" નફરતી ભાષણબાજી રાષ્ટ્ર અને રાષ્ટ્રહિતના પગમાંજ કુહાડો મારે છે."
( "Hate speech hurts the nation and the national interest" આજના ઇ. એકસપ્રેસના તંત્રી લેખનું મથાળું)
મોદી સરકારે આરબ દેશોમાંના એક નાના સરખા દેશ કુવેત પાસે માફી માંગી છે. કેમ? શું થયું આ છપ્પન ઇંચની છાતી રાધવતા ભાજપના નેતાની સરકારને? ગઇકાલે રવિવાર ને દિવસે વિધ્યુત વેગે ભાજપના મોવડી મંડળે તાત્કાલીક પોતાના પક્ષના ટોચની કક્ષાના બે નેતાઓ નામે, નુપુર શર્મા અને નવીન જીંડાલ છે તે બંનેને પોતાના પક્ષના પ્રાથમીક સભ્યપદેથી તથા પક્ષમાં ધરાવતા તમામ હોદ્દા પરથી સસપેન્ડ કરી દીધા છે. કયો રાજકીય ધંધો આ બે ભાજપી નેતોઓએ પક્ષ અને દેશની વિરૂધ્ધનો કર્યો? જે ધંધો દિલ્હીના સર્વોચ્ચ પક્ષીય નેતાઓથી માંડીને સ્થાનીક શહેર કે ગ્રામ્ય કક્ષાના સદર પક્ષના હોદ્દેદારો ચોવીસ કલાક અને સાતેય દિવસ ન કરતા હોય? આ સસપેંડ થયેલા બંને નેતાઓ સામે યુએપીએ ને રાષ્ટ્રદ્રોહની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવશે કે નહી તેની માહિતી હજુ ગૃહમંત્રાલયમાંથી પ્રાપ્ત થઇ નથી !
બંને સસપેંડ કરવામાં આવેલા ભાજપી નેતાઓએ ટીવી પર ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પેયગંબર સાહેબ અંગે એટલી બધી ધાર્મીક નિંદા કરી કે જેને કારણે સમગ્ર આરબ મુસ્લીમ જગતના તમામ દેશો ભારત સાથેના તમામ રાજકીયથી માંડીને આર્થીક, સામાજીક વિ. સંબંધો તોડી નાખવાના નિર્ણય પર આવી જાય તો નવાઇ નહી! આપણા દેશના ઉપરાષ્ટ્રપતી માનનીય શ્રી એમ વૈકટૈયા નાયડુ કુવેતના પાટનગર દોહાની મુલાકાતે ગયા છે. ત્યારે કુવેતની સરકારે બધાજ સન્માનીય શિષ્ટાચાર બાજુપર મુકીને સદર ધાર્મીક ટીકાના સંદર્ભમાં જે કહેવાનું હતું તે એટલું સ્પષ્ટ કહી દીધુ છે. ( In the diplomatic embarrassment that Vice-President M Venkaiah Naidu had to suffer while on an official visit to Qatar — the Indian envoy was summoned and lectured to — is the second lesson.)
ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી લેખમાં વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડડા વિ, ની સખત ટીકા કરતાં લખ્યું છે કે ભલે તમારી સરકાર મુસ્લીમ મતોની ચિંતા કર્યા સિવાય સને ૨૦૧૪ અને ૨૦૧૯માં સત્તા પર આવી છે. પણ ત્યારથી તમારા પક્ષની રેન્ક એન્ડ ફાઇલ સવાર સાંજ દરરોજ મુસ્લીમ લઘુમતીઓ સામે નફરત ફેલાવવાનું કામ કરે છે, ત્યારે તમે બધા ઇરાદાપુર્વકનું ગર્ભીત મૌન સેવીને સંમતી આપ્યા કરો છો. પેલા તમારા પક્ષના સ્ટ્રીટ સોલજર્સને વિશ્વાસ બેસી ગયો છે કે સત્તાકીય સરકાર, પોલીસતંત્ર અને કાયદો અમને કશું કરવાનો નથી. પેલી હરીદ્રારની ધર્મસંસદમાં મુસ્લીમોના નરસંહારની ખુલ્લે આમ તરફેણ કરનારાઓની બદમાશી હિંમતને કેવી રીતે ન્યાયી ઠેરવશો? દરેક મુસ્લીમ વિરોધી હિંસાજનક ઉશ્કેરણી કાયદાના શાસનની વિરૂધ્ધ બેલગામ બની જાય છે ત્યારે તેના પછીનું કૃત્ય વધારે પાશવી, હિંમતપુર્વકનું, અમાનવીય અને લગભગ લોહીયાળ બની જતું હોય છે. (Result: Every such act that is allowed to go unpunished and uncensured emboldens the next.)
તેનો અર્થ એ ન સમજતા કે તમારી સરકાર ફક્ત દેશના હિંદુઓની જ સરકાર છે? તમને એ પણ ખબર ન હોય તો જાણી લો કે વીશ્વમાં ભારત સૌથી બીજા નંબરની વસ્તી ધરાવતો મુસ્લીમ દેશ છે. મોદી સરકાર, તમારે એ સાબીત કરવું પડશે અને તે પણ વૈશ્વીક કક્ષાએ કે તમારા શબ્દો અને કાર્યોથી (it needs to show by word and deed) કે તમારી સરકાર બધી જ કોમોની છે. મુસ્લીમ કોમ સામેની નફરત અને ધાર્મીક ધિક્કારને વ્યવસ્થિત વૈચારીક રીતે તમારા બધાના પાલનપોષણથી સંવર્ધન (Nurture)કરવામાં આવેલ છે.
મોદીજી, તમારા પક્ષે તાત્કાલીક નુપુર શર્મા અને નવીન જીંડાલને પક્ષમાંથી કાઢવાનો નિર્ણય એટલા માટે મજબુરીથી લેવો પડયો છે કે સમગ્ર મુસ્લીમ જગતમાં તેના પડઘા ભયંકર પડવા માંડયા છે. જે ભારત દેશના તમામ સંબંધો આ દેશો સાથે કાયમી જોખમો પેદા કરનારા બની જવાની સ્ફોટક શક્યતા ધરાવે છે.આપણા વિદેશ પ્રધાન એસ જયશંકરે વિશ્વના તમામ દેશો સમક્ષ ભારતની જે મુઠી ઉચેરી છાપ ઉભી કરી હતી તેને આ બે નેતોની ત્રીસ સેંકડની ટીવી પરની ક્લ્પીંગે જમીનદોસ્ત કરી નાંખી છે.
મોદીજી, તમાર સરકાર ભીત ભુલે છે જો એમ સમજતી હોય કે આવી ક્પીલીંગ અને બે નેતાઓને પક્ષમાંથી સસપેન્ડ કરવાથી મુસ્લીમ જગત તમને માફી બક્ષી દેશે એ વાત ભુલી જજો. સત્તાપક્ષના સભ્યોના મોઢેથી લઘુમતી કોમને સતત નિશાન બનાવીને ધિકકાર અને નફરત પુર્વકની બયાન બાજી ક્યારેય માન્ય ન બની શકે! સંપુર્ણ રીતે અને કાયમ માટે અસ્વીકાર્ય જ હોય!.તેના પરિણામો દેશમાટે વિભાજનકારી અને રાષ્ટ્રહીતથી સંપુર્ણ વિરોધી જ છે. આશા રાખીએ કે ખાડી દેશોમાંની આપણા મિત્ર સરકારો પોતાનું શાણપણ અને સ્વસ્થતા આ પ્રસંગને કારણે નહી ગુમાવે!. ( સૌ. ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી લેખનો ભાવાનુવાદ. તા. ૦૭–૦૬–૨૦૨૨)
તા.ક. અમે પરદેશ સ્થિત, જુદા જુદા દેશોમાં બનેલા સીટીઝન્સને ( મુળ દેશી હિંદુઓને)સારી રીતે ખબર છે અમે બધા નિર્વાસીતો જે તે દેશોમાં લઘુમતીમાં છે. અમારા દેશમાં, મોદી સરકાર સને ૨૦૧૪ સત્તાધીશ બન્યા પછી અને ૨૦૧૯નો સત્તા પટટો રીન્યુ કરાવ્યા પછી ભારતમાં પેદા થયેલ લઘુમતીઓ સામેનું નફરત અને ધિક્કારની માનસીક્તાના બીજ અહીંયાની બહુમતી ધર્મોની પ્રજામાં સક્રીયરૂપ ધારણ કરવા માંડયા છે. સને ૨૦૧૪ પહેલાં મોદીજી, તમને અમેરીકાએ વીસા માટે લાયક ગણયા નહતા. તેના ભવિષ્યના પરિણામોની નોંધ લેવાનું ચુકશો નહી.