હીંદુ ધર્મના ટેકાવાળા વર્તમાન ફાસીવાદી રાજ્યની આપણા દેશપરની સર્વાંગી પકડનો ભરડો અજગરે કરેલા પોતાના શિકાર ભરડા કરતાં પણ સમય જતાં ખતરનાક સાબીત થવાનો છે.
નમુનો– દેશની શિક્ષણનીતીમાં કરેલા ફેરફારો ભાગ–૨
(સૌ. ઇ. એક્ષપ્રેસ. તા. ૨૧થી ૨૪ જુનમાસના લેખોનું ટુંકમાં સંકલન અને ભાવાનુવાદ.)
ભાગ–૧માં આપણે વિગતે દરેક ધોરણમાં કરેલા ફેરફારોની માહીતી જણાવી હતી. તેનું પુનરાર્વતન ન થાય અને ટુંકમા હકીકત રજુ થાય તે રીતે સદર લેખ તૈયાર કરવામાં આવ્યો છે.
જ્ઞાતી– વર્ણવ્યવસ્થા– દલીત–સ્રી, આધારીત જુની માહીતોને કાઢી નાંખવામાં આવી છે. કેમ? બીજેપી સાંસદ વીનય સહસ્રબુધ્ધે લોકસભામાં માહીતી આપી હતી કે જ્ઞાતી, વર્ણવ્યવસ્થા ને સ્રીઓ ના મુદ્દે જરૂર કરતાં વધારે માહીતી આપી દીધી હતી. કઇ કઇ માહીતો રદ બાતલ કરી નાંખી છે તે વિગતે જોઇએ.
(અ) દલિતોના ભાગે તમામ પ્રકારનું સફાઇ કામ, (Scavenging), જમીન વિહોણા ખેડુત તરીકે ખેતમજુર તરીકે દાડીયે જવાનું, અને મરેલા ઢોરના ચામડાને લગતું કામ જન્મ–વર્ણ– પરંપરાથી આવતું કરવું પડતું હતું.
(બ્) દેશની તમામ લઘુમતીઓએ, જ્યારે બહુમતી કોમના હાથમાં રાજકીય સત્તા સુકાન આવશે ત્યારે તે બધાની ધાર્મીક અને સાંસ્કૃતીક સંસ્થાઓ અને તે આધારીત પ્રવૃતીઓને પેલી રાજ્યસત્તાનું વહીવટી તંત્ર દબાવી દેશે. ઉપરના બંને ફકરાઓ સને ૨૦૦૭ વડાપ્રધાન મનમોહનસીંગના સરકારે દલીતો અને અન્ય લઘુમતી દ્રારા જે ભેદભાવ સહન કરવો પડતો હતો તેને દુર કરી ન્યાયીક સમાજવ્યવસ્થા માટેની ઝંખના પેદા કરવાની માનસીકતા પેદા થાય માટે મુકવામાં આવ્યા હતા તે મોદી સરકારની નવી શિક્ષણ નીતીમાંથી બાદબાકી કરી નાંખવામાં આવી છે.( Which were introduced in 2007 to "build a sense of a just society".)
(ક) ધર્મગુરૂઓ અને બ્રાહ્મણો ઉપદેશ આપતા હતા કે વર્ણ આધારીત કર્મ જન્મગત છે. જેનો જન્મ જે તે વર્ણમાં થાય તે પ્રમાણે કર્મ કરવા તે હિંદુ બંધાયેલો છે. તે જ દરેક હિંદુનો સાચો ધર્મ છે. હિંદુ ધર્મમાં અછુતો જન્મથી છે માટે તે પ્રમાણે કર્મ કરવા તે બંધાયેલા છે. (The priests said that contact with these groups was polluting.) જો કે કેટલાક લોકો આ વર્ણવ્યવસ્થાનો વીરોધ પણ કરતા હતા.
(ડ) હીંદુ ધર્મ આધારીત જીવન પધ્ધ્તીમાં દરેક હીંદુના જીવનને ચાર આશ્રમનો જીવન પધ્ધતીમાં વહેંચી નાંખવામાં આવ્યા છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. દરેક આશ્રમમાં દરેક હિંદુએ તે પ્રમાણે કામ કરવાનું હોય છે. પણ દરેક આશ્રમવાળી સ્થીતીમાં પણ દરેક હિંદુએ ધાર્મીક ચિંતન તો કરવાનું જ હોય! પણ દરેક સ્રી થી વેદ અને ધર્મ પુસ્તકો ભણાય નહી. તે બધા એ પોતાના પતીનો જે આશ્રમ ધર્મ હોય તે પ્રમાણે આવતી ફરજો નીભાવવાની, તેમાં પોતાની પસંદગીનો સવાલ હોય જ નહી.( "Generally, women were not allowed to study the Vedas, and they had to follow the ashramas chosen by their husbands."–– "The Puranas were written in simple Sanskrit verse, and were meant to be heard by everybody, including women and shudras, who were not allowed to study the Vedas." )
(ઇ) અછુતોએ વર્ણ નિર્મીત કર્મ ઉપરાંત ગામનો તમામ કચરો, ઉપરાંત મરેલા ઢોરોનો નીકાલ પણ ફરજીયાત કરવાનો હોય છે. પરંતુ અછુતોને ઉપલા વર્ણોના ઘરમાં પ્રવેશ નિષેધ હોય છે. તથા ગામના સાર્વજનીક કુવા પરથી પાણી ભરવાની અને મંદીર પ્રવેશ પર પણ પાબંધી હોય છે. બીજી જ્ઞાતીના બાળકો સાથે અછુત જ્ઞાતીના બાળકોને બેસવાની પણ મનાઇ હોય છે.( But they were not allowed to enter the homes of the upper castes or take water from the village well, or even enter temples. Their children could not sit next to children of other castes in school).
(ફ) દલીતો માટે નક્કી કરેલા વ્યવસાયો સિવાય અન્ય વ્યવસાયો કરાવાની પાબંધી હોય છે. ઉચ્ચપગારવાળી ટેબલખુરશીવાળી નોકરી કે વ્યવસાયી નીપુણતા આધારીત નોકરીઓ દલીતો માટે તો દિવાસ્વપ્ન જ હોય છે. તે ઉપરાંત તેમના પ્રત્યે માનવીય ગૌરવ અને આદરભાવ,સદ્ભાવ પણ પેલી ઉપલી જ્ઞાતીઓ તરફથી બીજા તરફ સહજ રીતે જે બતાવાય છે તેવી વર્તણુકોનો સંપુર્ણ અભાવ હોય છે.
(જી) તમે જન્મે અછુત છો તેવો સામાજીક માનહાની(self) humiliation and subordination) ભર્યું વર્તન જાહેરમાં બતાવવું પડે છે. દા;ત માથુ નમેલું રાખી ચાલવું, ઉજળીયાત જેવાં કપડાં ન પહેરવાં, સામાજીક કર્મનીષ્ઠ હર્ષ મંદરના પુસ્તક ''Unheard Voices: Stories of Forgotten Lives' ની વિગતો કાઢી નાંખવામાં આવી છે. હિંદુ ઉપલા વર્ગને લાગે છે કે તમામ સરકારો, કેન્દ્ર્ અને રાજ્યોની, આઝાદી પછી તમામ લઘુમતીઓનું તુષ્ટીકરણ તેમના ભોગે કરતી આવી છે. કારણ કે તે વર્ગની સંખ્યા ઓછી છે. ભાગ–૩ આવતા અંકમાં.