શીક્ષણ નીતીના નામે ફેરફારો ભાગ–૩ અને –૪.
ભાગ–૩માં આપણા દેશમાં મુસ્લીમ સલ્તનતનો સમય લગભલ ૭મી સદીથી શરૂ કરીને ૧૯મીસદીના મધ્યભાગ(૧૮૫૭) સુધીનો સમય ગણાય છે. તેનો અર્થએ નથી કે આ સમય દરમ્યાન કાશ્મીરથી કન્યાકુમારી ને દ્રારકાથી આસામ સુધીના ભૌગોલીક પ્રદેશમાં મુસ્લીમ સલ્તનતનું રાજ્ય હતું. પરંતુ આ સમય ગાળા દરમ્યાન જે ઐતીહાસીક નોંધપાત્ર ઘટનો ઘટી હતી તેનો ઉલ્લેખ નવી શીક્ષણનીતીમાં સુધારાના નામે કાઢી નાંખવામાં આવ્યો છે. જે વર્ષોથી ચાલુ હતો તેને ડીલીટ કરી નાંખવામાં આવ્યો છે.
(૧) On Islamic Rulers Of India– વર્તમાન બીજેપી સત્તાધીશોનો સ્પષ્ટ મત છે કે ભારતીય ઇતીહાસના શાળાઓના પાઠયપુસ્તકોમાં આક્રમણખોરો અને મોગલ રાજાઓના સમયકાળને જરૂર કરતાં વધારે ભવ્ય બતાવવામાં આવ્યો છે. નવી શીક્ષણ નીતીમાં તેમાં ધરખમ ફેરફારો કાપકુપી કરીને કરવામાં આવ્યા છે. તઘલઘ, ખીલજી, લોદી ને મોગલ વંશના રાજાઓના મોટાભાગની ઐતીહાસીક નોંધો પર કાતર ચલાવી દેવામાં આવે છે. આવી ઇરાદાપુર્વક ને આયોજનપુર્વકની સેન્સરશીપ નવી શીક્ષણ નીતીના તથા કોવીડ–૧૯ રોગચાળાના નામે વીધ્યાર્થીઓના બાકી રહી ગયેલા શીક્ષણને કવર કરવા નામે કરવામાં આવી છે.
(૨) મોદી સરકારના ગૃહમંત્રી અમીતશાહે એક ઇતીહાસની ચોપડીના વિમોચનમાં જણાવ્યું હતું કે ' દેશના ઇતીહાસમાં મોગલયુગની સરખામણીમાં તે જ સદીઓ પહેલાના સમયના અનેક હીંદુ રાજાઓના વંશને જેવા કે ચોલા, મૌર્ય, ગુપ્તા વિ.ને મહત્વ આપવામાં આવ્યું નથી. આવા ઇતીહાસનું પુન;લેખન કરતાં અમને કોણ રોકી શકે?.( Now "no one can stop us from rewriting it".)
( ૩) મોગલકાળના અગત્યના રાજાઓ જેવા કે બાબર, હુમાયુ, શાહજહાં, અકબર ને ઓરંગઝેબ વી. ની .નોંધ, નકશા ને સીધ્ધીઓ દર્શાવતી તમામ હકીકતો અનેક પાઠયપુસ્તકોમાંથી કાઢી નાંખવામાં આવી છે. મુગલયુગની અગત્યની નોંધ 'અકબરનામા' પણ ડીલીટ કરી નાંખવામાં આવી છે. કલા, સ્થાપત્ય, ને ન્યાયાલયના પેઇન્ટીંગસ વિ. નોંધ પણ કાઢી નાંખવામાં આવી છે.
(૪) સુલતાન મહેમુદ ગઝની નામમાંથી આગળનો શબ્દ સુલતાન કાઢી નાંખવામાં આવ્યો છે. બીજુ વાક્ય ગઝનીએ સોમનાથના મંદિર પર દરવર્ષે હુમલો કર્યો હતો તે વાક્યને ડીલીટ કરીને, તેને મારી મચેડીને એવું પુર્નમુદ્ર્ણ કરી દીધું કે તેણે ભારતીય ઉપખંડ પર સને ૧૦૦૦– ૧૦૨૫ના સમયકાળ દરમ્યાન ૧૭ વાર ધાર્મીક હેતુથી લશ્કરી છાપા માર્યા હતા.( "He raided the subcontinent 17 times (1000-1025 CE) with a religious motive") મહંમુદ ગઝનીએ આરબ વિધ્વાન અલ– બીરુની પાસેથી 'કીતાબે હીંદ'(સદર પુસ્તક તે સમયના સંસ્કૃત તજજ્ઞોની મદદ લઇને તૈયાર કરવામાં આવ્યું હતું.) જેમાં તે સમયના ભારતીય જીવનની તાસીરનું વર્ણન છે તે ઉલ્લેખ પણ કાઢી નંખાવ્યો છે.
(૫) પ્રકરણના મથાળાનું નામ 'મુગુલ સલ્તનત' ડીલીટ કરીને ' ધી મોગલ કાળ– સને ૧૬મી સદીથી ૧૭મી સદી.' લખ્યુ છે. અકબરની નીતીઓના વિભાગમાં જે વિશાળ વહીવટ, ધર્મ, સામાજીક રૂઢીરીવાજો ને અકબરે ખાસ રસ લઇને કેટલાક સંસ્કૃત ગ્રંથોનું પર્શીયન ભાષામાં ભાષાંતર કરાવ્યું હતું તેવી હકીકતોને પણ શિક્ષણના સુધારા નામે ડીલીટ કરી નાંખવામાં આવી છે. પ્રકરણના મથાળાનું નામ જે ' દીલ્હી સલ્તનત' હતું તે બદલીને 'દીલ્હી– સને ૧૨મી સદીથી ૧૫મી સદી' તેમાં વીધ્યાર્થીએ જે સમજવું હોય તે સમજે. ૧૮મી સદીમાં ભારતના નકશામાં જે મોગલ પ્રાંતોનો ઉલ્લેખ કરેલો હતો તેમાંથી અવધ, બંગાળ અને હૈદ્રાબાદ રાજ્યોના નામો ડીલીટ કરી નાંખવામાં આવ્યા છે. તે જ નકશામાં રાજપુત, મરાઠા , શીખ ને જાટ રાજ્યોનો ઉલ્લેખ ચાલુ રાખવામાં આવ્યો છે.
(૬) ' ડીલીટ કરવાની પસંદગી અમારી પુર્વગ્રહયુક્ત અને ઇરાદાપુર્વક નથી.– ડીરેક્ટર શ્રી દીનેશ સકલાનીએ ઇન્ડીયન એક્ષપ્રેસના પ્રતીનીધીને આપેલો જવાબ.'This is not a selective exercise. અમે તો વીધ્યાર્થોઓના શીક્ષણનો બોજ ઘટાડવા અભ્યાસક્રમમાં ઘટાડો કરવા જ આ કામ કરેલ છે. તેવું અમે ગણીત ને વિજ્ઞાનના વિષયોના અભ્યાસક્રમોમાં પણ ઘટાડો કરેલ છે. ડીરેક્ટર સકલાની સાહેબે વધુ માહીતી આપતાં જણાવ્યું હતું કે ' અમે જે પાઠયપુસ્તકોમાં જે ફેરફારો કર્યા છે તે દરેક વીષયોના વીષય નીષ્ણાતો પાસેથી અભીપ્રાય લઇને આ બધા ફેરફારો કર્યા છે. વીષય નીષ્ણાતોના આપેલા અભીપ્રાયમાં અમે સંસ્થા તરીકે કોઇ ફેરફારો બીલકુલ કર્યા જ નથી.
શીક્ષણનીતીના ફેરફારોનો ભાગ– ૪ આખરી ભાગ–
રાષ્ટ્રીય શીક્ષણ સંસ્થાએ(NCERT) જે વીષય નીષ્ણાતોની સમાજશાસ્ર, ઇતીહાસ અને રાજ્યશાસ્ર તેમજ અન્ય અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા માટેની સલાહ લીધી તેમના નામો અને લાયકાતો નીચે મુજબ છે. કુલ ૨૫ વીષય નીષ્ણાતોમાંથી ૨૪ મહાનુભાવોની લીંક રાષ્ટ્રીય સેવક સંઘ (24 With RSS Links) સાથે હતી. આ બધાના મુખ્ય સંચાલક તરીકે સ્વદેશી જાગરણ મંચના રાષ્ટીય વીધ્યા ભારતી સંસ્થાના કો– કન્વીનર હતા. જેની યાદી નીચે જણાવી છે. ઉપરાંત કેન્દ્રીય શીક્ષણ મંત્રાલયે ૧૨ સભ્યોની ટીમ ભુતપુર્વ ઇસરોના વડા કસ્તુરી રંગરાજનના અધ્યક્ષપણે બનાવી હતી.
(1) ડૉ. ભગવતી પ્રકાશ શર્મા– ભુતપુર્વ વી સી. ગૌતમબુધ્ધ યુની. નોઇડા, વર્તમાનમાં આર એસ એસ સંલગ્ન સંસ્થા સ્વદેશી જાગરણમંચના રાષ્ટીય કો– કન્વીનર.
(2) દત્તા ભીકાજી નાયક– ગોવાની આર એસ એસ સાથે જોડાયેલી 'વનવાસી કલ્યાણ' આશ્રમ સંસ્થાના સભ્ય.
(3) નીવૃત પ્રો. સી. આઇ. આઇઝેક કોટયમ,કેરલા– આર એસ એસ સંલગ્ન સંસ્થા ભારતીય વીચાર કેન્દ્ર અને એબીવીપીના સને ૧૯૭૫થી સભ્ય.
(4) નીવૃત–પ્રો વંદના મીસ્રા– જે એન યુ. ભુતપુર્વ રાષ્ટ્રીય સેક્રેટરી એબીવીપી.
(5) મમતા યાદવ– હરીયાણા રાજ્ય સરકારની સ્કુલના શીક્ષક– નીવૃત વી પી એબીવીપી. અને તેના વર્તમાન સભ્ય.
(6) ડૉ. રામક્રીષ્ના રાવ, (ગ્રુપચેરમેન) આર એસ એસ ની શૈક્ષણીક પાંખ વીધ્યાભારતીના રાષ્ટ્રીય પ્રમુખ.
(7) નીવૃત પ્રો. મીલાંદ સુધાકર– સૌમૈયા કોલેજ મુંબઇ– ભુતપુર્વ રાષ્ટ્રીય પ્રમખ–એબીવીપી–
(8) કીશોરચંદ્ર મોહંતી– ઓડીસા એબીવીપી.
(9) પ્રો. પાયલબેન – પ્રી. શહીદ રાજગુરૂ કોલેજ દીલ્હી, ભુતપુર્વ સભ્ય એબીવીપી.
(10) નીવૃત પ્રો. શ્રી રામ મુરલીધરન સી. વૈદીક ગણીત કાઉન્સીલના રાષ્ટ્રીય સભ્ય.
ખાસ નોંધ–ઉપરના તમામ સભ્યોની માફક બાકીના સભ્યો પણ મોટાભાગે આર એસ એસ સંચાલીત અખીલ ભારતીય વીધ્યાર્થી પરીષદના જુદા જુદા રાજ્યોના સભ્યો જ છે. વાંચકોની અનુકુળતાને ધ્યાનમાં રાખીને લીસ્ટ લંબાવ્યુ નથી. અત્રે ચાર લેખોની ઇન્ડીયન એક્ષપ્રેસ 'ઇન્વેસ્ટીગેટીંગ જર્નાલીઝમની તા. ૨૧થી ૨૪ જુન સુધીની ચાર લેખોની સીરીઝ અહીયાં પુરી થાય છે.