Tuesday, December 20, 2016

મોદી સરકાર–––


મોદી સરકાર! તમારી  સોવીયેત રશીયન વહીવટી દાદાગીરી બંધ કરો !

તમારી સરકારની થોડીગણી પણ આબરૂ બચાવી હોય તો નોટબંધીના ટેકામાં જાહેર કરેલો ગઇકાલનો ફતવો પાછો ખેંચી લો. તમારા તંત્રે તમને માહતી આપી હોય કે ન આપી હોય પણ જાણી લો કે " આ દેશનો સામાન્ય નાગરીક છેલ્લા ચાલીસ –પીસ્તાલીસ દીવસોથી તેના કોઇપણ જાતના વાંકગુના વીના તમારા તઘલઘી તુક્કાને કારણે  જે અંગત માનસીક અસલામતી, રોજગારીની વીસ્થાપીતતા ( Dislocation) અને શારીરીક મુસીબતો વેઠી રહ્યો છે, તેને કારણે જે હાડમારી ભોગવી રહ્યો છે તેનો તમને લેશમાત્ર અહેસાસ હોય તેમ અમને અનુભવાતું નથી."  તમારી સરકાર તરફથી ગઇકાલે જે હુકમ બહાર પડ્યો છે તે આ પ્રમાણે છે. " જે લોકો બેંકમાં આજની તારીખથી રૂપીયા ૫૦૦૦ કે તેથી વધુ રકમ જમા કરાવશે તે બધા ખાતેદારોએ  જે બેંકની શાખાના અધીકારીઓને સાબીતી આપવી પડશે કે તમે અત્યાર સુધી આ નાણાં કેમ જમા ન કરાવ્યા? વધારામાં એક વાર નાણાં ભર્યા પછી તારીખ ૩૦મી ડીસેમબર સુધી ફરી તમે નાણાં ભરવા આવી શકશો નહી. આ બેંકના અધીકારીઓ પેલા કલાકોની લાઇનમાં ઉભા રહીને જમા કરાવા આવેલા ખાતેદારોના કાઝી બનીને નક્કી કરશે કે તમારા નાણાં બેંક સ્વીકારશે કે કેમ? " આ બધું તો રાષ્ટ્રપ્રેમ અને દેશહીત માટે ત્યાગ તો આપવો પડે ને! આપણે તો જનતા જનાર્દન તરીકે મોદીજી સાથે જ હોઇએ ને!

 આજના અંગ્રેજી દૈનીક ટાઇમ્સ ઓફ ઇંડીયાએ પોતાના તંત્રી લેખમાં એક મહત્વનું વાક્ય લખ્યું છે.

"This is a draconian, Soviet-style measure that could amount to seizure of people's assets. It empowers bank officials beyond their remit and is likely to be misused, generating further corruption and black money. This measure should be repealed."

એક માહિતી પ્રમાણે ૮મી નવેંબર પછી અત્યાર સુધીમાં નોટબંધીના સંદર્ભમાં સરકાર અને આર બી આઇ તરફથી લગભગ ૬૨ વાર નીતીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તમે ગઇકાલના નીયમથી તો બેંકના ખાતેદારોને  બેંક અધીકારીઓની દયા અને મનસુફી પર છોડી દીધા છે. તમે એક બાજુ પરદેશી મુડી અને ઉધ્યોગો સ્થાપવા " મીનીમન ગર્વમેંટ અને મેક્ષીમમ ગર્વન્નસ"  સરકારી દખલગીરી ઓછામાંઓછી અને મહત્તમ વીકાસ અને મુડી રોકાણની મુક્ત તકો પુરી પાડવાની વાત કરો છો . તે બધા માટે વાયબ્રન્ટ ઇંડીયાના નામે લાલજાજમો પાથરો છો. તો પછી દેશના નાગરીકો ઉપર કેમ આવા જાલીમ અંકુશો લાદો છો? રાજ્યકર્તાઓના વચનો પર વીશ્વાસ અને બેંકોના વહીવટમાંથી લોકોની શ્રધ્ધા ડગી જાય તેવા કાર્યો તમે કરવા માંડયાં છે. તેના પરીણામોથી તમે બચી શકશો નહી.

--