તમે કેવી રીતે નાસ્તીક કે નિરઇશ્વરવાદી બન્યા?
(1) હું પહેલાં,મારો જન્મ હિંદુ અથવા મુસ્લીમ કે ખ્રીસ્તી વિ.ધર્મમાંથી ગમેતે એક ધર્મમાં આસ્થા રાખનારાવાળા મા– બાપને ત્યાં થયેલો હતો. પછી જે તે જન્મ સાથે મળેલ ધર્મ ત્યજી દિધો ને હું નાસ્તીક બની ગયો. Why you became ex-religious? તમે શા માટે નાસ્તીક બન્યા?
(2) મારા મા– બાપ બંને અથવા બે માંથી એક નાસ્તીક હોવાને કારણે હું નાસ્તીક બન્યો.
(3) હું રેશનાલીસ્ટ છું માટે નાસ્તીક છું. શું રેશનાલીઝમ અને નાસ્તીકતા એક જ છે? હા, તો કેમ? ના , તો કેમ?
(4) ઇશ્વરનો ઇન્કાર, ચમત્કારના પર્દ્દાફાશ, વૈજ્ઞાનીક અભિગમનો પ્રચાર પ્રસાર બસ આટલું મારૂ કાર્યક્ષેત્ર છે. પણ એક ગુજરતી કે ભારતીય તરીકે મને નરેન્દ્ર મોદીનું હિંદુત્વવાદી નેતૃત્વ, ઉગ્ર હિંદુત્વવાદી પરિબળો દ્રારા થઇ રહેલ ભારતીય સમાજના ધર્મ આધારીત ધ્રુવિકરણમાં મને લેશ માત્ર વાંધો નથી. આપણો દેશ હિંદુ રાષ્ટ્ર બને તેમાં મને વાંધો નથી એટલું જ નહી પણ તેનો સક્રીય ટેકેદાર છું. બલ્કે હું તે બધા પ્રવાહોનો ચાલકપણ છું.
(5) શું તમે રેશનાલીઝમ ને જ માનવવાદ ગણો છો?. તમારા મત પ્રમાણે રેશનાલીઝમ અને નાસ્તીકતામાં તફાવત ન હોય તો તેનો અર્થ એ ખરો જ કે નાસ્તીક ને માનવવાદી વચ્ચે કોઇ તફાવત હોઇ શકે નહી?
(6) નાસ્તીક બન્યા પછી તમારી વૈચારીક ભુમીકા કોઇ છે ખરી? એટલે વળી શું?
(7) દા:ત ફાસીવાદી કે નાઝીવાદી હિટલર નાસ્તીક હતો, સામ્યવાદી સરમુખત્યાર સ્ટાલીન નાસ્તીક હતો. માર્કસવાદનો પ્રણેતા કાર્લ માર્કસે ધર્મને અફીણ સાથે સરખાવી વિશ્વના તમામ માનવીય હિતોનું ભૌતીકવાદી અર્થઘટન નાસ્તીક તરીકે કર્યું હતું. ચાર્લસ ડાર્વીને નાસ્તીક, ભૌતીકવાદી ને ઉત્ક્રાંતીવાદી વૈજ્ઞાનીક હોવાને કારણે નાસ્તિક હતો. જેણે પૃથ્વી પરના તમામ સજીવો ઇશ્વરી સર્જન નથી તે સાબીત કર્યું હતું.
(8) વિનાયક દામોદર સાવરકર આર એસ એસના આધ્યસ્થપક પણ નાસ્તીક અથવા નિરઇશ્વરવાદી હતા. વાસ્તવિકતાને ઢાંકપિછોડા કરવા અને સાવરકરના વ્યક્તીત્વ બચાવવા એમ કહેવામાં આવે છે કે તે હિદું નાસ્તીક હતા. શું સાવરકરની હિંદુ નાસ્તીકતા અને તેમના સર્જન આર એસ એસની વિચારસરણી અને કાર્યો એક જ છે ?
(9) પાકિસ્તાનના સ્થાપક મહંમદ અલી ઝીણા નાસ્તીક હતા. ઇસ્લામમાં જેને વર્જય ગણયું છે તેવી બધી ખાણી પીણી ઝીણાની હતી.
(10)આયન રેન્ડ કે રેન Ayn Rand (અમેરીકન) જે મુક્ત મુડીવાદી અર્થવ્યવસ્થાની જબ્બરજસ્ત ટેકાદાર હતી તેણી પોતાની જાતને રેશનાલીસ્ટ ને નાસ્તીક ગણાવી હતી. શું રેશનાલીઝમ ને ખરેખર કોઇ વિચારસરણી હોય તો તે અને આયન રેનની મુક્ત મુડીવાદી અર્થવ્યવસ્થાના ટેકાવાળી રાજકીય વિચારસરણી બંનેમાં કેટલી સામ્યતા અને વિરોધાભાસ?
(11) રીચાર્ડ ડોકીન્સ, સેમ હેરીસ, જેમ્સ રેન્ડી અને ક્રીષ્ટોફર હીચેન્સ વિ, ઉગ્ર નિરઇશ્વરવાદીઓ છે જે બધા વિશ્વની તમામ રાજ્ય સરકારોને કોઇ સંબંધ ધર્મો, ધાર્મીક પ્રવૃત્તીઓ અને તેના સંચાલકોને ન હોવો જોઇએ તેમ સ્પષ્ટ માને છે. તે અંગે વિશ્વવ્યાપી જાગૃતતા લાવવા પ્રયત્નશીલ છે.
(12) દરેક ધર્મનીરપેક્ષ માનવવાદી ( Secular Humanist) સહજ રીતે નિરઇશ્વરવાદી કે નાસ્તીક હોય જ .પણ દરેક નાસ્તીક ધર્મનીરપેક્ષ માનવવાદી ન હોય.
(13) શું પોલકુત્સનો ધર્મનીરપેક્ષ માનવવાદ ( Secular Humanist) અને એમ.એન. રોયનો માનવકેન્દી માનવવાદ(Radical Humanism) બંને વચ્ચે કેટલી સામ્યતા અને કેટલો વૈચારીક તફાવત?
(14) અંતમાં આ બધામાં હું અને તમે ક્યાં ઉભા છીએ?
(15)
http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com