મને અને તમને જુલાઇ ૨૦૨૨ના છેલ્લા અઠવાડીયામાં !
ભારત દેશમાં બે વર્ષ પછી, એટલે જુલાઇ ૨૦૨૪ના છેલ્લા અઠવાડીયા માટે, આજે દેશમાં બંધાઇ રહેલા વાદળો આધારીત ઝબુકી રહેલી વીજળીઓ– તેના લીસોટા– તેના પછી પેદા થતા ગડગડાટો, થંડર સ્ટોર્મ, તેમાંથી પેદા થતા ટોરનીડો, જેની લપેટમાં આવે તેને ક્યાંય ફંગોળી દેવામાં આવે, આવા બધા ચિન્હો, નીશાનોના વરતાળા દેખાઇ રહ્યા છે ખરા?
(1) કોંગ્રેસ મુક્ત ભારત–
(2) વિરોધ પક્ષ મુક્ત ભારત–
(3) દેશની તમામ પ્રકારની લઘુમતીઓ મુક્ત ભારત–
(4) તમામ પ્રકારના અખબારો, સોસીઅલ મીડીયા, ટીવી ચેનલો ખાસ કરીને
એનડીટીવી– રવીશકુમાર મુક્ત ભારત,
(5) અભિવ્યક્તીના તમામ સાધનોની ખાસ કરીને માનવ સંસાધનોની ' ડોલર હુંડિયામણ કટોકટી' ઉલઝાવવા મોટા પાયે નિકાસ.
(6) ઇ ડી,આઇ ડી, સી બી આઇ ના તમામ અધિકારોઓની ફરજીયાત સેવા –મુક્તિ કમ નિવૃતી.
(7) આયોજન પંચ ( પ્લાનીંગ કમીશન) સોરી ! નીતી આયોગ, યુની. ગ્રાંટ કમીશન, ન્યાયતંત્ર, અર્થતંત્ર.સમાજતંત્ર વિ, સને ૧૯૪૭ પછી અસ્તીત્વમાં આવેલ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જવી કે જે એન યુ, વિ.તમામ પશ્ચીમી તત્વજ્ઞાન ને વિચારસરણી આધારીત સંસ્થાઓ મુક્ત ભારત–
(8) બંધારણ મુક્ત ભારત.
(9) તમામ પ્રકારના આંકડાકીય માપદંડો જેવા કે વસ્તી, જાતી, ધર્મ, આરોગ્ય, શિક્ષણ, આવક, રોજગારી સોરી, બેરોજગારી ની કાયમી માહિતીમાંથી મુક્ત ભારત.
(10) તમામ પ્રકારની દેશની વિવિધતામાંથી મુક્તી– એક રાષ્ટ્ર,એક ભાષા, એક ધર્મ, એકહથ્થુ કાયમી સત્તા, એક નેતા, એક સરકાર.
(11) દેશને સમવાયી તંત્રમાંથી મુક્તિ –પેલા ૨૮ પ્રાદેશીક રાજ્યો ને કેન્દ્ર શાસીત પ્રદેશો ને તેના સુબાઓને કાયમી રૂકસદ.
(12) દેશના કુમળીવયના વિધ્યાર્થીઓના માથેથી શિક્ષણનો બોજ હલકો કરવા સને ૧૮૫૭ના બળવાથી શરૂ કરીને સને ૨૦૧૪ સુધીના ઇતીહાસ મુક્ત ભારતની રચના.
(13) જામીન મુક્ત– જેલ ભરો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ.
(14) રાષ્ટ્રના ઝડપી આર્થીક વિકાસ અને બેકારી મુક્ત ભારત બનાવવા માટે જર્મનીના હિટલર, રશીયાના સ્ટાલીન ને હાલના પુટીન અને ચીનના માઓ ને હાલના જીન પીંગના મોડેલ મુજબની રાષ્ટ્રવ્યાપી યાતના શ્રમ શિબીરોનું (The Gulag Archipalego) ની સ્થાપના જેનું સંચાલન ધર્મ– સાંસ્કૃતીક પુનઉધ્ધારક સેના કરશે.
(15) કદાચ મારાથી ભારત મુક્ત એજન્ડાના લાંબાગાળાના કાર્યક્રમમાં કોઇ નોંધ લેવાની બાકી રહી ગઇ હોય તો ક્ષમા કરજો. તેમાં ઉમેરો કરવાની શરતે, શુભેચ્છા !