ) લશ્કર સામે યુધ્ધમાં સિંગાપુર–કોહીમામાં સામ સામી આવી ગઇ ત્યારે ભારતીય બ્રીટિશ લશ્કરે બોઝની ફોજનો સંપુર્ણ ભુકકો બોલાવી દીધો હતો. બોઝની ફોજને જીવલેણ શિકસ્ત ખાવી પડી હતી. પેલા સાવરકરની કંઠી બાંધીને ગોરા લશ્કરમાં જોડાયેલ કોઇની ભાળ બોઝના આઇએનએના લશ્કરી અધિકારીઓન  મળી જ નહી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ભાગ–૪ તૈયાર કરુ કે નહી તે મારા ફેસબુકના વાંચકોના અભિપ્રાય પર મુલતવી રાખું છું. મને ખબર નથી કે આ લેખમાળાના હજુ કેટલા ભાગ થશે.

 



--

Tuesday, March 25, 2025

ભાગ–૨ સાવરકરે પોતાનો ઇતિહાસ બનાવ્યો


ભાગ–૨ સાવરકરે પોતાનો ઇતિહાસ બનાવ્યો!

 સાવરકરે પોતાનો સ્વરચિત ઇતિહાસ કેવો બનાવ્યો હતો તેની કવિ અટલ બિહારી બાજપાઇની કાવ્યાત્મક ભાષામાં પોતે તૈયાર કરી હતી. બાજપાઇજીએ સાવરકરની સ્મૃતિમાં યોજાયેલ સમારંભમાં આ સદર કવિતા સાવરકરના મહાન સાહસને બિરદાવવા ગાઇ હતી. સાવરકરને જ્યારે ઇગ્લેંડમાંથી ધરપકડ કરીને ભારત એસ.એસ. મોરૂયા ( S. S. Morea) નામની સ્ટીમરમાં કેદી તરીકે લાવવામાં આવતા હતા. ત્યારે મધ્યદરિયે સ્ટીમરના મોટા બખોલામાંથી (Pothole)  કુદકો મારીને તોફાનીસમુદ્ર્માં તરતા તરતા ફ્રાન્સના કિનારે પહોંચ્યા અને પછી ફ્રાન્સની સરકારે ઇગ્લેંડને પોતાના કેદી તરીકે પરત સોંપ્યા.આ વાર્તારુપી સાહસ સાવરકરે પોતેજ તૈયાર કરીને લખેલુ છે.

આ સદર્ભમાં બાજપાઇજીની કવિતામાં જે વર્ણન છે તેનો ટુંકમાં ભાવાનુવાદ નીચે પ્રમાણે છે.

" સાવરકર એક તેજ છે, એક સ્વયં સત્તા છે, દેશના સ્વાતંત્ર સંગ્રામનો ચમકતો સિતારો છે.તેનામાં ત્યાગ છે, તપશ્ચર્યા છે, સત્ય અને તર્કવિવેક શકતી(રેશનાલીટીને રિઝનીંગ પાવર)છે, તેમની યુવાની હૈયુ, હાથ અને મસ્તકનો ઉપયોગ કરવા સતત તાલાવેલી ધરાવે છે, તેનો માંહ્યલો સતત બેચેન અવસ્થામાં જીવી રહ્યો હતો. તેનું વ્યક્તિત્વ બહુમુખી સદ્ગુણોથી ઉભરાતું હતું."

જો કવિને વાહ વાહ કરવાનું બિનશરતિ લાયસન્સ આપી દેવામાં આવે તો!

"  વો જિસ તરાહ જહાજ સે સાગરમાં તુટ પડે, સ્વતંત્રતા કે લિયે છલંગ લગાદી, ઉત્ત્તલ સાગરકિ તરંગે,(સમુદ્રના તોફાની મોજાં)અનંત જલરાશી (સીમાહિન અખુટ પાણીના જથ્થામાં)કહાં કિનારા હૈ, કોન સા ઠિકાના મિલેગા, ઇસકા ક્યા ભરોસા,( ક્યાં છે કિનારો, હું ક્યાં પગ મુકીશ, હું આ સંજોગોમાં કઇ આશા સાથે પેલા તોફાની મોજા સાથે સતત ઝીંક જીલી રહયો છું.મેં મારી દ્રઢ સંકલ્પ શક્તિને સોંગદપુર્વક કહી દિધું છે કે " હું જીવતે જીવ ક્યારેય ગુલામી નહી સ્વિકારું."  ઐસા સંકલ્પ,ઐસા પરાક્રમ,ઐસા પુરુષાર્થ, સાગર કે દો દો હાથ કરનેકા ફેંસલા,ઔર ફિર ઇનહિ સાગર કે કિનારે કાલે પાની કિ સજા મિલી."  બાજપાઇજી જેવા કવિના લાયસન્સને આધારે સાવરકરની કવિતાને સમજવામાં આવે તો એમ સાબિત થાય કે સાવરકર તોફાની સમુદ્ર્માં કેટલા માઇલ તર્યા હશે ત્યારે તેમને સ્વતંત્રતા મલી હશે.

હકીકત શુ હતી?

મહારાષ્ટ્રમાંઆવેલ નાસિક શહેરના મેજિસ્ટ્રેટ જેકસન( ગૌરા અંગ્રેજ) જે કાયદા સાથે સંસ્કૃત ભાષા, દેશની સંસ્કૃતિ ને ઇતીહાસનો વિષય નિષ્ણાત હતો. નાસિકની પ્રજા તેને "પંડિત જેકશન" તરીકે બહુમાન કરતી હતી તેની  પોંઇટ બ્લેન્ક ગોળી મારીને હત્યા કરી નાંખી. આવી આશરે ૨૦ પિસ્તોલ ઇંગ્લેંડમાંથીં ચોરીછુપીથી ભારતમાં મોકલવાનું કાવતરુ  ઇગ્લેંડમાં બેરીસ્ટર થવા ગયેલા સાવરકરે કર્યું હતું. તેમાં તેમની ધરપકડ કરીને બે ભારતીય અને બે ઇગ્લેંડના સૈનીકોની દેખરેખ નીચે એમ. એસ એસ સ્ટીમરમાં ગુનો ભારતમાં બનેલો હોવાથી નાસીક લાવવામાં આવતા હતા.

    ૧લી જુલાઇ ૧૯૧૦ ઇંગ્લેંડના રોજ તિલબુરી બંદરેથી નીકળી ૭મી જુલાઇના રોજ ફ્રાંસના  બંદર મરસેલીન પર કોલસો ભરવા ડેક પર રોકાઇ હતી. સવારે આશરે ૬–૧૫ મીનીટે સાવરકરે 'ટોઇલેટ'માં લઇ જવા વિનંતી કરી. ટોઇલેટના 'પોટહોલ' માંથી  કુદકો મારીને સમુદ્રમાં પડયા. બહાર નિકળતાં જોયું કે સ્ટીમર અને ડેક વચ્ચેનું અંતર ફક્ત દસ ફુટ જ હતું. તે કિનારા પર આવીને દોડવા માંડયા. સ્ટિમરમાંથી 'પકડો પકડો' કરીને બુમો પડતાં ફ્રાંસની પોલીસે સ્ટીમરમાંથી કોઇ ચોર ચોરી કરીને નાસતો હશે એમ સમજીને પાછળ પડી પકડી લીધો. કિનારા પર ઝપાઝપી ૨૦૦ મીટરમાં પતી ગઇ.

ઉપરની તમામ હકીક્તો ઇગ્લેંડની સરકારે નહી પણ ' બોમ્બે ગવર્મંન્ટ રેકોર્ડસ "  A History of the Freedom Movement in india from 1885 to 1920 volume ii -govt- central press Bombay.  સાવરકરે પોતાના પુસ્તક " My Transportation  for life " Page no 515.લખી હતી.

અલીપુર જેલમાં મને એક સિપાઇએ પુછયું હતું  કે તમે કેટલા દિવસો ને રાત્રી સમુદ્ર્માં તરતા રહ્યા હતા? મેરસેલીન બંદરને કિનારે પહોંચતાં કેટલા દિવસો ને રાત્રી તમને થયા હતા? મને તે બંદરના કિનારે સ્ટીમરમાંથી કુદકો માર્યા પછી પહોંચતાં આશરે ૧૦ મિનિટ થઇ હશે!

 તો આવી બનાવટી ( ફેબ્રિકેટેડ સ્ટોરી) વાર્તા કોણે ઉપજાવી કાઢી? ચંદ્રગુપ્તના પ્રછન્ન નામે વિનાયક સાવરકરે પોતે " લાઇફ ઓફ બેરીસ્ટર સાવરકર" ની અંગ્રેજીમાં સને ૧૯૨૬માં ચોપડી લખી. જેમાં સાવરકરે પોતે નીચે મુજબના "મોતીના ચોક" તે પુસ્તકમાં પુર્યા હતા. સદર પુસ્તકની બીજી આવૃતિ સને ૧૯૮૭માં બહાર પાડવાં આવી હતી.તેમાં પાન નંબર ૯૫ થી ૧૧૨માં પોતે પોતાની જાતને હીરો કેવી રીતે બનાવ્યો તેની વિગતો ખુબજ ટુંકમાં નીચે મુજબ છે.

(૧) સાવરકરના બંદોબસ્ત માટે સ્ટીમરમાં બે દેશી ને બે ગોરાને બદલે ૧૦ લશ્કરી સજજ્ અધિકારીઓ હતા.અને સેંકડો યુરોપીયન મુસાફરો પણ તેની આજુબાજુ ચોકી ભરતા હતા.( ten picked and armed officers and men and hundreds of European passengers guarded him")

—-------------------------------------------------------------------------------------------

ભાગ–૩ આવતા અંકમાં–  સાવરકરને ઘરે મુંબઇમાં સુભાષ બોઝ મળવા આવ્યા હતા. બોઝને બીજા વિશ્વયુધ્ધમાં ઇન્ડીયન નેશનલ આર્મી (ina) એ શું કરવું તેનો પ્લાન સમજાવ્યો હતો. આ ઉપરાંત બીજી આપણા શેખચલ્લીની ઘણી વાતો અરુણ શૌરી સાહેબની કલમે! હિટલરે પોતાની જીવન કથામાં ( mein kampf)  બ્રીટન સામે હિંસા દ્રારા  યુરોપમાં રહીને ક્રાંતિ કરવા નિકળેલા ભારતીય ક્રાંતિકારીઓ વિષે જે તારણો કાઢયા છે તે પણ સમજવા જેવા છે.

થોડી રાહ તો જોવી પડશે. 























--

નવા આઇકોન - સાવરકર અને હકીકતો.-અરુણ શૌરી દ્વારા -



સુપ્રસિધ્ધ અખબારી કોલમનીસ્ટ, અટલબિહારી બાજપાઇ સરકારના મંત્રી શ્રી અરુણ શૌરીએ પોતાની કાળજીપુર્વક અને બારીકાઇ ભરેલી જીવનકવન વૈચારીક શૈલીને આધારે " વિનાયક દામોદર સાવરકર" ની જીવન કથા હકીકતોને આધારે તૈયાર કરી છે. સાવરકરના જુઠઠાણાને હકકીતો અને ઐતીહાસીક બ્રીટીશ ગેઝેટોની મદદ લઇને પર્દફાર્શ કર્યા છે. આશરે ૪૫૦ પાનાના દળદાર પુસ્તકમાં ૬૦૦ ઉપરાંત તો સંદર્ભ નોંધો છે. આ ઉપરાંત સાવરકરના પોતાના લખાણોના પુરાવા અને પુસ્તકોનો તો ઉપયોગ છે જ. મારો પ્રયત્ન એ રહેશે જ કે નીચે જણાવેલ પ્રશ્નોને આધારે ક્રમશ બને તેટલા સંક્ષીપ્તમાં પણ તેનું હાર્દ જળવાઇ રહે તે રીતે ભાવાનુવાદ કરીને ગુજરાતી ફેસબુક–વોટસઅપના મારા વાંચકો માટે રજુ કરતા રહેવું.
The New Icon- Savarkar And Facts.
નવા આઇકોન - સાવરકર અને હકીકતો.-અરુણ શૌરી દ્વારા -
શું સાવરકરે માર્સેલ્સમાં પોતાના સુપ્રસિદ્ધ ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે તોફાની સમુદ્રનો સામનો કર્યો હતો?
શું ગાંધીજી અને તેઓ લંડનમાં "મિત્રો" તરીકે સાથે રહ્યા હતા, એવો દાવો ગાંધીજીની હત્યાના કેસ દરમિયાન સાવરકરે કર્યો હતો?
(C) શું તેઓ આંદામાનમાં જેલરોની ક્રૂરતાને કારણે મુસ્લિમોનો વિરોધ કરતા હતા? અંગ્રેજોને કરેલી દયા અરજીઓ વિશે શું કહેવું?
(D) શું તેમણે અંગ્રેજો માટે "રાજકીય રીતે ઉપયોગી" બનવાનું વચન આપ્યું હતું અને પોતાની મુક્તિ માટે એવી શરતો સ્વીકારી હતી જે અંગ્રેજોએ પણ માંગી ન હતી?
(E) ભારત છોડો ચળવળ( Quit India Movement-1942) દરમિયાન, શું સાવરકરે અંગ્રેજોને સંપૂર્ણ "હૃદયપૂર્વક સહકાર" આપવાનું વચન આપ્યું હતું? તેમણે અંગ્રેજો પાસેથી શું માંગ્યું હતું?
(F) શું સાવરકરે સુભાષ બોઝને નેતાજીએ જે માર્ગ અપનાવ્યો હતો તે માર્ગ બતાવ્યો હતો?
(G) હિન્દુ ધર્મ, આપણી માન્યતાઓ અને "પવિત્ર ગાયો" વિશે, સાવરકરે ઉંડી શોધખોળ કરીને શું વિચાર્યું? શું આપણા લોકો સાવરકરે જાળવી રાખેલા હિન્દુત્વથી ભરેલા છે?
(H) સાવરકરે કેવા પ્રકારના રાજ્યની કલ્પના કરી હતી? શું આજે સાવરકરને એક મોટી અસુવિધા - ગાંધીજી - ને ભૂંસી નાખવા માટે પુનર્જીવિત કરવામાં આવી રહ્યા છે?
ન્યૂ આઇકોનમાં, અરુણ શૌરી આ અને અન્ય પ્રશ્નોના જવાબ આપવા માટે સાવરકરના પુસ્તકો, નિબંધો, ભાષણો અને નિવેદનોમાં ઊંડા ઉતરે છે. તેઓ બ્રિટિશ સરકારના આર્કાઇવ્સ ખોદે છે. તેઓ આપણને સમકાલીન રેકોર્ડ્સમાંથી પસાર કરે છે. અને એવા તથ્યો શોધી કાઢે છે જે આશ્ચર્યચકિત કરી દેશે.
ભાગ–૧.
વિનાયક દામોદર સાવરકરના ગાય અંગેના તાર્કીક- રેશનલ મુલ્યાંકનો.
Critical- Rational Thoughts of Vinayk Damodar Savarkar on Cow.
ગાય એક બીજા અન્ય ભેંસ, ઘોડો, ગધેડુ અને કુતરો જેવા પ્રાણીઓની માફક ઉપયોગી પ્રાણી છે. તેથી તે હિંદુઓની માતા બની જતી નથી. ગાયમાં કોઇ દેવતાનો વાસ નથી. તે દેવતા તો ચોક્ક્સ નથી. ગાય ઉપયોગી છે. માટે આપણા હિત માટે તેની દેખરેખ રાખવી જરુરી છે. પણ દરેક ઉપયોગી વસ્તુને પુજા ન થાય! " ગૌપાલન આવકાર્ય છે. પુજન બિલકુલ નહી." જે દિવસથી ગાયની ઉપયોગીતા પુરી થઇ જાય પછી તેની સાર– સંભાળ રાખવાની બંધ કરી દેવી જોઇએ.
સાવરકરે આગળ લખ્યું છે કે " ગૌ ભક્તિએ પાગલપન, વાહિયાતપણું, મુર્ખતા અને શુધ્ધ્ મુર્ખતા છે. ગાયને ભક્તિ–પવિત્ર ભાવથી તેની સાથે વ્યવહાર કરવો તે રાષ્ટ્રની બૌધ્ધીકતાની સરેયામ હત્યા છે.માટે પાપ છે.( The venerating the cow has become the sin of killing the intelligence of the whole nation.) સૌ. Samagra Savarkar Vangmaya.Volume-2 page-678.
હિંદુઓ ગાયને પોતાની જન્મદાતા માતા કરતાં પણ વધારે પવિત્ર સ્થાને બેસાડે છે. આપણે બધા આપણી માતા અને ગાય બંનેનું દૂધ પી ને મોટા થયા છીએ. ઘણા બધા માને છે કે ગાયમુત્ર પવિત્ર છે. તેનાથી ઘણા રોગ મટી શકે છે. માણસના મુત્ર અને ગાયના મુત્ર વચ્ચે શું તફાવત છે? આપણી લોહી, પેશાબ –ઝાડો (માનવ–મળ) તપાસવાની લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ તો? ગાયના છાણ–પેશાબની માફક કેમ આપણે ઘોડી– ગધેડીઅને મરઘી–કુકડીની વિષ્ટાનો ઉપયોગ ન કરી શકીએ. ગાય– ભેંસનું વાસીદુ કુદરતી ખાતર છે જેનો ઉપયોગ ખેતીની જમીનમાં સદીઓથી ખેડુત કરતો આવ્યો છે. ગૌમુત્ર પિવાથી રોગ મટે કે કઇ રીતે પુન્ય મળે? આપણે હિંદુ ધર્મને તેના ઉચ્ચ આધ્યાત્મીક સ્થાને લઇ જવો હશે તો આવા મુર્ખતા ભરેલા કહેવાતા ધાર્મીક સંસ્કારોમાંથી વહેલામાં વહેલા બહાર નીક્ળવું પડશે! સૌ. વોલ્યુમ ૮–પાનુ ૩૫૬ થી ૩૬૭.
ગાયને આપણે તેની ગમાણમાં રાખીએ છીએ. જ્યાં તે છાણ– પેશાબ કરે છે. નાંખેલો ચારો, ઘાસ, પુળા વિ ખાય છે. તેના પર બેસે છે. તેનું પુછડું ચારે બાજુ તેના શરીર અને વિ બાજુ ફેરેવે છે. ગામની અંદર ફરતી ગાયો ભેગા થયેલા કચરાના ઢગલામાંજ જોવા મલે છે. સ્વચ્છ કપડાં પહેરીને બ્રાહ્યણ ચાંદીના વાસણમાં જેટલું જરુરી હોય તેટલું ગૌમુત્ર અનેે છાણ ભેગુ કરે છે. મારા લખાણો પર પ્રતિબંધ મુકવાને બદલે મારા સનાતન ધર્મી ભાઇઓએ પોતાના મુર્ખતા ભરેલા કાર્યો બંધ કરવા જોઇએ.
સાવરકરની દલીલ છે કે ગૌ પુજાની પાછળની મારી ટીકાઓને તોડમરોડ કરીને ન મુકશો. આપણે લોકોએ વૈજ્ઞાનીક અભિગમ, પુરાવા આધારીત વર્તન શીખવાની જરુર છે. મારા મત મુજબ મેં એક નવી દેવી શોધી કાઢી છે. તેનું નામ છે દેવી તર્કવિવેક– The Goddess of Reason. સદીઓથી સનાતન ધર્મના નામે ચિલાચાલુ રુઢી–રિવાજોને વી.ને વૈજ્ઞાનિક અભિગમ અને પેલી નવી દેવી તર્કવિવેકની એરણે તપાસી અને પછી તે ટેસ્ટ પર સાચા નિકળે તો અમલમાં મુકો નહી તો કાયમી બાય બાય–ટાટા કરી દો.
( 6) ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. તેની એકલાની જ નહી પણ સમગ્ર ગૌ વંશની સેવા કરનાર અને તે પણ પેઢી દર પેઢી કરનાર ખેડુત કુટુંબના ઘરે જઇને જોયું છે ખરુ કે તે બધાની કેવી સ્થિતિ છે? તો આ ૩૩ કરોડ હિદું દેવ–દેવીઓને ધારણ કરનાર ગાય માતા ાને તેના વંશને પોષનાર ને પુછો તો ખરા કે ભાઇ! કોઇ દિવસ આગૌ મૈયાના દેવોએ તને કાંઇ મદદ કરી ખરી? તેને વધુમાં પુછો કે ભાઇ ! તેં અંબાણી– અદાણી–ઇલોન મસ્ક– અને ચેટ–જીટીપી જેવા નામો સાંભળ્યા છે ખરા?
ભાગ–૨ હવે પછી

Friday, March 21, 2025

ભગતસીંગની વૈચારીક નોંધ–

ભગતસીંગ વૈચારિક નોંધ–

ઇન્કલાબ ઝિંદાબાદ– ત્રણ મહત્વના સિધ્ધાંતો– સમાજવાદ, નિરીશ્વરવાદ સહકારી હિતો પર બનેલો અનેક રાષ્ટ્રોનો સમુહ(ઇન્ટરનેશનાલીઝમ).

·       જેલમાં જતાં પહેલાં આશરે ૨૫૦ બુક્સ વાંચી અને જેલમાં આશરે બે વર્ષના સમયગાળામાં બીજી ૩૦૦ બુક્સ વાંચી.પંજાબી, ઉર્દુઅને હીન્દીમાં પ્રકાશિત માસિકોમાં જેવા કે કીર્તિ, અકાલી, અર્જુન અને પ્રતાપ પોતાના વિચારો સતત લખતા હતા.

·       ક્રાંતિ બોમ્બ અને પિસ્તોલથી ક્યારેય આવતી નથી.પણ ક્રાંતિ વિચારો ની તલવાર જેવી ધાર પર સતત ઘસીને તૈયાર કરવી પડે છે.

·        સત્તા વિદેશી હોય કે દેશી  કિસાન અને મજુર શોષણ માં કોઇ ફેર પડતો નથી.

·       રાજકીય ક્રાંતિ દેશની આઝાદી માટેની પૂર્વશરત છે. પરંતુ આપણું આખરી ધ્યેયો સામાજીક ક્રાંતિના હોવા જોઇએ.

·       "વસુધૈવ કુટુમ્બક્મ" –યહ કિતના મહાન આદર્શ હૈ, હર કિસી કો અપના હી જાન લો. કોઇ ભી અજનબી નહી. વહ કૈસા સુંદર સમય હોગા જબ દુનિયા સે પરાયાપન કા ભાવ હંમેશા કે લિએ મીટ જાએગા. વહ દિન જબ યહ આદર્શ સ્થાપિત હોગા, ઉસ દિન હમ કહ શકેંગે. કિ દુનિયાને અપની ઉંચાઇ કો છીન લીઆ હૈ. રાષ્ટ્રવાદ તો મધ્યમ ને નીચલા વર્ગના ઉપલાવર્ગના હિતો માટે બહેકાવાનું એકમાત્ર સત્તાધીશોનું સાધન છે.સાવધાન.

·       સુભાષચંદ્ર બોઝ એક લાગણી અને આવેગો થી ભરેલો બંગાલી બાબુ છે. જ્યારે જવાહરલાલ નહેરુ એક રેશનલ, ધર્મનીરપેક્ષ અને આર્ષદ્રષ્ટા નેતા છે.

·       સને ૧૯૨૮માં "કોમી દંગા" ના ઉકેલ માટે લેખ લખ્યો હતો. દેશમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં માનવ માત્ર એક છે.માટે તે સમાન અધિકારો અને તકો માટે લાયક છે. દુનિયા કે ગરીબ લોગ ચાહે જીસે ભી જાતી, નસ્લ,ધર્મ ઓર રાષ્ટ્ર કે હો સબકા યે અધિકાર હૈ.યે તુમ્હારે ફાયદે મેં હૈ કિ ધર્મ,નસ્લ,રંગ ઓર રાષ્ટ્રીયતા કો લેકર ભેદભાવ બંદ કર દો!

·       હું એક ધર્મનિરપેક્ષ નાસ્તિક છું. મારી નિરપેક્ષતા( સેક્યુલારીઝમ)નો વિકાસ ફ્રાંસની ક્રાંતિમાંથી વિકસેલો છે.જેમાંરાજ્યસત્તા અને ધર્મસત્તા વચ્ચે સંપુર્ણ વિયોજન( સેપરેશન) હોવું જોઇએ. હું ગાંધીજીના સર્વધર્મ સમભાવ અને રાજ્યસત્તાનું ધર્મો પ્રત્યે હકારાત્મક વલણનૌ મુળભુત વિરોધી છું.

·       હૈ ભારતીય! હમ ક્યા કર રહે હૈ? પિપલકે પેડકી કોઇ ડાલી કટ જાતી હૈ તો હિંદુઓકી ભાવના આહાત હો જાતી હૈ. કાગજ કિ મુર્તિ, તાજિયાયા કા કોઇ એક કોના તુટ જાતા હૈ ઔર અલ્લાહકો ગુસ્સા આ જાતા હૈ. ઇન્સાનકિ જાનવરોંસે તો જ્યાદા અહનિયત હોની ચાહિયે. ફિરભી ભારતમેં વે પવિત્ર જાનવરોં કે નામપર એક દુસરે સે શિર ફોડ દેતે હૈ.

·       જુન–સને ૧૯૨૭ના માસિકમાં ભગતસીંગનો પ્રકાશિત થયેલો લેખ. લોગોં કો આપસમેં લડને સે રોકના હૈ તો ઉન્હે અમીર ઓર ગરીબકા અહેસાસ દિલાના હોગા. ગરીબ મજુદરો ઔર કિસાનોકો યહ સમજના હોગા કિ ઉનકે અસલી દુશ્મન પૂંજીવાદ હી હૈ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––



--

શહીદે આઝમ– ભગતસીંગ (૧૯૦૭– ૧૯૩૧)

શહીદે આઝમ– ભગતસીંગ (૧૯૦૭– ૧૯૩૧)

( લાહોર કાવતરા કેસ– ભગતસીંગ, રાજગુરુ, ચંદ્ર્શેખર આઝાદ અને બટુદત્ત બધાજ ને સરકારે લાહોર જેલમાં લાવી દીધા. બટુકદત્તને જીંદગીભર કાળાપાણીની સજા 'આંદામાન ટાપુ પરની કરી. બાકીના ત્રણને ૨૩મી માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસીની સજા કરી. બરાબર ત્રણ દિવસ પછી ૨૩મી માર્ચ ૨૦૨૫ના રોજ 'શહીદ દિન' આવશે. જ્યારે તે ગોઝારી ઘટનાને બને ૯૪ વર્ષ પુરા થશે.)

ભગતસીંગનો જન્મ ૨૭મી સપ્ટેમ્બર ૧૯૦૭માં પંજાબ પ્રાંતના બંગા ગામમાં શીખ કુટુંબમાં થયો હતો. તેના પિતા અને કાકા ગદ્દ્રર પાર્ટીના સક્રિય સભ્ય હતા. લાહોરમાં તે દયાનંદ એન્ગો વેદિક સ્કુલમાં મેટ્રીક સુધીનું શિક્ષણ લીધું હતું. ત્યારબાદ લાલા લજપતરાય સંચાલિત 'નેશનલ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે દાખલ થયા હતા.

તેઓ યુવાન વયથી જ  ક્રાંતિકારી પ્રવૃત્તીઓમાં રસ ધરાવતા હતા. તેમની દ્ર્ઢ માન્યતા હતી કે બ્રીટીશ રાજ્યને હિંસક સાધનો દ્રારા જ દેશમાંથી હટાવી શકાય! સને ૧૯૨૬માં તેમણે " નવજુવાન ભારત સભા" ની સ્થાપના કરી હતી. એક વિચારસરણી તરીકે શસ્ર બળવા દ્રારા દેશને આઝાદી પ્રાપ્ત કરવી શકાય તેવી સંસ્થા " હિન્દુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લીક એસોસિએશન" ના સક્રીય કાર્યકર બની ગયા. ભગતસીંગે આઝાદીના સંઘર્ષમાં એક સુત્રનું સર્જન કર્યું હતું અને જે ખુબજ લોક માનસમાં પ્રચલિત થઇ ગયું હતું આજે પણ છે તે " ઇન્કિલાબ ઝિદાબાદ" હતું.

દેશમાં બંધારણીય સુધારા કરવા માટે સને ૧૯૧૯માં વચન આપ્યું હતું કે દસ વર્ષ બાદ સને ૧૯૨૮માં એક કમીશનની રચના કરીશું. ખરેખર તે કમીશનમાં કોઇ દેશનો પ્રતિનિધિ ન હતો. બધાજ બ્રિટન નિવાસી સભ્યો હતા. જેનો દેશભરમાં સખ્ત વિરોધ થયો. તા.૩૦મી ઓકટોબર ના રોજ લાલા લજપતરાયે લાહોર રેલ્વે સ્ટેશન પર મોટા ટોળાના સહકારથી ' સાયમન કમીશન ગો બેક' નો વીરોધ કરતા હતા. ગોરા પોલીસ અધિકારી (એસ.પી) જે.એ. સ્કોટે પોતે અને અન્ય પોલીસોની મદદથી લાલા લજપતરાયને માથામાં લાઠીઓ મારીને ઘાયલ કરીને ત્યાંજ સ્થળ પર મારી નાંખ્યા. ગોરી સરકારના આ જંગલીયાત ભરેલા કૃત્યથી આખો દેશ અવાક બની ગયો. ભગતસીંગતો પોતાના મન સાથે સમાધાન કરી શકતા જ ન હતા કે ઇગ્લેંડ દેશની લોકશાહી શાસન સંચાલિત સરકાર અમારા દેશમાં ટોચના રાષ્ટ્રીયકક્ષાના નેતાને એક ગોરા પોલીસ અધિકારીને લાકડીઓથી માથું ફોડાવી નાંખીને હત્યા કરી નાંખે તેને કેવી રીતે સાંખી લેવાય! ભગતસીંગની સંસ્થા " હિન્દુસ્તાન સોસિયાલીસ્ટ રીપબ્લ્કન આર્મીએ નક્કી કર્યુ કે આપણે બદલો લેવો જ જોઇએ. આશરે દોઢ માસ પછી ૧૭મી ડીસેમ્બરે ભગતસીંગ, રાજગુરુસુખદેવ અને ચંદ્ર્શેખર આઝાદે ભુલથી પોલીસ અધિકારી જે.પી. સ્કોટને બદલે સૌન્ડર્સ( Saunders)પર એકી સાથે પ્રથમ ત્રાટકી પડયા અને પછી ગોળી ચલાવીને મારી નાંખ્યો.

બીજુ ભગતસીંગની સંસ્થાએ નક્કી કર્યું કે દિલ્હીની સેન્ટ્રલ વિધાનસભા ચાલુ હોય ત્યારે દમનકારી બે બીલ અનુક્રમે પબ્લીક સેફટી બીલ ને બીજુ ટ્રેડ ડીસપ્યુટ બીલ ચર્ચા પર આવે ત્યારે બોમ્બ ફેંકવો પણ એવી જગ્યાએ એસમ્બલી હોલમાં ફેંકવો કે કોઇની જાનહાની ન થાય! આ કામ ભગતસીંગ અને બટુકેશ્વર દત્તે ભેગા મળીને કરવું. બોમ્બ ફેક્યા પછી નાસી જવાને બદલે સીધી ધરપકડ જ થવા દેવી! જેને કારણે કેસની સુનવણી દરમ્યાન અમારી ક્રાંતિકારી વિચારસરણીનો પ્રચાર થાય અને તેની તરફેણમાં પ્રજાનો આઝાદીની લડતમાં સહકાર મળી રહે. 

લાહોર કાવતરા કેસ–

 ભગતસીંગ, રાજગુરુ, ચંદ્ર્શેખર આઝાદ અને બટુદત્ત બધાજ ને સરકારે લાહોર જેલમાં લાવી દીધા. બટુકદત્તને જીંદગીભર કાળાપાણીની સજા 'આંદામાન ટાપુ પરની કરી. બાકીના ત્રણને ૨૩મી માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસીની સજા કરી. બરાબર ત્રણ દિવસ પછી ૨૩મી માર્ચ ૨૦૨૫ના રોજ 'શહીદ દિન' આવશે. જ્યારે તે ગોઝારી ઘટનાને બને ૯૪ વર્ષ પુરા થશે.

ભગતસીંગ,નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી વિ.ના પ્રત્યાઘાતો અને બરાબર ૭ દિવસ પછી કરાંચીમાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશનની માનસિકતા–

     સૌ પ્રથમ લાહોર જેલમાં ભગતસીંગ અને બટુકદત્તે કેદીઓની ખોરાકથી માંડીને અન્ય સગવડોનો અભાવ અને હલકી ગુણવત્તાને કારણે આ મરણાંત ઉપવાસ શરુ કર્યા.જે ૧૧૬ દવસ ચાલ્યા હતા. જેલની વહીવટી કમીટી ઉપવાસ છોડી દેવા વિનંતી કરી. પણ બંનેએ ના પડી. દેશનો તે બધાની તબિયત અંગે પ્રજામત સતત ચિંતાશીલ હતો. જવાહરલાલ નહેરુ આ મુદ્દે ભગતસીંગને મળવા જેલમાં આવે છે. નહેરુએ પોતાની જીવનકથામાં લખ્યું છે કે " હું જીંદગીમાં પહેલીવાર ભગતસીંગને મળ્યો. તેમની સાથે જેલમાં જતીનદાસ વિ પણ હતા. તે બધાજ શારીરિક રીતે ખુબજ નબળા પડી ગયા હતા, પથારીવશ હતા. તે બધાની સાથે વાતો કરવી શક્ય જ નહતી.પરંતુ ભગતસીંગનો ચહેરો આકર્ષક, બૌધ્ધીક,અસામાન્ય રીતે શાંત, ગંભીર હતો. તેના ચહેરા પર ગુસ્સો ન હતો.પણ નમ્રતા કે સૌમ્યતા હતી."

   ભગતસીંગના પિતા કિસનસિંગ જેલમાં કોગ્રેસ અધિવેશનનો ઠરાવ લઇને આવે છે કે તમે બધા ઉપવાસ છોડી દો.તે બધા જ ક્રાંતિકારીઓને વિશ્વાસ હતો કે આ પાર્ટી દેશની આઝાદી માટે નિષ્ઠાપુર્વક લડે છે.માટે તેમના ઠરાવને માન આપીને ઉપવાસ છોડી દે છે. " તે બધા જ ગાંધીજીને દેશના મહાન આર્ષદ્ર્ષ્ટા તરીકે સ્વીકારે છે જેણે દેશની પ્રજામાં જબ્બ્રરજસ્ત આઝાદી માટે સંઘર્ષ કરવા જાગ્રતતા કેળવી હતી . ગાંધીજીને તેમના મિશન માટે સલામ કરે છે.

સમગ્ર દેશના એક એક ખુણેથી બ્રીટીશ વાઇસરોયને આ ત્રણ નરબંકાઓને ફાંસીની સજા મોકુફ કરવા હજારો વિનંતી પત્રો આવે છે.ગાંધીજી રુબરુમાં મળીને ૧૯મી માર્ચે લોર્ડ ઇરવીન જે વાઇસરોય હતા તેમને ભગતસીંગ સહિત તમામ સાથીદારોને મોતની સજાને બદલે હળવી સજા કરવા ખુબજ વિનંતી કરે છે.પોતાના માસિક " યંગ ઇન્ડીયા"માં તેમની તરફેણમાં લેખ પણ લખે છે.

૨૩મી માર્ચ ૧૯૩૧ના રોજ લાહોરની જેલમાં ભગતસીંગ, રાજગુરુઅને સુખદેવને  મૃત્યુ ન પામે ત્યાં સુધી ફાંસીને માંચડે લટકાવી દીધા. આખા દેશમાં વિધ્યુત વેગે સમાચાર ફેલાઇ ગયા. ઘણા લોકોએ આ શહીદોની યાદમાં ઉપવાસ કર્યા, કાળા બિલ્લા લગાવ્યા,વેપાર ધંધાબંધ કર્યા.

    ૨૯મી માર્ચના રોજ કરાંચી કોગ્રેંસ અધિવેશન પર જાણે શોકમય વાદળ છવાઇ ગયું હતું. નિયમ પ્રમાણે કોંગ્રેસના ચુંટાયેલા નવા પ્રમુખ સરદાર વલ્લભભાઇ પટેલુનું બહુમાન સરઘસ કરીને કરવાનું હતું તેને મોકુફ રાખ્યું. જ. નહેરુએ એક પ્રસ્તાવ ભગતસીંગ અને તેના બે સાથીદારોની ફાંસી અંગે તૈયાર કર્યો હતો જેને પંડિત મદન મોહન માલવિયાજીએ ટેકો આપ્યો. પ્રસ્તાવ નીચે પ્રમાણે હતો. " અમે કોંગ્રેસ પક્ષ તરીકે રાજકીય હિંસાને આઝાદી પ્રાપ્ત કરવાના સાધન તરીકે ક્યારેય સ્વીકારતા નથી. તેનાથી અમારી જાતને અલિપ્ત રાખીએ છીએ તેમ છતાં સરદાર ભગતસીંગ અને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુ એ જે બહાદુરીબતાવી ને બલિદાન દેશ માટે આપ્યું છે તેને આ સભા સર્વાનુમતે બિરદાવે છે. ત્રણેના કુટુંબીજનોના આ શોકમાં ભાગીદાર બને છે. અને તેમને દિલસોજી પણ પાઠવે છે.ગોરી સરકારે ત્રણેય શહીદોને ફાંસીએ લટકાવીને દેશની પ્રજાની તેમની સજાને ઘટાડવાની લાગણીને ઠુકરાવીને ઇરાદાપુર્વક આપખુદ પ્રતિહીંસા કરી છે તેને વખોડી નાંખે છે. 

         અધિવેશનમાં ચૌ–તરફ ફેલાયેલા શોકમગ્ન વાતાવરણમાં ભગતસીંગના પિતા કીસનસિંગે ભગતસીંગની મૃત્યુ પછીની અંતિમ ઇચ્છા કહી સંભળાવી જેથી શોકમગ્ન વાતાવરણમાં થોડી હળવાશ પેદા થઇ. " અધિવેશનમાં હાજર રહેલ સૌ કોંગ્રેસ ડેલીગેટને વિનંતી કરી છે કે તમે બધા તમારા સેનાપતિ "ગાંધીજી" અબાધિત ને બિનશરતી ટેકો આઝાદીની લડત માટે આપજો. તો જ આપણે સ્વતંત્ર્તા મેળવી શકીશું."

ભગતસિંગે પોતાની જેલ ડાયરીમાં લખ્યું હતું કે " દેશના યુવાનોએ સામાન્ય લોકો માટે આઝાદી સમાજવાદી વિચારસરણીને આધારે મેળવવા તૈયાર કરવાના છે.તે માટે ક્રાંતિકારી સાધન પધ્ધતીઓ વિકસાવવી પડશે. પંજાબના યુવાનોને સંબોધીને લખ્યું છે કે 'દેશના સ્વતંત્ર્તાના સંઘર્ષમાં તમારે નહેરુ અને સુભાષચંદ્ર્ બોઝને રોલમોડેલ તરીકે સ્વીકારવાના છે. પોતાના નાના ભાઇને સંબોધીને જેલ ડાયરીમાં ઉર્દુમાં લખ્યું હતું.

 " ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈ."

હવે પછી ભગતસીંગે પોતાના ૨૩ વર્ષના ખુબજ ટુંકા જીવનકાળમાં જે વાંચ્યુ અને વિચાર્યું છે તેની ખાસ જુદી નોંધ બનાવીને સ્વતંત્ર લેખમાં આની સાથે જ તૈયાર કર્યું છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––



--

Tuesday, March 18, 2025

બ્રીટીશ સરકાર સામે આઝાદીના જંગમાં ગુનો કર્યા પછી ગાંધીજી, શહીદે આઝામ ભગતસીંગ, સાવરકર અને નથ્થુરામ ગોડસે, ચારેયનું વ્યક્તીત્વ.

બ્રીટીશ સરકાર સામે આઝાદીના જંગમાં ગુનો કર્યા પછી ગાંધીજી, શહીદે આઝામ ભગતસીંગ, સાવરકર અને નથ્થુરામ ગોડસે, ચારેયનું વ્યક્તીત્વ.

(૧) ગાંધીજીએ સને ૧૯૧૬થી ૧૯૨૦ સુધીમાં  પોતાના માસિક 'યંગ ઇન્ડીયામાં' બ્રીટીશ સરકાર સામે સખત ટીકા કરતા લેખો લખ્યા હતા. તમામ લેખોનો સાર હતો કે ' આ સરકાર હિંદની પ્રજાનું શોષણ કરનાર છે.' ભારતીય પ્રજાના અસંતોષને ડામવા માટે રાજ સરકારે સને ૧૯૧૯માં " રોયલ એક્ટ"નો ઉપયોગ કરવામાં આવ્યો. જેમાં એવી જોગવાઇ કરવામાં આવી હતી કે કોર્ટમાં કોઇપણ જાતની સુનવણી કર્યા વિના આરોપીને અટકાયતમાં અને જેલમાં અનિશ્ચીત કે અચોક્ક્સ સમય સુધી રાખી શકાય છે. ( વર્તમાન મોદી–શાહ સરકારના દેશમાં યુએપીએ –૨૦૧૯( in the form of the Unlawful Activities (Prevention) Amendment Act–2019.)ના કાયદા હેઠળ ગુગલ સર્ચ પ્રમાણે વીકીપીડીયાના ઉલ્લેખ પ્રમાણે, આશરે ૨૪૦૦૦ લોકોને વર્ષોથી સદર કાયદા હેઠળ તેમની સામે કેસ ચલાયા વિના જેલમાં ગોંધી રાખ્યા છે.કુલ કેસોમાંથી ૨.૫(અઢી ટકા) સામે ગુનો સાબિત કરી શક્યા છે.

(૨)ગાંધીજી સને ૧૯૨૦માં બ્રીટીશ સરકાર સામે અસહકારની(of Non-Cooperation)ચળવળ શરુ કરી.વિદેશી તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે પ્રજામત જાગૃત કરવા માંડયો. વિદેશી માલ સામાનની જાહેરમાં હોળી કરવી એ દેશ પ્રેમની નિશાની બની ગઇ. સરકાર સંચાલિત સ્કુલ,કોલેજો, કોર્ટસ, પોલીસ અને લશ્કરમાં ભરતી કરવા વિ. સામુહિક બહિષ્કારની દેશ વ્યાપી ચળવળ શરુ કરી.

(૩) ગાંધીજી દેશના લોકોને બ્રીટીશ સરકાર સામે નફરત,ધિક્કાર, ઉશ્કેરણી,રાજકીય અસંતોષ અને રાજદ્રોહ કરવાનું કામ પોતાના વાણી,વર્તન અને લખાણોથી કરે છે.માટે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૪–એ મુજબ ગાંધીજીએ રાજદ્રોહનો ગુનો કરેલ છે. માટે તે કલમ મુજબ કાર્યવાહી કરવી જોઇએ. સૌ પ્રથમ રાષ્ટ્ર વિરુધ્ધનું કામ કરતા રોકવા માટે તેમની તાત્કાલીક ધરપકડ કરવી જોઇએ.

(Gandhi was charged with sedition under Section 124 A of the Indian Penal Code for exciting hatred and disaffection towards the government.)

(૪) ગાંધીજીની ધરપકડ માટે બ્રીટીશ સરકારની પુર્વ તૈયારી.

·        ૧૦મી માર્ચ સને ૧૯૨૨ના રોજ સાંજના અમદાવાદના સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ ડેનીયલ હેલી સાબરમતી આશ્રમ પર આવે છે. ગાંધીજી અને તેની સાથે શંકરલાલ બેંકર 'યંગ ઇન્ડીયા માસિકના પ્રકાશક તરીકે બંનેની ધરપકડના વોંરટ મુજબ પકડીને લઇ જાય છે.

·        બીજે દિવસે ગાંધીજી અને બેંકર મેજીસ્ટ્રેટને કહે છે કે 'અમારી સામે જે તહોમતો–ફરીયાદો કરી છે તે ગુનો અમે કબુલ કરીએ છીએ. તમારા કાયદા મુજબ સખતમાં સખત સજા અમને કરો. ૧૮મી માર્ચે તેમનો કેસ શરુ થાય છે.  

·        સરકારે ગાંધીજીની ધરપકડ કરીને પોતાની ઉંઘ હરામ કરી દિધી હતી. દિલ્હી અને ઇગ્લેંડ બંને સરકારોને ભય હતો કે હજારોના ટોળા કોર્ટમાં ધસી આવશે. કાયદો અને વ્યવસ્થાનો સવાલ પેદા થઇ જશે. અમદાવાદની જીલ્લા કોર્ટમાં કેસ ચલાવવાને બદલે સાવચેતી રુપે શાહીબાગના સર્કીટ હાઉસમાં કેસ ચલાવવાનું નક્કી કર્યું.તેમ છતાં એક લશ્કરની આખી ઇનફ્નટ્રી બટાલીયન શાહીબાગમાં ખડકી દીધી હતી.

·        સામે પક્ષે ગાંધીજીએ અન્ય સાથીઓ,પાર્ટીના સભ્યો અને સામાન્ય પ્રજાજનોને ચેતવણી આપી દીધી હતી કે તમારે તમારા ઘરમાંથી બહાર જ નીકળવાનું નથી. તે પ્રમાણે બધાએ શિસ્તનું પાલન કર્યુ.

મીસ્ટર ગાંધી– તમારો ધંધો શું છે?

ગાંધીજી– હું ખેડુત અને વણકર છું. મારા આશ્રમમાં હું, ખેતી, પશુપાલન અને કપડાં વણવાનું કામ કરું છું.

·        મુંબઇથી આવેલા સરકારી વકીલને ગાંધીજીએ કહી દિધુ કે અમે કોઇ કાયદા કે શબ્દોના અર્થઘટનના સુક્ષ્મ પીંજણોમાં પડવાના નથી. અમે તો પહેલે થી જ કહી દિધું છે કે અમને ગુનો કબુલ છે.સરકારી વકીલ ગાંધીજીની ટીકા કરતાં કહે છે કે મીસ્ટર ગાંધી! તમે અહિંસાઅને શાંતિનો ઉપદેશ આપો છો અને બીજી બાજુએ રાજ્યની સામે લોકો બળવો કરે, રાજદ્રોહ કરે તેમ કામ કરો છો.

·        તેના જવાબમાં ગાંધીજીએ સરકારી વકીલની વાત સ્વીકારતાં કહ્યું કે તમારી વાત સાચી છે.' હું આગ સાથે રમત રમું છું. હું ભવીષ્યમાં પણ વિદેશી સરકારની દેશનું સંચાલન કરવાની રીતરસમોમાં બદલાવ નહી થાત તો હું મારુ આગ સાથે રમવાનું કામ પણ ચાલુ રાખીશ. કારણકે તેવી રીતે જ કામ કરવું તેમાં જ મારી લોક ફરજ સમાયેલી છે.તેવી દેશની સ્થિતમાં જીવવું જ અસહ્ય બની ગયું હોય ત્યારે અહિંસક પ્રવૃત્તીઓ કરીને પણ ભારતવાસીઓને વિદેશી શાસનનો બહિષ્કાર કરવા સંગઠીત તો હું કરતો જ રહીશ. અહીંસા મારા જીવનનો પ્રથમ અને અંતિમ વિશ્વાસ અને વિચારસરણી છે. છે. "Non-violence is the first article of my faith. It is also the last article of my creed. But I had to make a choice."

·   મારો અહિંસક સાધનો દ્વારા બ્રીટીશરો સામે પ્રજામાં જાગૃતા પેદા કરવી તેમાં લેશમાત્ર રાજકીય નામર્દતા નથી.(" He decried that it is not the political emasculation of his people".)

 

 

·        દેશ પ્રત્યેની વફાદારી કોઇ ફેકટરી કે કારખાનામાં પેદા થતી ઔધ્યોગીક  ચીજ વસ્તુ નથી. જેનું નિયમન કાયદા દ્વારા થઇ શકે! મારો દેશ તમારા જેવી વિદેશી સરકાર દ્વ્રારા રાજકીય, આર્થીક અને કાયદાકીય રીતે અમાનુષી રીતે દંડો ચલાવીને સંચાલિત હોય તો તેના પ્રત્યે વફાદારી કેવી રીતે હોય? શા માટે હોય? હા તે વ્યક્ત કરવાનું સાધન અહિંસક હોવું જોઇએ. તેવા કાયદાઓનો ભંગ કરવા જેલની સજા થાય તો ગભરાવાનું હોયજ નહી.( Affection cannot be manufactured or regulated by law)

·        તમે મારા દેશના ગામડાઓમાં જઇને જુઓ જ્યાં ગોરી સરકારની આર્થીક નીતિઓને કારણે હરતા ફરતા માણસો નહી પણ તેમના હાડપિંજરો રસ્તા પર ફરતા દેખાશે. આ તો ઇતિહાસમાં ક્યારેય નોંધવામાં ન આવ્યો હોય તેવો માનવજાત પરનો  અમાનુષી જુલ્મ છે. જેના માટે એક દિવસ તમારે જો ઉપર ભગવાન હશે તો( If there is a GOD ABOVE) રાજ્યકર્તાઓએ જવાબ આપવો પડશે.

·        ચુકાદો આપનાર ન્યાયાધીશ બ્રુમફિલ્ડે પોતાના ચુકાદામાં લખ્યું હતું કે મને સમજણ પડી ગઇ હતી કે ગાંધીજી કોઇ ક્રીમીનલ કોર્ટનો સામાન્ય ગુનેગાર નથી. તે આ દેશનો મહાન દેશપ્રેમી રાષ્ટ્ર નેતા છે.તેના આદર્શો મહાન છે.તેનું જીવન એક સંત જેવું છે. In delivering his judgment, Broomfield recognised that many regarded Gandhi as a "  great patriot and a leader" and even Gandhi's political opponents saw him " as a man of high ideals and of noble and even saintly life."

 

હું ગાંધીને 18-03-1922 ના રોજ છ વર્ષની જેલની સજા ફરમાવું છું. પણ સરકારને યોગ્ય લાગે તો તે સજા ઘટાડી શકે છે. દેશની પ્રજાને સમજાઇ ગયું હતું કે આ ચુકાદો ગાંધી વિરુધ્ધ ન હતો પણ તે બ્રીટીશ સરકાર વિરુધ્ધ હતો.

There was no doubt in anyone's mind that it was the British rule of India that was on trial that day.

 



--