Thursday, July 7, 2022

હેલો ગોડ હાઉ આર યુ? મને ના ઓળખ્યો?

હેલો ગોડ હાઉ આર યુ? મને ના ઓળખ્યો?– લે. નીકોલસ એસ મોરી.

 જો કે એ વાત સાચી છે કે મેં તને કેટલાક સમયથી તારા કામમાં ડીસ્ટર્બ કર્યો નથી. એક તરફ મને લાગે છે કે તારી અપેક્ષા રાખવી જ અર્થહીન છે. બીજી બાજુ સમગ્ર વિશ્વભરમાં તારા ગ્રાહકો છે તો પછી એ નક્કી છે કે તારા હોવા પણે શંકા સેવવી તે બરાબર નથી. હું તને થોડી ક્ષુલ્લક ને નાચીજ  વસ્તુઓ વિષે માહીતી માંગું છું. તું આપશે ને?

(1)       હે પરમકૃપાળુ પરમાત્મા, તું મને આજે તો કહી જ દે કે ઉપર બેઠા બેઠા તારે કયા કયા કામો સવારથી સાંજ સુધી કરવાના હોય છે? (Can you … would you … please write up your job description?) તું પરમાત્મા(The supreme being) તરીકે મને આજે તારી ફરજો તો કહી જ દે! તે જે બધાનું સર્જન કર્યું છે તેના પ્રત્યેની જવાબદારીઓ તો આજે તારે જણાવવી જ પડશે? તારા તમામ સર્જનો અને ખાસ કરીને મનુષ્યો પ્રત્યેની તારી આતુર પ્રતીબધ્ધતા છે તેના ખરાપણાની સાબિતી બતાવવી પડશે, તારા અસ્તિત્વનું જાહેર પ્રદર્શન કરવું પડશે.આ મુદ્દે તારી,અમારી સંમતી વીનાની રજા  અમાન્ય છે.

(2)     પૃથ્વી પરના તમામ પવિત્ર(?) પુસ્તકોમાં લખવામાં આવ્યું છે અહીંયા જે અસ્તીત્વ ધરાવે છે તે તમામનું તારા સામાન્ય માથું ધુણાવવાથી કે તારા મુખમાંથી સાદા સીધા બે ત્રણ શબ્દો બોલવાથી સર્જન થઇ ગયું છે. મારા સમગ્ર આટલા મોટા લાંબા જીવન દરમ્યાન મારે જે આઘાત– પ્રત્યાઘાતના અસહ્ય ચાબખા સહન કરવા પડયા છે તે તારા દિકરા જીસસના વચનો પ્રમાણે ' ઇશ્વરી કૃપા' નું સીધું પરિણામ છે. પણ આખરે કોઇક ચમત્કારીક રીતે ' પરોપકારી પ્રક્રીયા'થી પરિણામ સારૂ આવશે!. આવા સાહિત્યમાં જીસસ તારા વખાણ કરે છે કે આ મારા પિતા દરેક ફળફુલને પેદા કરવાનું અને દરકે પક્ષીઓની ઉડ્ડાનને કાળજીભરી રીતે જુએ છે, સંચાલન કરે છે.

(3)     મારી તર્કબધ્ધ વિવેકબુધ્ધીથી શોધી કાઢયું છે કે આ બધા પવિત્ર પુસ્તકોમાં લખેલી આવી બધા વાતો ટાઢાપાણીના ગપ્પા સિવાય કાંઇ નથી.ફક્ત' નોનસેન્સ' કે સેન્સલેસ છે. મેં મારી જીંદગીમાં આવી ઇશુ એ વર્ણન કરેલી ' પરોપકારી પ્રક્રીયા' ને રોજબરોજના જીવનમાં ક્યારેય જોઇ નથી. તારા સંદેશાવાહક, પયગંબર કે પછી તારા ધર્મગુરુઓ, તારા સર્વસત્તાધીશ, વાસ્તવીક અને સર્વશક્તીશાળી હોવાનો દાવો કરે છે. તેનો તેવો નાનો સરખો કોઇ પુરાવો આજદિન સુધી મળ્યો નથી.ખરેખર તો તારા સર્જન કરેલ ફરજંદોના માથે(જેની સંખ્યા હજારો નહી લાખોમાં હોય છે)જ્યારે મોત ભમતું હોય ત્યારે કાંતો અજાણ્યો થઇને અથવા અશક્ત બનીને તે બધાને બચાવતો નથી જ. જો કોઇ પોતાની જાતને સર્વજ્ઞ,સર્વશક્તીમાન અને ત્રીકાળજ્ઞાની તરીકે ઓળખાવતો હોય અને પોતાના સર્જનનો જાન જોખમમાં હોય અને તેને પેલી દૈવીશક્તી બચાવી ન શકે તેને કેવી રીતે માફ થઇ શકે? તેઓને પોતાની જાતને માફ કરવાનો અધિકાર છે. ઓ! ઇશ્વર ! તારી વર્તણુક કઢંગી,તરંગી(Capricious) અને ક્યારેય તર્કવિવેક વિહીન (Irrationally) હંમેશાં હોય છે. મેં તારૂ 'નીકનેમ' સર્વોચ્ચ ઉદાસીન("The Supreme Indifference.") રાખ્યુ છે. આ જગત તારા સર્જનોએ જ તારા 'પવિત્ર પુસ્તકો'માં નર્કાગાર( નર્ક, દોજખ)નું જે વર્ણન કરેલ છે તેવું નર્કાગાર બનાવી દીધું છે. અને પેલા વીશ્વ વિજેતા મહંમદીઅલી મુક્કાબાજ (Boxer) સામે જેના બંને હાથ પાછળથી બાંધી દઇને કોઇ નવા નિશાળીયાને બોક્ષીંગ રીંગમાં લડવા ફેંકી દીધો હોય તેવો તું લાગે છે. મને સમજણ નથી પડતી કે તારી નિ;સહાયતા સામેની મારી હતાશાને કેવી રીતે સમજાવું?

(4)     આજની મારી ધર્મનીરપેક્ષ જીંદગી પહેલાનું સમગ્ર જીવન તારા કાયદો પાળવામાં અને તારા સક્રીય અને નિષ્કીર્ય કાર્યોને ન્યાયી ઠેરવવામાં જ પસાર થઇ ગઇ.(My earlier life was wasted trying to uphold your law and justify your actions or inactions.)

(5)      પેલો કુંવારી માતાને ખોળેથી જન્મેલો તારો પ્રથમ પુત્ર જીસસ માટે એવું લખવામાં આવ્યું છે કે જ્યારે તે વજસ્તંભ પર સખત યાતના– રિબામણી ભોગવતો હતો ત્યારે ખુબજ ચીસો પાડતો હતો, તે સમયે પોતાને બચાવવા તને ખુબજ યાદ કરતો હતો. (Remember his anguished complaint: "My God, my God, why have you forsaken me?" ) પણ તેને તે યાતનોમાંથી બચાવ્યો નહી. અને તો પણ જીસસે તારી સાથેનો સંબંધ કાપી નાંખ્યો નહી. 

(6)     તને સર્જક તરીકે માતૃત્વ, પિતૃત્વ ને વાલીપણું કોને કહેવાય તે ખબર છે ખરી?

(7)     હે ઇશ્વર, આ બધી ઉપરની હકીકતો હોવા છતાં જે લોકો તને વફાદાર છે તેની હાંસી ઉડાવતો નથી. તેઓની ટીકા પણ કરતો નથી.માનાહાની પણ કરતો નથી. કારણ કે હું પણ તેમના જેવી તારી કંઠી વર્ષો સુધી બાંધીને જીવ્યો હતો. હું તારી પાસે મારી  ખુબજ નજીવી ને થોડી માંગણી કરુ છું. જે મહેરબાની કરીને  તું સ્વીકારજે.

(8)     તારા પૃથ્વીપરના તમામ ઇશ્વરી એજંટો જેવાકે પાદરી, નન્સ ( ચર્ચમાં રહેનારી બિચારી કુંવારી સ્રીઓ), તમામ ઇમામ,ધર્મગુરૂ, સંતો, મહંતો, મહારાજો( રાજકીય મહારાજો નહી.) વિ.ના દરરોજના બીઝનેસના વર્ણનો, જે તારા બીઝનેસ જેવા છે કે તેનાથી જુદા તે હવે 'ઓનલાઇન' પ્રકાશીત કરજે. તેમના ધંધાઓમાં તે બધા કેટલા નીષ્ફળ ગયા તે અમારે તપાસવું છે.

(9)     મારા તમારા જીવનમાં બનતી દુ;ખદ કે શોકજનક ઘટનાઓના સરળ કારણો તે બધા તારા દુન્યવી નોકરો પાસેથી જાણવામાં કોઇ રસ નથી. કારણકે તે બધાને વાસ્તવીકતા સાથે કોઇ સંબંધ નથી.

(10)   મને તો એવી લાલચ માનવા માટે થાય છે કે  તે માનવજાતનું સર્જન કરીને હાથ ધોઇ નાંખ્યા છે. તું તેને કારણે સંપુર્ણ ને સદંતર નિર્ણયવીહીન થઇ ગયો છું. તને તારા સર્જનની વર્તણુકો ઘૃણાસ્પદ સતત લાગે છે.

(11)   અમને એવો સતત અહેસાસ થાય છે કે તેં અમારૂ આ બ્રહ્માંડ, પૃથ્વી બધું છોડી દીધું છે. ને તારા સર્જનનો ધંધો કોઇ બીજી જગ્યાએ શરૂ કર્યો છે. ઓ! ઇશ્વર તું ક્યાં જતો રહ્યો છું? અમે પૃથ્વીપરના તારા બનાવેલા પામર જીવો તારા વિના અમે હવે શું કરીશું? ("Where are you, God?" You:) તું અમારી અગાઉથી મંજુરી લીધા વીના ક્યાં જતો રહ્યો? Absent With Out Leave AWOL)

(12)   મેં મારા નજીકના ચાર ખુબજ પ્રેમાળ કુટુંબીજનોને અંગત રીતે જણાવ્યું હતું કે તમે મૃત્યુ પામ્યાપછી ખાસ જણાવજો કે તમે કેટલા સુખી છો ને ક્યાં છો?  તે ચારેય જણાએ ગંભીરતા પુર્વક જણાવ્યું કે અમે ચોકકસ તને જણાવીશુ. વિચારજો! આવો ઉમદા હેતું પણ મૃત્યુબાદ પાળી ન શકાતો હોય પેલા પૃથ્વી પરના ગોડ એજંટોની કોના માટે જરૂરત છે?

 ભાવાનુવાદ. સૌ. ફ્રી ઇન્કાવયરી– જુન–જુલાઇ ૨૦૨૨ અંક યુએસએ.


--