Thursday, June 16, 2022

“ બેપ્રેમીઓનો પ્રેમ તેમના મા– બાપ અને સમાજના પ્રેમ કરતાં દીર્ઘદ્રષ્ટીહીન કે અવિચારી પણ વધુ મજબુત હોય છે

" બે પ્રેમીઓનો પ્રેમ તેમના મા– બાપ અને સમાજના પ્રેમ  કરતાં દીર્ઘદ્રષ્ટીહીન કે અવિચારી પણ વધુ મજબુત હોય છે (Love is blind & stronger than love of parents and society." કર્ણાટક હાઇકોર્ટની ટિપ્પણી.

 એક પિતાએ કર્ણાટકની હાઇકોર્ટમાં પોતાની એન્જીનયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી દીકરી નામે નીસર્ગ, તેની હોસ્ટેલમાં તપાસ કરતાં ગુમ થયેલી છે, તેવી ખબર પડી. તે અંગે બંદિપ્રત્યક્ષીકરણ (filed a habeas corpus petition)ની પીટીશન કોર્ટ સમક્ષ હાજર કરવાની કરી. ૧૪મી જુને નીસર્ગ પોતાના પતિ નીખીલને લઇને કોર્ટ સમક્ષ હાજર થઇ. બંનેમાંથી કોઇ વિધર્મી ન હતા. પોતાને માટે દુન્યવી સત્ય શું છે તે અંગે પરિપક્વ હતા.

કર્ણાટક હાઇકોર્ટની ડીવિઝન બેંચ સમક્ષ નીસર્ગે હાજર રહીને જુબાની આપી કે તે પુખ્ત ઉંમરની છે. નીખીલ સાથે રાજીખુશીથી હિદુંવીધિ પ્રમાણે મંદિરમાં જઇને લગ્ન કરેલ છે. હું હાલમાં મારા પતિ નીખીલ સાથે મારી રાજી ખુશી થી રહું છું ને હું મારા મા–બાપની સાથે અને તેમના ઘેર રહેવા ઇચ્છતી નથી. સદર નિર્ણય મેં રાજીખુશીથી અને માનસીક સંપુર્ણ સ્વસ્થ સ્થિતીમાં કરેલ છે.( She claimed she was doing it out of her own will in a "fit state of mind".)

 

 સામાન્ય રીતે કોર્ટે આટલી હકીકતની નોંધ લીધા પછી ચુકાદો આપવાનો હોય કે નીસર્ગે પોતાનો લગ્ન કરવાનો નિર્ણય કાયદા મુજબ પુખ્ત ઉંમરે લીધો હોવાથી તે કાયદા મુજબનો નીર્ણય છે. ન્યાયતંત્રે તે નીર્ણયને માન્ય કરવા સીવાય બીજુ કોઇ ટીપ્પણી પોતાની તરફથી સામન્ય રીતે ન કરવાની હોય!.

 માનનીય અને નામદાર સબડીવીઝન બેંચે જે નીસર્ગનો નીર્ણય કાયદેસરનો છે.તેવું જાહેર કર્યા પછી નીસર્ગ અને તેના અરજદાર પિતાને ધ્યાનમાં રાખીને ટીપ્પણી કરતાં જણાવ્યું કે " કોર્ટ તરીકે અમે ચેતવણી અને પુર્વ સુચના( Gave a cautionary warning) આપીએ છીએ કે નીસર્ગે તેના માબાપ સાથે જે કર્યું છે (વિશ્ચાસઘાત) તેવું વર્તન નીસર્ગના બાળકો તેમની સાથે ભવીસ્યમાં કરી શકે?" (That what she did to her parents could come back to her from her children.)

નામદાર કોર્ટ આટલું કહીને અટકી નથી. પોતાની ટીપ્પણી આગળ જણાવતાં લખ્યું કે, આપણા ઇતીહાસનો અભ્યાસ કરતાં ( હીંદુ જીવન પધ્ધતીનો) માહીતી મલશે( "Our history reveals રિવિલસ શબ્દનું અંગ્રેજી–ગુજરાતી ડીક્ષેનરીમાં  દૈવી ચમત્કારથી જણાવવું અર્થ લખ્યો છે.)કે મા– બાપઓએ પોતાના બાળકો માટે અને બાળકોએ પોતાના મા–બાપ માટે પોતાના નીજી સુખોનો ઘણો ત્યાગ આપેલ છે. જો બંને પક્ષે એકબીજા માટે પ્રેમ, લાગણી કે આત્મીય નીસ્બત હોય તો  એકબીજાની સંમતીથી જ નીર્ણયો લેવામાં આવે. બે માંથી કોઇએ પક્ષકાર બનીને કોર્ટ સમક્ષ  પોતાના હક્કોના સંરક્ષણ કે બચાવ માટે આવવું ન પડે!

 નામદાર કોર્ટે આટલી ટિપ્પણી કરીને પોતાનો ચુકાદો પુરો કર્યો નથી.

કોર્ટે ૨૫૦૦ વર્ષો કરતાં પુરાણી મનુસ્મૃતીનો સહારો( દેશના બંધારણીય મુલ્યોના વિકલ્પે)  પોતાની દલીલને વ્યાજબી ઠેરવવા નીચે મુજબનો લીધો છે.

" મનુસ્મૃતી પ્રમાણે કોઇપણ દીકરો કે દીકરી તમને જન્મ આપનાર મા–બાપનું રૂણ ૧૦૦ વર્ષ સુધી તેમની સેવા કરો તો પણ ચુકવી શકે નહી. માટે તમારા મા– બાપ, તમને શિક્ષણ આપનાર તમારા ગુરૂને ગમે તે કરો. તો જ તમારી ધાર્મીક પ્રાર્થના ફળ આપશે." (Quoting the 'Manusmruti', it said, "Even according to Manusmruthi, no person can repay his parents even in 100 years for all the troubles that they go through to give birth to him/ her and raise him/ her to adulthood. Therefore, always try to do whatever pleases your parents and your teacher, because only then does any religious worship done by you will bear some fruit.").

 

૨૫મી ડીસેમ્બર સને ૧૯૨૭ નારોજ બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતીનું જાહેરમાં દહન કર્યા પછી  આજે પણ દેશના ન્યાયવિદો અને બૌધ્ધીકો ક્યાં ઉભા છે? કોણ કોને સમજાવશે કે મનુસ્મૃતીની વીચારસરણી અને બંધારણના માનવમુલ્યો એક બીજાની આમનેસામને છે?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

"The peculiar facts and circumstances of the present case clearly depicts that 'love is blind and more powerful weapon than the love and affection of the parents, family members and the society at large," the court said in its recent judgement.

 

 


--