હૈ ! ભારતના સત્તાધીશો,
દેશના નાગરીકોમાં મજબુરીથી બુલડોઝરની માનસીકતા પેદા કરીને ન્યાય નક્કી કરવાની ટેવ ન પાડશો. અમારો પ્રજા તરીકે ઇતીહાસ છે.વાંચો ને મોડુ થાય પહેલાં સમજી જાવ તો સારુ.!
(૧) સને ૧૩મી એપ્રીલના ૧૯૧૯ના રોજ જલીયાવાલા બાગ અમૃતસરમાં બૈશાખી તહેવાર ઉજવવા આશરે ચાર–પાંચ હજાર માણસો એકત્ર થયા હતા.તે સમયના પંજાબના લેફ્ટેનન્ટ ગવર્નર જનરલ માઇકલ ડાયરે નિર્દોષ(Innocent) નાગરીકો પર અંધાધુધ ગોળીબાર કરવાનો ગુરખા રેજીમેન્ટને એવો હુકમ આપ્યો કે તમારી બંદુકની ગોળીઓ લગાવવાના શસ્રોનો સંપુર્ણ પુરવઠો ખલાસ થઇ જાય સુધી ગોળીબાર કર્યા જ કરો. ( And it stopped only when the ammunition had reached the point of exhaustion.)
(૨) સમગ્ર માનવજાતે ક્યારેય ન જોયેલા નરસંહારમાં આશરે ૧૫૦૦ નિર્દોષ માણસો,૨૫૦ બાળકો, એક છ માસનું બાળક ૧૫૦ માણસો સદર બાગમાં આવેલા કુવામાં જાન બચાવવા પડીને મૃત્યુ પામ્યા. ૧૦૦૦ માણસો સખત રીતે ઘવાયા. અંધાધુધ ગોળીઓના જલીયાવાલા બાગની દરની દિવાલો પરની નીશાનીઓ..
( ૩ ) ઇગ્લેંડની સંસદમાં અને ભારત દેશમાં તેના પડઘાઓ–
(અ) પ્રથમ વિશ્વયુધ્ધના સમયે વીનસ્ટન્ટ ચર્ચીલ જેઓ ઇગ્લેંડની સંસદમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વોર હતા તેમનો પ્રથમ પ્રત્યાઘાત હતો કે સંપુર્ણ અરૂચીકર, અવર્ણનીય અને રાક્ષસી, પ્રચંડ અમાનવીય કૃત્ય હતું. (Churchill referring to it as "unutterably monstrous") વડાપ્રધાન એસકયુઇથ તે કૃત્ય સામે જાહેરમાં બળાપો કાઢતાં જણાવ્યું હતું કે માનજાતના ઇતીહાસે કદાપી નોંધ્યું ન હોય તેવું ત્રાસ દાયક, ગ્લાની ઉપજાવે તેવુ, તથા અત્યાચારોના અતિરેકથી ભરેલું દુષકૃત્ય્ હતું. (while Asquith called it "one of the worst, most dreadful, outrages in the whole of our history.૮મી જુલાઇ સને ૧૯૨૦ને દિવસે ઇગ્લેંડની સંસદમાં ચર્ચીલે પોતાના પ્રવચનમાં ક્હયુ હતુ કે " આ ટોળું શસ્રવિહીન હતું, તે કોઇના પર હુમલો કરતું ન હતું, ટોળાને બહાર નીકળવાનો રસ્તો એટલો સાંકડો હતો(a narrow place considerably smaller than Trafalgar Square) કે તે ગલીમાંથી જીવ બચાવવા નાસતા નાગરીકોના એકના શરીરમાંથી બુલેટો બીજા ત્રણથી ચાર જણાના શરીરોમાં પસાર થઇ જતી હતી અને ભોગ લેતી હતી..ચર્ચીલના ઠરાવને ત્યાંની સંસદે ૨૪૭ વિરૂધ્ધ ૩૭ મતોએ પસાર કર્યો. ૩૭ મતો એવા ભક્તોના હતા કે જે બ્રીટીશ રાજ્ય ભારતમાં કાયમ ટકી રહે માટે જનરલ ડાયરના કૃત્યને વ્યાજબી ગણીને બીરદાવતા હતા.જુઓ ભારતના ૫૪૦ સાંસદો વડાપ્રધાન મોદીજી ને અમીત શાહ ગૃહમંત્રી સહિત બુલડોઝરની નીતી સામે શું કરે છે?
(બ) રવીન્દ્રનાથ ટાગોર– દેશની બ્રીટિશ સરકારે પોતાના આ કુકર્મોના સમાચાર પર ઢાંકપીછોડો કરવા બનતું કર્યું.(આપણી વર્તમાન સરકારોનો નિયમીત આનાથી જુદો ધંધો ક્યાં હોય છે?) રવીબાબુએ કલકત્તામાં ૨૨મીમે ૧૯૧૯માં જલીયાંવાલા હત્યાકાંડ વિરૂધ્ધ વિરોધી માર્ચ યોજવાનું નક્કી કર્યું હતું. ગોરી સરકાર વિરૂધ્ધ આવી ઘણી આઝાદી માટેની કુચ, સરઘસો સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ વિ,નાના મોટા નેતાઓએ કાઢી હતી. પણ રવીબાબુનું રવીન્દ્ર્ભવન કલકત્તાનું સુભાષબોઝનું મકાન કે અલ્હાબાદનું નહેરૂજીનું તીનમુર્તી ભવન, સરદાર સાહેબનું કરમસદના મકાનો પર 'બુલડોઝર' ફેરવવાનું ગોરી સરકાર એટલા માટે ભુલી ગઇ હતી કારણકે તેમના સલાહકાર મોહન ભાગવતજી, મોદી સાહેબ, અમીત શાહ સાહેબ તથા ભગવાવસ્રધારી(!) યોગી જેવા રાજકીય સલાહકારો ન હતા.રવીબાબુએ ૩૧મીમે સને ૧૯૧૯ના દિવસે પોતાને મળેલો બ્રીટીશ નાઇટહુડના એવોર્ડ સાથે આવતા તમામ હકક,અધિકાર એક જ ઝાટકે તે સમયના વાઇસરોય ઓફ ઇંડીયા લોર્ડ ચેમ્સફોર્ડને પત્ર લખીને પરત સોંપી દીધા.મારા લાખો દેશવાસીયો ગોરી સરકારના જલીયાવાલા અમાનવીય ને બર્બર કૃત્ય સામે વિદ્રોહની આગમાં શેકાતા હોય ત્યારે તમારા મેડલો,ઇલ્કાબોની આગ મને શેકી નાંખે છે.(આ વાત ગુજરાતના વર્તમાન અને ભુતકાળના પધ્મશ્રીઓની કુંપનીઓને ધ્યાનમાં રાખીને લખી નથી તેની સખેદ નોંધ લેવી.)
(૩) ઉધમ સીંગ– હવે ઇગ્લેંડમાં જઇને તે સમયના પંજાબના લેફ્ટેનન્ટ જનરલ ડાયરને તેના દેશમાં જઇને બંદુકથી મારી નાંખનાર ઉધમ સીંગની( જન્મ૧૮૯૯– મૃત્યુ ૧૯૪૦) શહાદતની વાત કરીએ. ૨૦ વર્ષની ઉંમરે જલીયાવાલાબાગ હત્યાકાંડમાંથી સખતરીતે ઘવાયેલો પણ કેટલાક બચી જનારમાંનો એક હતો ઉધમ સીંગ.તેના મનમાં અને શરીરના અણુએ અણુમાં બદલો લેવાની આગ પર ક્યારેય રાખ વળતીજ નહતી. તે ભારતની ગદ્દર પાર્ટી,, હીંન્દુસ્તાન સોસીયાલીસ્ટ એસો અને મજુર સંગઠનોમાં સક્રીય હતો.
સને ૧૯૪૦માં ૧૩મી માર્ચના( ૧૩મી એપ્રીલ ૧૯૧૯ જલીયાવાલા બાગની ઘટના) રોજ લંડનમાં આવેલ કેક્ષટોન હોલમાં જઇને જનરલ ડાયરને ઉપરા ઉપરી ગોળીઓ મારીને પોતાના દિલ અને દિમાગની કાયમી ન બુઝાતી આગને શાંત પાડી દીધી. ભારત દેશના તે સમયના સામાન્ય નાગરીકોએ અને ક્રાંતીકારોએ ઉધમ સીંઘની ઘટનાને અભુતપુર્વ કાર્ય ગણીને બીરદાવી દીધી. દેશના પેપર અમૃતબજાર પત્રીકાએ ઉધમ સીંગને ખુલ્લો ટેકો તેની તરફેણમાં લેખ લખીને જાહેર કર્યો. અને ટાઇમ્સ ઓફ ઇંડીયાએ ઉધમ સીંગના કાર્યને ભારત દેશના ડબાયેલા કચડાયેલા લાખો લોકોના દિલો દિમાગમાં ન બુઝાયેલી ને રાખ વળી ગયેલા અગ્નીમાંથી સ્ફોટક વરાળ બનીને જાણે બહાર નીકળી ગઇ. ઉધમ સીંગને દેશના મહાન સ્વતંત્ર યોધ્ધા તરીકે બીરદાવી શ્રધ્ધાંજલી આપી હતી. ૩૧મી જુલાઇ ૧૯૩૯ના દિવસે લંડનની જેલમાં ભારતના તે પનોતા પુત્રને ૪૦ વર્ષની ભરયુવાનીમાં ફાંસી આપવામાં આવી હતી.
આજે ૧૪મી જુને સને ૨૦૨૨ના દિવસે ઇન્ડીયન એકપ્રેસના તંત્રી લેખના મથાળામાં બ્લોડ લેટર્સમાં અક્ષર લખ્યું છે કે હૈ સત્તાધીશો બુલડોઝર્સની Demolition squad
ને સત્વરે નિયંત્રણમાં રાખવાની તાત્ક્લીક સુચના આપી છે.