Sunday, July 31, 2022

“અમારાથી થયેલ સાંસ્કૃતીક નરસંહારને તમે ભુલી જાવ! (FORGET),

 

 

"અમારાથી થયેલ સાંસ્કૃતીક નરસંહારને તમે ભુલી જાવ! (FORGET),

મારા ધર્મના પ્રતિનિધિઓ દ્રારા થયેલ કેનેડાના મુળનિવાસીઓ પરના હજારોની સંખ્યામાં બાળકો પર થયેલ હિંસક અત્યાચારો માટે દરગુજર કરો.(Forgive)"

ઉવાચ– પોપ ફ્રાન્સીસ, સમગ્ર વિશ્વના રોમન કેથોલીક ખ્રીસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ.

કેમ?

(1)          તા. ૨૪થી ૩૦મી જુલાઇ સુધી પોપ ફ્રાન્સીસ ઇટાલીના વેટીકન સીટીથી(સાર્વભોમ દેશમાંથી) ખાસ વિમાન દ્રારા કેનેડા આવે છે. આ યાત્રાનું ખાસ નામ 'પ્રાયશ્ચીત યાત્રા' ("pilgrimage of penance") રાખવામાં આવ્યું છે. કેવું રૂપાળું, સુંવાળુ અને અહીંસક નામ યાત્રા માટે પસંદ કરવામાં આવ્યું છે. " A wolf in a dress of the Lamb."

(2)          કેનેડાના મુળનિવાસી(Indigenous people)ના બાળકો એક સમયે જે સ્કુલ– કમ હોસ્ટેલ(રેસીડેન્સીઅલ સ્કુલસ) ગુરૂકુલ! માં રહેતા હતા.સને ૧૮૩૧થી ૧૯૯૬ સુધીમાં આશરે ૧,૫૦,૦૦૦ કરતાં પણ વધારે બાળકોને ગુમ કરી દેવામાં આવ્યા હતા. હકકીતમાં મારી નાંખવામાં આવ્યા છે. તે બધાના નામથી માંડીને તમામ ઓળખના પુરાવા નાબુદ કરી દેવામાં આવ્યા છે. તે બધામાંથી કેટલાકની સામુહીક કબરોના પુરાવા મલ્યા છે. આ બાળકો જાતીય શોષણ, બળાત્કાર અને કુપોષણનો ભોગ બન્યા હતા.(He was making a "pilgrimage of penance" to help heal the wrongs done to indigenous people by Roman Catholic priests and nuns who ran abusive residential schools linked to deaths of thousands of children.)

(3)          કેનેડાની સદંતર મુળનિવાસી પ્રજાનો નરસંહાર કરવાની માહિતી કેનેડામાં સને ૨૦૧૫માં નીમવામાં આવેલા તપાસ પંચ ' Canada's Truth and Reconciliation Commission' દ્રારા મલી છે. ગયા વર્ષે, કેનેડાના એક પ્રાંત બ્રિટીશ કોલમ્બીયામાં ૨૧૫ બાળકોના અવશેષોની કબરો મલવાથી પોપને સદર 'પ્રાયશ્ચીત યાત્રા' કરવાની મજબુરી ઉભી થઇ છે તેમ તારણ કાઢવું ખોટું નથી. ત્યારબાદ સમગ્ર દેશમાં આવા શંકાસ્પદ કબરસ્થાનો શોધી કઢાતાં હજારો બાળકોના મૃતઅવશેષો મલ્યા છે. Since then, the suspected remains of hundreds more children have been detected at other former residential schools around the country.આ તપાસ પંચે સદર કૃત્યને 'સાંસ્કૃતીક નરસંહાર'તરીકે જાહેર કર્યો હતો.

(4)           યુએસએમાં પણ સ્થાનીક મુળનિવાસી પ્રજા 'રેડ ઇન્ડીયન' નો નરસંહાર રોમન કેથોલીક ચર્ચના પ્રતિનીધીઓ દ્રારા જુદી રીતે કરવામાં આવ્યો નથી.

(5)           રોમન કેથોલીક ધર્મે વિશ્વભરના તમામ ખંડોની મુળનીવાસી પ્રજાનો નરસંહાર કરવાનો ધાર્મીક કરાર સોળમી સદીમાં, તે પણ લેખીત વેટકીન સિટીમાંથી પોતાના દસ્તાવેજો પર મહોર લગાવીને સહી સીકકા કરીને કરેલો છે. જે આજેપણ ઐતીહાસીક દસ્તાવેજ તરીકે ઉપલબ્ધ છે.જેનો ફોટો પણ ગુગલસર્ચમાંથી વીકીપીડીયાની શોધથી સરળતામાં પ્રાપ્ત છે.

(6)          'WHAT'S AN APOLOGY?' We don't need an apology. We need action,'" Cameron said.

વૈશ્વીક સ્તર પર ' ફેડરેશન ઓફ સોવિરીયન ઇન્ડીજીનીયસ નેશન્સ 'ના વડા બોબી કેમેરોને પોતાના પ્રતિનિધિ મંડળ સાથે આ વર્ષના એપ્રીલ મહીનામાં એક અઠવાડીયા સુધી પોપ ફ્રાન્સીસ સાથે વેટીકન સીટીમાં મુલાકાતો કરી. પોપને શક્ય તેટલા પુરાવા સાથે ' ઇશુનો પ્રેમનો સંદેશો, તારા પડોશીને તું તારી માફક પ્રેમ કર' વિ. નૈતીક ઉપદેશોના પરિણામોની વાસ્તવીકતા બતાવી. પછી સવાલ કર્યોં  તમારી માફી કઇ બલા છે? અમારી વિશ્વભરની સાતેય ખંડોમાં સ્થાયી થયેલી મુળનિવાસી પ્રજા પર તમારો ઘા એટલો ઉંડો, સર્વસ્વ વ્યાપી ગયેલો અને ક્યારેય તે રૂઝી શકે તેમ નથી! કયા મલમ પટ્ટાથી તમે દુરસ્ત કરવા, મટાડવા નીકળ્યા છો?

 

(7)          Some indigenous leaders also want the Catholic Church to renounce a 15th-century colonial doctrine that justified dispossessing indigenous people, issued as papal bulls or edicts.

(8)          પોપ ફ્રાન્સીસ કેનેડામાં આશરે દસથી બાર સ્થળો પર પોતાના ધર્મઉપદેશોની સમુહ સભા રાખવાના છે. પોપે કેનેડાના મુળનીવાસીઓના પુન;વર્સન માટે ૩૦ મિલીયન કેનેડીયન ડોલરનું ફંડ એકત્ર કરવાની જાહેરરાત કરી દિધી છે. સમગ્ર કેનેડાના પોતાના રોમનકેથોલીક સંપ્રદાયના કેન્દ્રીત– વિકેન્દ્રીત બિશપો આ ' પવિત્ર' કામ કરવા મેદાને પડી ગયા છે. કેનેડાના બિન– મુળનિવાસી તમામ રોમન કેથોલીક ઇમિગ્રન્ટસે વિ.એ (Genuine Beneficiaries of Roman Catholic policies) ૩ મીલીયન કેનેડીયન ડોલર્સ એકત્ર કરીને પોપના પવિત્ર ચરણોમાં સમર્પીત કરી દીધા છે.

(9)          કેનેડામાં રોમન કેથોલીક ખ્રીસ્તી સંપ્રદાયની જમીની સ્થિતી– એક જમાનમાં કેનેડાની કુલ વસ્તીમાંથી ૪૦ ટકા પ્રજા નિયમીત ચર્ચમાં જતી હતી. હાલ ફક્ત પાંચ ટકા પ્રજા ચર્ચમાં જાય છે. કેનેડાના ક્યુબેક પ્રાંતમાં મોટાભાગના ચર્ચો ફક્ત એક ડોલરમાં વેચવામાં આવ્યા છે. સદર ચર્ચોમાં હાલ બટર, ચીઝ, ના ઉધ્યોગો, કોલેજના પુસ્તકલયો, જીમ, સ્પા, બ્યટી પાર્લર વિ ધંધા – ઉધ્યોગ ચાલે છે. 


--

Friday, July 29, 2022

શું વિદેશમાં ઠરીઠામ થયેલા દેશી બંધુઓ




શું વિદેશમાં ઠરીઠામ થયેલા દેશી બંધુઓ હિંદુ સંપ્રદાયો, અને હિંદુ પુનઉત્થાનવાદી સંસ્થાઓ માટે દુઝણી ગાયો જ છે? ( આ નોંધ- મારા સાથી રમેશભાઇ સવાણીના સ્વામીનારાયણ સંપ્રદાયના તાજેતરના લેખના સંદર્ભમાં વાંચવા ને સમજવા વિનંતી છે. તે લેખ Cut-paste-copy  મારા આ લેખ નીચે સાદર રજુ કર્યો છે.)

અમેરીકા અને બીજા પશ્ચીમના દેશો( ઓસ્ટ્રેલિયા– ન્યુઝીલેંડ સહીત સમજવું)માં ઠરીઠામ થયેલા ભારતીયો ને ખાસ કરીને ગુજરાતીઓ, હિંદુ સંપ્રદાયો અને આર એસ એસ, વિશ્વ હિંદુપરિષદ, બજરંગ દળ જેવી અનેક નામી– અનામી સંસ્થાઓ માટેની દુઝણી ગાયો છે. ગોરી પ્રજાએ પાંચસો વર્ષ સુધી એશીયા,આફ્રીકા અને દક્ષિણ અમેરીકાના દેશોની પ્રજાઓની સંપત્તી– સાધનો લુંટી ગયા અને માલેતુજાર થયા હતા. આ બધા હિંદુસંપ્રદાયો, તેના સંચાલકો અને પેલી હિંદુ ધર્મ અને તેની સંસ્કૃતીના પુન;ઉધ્ધારના નામે અમેરીકા અને અન્ય પશ્ચીમના દેશોમાં ફુલીફાલેલી સંસ્થાઓનો જુદો ધંધો લેશ માત્ર નથી નથી જ. ગોરા શોષણખોરોની ચામડી રંગને કારણે ગાંધીજી જેવા તે બધાને ઓળખી ગયા. અહીયાં, પશ્ચીમી દેશોમાં યુવાન ભારતીય બૌધ્ધીકૌ ( કહેવાતા બૌધ્ધીકો અંદરથી હિદુત્વવાદીઓ) જે પોતાની શૈક્ષણીક કુશળતાને આધારે ' સેલેબેલ કોમોડીટી' વેચાણપાત્ર ચીજવસ્તુ' તરીકે  અહીંયા આવ્યા છે, ઠરિઠામ વર્ષોના સખત પરીશ્રમ બાદ થાય છે. તેની મહામુલી બચત ધર્મ, સંપ્રદાય, હિંદુ સંસ્કૃતીને ( આધ્યાત્મિક સંસ્કૃતી પશ્ચીમી ભોગવાદી નહી,) ના લોભામણા નામે ઉસેડી જવાનો( ભેગુ– એકઠુ કરી લેવાનું) ધંધો પેલા ગોરાશોષણખોર કરતાં ખુબજ લુચ્ચાઇપુર્વક, " મૃત્યુ પછી  વીમો પાકે પણ તેનું પ્રીમીયમ જીવતા જીદંગીભર આપ્યા કરવાની ગળથુથી સાથે અને શરતે" આ બધા દેશોમાં ફુલી ફાલ્યો રહયો છે. ગોરી સલ્તનતોના શોષણનો ચરખો વિશ્વભરમાં પાંચસો વર્ષ ચાલ્યો. દેશી ધર્મો,સંપ્રદાયો અને સંસ્કૃતીઓના જુમલેબાજ ઉધ્ધારકોનો માનવીય શોષણનો ચરખો કેટલી સદીઓ સુધી હજુ ચાલશે?

(Ramesh Savani)

  · 

સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનું ભયંકર અપમાન કરે છે !

દેશ-વિદેશમાં સ્વામિનારાયણ મંદિરો એક ઈન્ડસ્ટ્રીઝની જેમ વિકસી રહ્યા છે ! સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અનેક ફાંટાઓ છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી દૂર-વિમુખ કરેલ BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા મૂળ સંપ્રદાયને પછાડીને આગળ નીકળી ગઈ છે. ભક્તો પોતાના સંપ્રદાયને 'સ્વામિનારાયણ ધર્મ' તરીકે પણ ઓળખાવે છે ! ગુજરાત સિવાય ભારતના લોકો 'સ્વામિનારાયણ ભગવાન'ને ઓળખતા નથી; એટલે વિદેશોમાં સ્વામિનારાયણ મંદિરને 'હિન્દુ ટેમ્પલ' તરીકે ઓળખાવે છે ! 24 જુલાઈ 2022ના રોજ એક મિત્રના આગ્રહવશ અમેરિકાના ન્યૂજર્સી Robbinsville સ્થિત BAPS મંદિરની મુલાકાત લીધી. સવારના 10:48નો સમય હતો. રવિવારના કારણે મંદિરમાં 1000થી વધુ લોકોની ભીડ હતી. મૂર્તિઓ આડે પડદા હતા; થોડીવારે એ પડદા ખૂલ્યા અને આરતી શરુ થઈ ! 'સ્વામિનારાયણ ભગવાનની' જય બોલાતી હતી. ક્યાંય કૃષ્ણ/રામ/શિવનું નામ બોલાતું ન હતું ! મંદિરમાં રામ-સીતા; રાધા-કૃષ્ણ; શંકર-પાર્વતીની નાની મૂર્તિઓ હતી; મુખ્ય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન એટલે કે સહજાનંદ સ્વામિની હતી; જે મોટી હતી ! સહજાનંદ સ્વામિનું (3 એપ્રિલ 1781 / 1 જૂન 1830) મૂળ નામ ઘનશ્યામ પાંડેય હતું.

સહજાનંદ સ્વામિએ 1826 માં શિક્ષાપત્રી લખી હતી. તેના શ્લોક નંબર-108/ 110/ 113/ 115/ 147નો અહીં સ્પષ્ટપણે ભંગ થતો હતો ! શ્લોક-108 કહે છે : 'શ્રીકૃષ્ણ ઈશ્વર છે; તે આપણા ઈષ્ટદેવ છે; ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વે અવતારના કારણ છે !' શ્લોક- 110માં લખ્યું છે : 'શ્રીકૃષ્ણને નરનારાયણ એ નામે જાણવા.' શ્લોક-113માં જણાવ્યું છે : 'શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ પૃથ્વી ઉપરના સર્વે મનુષ્યે કરવી. આ ભક્તિ સિવાય બીજું કલ્યાણકારી સાધન નથી, એમ જાણવું.' શ્લોક-115માં લખ્યું છે : 'શ્રીકૃષ્ણ ભગવાન તથા તેમની પ્રતિમાનું ધ્યાન કરવું. મનુષ્ય તથા દેવાદિક જે જીવ છે; તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તોપણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું !' શ્લોક-147 કહે છે : 'સત્સંગીઓએ પોતાના પરિશ્રમથી જે ધનધાન્યાદિક હાંસલ કરેલ હોય તેમાંથી દસમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો.' આ બધા શ્લોક દર્શાવે છે કે ખુદ સહજાનંદ સ્વામિએ શિક્ષાપત્રીમાં જે આદેશો કર્યા છે; તેનાથી ઉલટું કામ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુઓ/ભક્તો કરી રહ્યા છે ! જો શ્રીકૃષ્ણ ભગવાન સર્વે અવતારીના ઈશ્વર હોય તો સહજાનંદ સ્વામિના/સંપ્રદાયના ગુરુઓના/ભક્તોના ઈશ્વર કહેવાય કે નહીં? જો શ્રીકૃષ્ણ સર્વોચ્ચ ઈશ્વર હોય તો મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની જ આરતી કેમ? સ્વામિનારાયણ ભગવાનનો જ જયઘોષ કેમ? સહજાનંદજીની મૂર્તિ કરતા રામ/શિવની મૂર્તિ નાની હોય તે સનાતન ધર્મનું ભયંકર અપમાન નથી? શું આ 'સર્વે અવતારના કારણ' શ્રીકૃષ્ણનું અપમાન નથી? ખુદ સ્વામિનારાયણ ભગવાન હયાત હતા; ત્યારે દેશ ઉપર અંગ્રેજો શાસન કરતા હતા; તેમની વિરુદ્ધ એક શબ્દ પણ કેમ બોલ્યા નહીં હોય?

આ મંદિરમાં સફેદ મારબલ વપરાયો છે; અમેરિકાના હવામાનના કારણે મારબલ ઝાંખો ન પડી જાય તે હેતુથી સમગ્ર મંદિરને વિશાળ ટ્રક્ચરથી ઢાંકી દીધું છે ! સવાલ એ છે કે સહજાનંદ સ્વામિ/સ્વામિનારાયણ ભગવાન પોતાના મંદિરનો મારબલ ઝાંખો થતો રોકી શકતા નથી; એટલું ભક્તો કેમ વિચારતા નહીં હોય?rs)

 

 


 


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Wednesday, July 27, 2022

Re: બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ

બીગ બ્રધર ઈઝ વોચિંગ યુ ની ગંભીર ફરિયાદ તો ઉપરાષ્ટ્રપતિપદનાં યુપીએનાં ઉમેદવારે કરી છે. તેમના ફોન અને તેમને ફોન કરનારના ફોન પણ નજરમાં રખાય છે! પેગાસસ માટે ભલે જવાબ આપવામાં નટસમ્રાટ મોદીએ નાદારી નોંધાવી, પણ કામગીરી તો ચાલુ જ છે!
***
ખાદી વાળાને લટકાવી પોલિયેસ્ટર ત્રિરંગા અંદાજે બે કરોડ એકલા ગુજરાતમાં ફરકાવવાનું લક્ષ્ય છે. એક ધ્વજની કિંમત રૂ. ૨૫ રખાઈ છે.
રાષ્ટ્રીય પ્રતીકોનું મોદીકરણ થઈ ચૂક્યું છે. તાજેતરના સિંહના રાષ્ટ્રીય પ્રતીક ક્રૂર ને ઘાતકી દર્શાવી પોતાની માનસિકતા જાહેર કરી હવે માફીવીરના જર્મન  રાષ્ટ્રવાદના પ્રતીક એવા પોલીયેસ્ટર ધ્વજ લાવ્યા છે.
૨૦૨૪ પછી બેવડા ત્રિકોણ વાળો ભગવો લહેરાવાય તો તો હિંદુ રાષ્ટ્રના વૈશાખનંદનો  ખુશાલીમાં આળોટીને ગર્દભગાન કરતા નિહાળવા મળશે!
***
ભારતવર્ષ, આનંદો! મુંગેરીલાલ મોદીકે હસીન સપને ક્રમશઃ સાકાર હો રહે હૈં!

From: Bipin Shroff <shroffbipin@gmail.com>
Sent: Tuesday, July 26, 2022 5:21:10 PM
To: shekhar.shroff.manavvad@blogger.com <shekhar.shroff.manavvad@blogger.com>
Subject: બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ
 

 

બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ !

 ( હિટલરનો વિજય થાવ)  "Heil Hitler!" (Hail Hitler!),મારા નેતાનો વિજય થાવ!"Heil, mein Führer!

સને ૧૯૩૦થી ૧૯૪૫ જર્મનીના દરેક નાગરીકે જ્યારે પણ એક બીજાને મળવાનું થાય ત્યારે અભિનંદન કે આવકાર આપવા ઉપરના શબ્દો વ્યક્ત કરવા નાગરીકની ફરજ બની ગઇ હતી. ન બોલવું તે ક્રીમીનલ ગુનો બની ગયો હતો. દરેક ઘરમાં બાળકોને રાષ્ટ્રવાદનું અફીણ એવું પીવડાવવામાં આવેલું હતું કે  રાષ્ટ્રીય વફાદારી સાબીત કરવા ' પોતાના મા–બાપ દિવસમાં કેટલી ઓછીવાર અથવા બિલકુલ નથી બોલતા અથવા આ સુત્રની ટીકા– કે નિંદા કરે છે ' તેની નોંધ કરીને સ્થાનીક પક્ષની ઓફીસમાં બાળકો રાષ્ટ્રીય વફાદારીના માપદંડ તરીકે હોંશે હોંશે જણાવતા. દરેક ઘર ઉપર રાષ્ટ્રનો ધ્વજ ' સ્વસ્તિક' બધા જ જોઇ શકે તે રીતે પ્રદર્શીત કરવો ફરજીયાત હતું.  જર્મનીના દરેક શહેરની દરેક શેરીમાં રાષ્ટ્રના દુશ્મનોની ઓળખ ' જેવી કે સમાજવાદી, સામ્યવાદી, બૌધ્ધીક, વૈજ્ઞાનીકો, યહુદી વિ. કે પહેચાન નકકી કરી  દેવામાં આવી હતી. સ્થાનીક પક્ષની કચેરીના બાહુબલીઓને તે બધા ' દેશના દુશ્મનોનો' ન્યાય કરવા ' સર્વોચ્ચ બીગ બ્રધર' તરફથી સુચના (હુકમ) સાથે તમામ સજ્જતા આપી દેવામાં આપી હતી. જર્મનીના પાટનગર બર્લીન રેડીયો પર થી જાહેર કરવામાં આવ્યું હતું કે ' દેશનો એક નંબરનો દુશ્મન આલબર્ટ આઇનસ્ટાઇન છે. કારણ કે તે જન્મે યુહુદી છે.'

૨૪મી જુલાઇના ઇન્ડીયન એકપ્રેસના શ્રીનગરથી જમ્મુ– કાશ્મીર રાજ્યના નીચે મુજબના સમાચાર છે.

આગામી ૧૫મી ઓગસ્ટે આશરે વીસેક દિવસ પછી ' ભારત સરકાર' નો આઝાદીના ૭૫ વર્ષ પુરાં થતાં

" હર ઘર ઘર પે ત્રિરંગા" નો રાષ્ટ્રપ્રેમ કેળવવા માટેનો દેશ વ્યાપી કાર્યક્રમ શરૂ થવાનો છે. તેની સફળતા એ સાહેબ માટેની સફળતા! તેને સફળ બનાવવામાં સહેજ પણ કચાશ કેવી રીતે રખાય?

(1)    અનંતનાગના મુખ્ય જીલ્લા શિક્ષણ અધીકારીએ  જીલ્લાની તમામ શાળાઓના બધા જ શિક્ષકો અને વીધ્યાર્થોઓને પરિપત્ર દ્રારા જણાવી દીધું હતું કે ' રૂપીયા ૨૦/ ચુકવીને ત્રિરંગો લઇ લેવો.( On Friday, the Anantnag Chief Education Officer (CEO) Rs.20/ fee.)

(2)     આજ જીલ્લાના વહીવટી તંત્રે સમગ્ર જીલ્લામાં લાઉડસ્પીકર ફેરવીને જાહેર કર્યું કે – અનંતનાગ જીલ્લાના દરેક અનાજ– કરીયાણા વિ લાયસન્સ ધરાવનારા વેપારીઓએ આ હુકમથી રૂપીયા ૨૦/ જમા કરાવી દેવા. તંત્રની ખફા મરજીમાંથી બચવા આ વિધી પતાવી દેવી. બીજબેરા નામના તાલુકા શહેરમાં વેપારીઓને સોમવારે બપોર સુધીમાં નાણાં જમા કરાવવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.( "By order of the Anantnag District Administration, every shopkeeper is asked to deposit Rs20 in the office that gives them trade license. It is possible that one who doesn't deposit Rs 20 can face action. So to save themselves and complete this formality, they should deposit Rs20." The announcement for shopkeepers was made from a loudspeaker-equipped vehicle in the district in South Kashmir.  In Bijbehara town of the district in south Kashmir, shopkeepers were told to deposit the money by Monday noon.)

(૩) બડગામ જીલ્લાના મુખ્ય શિક્ષણ અધિકારીએ પોતાના દરેક ઝોનલ અધિકારી, સ્ટાફ અને વિધ્યાર્થોને પ્રતિ વિધ્યાર્થી દીઠ રૂ– ૨૦/ એકત્ર કરવાની સુચના આપી છે. જે ઘરમાંથી એક કરતાં વધારે વિધ્યાર્થી શાળામાં ભણવા આવતા હોય તો ફક્ત ઘર દીઠ વીસ રૂપીયા પણ ચાર દિવસમાંજ ભેગા કરી લેવા.

(૪) આ બધા જ પરિપત્રો અને વિડીયો વાયરલ થતાં સબંધીત તમામ અધિકારોએ ' પોતાના હાથ ઉંચા કરી દિધા છે.' અમે કોઇએ આવા પરિપત્રો બહાર પાડયા નથી. અમે જીપગાડી પર લાઉડસ્પીકરથી આવી જાહેરત કરવાની કરી જ નથી. જે કોઇ એ કાયદો હાથમાં લઇને આ કામ કર્યું છે તે બધાને અમે સસપેંડ પણ કરવા માંડયા છે.

(૫)  જમ્મુ અને શ્રીનગરના ભુતપુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મૂફ્તીએ પોતાના રાજ્યના વેપારીઓ, વીધ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને સત્તાની રૂએ જાણે રાષ્ટ્રપ્રેમ કોઇ ઉપરથી લાદવા જેવો સદ્ગુણ હોય તે અભીગમનો સખ્ત વિરોધ કર્યો હતો.

(૬) વિશ્વમાં કોઇ દેશના નાગરીકોનો રાષ્ટ્રપ્રેમ સત્તા અને બંદુકની અણીએ જો ઉત્પન્ન કરી શકાતો હોય તો હિટલર, મુસોલીની ને સ્ટાલીનની આવી બુરી હાલતો ન થઇ હોત!

 સૌ. ઇન્ડીયન એકપ્રેસ તા. ૨૪–૦૭–૨૨. ટુંકાવી ને કરેલો ભાવાનુવાદ.

          

 

 


--

બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ

 

બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ !

 ( હિટલરનો વિજય થાવ)  "Heil Hitler!" (Hail Hitler!),મારા નેતાનો વિજય થાવ!"Heil, mein Führer!

સને ૧૯૩૦થી ૧૯૪૫ જર્મનીના દરેક નાગરીકે જ્યારે પણ એક બીજાને મળવાનું થાય ત્યારે અભિનંદન કે આવકાર આપવા ઉપરના શબ્દો વ્યક્ત કરવા નાગરીકની ફરજ બની ગઇ હતી. ન બોલવું તે ક્રીમીનલ ગુનો બની ગયો હતો. દરેક ઘરમાં બાળકોને રાષ્ટ્રવાદનું અફીણ એવું પીવડાવવામાં આવેલું હતું કે  રાષ્ટ્રીય વફાદારી સાબીત કરવા ' પોતાના મા–બાપ દિવસમાં કેટલી ઓછીવાર અથવા બિલકુલ નથી બોલતા અથવા આ સુત્રની ટીકા– કે નિંદા કરે છે ' તેની નોંધ કરીને સ્થાનીક પક્ષની ઓફીસમાં બાળકો રાષ્ટ્રીય વફાદારીના માપદંડ તરીકે હોંશે હોંશે જણાવતા. દરેક ઘર ઉપર રાષ્ટ્રનો ધ્વજ ' સ્વસ્તિક' બધા જ જોઇ શકે તે રીતે પ્રદર્શીત કરવો ફરજીયાત હતું.  જર્મનીના દરેક શહેરની દરેક શેરીમાં રાષ્ટ્રના દુશ્મનોની ઓળખ ' જેવી કે સમાજવાદી, સામ્યવાદી, બૌધ્ધીક, વૈજ્ઞાનીકો, યહુદી વિ. કે પહેચાન નકકી કરી  દેવામાં આવી હતી. સ્થાનીક પક્ષની કચેરીના બાહુબલીઓને તે બધા ' દેશના દુશ્મનોનો' ન્યાય કરવા ' સર્વોચ્ચ બીગ બ્રધર' તરફથી સુચના (હુકમ) સાથે તમામ સજ્જતા આપી દેવામાં આપી હતી. જર્મનીના પાટનગર બર્લીન રેડીયો પર થી જાહેર કરવામાં આવ્યું હતું કે ' દેશનો એક નંબરનો દુશ્મન આલબર્ટ આઇનસ્ટાઇન છે. કારણ કે તે જન્મે યુહુદી છે.'

૨૪મી જુલાઇના ઇન્ડીયન એકપ્રેસના શ્રીનગરથી જમ્મુ– કાશ્મીર રાજ્યના નીચે મુજબના સમાચાર છે.

આગામી ૧૫મી ઓગસ્ટે આશરે વીસેક દિવસ પછી ' ભારત સરકાર' નો આઝાદીના ૭૫ વર્ષ પુરાં થતાં

" હર ઘર ઘર પે ત્રિરંગા" નો રાષ્ટ્રપ્રેમ કેળવવા માટેનો દેશ વ્યાપી કાર્યક્રમ શરૂ થવાનો છે. તેની સફળતા એ સાહેબ માટેની સફળતા! તેને સફળ બનાવવામાં સહેજ પણ કચાશ કેવી રીતે રખાય?

(1)    અનંતનાગના મુખ્ય જીલ્લા શિક્ષણ અધીકારીએ  જીલ્લાની તમામ શાળાઓના બધા જ શિક્ષકો અને વીધ્યાર્થોઓને પરિપત્ર દ્રારા જણાવી દીધું હતું કે ' રૂપીયા ૨૦/ ચુકવીને ત્રિરંગો લઇ લેવો.( On Friday, the Anantnag Chief Education Officer (CEO) Rs.20/ fee.)

(2)     આજ જીલ્લાના વહીવટી તંત્રે સમગ્ર જીલ્લામાં લાઉડસ્પીકર ફેરવીને જાહેર કર્યું કે – અનંતનાગ જીલ્લાના દરેક અનાજ– કરીયાણા વિ લાયસન્સ ધરાવનારા વેપારીઓએ આ હુકમથી રૂપીયા ૨૦/ જમા કરાવી દેવા. તંત્રની ખફા મરજીમાંથી બચવા આ વિધી પતાવી દેવી. બીજબેરા નામના તાલુકા શહેરમાં વેપારીઓને સોમવારે બપોર સુધીમાં નાણાં જમા કરાવવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.( "By order of the Anantnag District Administration, every shopkeeper is asked to deposit Rs20 in the office that gives them trade license. It is possible that one who doesn't deposit Rs 20 can face action. So to save themselves and complete this formality, they should deposit Rs20." The announcement for shopkeepers was made from a loudspeaker-equipped vehicle in the district in South Kashmir.  In Bijbehara town of the district in south Kashmir, shopkeepers were told to deposit the money by Monday noon.)

(૩) બડગામ જીલ્લાના મુખ્ય શિક્ષણ અધિકારીએ પોતાના દરેક ઝોનલ અધિકારી, સ્ટાફ અને વિધ્યાર્થોને પ્રતિ વિધ્યાર્થી દીઠ રૂ– ૨૦/ એકત્ર કરવાની સુચના આપી છે. જે ઘરમાંથી એક કરતાં વધારે વિધ્યાર્થી શાળામાં ભણવા આવતા હોય તો ફક્ત ઘર દીઠ વીસ રૂપીયા પણ ચાર દિવસમાંજ ભેગા કરી લેવા.

(૪) આ બધા જ પરિપત્રો અને વિડીયો વાયરલ થતાં સબંધીત તમામ અધિકારોએ ' પોતાના હાથ ઉંચા કરી દિધા છે.' અમે કોઇએ આવા પરિપત્રો બહાર પાડયા નથી. અમે જીપગાડી પર લાઉડસ્પીકરથી આવી જાહેરત કરવાની કરી જ નથી. જે કોઇ એ કાયદો હાથમાં લઇને આ કામ કર્યું છે તે બધાને અમે સસપેંડ પણ કરવા માંડયા છે.

(૫)  જમ્મુ અને શ્રીનગરના ભુતપુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મૂફ્તીએ પોતાના રાજ્યના વેપારીઓ, વીધ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને સત્તાની રૂએ જાણે રાષ્ટ્રપ્રેમ કોઇ ઉપરથી લાદવા જેવો સદ્ગુણ હોય તે અભીગમનો સખ્ત વિરોધ કર્યો હતો.

(૬) વિશ્વમાં કોઇ દેશના નાગરીકોનો રાષ્ટ્રપ્રેમ સત્તા અને બંદુકની અણીએ જો ઉત્પન્ન કરી શકાતો હોય તો હિટલર, મુસોલીની ને સ્ટાલીનની આવી બુરી હાલતો ન થઇ હોત!

 સૌ. ઇન્ડીયન એકપ્રેસ તા. ૨૪–૦૭–૨૨. ટુંકાવી ને કરેલો ભાવાનુવાદ.

          

 

 


--

Sunday, July 24, 2022

મને અને તમને જુલાઇ ૨૦૨૨ના છેલ્લા અઠવાડીયામાં––

મને અને તમને  જુલાઇ ૨૦૨૨ના છેલ્લા અઠવાડીયામાં !

 ભારત દેશમાં બે વર્ષ પછી, એટલે જુલાઇ ૨૦૨૪ના છેલ્લા અઠવાડીયા માટે, આજે દેશમાં બંધાઇ રહેલા વાદળો આધારીત ઝબુકી રહેલી વીજળીઓ– તેના લીસોટા– તેના પછી પેદા થતા ગડગડાટો, થંડર સ્ટોર્મ, તેમાંથી પેદા થતા ટોરનીડો, જેની લપેટમાં આવે તેને ક્યાંય ફંગોળી દેવામાં આવે, આવા બધા ચિન્હો, નીશાનોના વરતાળા દેખાઇ રહ્યા છે ખરા?

(1)   કોંગ્રેસ મુક્ત ભારત–

(2)   વિરોધ પક્ષ મુક્ત ભારત–

(3)    દેશની તમામ પ્રકારની લઘુમતીઓ મુક્ત ભારત–

(4)   તમામ પ્રકારના અખબારો, સોસીઅલ મીડીયા, ટીવી ચેનલો ખાસ કરીને

એનડીટીવી– રવીશકુમાર મુક્ત ભારત,

(5)   અભિવ્યક્તીના તમામ સાધનોની ખાસ કરીને માનવ સંસાધનોની ' ડોલર હુંડિયામણ કટોકટી' ઉલઝાવવા મોટા પાયે નિકાસ.

(6)   ઇ ડી,આઇ ડી, સી બી આઇ ના તમામ અધિકારોઓની ફરજીયાત સેવા –મુક્તિ કમ નિવૃતી.

(7)    આયોજન પંચ ( પ્લાનીંગ કમીશન) સોરી ! નીતી આયોગ, યુની. ગ્રાંટ કમીશન, ન્યાયતંત્ર, અર્થતંત્ર.સમાજતંત્ર વિ, સને ૧૯૪૭ પછી અસ્તીત્વમાં આવેલ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જવી કે જે એન યુ, વિ.તમામ પશ્ચીમી તત્વજ્ઞાન ને વિચારસરણી આધારીત સંસ્થાઓ મુક્ત ભારત–

(8)    બંધારણ મુક્ત ભારત.

(9)    તમામ પ્રકારના આંકડાકીય માપદંડો જેવા કે વસ્તી, જાતી, ધર્મ, આરોગ્ય, શિક્ષણ, આવક, રોજગારી સોરી, બેરોજગારી ની કાયમી માહિતીમાંથી મુક્ત ભારત.

(10)                        તમામ પ્રકારની દેશની વિવિધતામાંથી મુક્તી– એક રાષ્ટ્ર,એક ભાષા, એક ધર્મ, એકહથ્થુ કાયમી સત્તા, એક નેતા, એક સરકાર.

(11)                       દેશને સમવાયી તંત્રમાંથી મુક્તિ –પેલા ૨૮ પ્રાદેશીક રાજ્યો ને કેન્દ્ર શાસીત પ્રદેશો ને તેના સુબાઓને કાયમી રૂકસદ.

(12)                       દેશના કુમળીવયના વિધ્યાર્થીઓના માથેથી શિક્ષણનો બોજ હલકો કરવા સને ૧૮૫૭ના બળવાથી શરૂ કરીને સને ૨૦૧૪ સુધીના ઇતીહાસ મુક્ત ભારતની રચના.

(13)                       જામીન મુક્ત– જેલ ભરો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ.

(14)                       રાષ્ટ્રના ઝડપી આર્થીક વિકાસ અને બેકારી મુક્ત ભારત બનાવવા માટે જર્મનીના હિટલર, રશીયાના સ્ટાલીન ને હાલના પુટીન અને ચીનના માઓ ને હાલના જીન પીંગના મોડેલ મુજબની રાષ્ટ્રવ્યાપી યાતના શ્રમ શિબીરોનું (The Gulag Archipalego) ની સ્થાપના જેનું સંચાલન ધર્મ– સાંસ્કૃતીક પુનઉધ્ધારક સેના કરશે.

(15)                        કદાચ મારાથી  ભારત મુક્ત એજન્ડાના લાંબાગાળાના કાર્યક્રમમાં કોઇ નોંધ લેવાની બાકી રહી ગઇ હોય તો ક્ષમા કરજો.  તેમાં ઉમેરો કરવાની શરતે, શુભેચ્છા !


--

Monday, July 18, 2022

ભારત, ગાંધીજી, દેશની આઝાદીની ચળવળ;

 

 ભારત, ગાંધીજી, દેશની આઝાદીની ચળવળ; – રશીયન સામ્યવાદ અને માર્કસવાદી સિધ્ધાંતોના મુલ્યાંકનની દ્રષ્ટીએ–––

ગયા લેખમાં આપણે ગાંધીજીના વિચારો – મુલ્યો આધારીત સામ્યવાદના મુલ્યાંકનનો અભ્યાસ કર્યો. ગાંધીજીના સામ્યવાદ અંગે સમગ્ર ચિંતનને સરળતાથી અને ટુંકમાં સમજવું હોય તો એમ કહી શકાય કે " ગાંધીજીને સામ્યવાદના તમામ આદર્શો જેવા કે વર્ગવિગ્રહની નાબુદી, આર્થીક સમાનતા, તમામ શ્રમજીવોના પાયાના આર્થીક હિતોની સરળતાથી ઉપલબ્ધી,શોષણવિહીન સમાજ વિ.ખુબજ પ્રેરક પરિબળો છે જેને માટે ' મથવું ' યોગ્ય છે. પણ તે પ્રાપ્ત કરવાના સાધનો જો હિંસક હોય તો તેમને માન્ય નથી."

સને ૧૯૧૭ ઓકટોબરની રશીયન ક્રાંતી પહેલાં અને ગાંધીજીનો જન્મ સને ૧૮૬૯ થયો પહેલાં વીશ્વના મોટા ભાગના દેશોમાં યુરોપીયન રાષ્ટ્રો દ્ર્રારા સંસ્થાનોની ( Imperialist Colonies) સ્થાપના થઇ ગઇ હતી.  હિંદમાં સને ૧૭૫૫માં બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તરીકે રોબર્ટ ક્લાઇવે ઇગ્લંડથી આવીને  ગોરી સરકારનો પાયો નાંખ્યો. બે વર્ષ પછી ૧૭૫૭નું પ્લાસીનું યુધ્ધ જીતીને તે ગોરી સરકારની સત્તાની ઇમારતને એવી મજબુત કરી કે તે હકુમત (પ્રથમ ઇસ્ટ ઇંડીયા ખાનગી કુંપની અને ૧૮૫૭ના બળવા પછી ઇગ્લેંડની લોકશાહી રાજ્ય વ્યવસ્થાએ) સને ૧૯૪૭(આશરે ૧૯૦ વર્ષ) સુધી ચાલી.

    ઇગ્લેંડને ઓળખવા માટે ફ્રાન્સના સરમુખ્તયાર નેપોલિયન બોનાપાર્ટે વ્યાખ્યા આપી હતી.

 "It is the nation of shopkeepers." તે એક વેપારીઓનો દેશ છે. કોઇપણ સંબંધોમાં ઇગ્લેંડનું પ્રેરક બળ કેવળ  નફો– નફો– સિવાય કશું જ હોઇ શકે નહી. માટે ભારતમાં ગોરી સરકારનો હેતુ– આપણા દેશનો કાચો માલ બને તેટલા સસ્તા ભાવે પોતાના દેશમાં પહોંચાડવો.ઇગ્લેંડના ઉધ્યોગોએ તૈયાર કરેલ ઔધ્યોગીક માલ ઉંચામાં ઉચા ભાવે વેચીને નફો લઇ જવા– સિવાયનો બીજો કોઇ હેતુ ન હતો. ભારતમાં ગોરી સલ્તનત ઉપરાંત પાંડીચેરીમાં ફ્રાન્સ અને દીવ–દમણ– ગોવામા પાર્ટુગીઝ સંસ્થાન હતાં. આ ત્રણેય યુરોપીયન દેશો અનુક્રમે ઇંગ્લેંડ, ફ્રાન્સ અને પોર્ટુગીઝનો હેતુ આર્થીક શોષણ માટે રાજકીય દમન સિવાયનો બીજો કોઇ ન હતો. યુરોપીયન દેશોને પોતાના ઔધ્યોગીક મુડીવાદને પોતાનું નફા માટેનું બજાર જોઇએ છીએ.માટે સંસ્થાનો( ગુલામ દેશો) જોઇએ છીએ.

    સામ્યવાદના પ્રણેતા કાર્લ માર્કસનું તારણ હતું કે યુરોપના રાષ્ટ્રો,ઔધ્યોગીક મુડીવાદે  ઉત્પન્ન કરેલા પોતાના દેશના આંતરવિરોધોથી બચવા સંસ્થાનોનો (આફ્રીકા, એશીયા ને દક્ષીણ અમેરીકાના દેશોનો)કાચો માલ,સસ્તી મજુરી અને પોતાના ઉધ્યોગોએ તૈયાર માલનું બજાર, ત્રણેય પરિબળોનો ઉપયોગ કરીને શોષણખોર મુડીવાદી યુરોપીયન દેશો  ક્રમશ મજબુત બન્યા કરશે. તેનો અપ્રત્યક્ષ લાભ( Indirect Advantages) યુરોપીયન દેશોની મજુરોની સ્થિતિ ને પણ મળશે; સદર સુધરેલી મજુરોની આર્થીક સ્થીતી તે બધાને વૈશ્વીક શ્રમજીવી ક્રાંતીના વિરોધી બનાવી દેશે.

 હવે સને ૧૯૧૭માં યુરોપીયન દેશોની સરખામણીમાં ઔધ્યોગીક દ્રષ્ટીએ પછાત દેશ રશીયામાં સામ્યવાદી હિંસક ક્રાંતી થઇ. માર્કસના સામ્યવાદી–શ્રમજીવી ક્રાંતીના ખ્યાલો અને તારણો વૈશ્વીક હતા.અને રાષ્ટ્રીય સીમાઓથી પર હતા. દા.ત. " વીશ્વભરના તમામ કામદારો એક થાવ– ફક્ત તમારે ગુલામીની બેડીઓ સિવાય કશું ગુમાવવાનું નથી." વી.

      હવે રશીયાના લેનીન, ટ્રોટ્ટસકી, અને અન્ય નેતાઓ તથા વીશ્વના અન્ય દેશોમાં માર્કસવાદી વિચારધારા પ્રમાણે  ક્રાંતી કરવા મથી રહેલા નેતાઓ જેવાકે એમ. એન રોય  જર્મનીના રોઝ લક્ષ્મર્બગ સહીત માટે એક પ્રશ્ન ઉભો થયો હતો. બધા જ માર્કસવાદી નેતાઓ એક વાત પર સંપુર્ણ સંમત હતા કે યુરોપીયન મુડીવાદને પ્રાણવાયુ આપી જીવાડતી સંસ્થાન દેશોની આર્થીક ધોરી નસ જ્યાં સુધી કાપી નાંખવામાં નહી આવે ત્યાં સુધી પશ્રીમના દેશોમાંથી મુડીવાદી પ્રથાનો અંત નહી આવે.

 

 સને ૧૯૨૦માં બીજી કોમ્યુનીસ્ટ ઇન્ટરનેશનલ પરિષદ પેટ્રોગ્રેડ અને ત્યારબાદ મોસ્કોમાં  તારીખ ૧૯મી જુલાઇ થી ૭મી ઓગસ્ટ સુધી વીશ્વભરમાંથી આશરે ૨૫૦ ઉપરાંત પ્રતીનીધોની હાજરીમાં સંપન્ન થઇ. તેમાં રશીયન ક્રાંતીના પિતામહ લેનીને ' સંસ્થાનોમાં ક્રાંતી કરવા માટે ૧૧ મુદ્દાનો મુસદ્દો તૈયાર કર્યો હતો. સને ૧૮૮૭ની સાલમાં જન્મેલા તે સમયે(૧૯૨૦ની સાલમાં) ૩૩ વર્ષના એમ એન રોયને લેનીને પોતાનો થેસીસ પરીષદમાં ચર્ચા માટે મુકાય તે પહેલાં 'તાર્કીક મુલ્યાંકન માટે' જેવી ખાસ અંગત નોંધ લખીને રૂબરૂમાં બોલાવીને આપ્યો હતો. યુરોપ અને રશીયાની લેનીન સહીત માર્કસવાદી નેતાગીરી, એમ. એન. રોયને એશીયાના તે જમાનાના સર્વશ્રૈષ્ઠ માર્કસવાદી સૈધ્ધાંતીક અને તત્વજ્ઞાની ચિંતક તરીકે સ્વીકારી લીધા હતા.( અમેરીકાની પશ્ચીમી રાજ્ય કેલીફોર્નીયામાં આવેલ હમબોલ્ટ યુની.HUMBOLT UNIVERSITY Sociology Dept-પોતાના માસીક જણાવ્યું છે  જે વીધ્યાર્થોઓએ આંતરરાષ્ટ્રીય સામ્યવાદના ઇતીહાસનો અભ્યાસ કરવો હોય તો (FOR students of the history of international Communism, M.N. Roy is best remembered as the bold young Indian Marxist who crossed swords with Lenin over Communist strategy in the East at the Second Communist International Congress of 1920; in addition, those interested in the history of Chinese Communism may recognize him as a Communist International agent to China during the stormy days of the Kuomintang-Chinese Communist split in 1927)

 

સંસ્થાનોમાં સામ્યવાદી ક્રાંતી કેવી રીતે લાવી શકાય તે મુદ્દો આ બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ખુબજ મહત્વનો હતો. કારણકે લેનીનથી માંડીને રશીયન ટોચની નેતાગીરીને બરાબર સમજાઇ ગયું હતું કે યુરોપીયન મુડીવાદ જે દિવસે વૈશ્વીક મુડીવાદ બની જશે ત્યારે તેની સામે રાષ્ટ્રવાદી સામ્યવાદી રશીયા પોતાનું સામ્યવાદ આધારીત અસ્તીત્વ જ ટકાવી નહી શકે!

       રશીયા સહિત યુરોપીયન સામ્યવાદી નેતાગીરીને ભારત અને ચીનમાં કેવી રીતે સામ્યવાદી ક્રાંતી કરવી તેનું સૈધ્ધાંતીક મોડેલ બનાવવું હતું. લેનીને પોતાના થેસીસમાં સંસ્થાનોમાં કામ કરતી જે તે દેશની સ્થાનીક રાષ્ટ્રીય નેતાગીરી ભારતમાં ગાંધીજી, ચીનમાં ચાંકાઇશેખ, ઇન્ડોનેશીયામાં સુકાર્ણો, યુગોસ્લેવીયાના ટીટો, વીયેટનામના હોચીમીન વિ. ને સામ્યવાદી ક્રાંતીના વાહક બનવાની સંભવીત ક્ષમતા ધરાવે છે માટે તે બધાને મદદ કરવાનું  જણાવ્યું હતું. તેની સામે રોયનો થેસીસ હતો કે ગાંધીજી સહીત સંસ્થાનોમાં સ્વતંત્રતા માટે ચાલતી ચળવળની નેતાગીરી પ્રત્યાઘાતી, રૂઢીચુસ્ત છે. સદર રાષ્ટ્ટ્રીય નેતાગીરી સ્થાનીક મુડીવાદ અને તેમાંથી પેદા થયેલા સામાજીક પરિબળો અને તેમના સ્થાપિત હિતોની વિરોધી નથી. ઔધ્યોગીક મુડીવાદે પેદા કરેલ વર્ગવિગ્રહ દ્રારા સમુળી ક્રાંતી આ રાષ્ટ્રવાદી નેતાગીરીની ચળવળનો મુદ્દો બિલકુલ નથી. માટે દરેક સંસ્થાનોમાં સ્વતંત્ર સામ્યવાદી પાર્ટીની સ્થાપના કરીને જ સામ્યવાદ વીચારસરણી આધારીત નેતૃત્વ પેદા કરવું પડે. શરૂઆતને તબક્કે ભારતની ગાંધીજીના નેતૃત્વવાળી રાષ્ટ્રવ્યાપી સંગઠન ધરાવતી કોંગ્રેસ સાથે, તેની અંદર રહીને નાના દબાણ જુથ સાથે સામ્યવાદી વિચારધારાનો ' વૈચારીક પાયો'  ઉભો કરવા કામ કરી શકાય તેવું પણ રોયનું તારણ હતું.!.
The colonial question
The 2nd World Congress also for the first time paid serious attention to the national liberation movements of the colonies of Asia, Africa, and the Americas.[24] Theses on colonial issues were presented to the Congress by Indian radical M.N. Roy, formally a delegate from the fledgling Communist Party of MexicoAvetis Sultan-Zade of Persia, and Pak Chin-sun of Korea.

રોય, યુએસએની દક્ષીણ સરહદે આવેલા મેકસીકો દેશમાં રશીયાની મદદ સિવાય વિશ્વકક્ષાએ પ્રથમ સામ્યવાદી પક્ષની સ્થાપના કરનાર હતા. મેકસીકન રાષ્ટ્રીય સામ્યવાદી પાર્ટીના ફાઉન્ડર સેક્રેટરી હતા. (The Mexican Communist Party (SpanishPartido Comunista Mexicano, PCM) was a communist party in Mexico. It was founded in December-1917  by Manabendra Nath Roy, a left- wing   Indian revolutionary. Roy was the founder of the Mexican Communist Party and the Communist Party of India (Tashkent group).

બીજી આંતરરાષ્ટ્રીય સામ્યવાદી પરિષદ સામે ને ખાસ કરીને લેનીન સામે રોયનો સતત અને ઉગ્ર અભીગમ રહ્યો હતો કે ભારતની સ્વતંત્રતાની ચળવળ ચલાવનારા ગાંધીજી સહીત કોઇ ક્રાંતીકારીઓ નથી. તે બધાને દેશની આઝાદી સિવાય બીજા કોઇ ધ્યેય નથી. તે માટે સ્થાનીક મુડીવાદી પરીબળો સાથે પણ આ રાષ્ટ્રવાદી નેતાઓ હાથ મીલાવી શકે તેમ છે.  તેમનો આદર્શ અને સંઘર્ષ શ્રમજીવીઓનું રાજ્ય સ્થાપવાનો નથી. રોયનો સંસ્થાનોમાં ક્રાંતી કરવાના અભીગમને 'લેફ્ટ સ્ટ્રેજી ફોર કોલોનીઝ' તરીકે ' કોમીનટર્ન' માં જાણીતો થયો. રોય ભારતમાં કામદારો અને ઔધ્યોગીક શ્રમજીવોના હિતોને ઉજાગર કરે તેવા સંગઠનની સ્થાપના ગાંધીજીની કોંગ્રેસથી બિલકુલ સ્વતંત્ર કરવા માંગતા હતા.

    બીજી કોમીનટર્નમાં રોયની આ વ્યુહ રચનાને રશિયન ક્રાંતીના અગ્રણી લિયન ટ્રૉટ્ટસકી, જર્મન માર્કસવાદી અગ્રણી રોઝા લક્ષ્મબર્ગ અને  વિશ્વભરના સંસ્થાનોમાંથી આવેલા તમામનો સંપુર્ણ સહકાર હતો જે લેનીનના પુરા ધ્યાન માં આવી ગયો. તેથી લેનીને ગાંધીજી જેવા રાષ્ટ્રવાદી નેતાઓને સહકાર આપવાની સાથે સ્વતંત્ર સામ્યવાદી પાર્ટીના એકમો સ્થાપવાની રોયની રજુઆતને પણ સ્વીકારી હતી.( Clearly Roy was speeding up the revolutionary timetable and positing a proletarian-socialist and not bourgeois-democratic revolution as the order of the day.)

    ઉપરની માર્કસવાદી બૌધ્ધીક ચર્ચાનું પરિણામ એ આવ્યું કે રોયે પોતાના અભિગમમાં નરમ બનીને એટલું જાહેર કર્યું કે ' ગુલામ દેશોમાંથી પરદેશી મુડીવાદી હકુમતને ફગાવી દેવા રાષ્ટ્રીય મધ્યમવર્ગીય રૂઢીચુસ્ત માનસીકતાવાળી સ્વતંત્રતા ચળવળનો સહકાર લેવો ઉપયોગી છે.' તેની સામે લેનીને બીજી કોમિનટર્નને સલાહ આપી કે તેના કાર્યકરોએ પોતાના દેશમાં    " મધ્યમવર્ગીય રૂઢીચુસ્ત નેતૃત્વ સંચાલીત સ્વતંત્રતા ચળવળને ટેકો આપવા ને બદલે સંપર્ણ સ્વતંત્ર ક્રાંતીકારી ચળવળ ચલાવવી."  

. Roy later recollected that in their private conversations Lenin accorded Gandhi a revolutionary role, whereas Roy considered Gandhi a religious and cultural revivalist and a social reactionary.

રોયે પોતાની યાદમાં પછીથી જણાવ્યું હતું કે " લેનીન સાથે ની અંગત ચર્ચામાં લેનીને જણાવ્યું હતું કે ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીનો ફાળો ક્રાંતીકારી છે. જ્યારે રોયનું તારણ હતું કે ગાંધી ધાર્મીક, સાંસ્કૃતીક રીતે સુધારાવાદી અને  સામાજીક રીતે પ્રત્યાઘાતી હતા. 


--

Friday, July 15, 2022

ગાંધીજીના સામ્યવાદ અને સામ્યવાદીઓ અંગેના વિચારો–

ગાંધીજીના સામ્યવાદ અને સામ્યવાદીઓ અંગેના વિચારો–

ભાઇ સચીન સોનીબેન તરફથી મને  મારા વોટ્ટસઅપ લીંક પર  ઉપર જણાવેલ પુસ્તકની પીડીએફ મળવા બદલ હું તેમનો ખુબજ રૂણી છું.  સૌ પ્રથમ મેં સદર પુસ્તકમાં ગાંધીજી દ્રારા પોતાના સક્રીય જીવન ( ૧૯૨૦– ૧૯૪૭) દરમ્યાન જુદા જુદા તબક્કે સામ્યવાદ અને સામ્યવાદીઓ અંગે જે વિચારો રજુ કરવામાં આવ્યા છે તે ટુંકમાં પણ તે બધા વિચારોનો હાર્દ શબ્દશ; જળવાઇ રહે તે રીતે રજુ કરૂ છું.પુસ્તકમાં કુલ ૨૬ પાના ગુજરાતીમાં છે. ગાંધીજીએ ખાસ કરીને કાર્લ માર્કસ કરતાં રશીયાના સામ્યવાદી પ્રયોગના સંદર્ભમાં પોતાના પ્રત્યાઘાત આપેલા છે.

(1)    બોલ્શેવીઝમ શું છે તેની મને ચોક્ક્સ ખબર નથી. હું તેનો અભ્યાસ કરી શક્યો નથી. ભાવીમાં રશીયામાં તેનાથી કલ્યાણ થવાનું છે કે નહી તેની મને ખબર નથી. મને એટલી ખબર છે કે બોલ્શેવીઝમનો પાયો હીંસા અને નાસ્તીક્તા પર પાયો રચાયેલો છે. એટલે મને  તેના પ્રત્યે વિશેષ અણગમો છે.  પાન– નં ૪.કેમ અણગમો છે?

(2)    શુધ્ધ હેતુ માટે મને ગમે તેટલું માન હોય પણ ઉત્મોત્મ ધ્યેય સીધ્ધ કરવા હું હીંસાનો સાધન તરીકે ઉપયોગ કરવાનો કટ્ટર વિરોધી છું. હીંસાવાદીઓ ને મારી વચ્ચે ક્યારેય કશો મેળ બેસે તેમ નથી. ..... કારણકે મેં અનુભવે સિધ્ધ કર્યું છે કે શાશ્વત કલ્યાણ હીંસા અને અસત્યથી કદી નીપજી શકે નહી. કોઇને લાગે કે તે મારી ભ્રમણા છે તો પણ કોઇ મનમોહક ( રોમેન્ટીક) ભ્રમણા તો નથી જ. ( નવજીવન– ૨૧–૧૨– ૨૪.) પાનુ–૫.

(3)     મારા જાણવા પ્રમાણે બોલ્શેવીઝમનો અર્થ ખાનગી મિલકતની નાબુદીમાં રહેલો છે.પ્રાચીન ભાષામાં જણાવેલ વ્યક્તીગત અપરિગ્રહના ખ્યાલની હું તરફેણ કરૂ છું. તેને એક રૂડો ખ્યાલ ગણું છું. પણ હીંસા દ્રારા મીલકતના ખ્યાલની નાબુદીને હું સખત વિરોધ કરૂ છું. જે પ્રમાણે બોલ્શેવીઝમને મેં જાણ્યું છે તે રીતે તે પ્રયોગ લાંબો નહી ચાલે....નવજીવન ૨૧–૧૦– ૨૮.

(4)    પશ્ચીમના સમાજવાદ અને સામ્યવાદનું મંડાણ જે વિચારો પર થયું છે, તે વિચારો અને આપણા વિચારો પાયામાંથી જુદા પડે છે. તેમનો એક વિચાર એવો છે કે માણસ મુળભુત રીતે સ્વાર્થી છે.તેમની આ માન્યતા સાથે હું મળતો થઇ શકતો નથી. મનુષ્ય ને પશુ  વચ્ચે તફાવત છે. મનુષ્ય તેના આત્માના અવાજનો ઉત્તર આપી શકે તેમ છે..... સ્વાર્થ ને હીંસા તે પશુ સ્વભાવના ગુણો છે. માનવીના નહી.....મનુષ્યનો આત્મા અમર છે. આ તો હીંદુધર્મની પાયાની કલ્પના છે. આ  સત્યની શોધ પાછળ વરસોના તપ અને સાધના રહ્યાં છે....આથી આપણે ત્યાં આત્માના રહસ્યોની ખોજ કરવામાં પોતાના શરીર ઘસી નાંખનારા અને પોતાના પ્રાણના બલીદાનો આપનારા સંતપુરૂષો થઇ ગયા છે.... આપણા સમાજવાદ કે સામ્યવાદની રચના અહીંસાના પાયા પર ને મજુરો અને માલીકો તથા જમીનદાર અને ગણોતીયાના મીઠા સંબંધો પર જ થવી જોઇએ...અમૃત બજાર પત્રીકા ૦૨– ૦૮–૧૯૩૪.

(5)    રશીયાનો સામ્યવાદ એટલે લોકો પર જબરજસ્તીથી લાદવામાં આવેલો સામ્યવાદ. તે હીંદને માફક નહી આવે....પણ જો સામ્યવાદ કશી હીંસા વગર આવતો હોય તો તે આવકારપાત્ર થશે... હરીજન ૧૩–૦૩– ૧૯૩૭.

(6)    સામ્યવાદ એટલે વર્ગવીહીન સમાજ( The Classless Society). મારા મત મુજબ તે મથવા જેવો આદર્શ છે. પણ તેના અમલ માટે બળજબરી અને રાજ્યહીંસાની વાત આવે છે ત્યારે હું જુદો પડું છું. આપણે સૌ સરખા જન્મ્યા છીએ. પણ સેંકડો વર્ષોથી પ્રભુઇચ્છાથી વિરૂધ્ધ જીવન જીવી રહ્યા છે.અસમાનતા અને ઉંચનીંચનો વિચાર ભુંડી વસ્તુ છે. પણ  સમાનતા બંદુકની અણીથી લાદી શકાય નહી, લાવી શકાય નહી. એ ઇલાજ મનુષ્યના હ્રદયને રૂચે તેવો નથી. પાનું–૭.

(7)     અહીંયાં જે સામ્યવાદી યુવાનો મારી સાથે ચર્ચા કરવા આવ્યા છે તેમને હું બે બોલ કહેવા માંગું છું. તમારામાંથી ભાગ્યેજ કોઇ જન્મ્યા હશે તે પહેલાં હું મજુરો સાથે કામ કરતો આવ્યો છું. માટે મને મજુરો માટે બોલવાનો હક્ક્ છે. દક્ષીણઆફ્રીકામાં મારા કામનો ઘણો બધો સમય તેમની સાથે ગાળ્યો છે..... હું સામ્યવાદના આદર્શ પ્રમાણે જીવન ગાળવાનો બનતો બધો પ્રયત્ન કરૂ છં....આજે તો તમે મુઠ્ઠીભર છો....હું કહું છું કે તમે કોંગ્રેસને તમારા મતની બનાવી શકતા હોય તો જાવ બનાવી દો... તમે તેનો કબજો લઇ લો. તમારા વિચારો રજુ કરવાની પુરેપુરી છુટ છે. જે લોકો પોતાની વાત મેળબંધ રીતે રજુ કરે તેને સાંભળવા માટે દેશના લોકોમાં પુરી ધીરજ છે...

(8)    હું મુડીવાદીઓનું બુરૂ ઇચ્છતો નથી. તેમને નુકશાન પહોંચાડવાનું કલ્પી શકતો નથી. પરંતુ હું જાતે સહન કરીને તેમની ફરજ પ્રત્યે તેમને જાગૃત કરવા ઇચ્છું છું. મારે તેમનાં હ્રદય પીગળાવવાં છે. ને તેમના ઓછા ભાગ્યશાળી લોકો ને ન્યાય અપાવવો છે. તેઓ પણ મનુષ્ય છે માટે મારી અપીલ વ્યર્થ નહીં જાય....ઇશ્વરે તેમને સદ્દ્બુધ્ધી આપી છે. તેનો સદ્રઉપયોગ કરવા દો... ઇશ્વર તેમને સહાય કરે!. યંગ ઇડીંયા ૨૬–૦૩– ૧૯૩૧.

(9)    બાપુ ! તમે શું વર્ગવિગ્રહને ટાળી શકશો?...હા, હું અહીંસાના માર્ગે ચોક્કસ તેને ટાળી શકું. લોકો જ્યારે અહીંસાને એક ધર્મતત્વ તરીકે સ્વીકારે ત્યારે વર્ગવિગ્રહ અશક્ય થઇ જાય છે. અમદાવાદના મજુર મહાજને તે દીશામાં સારું કામ કર્યું છે....નવજીવન ૨૯–૦૩–૧૯૩૧.

(10) મજુરોનું ગણરાજ્ય– ખરું કામ તો મુડીદારોને મજુરોની એકતાનો કે બળનો પરિચય કરાવવાની જરૂરત છે. પછી તેઓના માટે જે મજુરી કરે છે– તેના ટ્રસ્ટી બનવાનું પસંદ કરશે... મારે મજુરો અને ખેડુતો માટે બે ટંકનું પુરતુ ખાવાનું, કપડાં, રહેવાનું ઘર અને સામાન્ય સુખસગવડ ઉપરાંત કાંઇ જોઇતું નથી.

(11) તમે જાણો છો ખરા કે  મેં દક્ષીણા આફ્રીકામાં ટોલ્સ્ટોય આશ્રમની સ્થાપના કરી હતી ત્યારે મારી તમામ મિલકત આપી દીધી હતી. રસ્કીનના પુસ્તક ' અન ટુ ધીસ લાસ્ટ' મને પ્રેરણા આપી તે પ્રમાણે ત્યાં આશ્રમની રચના કરી હતી.... બોલો! હવે તમે સ્વીકારશો ખરા કે ' હું ખેડુતો અને મજુરોના ગણરાજ્યનો આધ્યસ્થાપક છું.' .. યંગ ઇડીયા. ૦૨–૦૪– ૧૯૩૧.

(12) ગાંધીજીને યુવાન સામ્યવાદીઓએ પુછેલા પ્રશ્નો ને તેના આપેલા જવાબો.

(13) સ. હીંદી રાજાઓ મુડીદારો, જમીનદારો,.મીલમાલીકો, ને શાહુકારો ધનવાન કેવી રીતે થાય છે?.. જ. અત્યારે તો આમવર્ગને લુંટીને.

(14) સ. હીંદી મજુરો ને ગણોતીયાને લુંટયા સિવાય આ લોકો ધનવાન થઇ શકે? જ. હા. કેટલેક અંશે.

(15) સ.સામાન્ય મજુર અને ખેત– ગણોતીયો આ વર્ગ માટે સખત શ્રમ કરે છે તો પછી તેમની આવક પર પરોપજીવીઓને વધારે એશઆરામથી જીવવાનો કોઇ હક્ક ખરો? જ. કશો જ હક્ક નથી. તેવો ચોખ્ખો જવાબ ગાંધીજીનો હતો.      

(16) સ. આપ નથી માનતા કે સામાજીક– આથીક મુક્તી માટે સમાજના પરોપજીવી વર્ગોને ટકાવવાના બોજામાંથી કાયમી મુક્તી મેળવે માટે ખેડુતો અને મજુરો વર્ગયુધ્ધ ચલાવે તે યોગ્ય છે? જ. ના હું તેમના વતી એક ક્રાંતી ચલાવી રહ્યો છે. પણ તે અહીંસક ક્રાંતી છે.

(17) સ. બાપુ! ગોરા મુડીદાર અને કાલા(દેશી) મુડીદારના શોષણ વચ્ચે કયો તફાવત છે? બીજો પ્રશ્ન– આપને કોઇ તંત્ર પર હુમલો કરવો હોય તો અંગ્રેજ મુડીદાર અને હીંદી મુડીદાર તેવો તફાવત કેવી રીતે પાડી શકાય? જ. દેશી મુડીદારો ને જમીનદારો એક તંત્ર ના સાધન માત્ર છે. જ્યારે આપણે ગોરા મુડીદારી તંત્ર સામે લડતા હોય ત્યારે દેશી શોષણખોરો સામે ચળવળ કરવાની જરૂર નથી. બંને વચ્ચે ભેદ પાડી શકાય તેમ છે.....નવજીવન ૨૯– ૧૧– ૧૯૩૧.

(18) ટોળા અંગે ગાંધીજીનો ખ્યાલ–  ટોળાને કેળવવા જેટલી સહેલી બીજી એકેય વસ્તુ નથી..કારણકે ટોળાના લોકો લાંબી નજર પહોંચાડીને, ગણતરી કરીને, ઠંડે કલેજે અગાઉથી નક્કી કરેલ મુજબ અમલ કરનારા નથી હોતા. એક ઘા અને બે ટુકડા કરનારા હોય છે. પોતાની મરજી કોઇ પર ઠોકી બેસાડવા માટે બળના ઉપયોગની વાતને મારી લોકશાહી સાથે ક્યારેય મેળ ખાય નહી. આપણે લોકોમાં સાચી લોકશાહીની ભાવના કેળવવી હોય તો ક્યારેય અસહિષ્ણુ થવાનું આપણને પાલવે નહી.નવજીવન ૧૨– ૦૯– ૧૯૨૦.

(19) લોકશાહી અને હીંસાને કોઇકાળે મેળ ખાય જ નહી. જે રાજ્યો આજે નામના લોકશાહી છે તે બધાએ ઉઘાડેછોક એકહથ્થુસત્તાવાદી બનવું રહ્યું. અથવા તો પછી જો પછી સાચી લોકસત્તા તેમનામાં વ્યાપી હોય તો હીંમતપુર્વક તેઓએ અહીંસક બનવું રહ્યુ. હરીજન ૧૩–૧૧–૧૯૩૮. પાનું ૧૮.

હવે આ મુદ્દાઓ પર તાત્વીક ચર્ચા આવકાર્ય છે. હું પણ મારા વીચારો જણાવીશ.


--