તમે અમને સાચા રંગે ઓળખવામાં ભુલ કરો તો?
અમે તો ખુબજ ગણતરી પુર્વક " બે પગલાં પાછળ પીછે હઠ કરીએ છીએ કારણકે ભવિષ્યમાં અમારા ધ્યેય ભારતને ' હિંદુ રાજ્ય' બનાવવાની દિશામાં ત્રણ પગલાં આગળ તે પણ ઝડપથી લઇ જઇ શકીએ!" અમારો રાજકીય ઇતિહાસ છે કે અમે અમારું થુકેલું ચાટી જઇએ છે, એટલું જ નહી પણ સત્તા માટે બીજા થુંકે તો પણ મે હોંસે હોંસે ચાટી જઇએ છીએ. દા:ત ભુતકાળના ગુજરાતના કોંગ્રેસના એક સમયના નેતા હાર્દીક પટેલના બીજેપીના નેતાઓ અને તે પક્ષ અંગેના જે તે સમયનાં નિવેદનોનો અભ્યાસ કરો!. અમારા આંસુ મગરના હોય છે. જ્યારે કોઇપણ પ્રસંગની અમારી દીલસોજી કે ખરખરો સમશાન વૈરાગ્યથી કમ હોતો નથી.
ચલો! અમારું થુંકેલુ ચાટેલાના ઇતિહાસનો અભ્યાસ કરીએ.
(1) સને ૨૦૧૫ની ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાકના દિવસે કેન્દ્રની મોદી સરકારે પોતાની સરકારી જાહેરાતમાં ' બંધારણના આમુખમાંથી સમાજવાદ અને સેક્યુલર શબ્દો કાઢી નાંખ્યા હતા.' પાછળથી જાહેરાત કરવામાં આવી હતી કે તેમ કરવામાં સરકારનો કોઇ હેતુ ન હતો. ( Later clarifies that it had no intention of dropping the words)
(2) એપ્રીલ સને ૨૦૧૮માં મોદી સરકારના મંત્રી સ્મૃતી ઇરાની જેઓ મીનીસ્ટર ઓફ બ્રોડકાસ્ટીંગ અને ઇન્ફર્મેશન હતા.તેઓશ્રીએ ફેક ન્યુઝ પ્રકાશીત કરનાર જર્નાલીસ્ટો પર કેવી કેવી સજા કરવી તેની ગાઇડલાઇન જાહેર કરી.હતી. જેની ખુબજ ટીકા થઇ. બીજે જ દિવસે વડાપ્રધાનના હુકમથી પેલા મંત્રી સાહેબાને તે ગાઇડ લાઇન પરત ખેંચી લીધી હતી.
(3) ને ૨૦૧૮ના ઓકટોબર માસમાં, મોદી સરકારના મંત્રી એમ. જે અકબર સામે સ્રીઓ સામે જાતીય સતામાણીના હુમલાની ફરીયાદ ઉભી થઈ.પહેલાં સત્તાએ આંખમિચામણાં તેની સામે કર્યા." # Me To Campaign " ને કારણે એમ જે અકબરને પ્રધાન મંડળમાંથી દુર કરવા પડયા હતા.
(4) પોતાના સભ્યો સામે મોદી સરકારે વ્હીપનો ઉપયોગ કર્યો.(અ) જાન્યુઆરી ૨૦૧૫માં પોતાના પક્ષના એમ પી સાક્ષી મહારાજે જાહેર કર્યું કે દરેક હિંદુ સ્રીએ ચાર બાળકોને જન્મ આપવો જોઇએ.. પક્ષે તેની સામે શો કોઝ નોટીસ આપી ને તે નિવેદન પરત ખેંચવું પડયું. તે પહેલાં આજ સાંસદે સંસદમાં એટલા માટે માફી માંગવી પડી હતી કે ગાંધીજીના ખુની નથુરામ ગોડસેને દેશભક્તના કહ્યા હતા. (બ) સને ૨૦૧૯માં મધ્યપ્રદેશના બીજેપી સમગ્ર રાજ્યના મીડીયા સેલના વડા અનીલ સુમિત્રાને પક્ષના પ્રથમીક સભ્યપદેથી એટલા માટે કાઢી મુક્યા હતા કે આ સાહેબે એવું ક્હ્યું કે મહાત્મા ગાંધી ' પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ' છે.(ક) સને ૨૦૧૯ના નવેંબરમાસમાં, પ્રજ્ઞા સીંગ ઠાકુરને સંસદની ડિફેન્સ મંત્રાલયમાંથી એટલા માટે કાઢી મુકવા પડેલ કે સંસદ ભવનમાં ગાંધીજીના ખુની નાથુરામ ગોડસેને 'દેશભક્ત' તરીકે નવાજ્યા હતા. (ડ)ડીસેંબર ૨૦૨૧માં તેજસ્વી સુર્યા જે ભાજપની રાષ્ટ્રીય યુવા પાંખના અધ્યક્ષ અને દક્ષીણ બેંગ્લોરની સંસદીય મતવીસ્તારનાચુંટાયેલા સાંસદ છે તેઓશ્રીએ 'ઘર વાપસીં' ( રી કનર્વઝન)અંગે એવી ટીપ્પણી કરી હતી કે દેશના દરેક મંદિર અને મઠને ' ઘરવાપસી' કરવાની સંખ્યા અથવા ક્વોટા આપી દેવામાં આવે! આ સાંસદ સાહેબનો અતી ઉત્સાહ એટલો બધો કે આપણે ' પાકીસ્તાનમાંથી દેશમાં આવેલ મુસલમાનોની પણ ઘરવાપસી કરવાનું કામ કરવું જોઇએ.'
એવું કહેવાય છે કે અકબારના દરબારમાં અઢાર રત્નો હતા. આપણા મોદી સાહેબના પ્રધાનમંડળમાં અને સમગ્ર પક્ષમાં ઉપર જણાવેલ જેવી કાબેલીયત અને નિપુણતા ધરાવનારા કેટલા રત્નો હશે !
નુપુર શર્મા અને નવીન જીંડાલ બંને ભાજપના મહત્વના સભ્યોએ મહંમદ પયગંબર સાહેબ અંગે જે ટવીટ કરી છે અને ટીવી મીડીયાએ એક અઠવાડીયા સુધી તે પ્રસારીત કરવાનું દેશભક્તી(?)નું કામ કર્યું છે તે ઉપર જણાવેલ બીજેપી પક્ષના સાંસદો અને હોદ્દેદાર સભ્યોથી કઇ રીતે જુદુ લાગે છે? દેશની તમામ લઘુમતીઓ તથા બહેનોને સજ્જનશીલ કે અસજ્જનશીલ ભાષાઓમાં બીજેપી જે વિશ્વસ્તરપર સૌથી વધુ સભ્યો ધરાવતો રાજકીય પક્ષ હોય કે આર એસ એસ હોય કે પછી વીએચપી કેમ નહોય, આ બધાએ કશુ કહેવાનું બાકી નથી રાખ્યું તે મોદીકાળના આઠવર્ષોની સર્વશ્રૈષ્ઠ સીધ્ધી જ ગણાયને?
તમે જોયું ને કે મોદીકાળમાં મહાત્મા ગાંધી અને નથ્થુરામ ગોડસે બંને ખભેખભા મીલાવીને કેવી રીતે એક સાથે ચાલી શકે છે.? એક બાજુ ' સબકા સાથ, સબકા વીકાસ, ને સબકા વિશ્વાસ' અને સામે પક્ષે દેશની આશરે વીસ કરોડની વસ્તીની સામે સતત નફરત ને ધ્રુવીકરણનું રાજકારણ ફેલાવીને ક્રમશ સંસદ, વિધાનસભાઓ, શિક્ષણ, રોજગારી અને આરોગ્યની સુવિધામાંથી કેવીરીતે બાદબાકી થઇ શકે છે તેની સાબીતી માટે શું જોઇએ છીએ? હવે, નુપુર શર્મા અને નવીન જીંડાલના કાર્યો કે કુકર્મોએ મોદી સાહેબની દેશમાં છેલ્લા આઠ વર્ષોથી સડસડાટ બે વીરોધી દિશાઓમાં ચાલતા બે ઘોડાપરની ચમત્કારીક બગીને ઘોંચમાં નાંખી દીધી કે પટરી પડતી નીચે ઉતારી દીધી. એક બાજુ વિકાસના સ્વપ્નાનું વેચાણ કરવું અને બીજીબાજુએ હિંદુધાર્મીક ધ્રુવીકરણની સીડી ઉપર બેસીને નફરત અને ધિક્કારનું વાતવરણ પેદા કરીને રાજકીય સત્તા અંકે કરી લેવાની રાજનૈતીક વ્યવહારની ગાડી પર બ્રેક વાગી ગઇ.
ગયા રવિવારે ખાડી દેશોમાં વિધ્યુતવેગે ફરતો હેસટેગ (#) Boycott Indian Products.આ દેશો આશરે એક કરોડ ભારતીયને રોજગારી આપે છે. અને વીશ્વમાંથી મુળભારતીયો તરફથી મોકલવામાં આવતા નાણાંની કુલ રકમમાં તે પણ અમેરીકન ડોલર્સમાં ખાડીદેશોના ભારતીયની રકમ પચાસ ટકા છે. જે ૩૭ લાખ કરોડ ડોલર્સ વાર્ષીક છે. આજનો ડોલરનો ભાવ એક ડોલર બરાબર આશરે ૮૦ રૂપીયા ગુણાકાર કરશો તો કેલક્યુલેટરની અંદર તેટલા મીંડા પણ નહી દેખાય! મોદીજી એકદમ ચોંકી ગયા કે જો વિકાસનો એજન્ડા દેશની આંતરીક બચત, પરદેશી હુંડીયામણની આવક, દેશના આંતરરાષ્ટ્રીય વેપારની લેણદેણની તુલા અને ઇનફ્રારાસ્ટક્ચર પર આધારીત હોય અને તે ઇમારત જો તુટી પડવાની નોબત આવે તો " ન બજેગી બાંસુરી જો ન રહેગા બાંસ " જેવી સ્થીતી પેદા થઇ જાય.
નુપુર શર્મા અને નવીન જીંડાલ જેવા તોફાની તત્વો (Fringe Elements)ની સંખ્યા દેશમાં સને ૨૦૧૪થી એટલે કે જે દિવસે સંસદભવન બહાર માથું ટેકવીને નમસ્કાર કરીને મોદી સાહેબે સત્તા ગ્રહણ કરી હતી તે દિવસથી અત્યાર સુધીમાં ( મે ૨૦૨૨ સુધી) આવા ધાર્મીક ધ્રુવીકરણ અને નફરત ફેલાવનારા ભાષણ કરનારાઓની સંખ્યા, યુ ટયુબ બ્લોગર્સ પ્રિયપ્રસન્ન બાજપાઇના સંશોધન પ્રમાણે તે ફક્ત આઠ હજારથી ઓછી લેશ માત્ર નથી. જે નેતાઓએ આવા ભાષણો આપ્યા છે તેમાં મોદી સરકારના પ્રધાન મંડળના સભ્યો અને બીજેપીના સાંસદો પણ છે. રાજ્યોની વિધાનસભાના સભ્યો ને ભુતપુર્વ રાજ્ય ગવર્નરો પણ સદર લીસ્ટમાંથી બાકાત નથી. સને ૨૦૧૪થી અત્યારસુધી બીજેપીના ટોચના નેતાઓ જે બધા આવી કાબેલીયત ધરાવે છે તેની સંખ્યા ૩૮ છે. દેશ ને વિશ્વ ફલક પર ભારતની સરકાર અને દેશ એટલે મોદી અને તેમનું નેતૃત્વ.( Larger than life) જેમાં બીજેપી, આરએસ એસ ને તમામ સંગઠનો આવી જાય છે.
એક બાજુ ખાડી દેશો અને અન્ય ઇંડોનેશીયા જેવા મુસ્લીમ દેશોમાં ક્રમશ સંગઠીત થતો ભારત વિરુધ્ધનો આક્રોશ કેવું સ્વરૂપ લેશે તેનો નીષકર્શ કાઢવા માટે કસમય છે.બે દિવસ પહેલાં શુક્રવારની નમાજ પછી દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી ને પશ્ચીમ–બંગાળથી શરૂ કરીને ગુજરાતના જુદા જુદા શહેરોમાં મુસ્લીમ જનસમુદાયના વિરોધ પ્રદર્શનોને હળવાશથી લેવાની બિલકુલ જરૂર નથી.
નફરતી ભાષણો, લઘુમતી સામે સતત સંગઠીત હીંસાઓ, બુલડોઝર્સ પ્રેરીત દરેક સરકારોની કાયદો જાળવવાની માનસીકતા, લવજેહાદ, કર્ણાટકની સરકારની હીજાબ, હલાલ, વિ, નીતીઓ, સીએએ, એનસીએ, મોદીજીનું પેલું ગંભીર અને દુ;ખદ નિવેદન ' તે લોકોને તેમના કપડાના લેબાસ કે ડ્રેસ પરથી પહેચાનો' વિ નીતોઓએ જે ચરૂ ઉકળતો રાખ્યો હતો તે બધાને નુપુર અને નવીનજીંદાલની પયગંબર સાહેબ ઉપરની ટીકાઓએ દેશ ને ખાડી દેશોની સરકારો અને મુસ્લીમ પ્રજાઓના વાતવરણને સ્ફોટક બનાવી દીધું છે.
ગાંધીજીએ સને ૧૯૪૨ માં ૯મી ઓગસ્ટે બ્રીટીશરો સામે " ક્વીટ ઇંડીયા" હિંદ છોડો આંદોલન શરૂ કર્યુ હતું . આવતી ૯મીઓગસ્ટ ૨૦૨૨ના દિવસે તેને એંસી વર્ષ પુરા થશે. મોદીજી અને સૌ દેશવાસીઓ ! ચાલો આપણે ભારત તોડોને બદલે ભારત જોડોનું આંદોલન ચોક્કસ શરૂ કરીએ. હીંદુ મુસલમાન જેવી ધાર્મીક વિભાજનકારી ઓળખને બદલે ' અમે ભારતના લોકો' ફક્ત ભારતીય ઓળખને વિકસાવીએ, દેશને મજબુત કરીએ.( સૌ. સન્ડે એક્ષપ્રેસ લેખ A New Red Line નો સારંશ.)
IS IT HOPING AGAINST HOPE! WHAT DO YOU THINK!