શું વિદેશમાં ઠરીઠામ થયેલા દેશી બંધુઓ હિંદુ સંપ્રદાયો, અને હિંદુ પુનઉત્થાનવાદી સંસ્થાઓ માટે દુઝણી ગાયો જ છે? ( આ નોંધ- મારા સાથી રમેશભાઇ સવાણીના સ્વામીનારાયણ સંપ્રદાયના તાજેતરના લેખના સંદર્ભમાં વાંચવા ને સમજવા વિનંતી છે. તે લેખ Cut-paste-copy મારા આ લેખ નીચે સાદર રજુ કર્યો છે.)
અમેરીકા અને બીજા પશ્ચીમના દેશો( ઓસ્ટ્રેલિયા– ન્યુઝીલેંડ સહીત સમજવું)માં ઠરીઠામ થયેલા ભારતીયો ને ખાસ કરીને ગુજરાતીઓ, હિંદુ સંપ્રદાયો અને આર એસ એસ, વિશ્વ હિંદુપરિષદ, બજરંગ દળ જેવી અનેક નામી– અનામી સંસ્થાઓ માટેની દુઝણી ગાયો છે. ગોરી પ્રજાએ પાંચસો વર્ષ સુધી એશીયા,આફ્રીકા અને દક્ષિણ અમેરીકાના દેશોની પ્રજાઓની સંપત્તી– સાધનો લુંટી ગયા અને માલેતુજાર થયા હતા. આ બધા હિંદુસંપ્રદાયો, તેના સંચાલકો અને પેલી હિંદુ ધર્મ અને તેની સંસ્કૃતીના પુન;ઉધ્ધારના નામે અમેરીકા અને અન્ય પશ્ચીમના દેશોમાં ફુલીફાલેલી સંસ્થાઓનો જુદો ધંધો લેશ માત્ર નથી નથી જ. ગોરા શોષણખોરોની ચામડી રંગને કારણે ગાંધીજી જેવા તે બધાને ઓળખી ગયા. અહીયાં, પશ્ચીમી દેશોમાં યુવાન ભારતીય બૌધ્ધીકૌ ( કહેવાતા બૌધ્ધીકો અંદરથી હિદુત્વવાદીઓ) જે પોતાની શૈક્ષણીક કુશળતાને આધારે ' સેલેબેલ કોમોડીટી' વેચાણપાત્ર ચીજવસ્તુ' તરીકે અહીંયા આવ્યા છે, ઠરિઠામ વર્ષોના સખત પરીશ્રમ બાદ થાય છે. તેની મહામુલી બચત ધર્મ, સંપ્રદાય, હિંદુ સંસ્કૃતીને ( આધ્યાત્મિક સંસ્કૃતી પશ્ચીમી ભોગવાદી નહી,) ના લોભામણા નામે ઉસેડી જવાનો( ભેગુ– એકઠુ કરી લેવાનું) ધંધો પેલા ગોરાશોષણખોર કરતાં ખુબજ લુચ્ચાઇપુર્વક, " મૃત્યુ પછી વીમો પાકે પણ તેનું પ્રીમીયમ જીવતા જીદંગીભર આપ્યા કરવાની ગળથુથી સાથે અને શરતે" આ બધા દેશોમાં ફુલી ફાલ્યો રહયો છે. ગોરી સલ્તનતોના શોષણનો ચરખો વિશ્વભરમાં પાંચસો વર્ષ ચાલ્યો. દેશી ધર્મો,સંપ્રદાયો અને સંસ્કૃતીઓના જુમલેબાજ ઉધ્ધારકોનો માનવીય શોષણનો ચરખો કેટલી સદીઓ સુધી હજુ ચાલશે?
(Ramesh Savani)
·
સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનું ભયંકર અપમાન કરે છે !
દેશ-વિદેશમાં સ્વામિનારાયણ મંદિરો એક ઈન્ડસ્ટ્રીઝની જેમ વિકસી રહ્યા છે ! સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અનેક ફાંટાઓ છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી દૂર-વિમુખ કરેલ BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા મૂળ સંપ્રદાયને પછાડીને આગળ નીકળી ગઈ છે. ભક્તો પોતાના સંપ્રદાયને 'સ્વામિનારાયણ ધર્મ' તરીકે પણ ઓળખાવે છે ! ગુજરાત સિવાય ભારતના લોકો 'સ્વામિનારાયણ ભગવાન'ને ઓળખતા નથી; એટલે વિદેશોમાં સ્વામિનારાયણ મંદિરને 'હિન્દુ ટેમ્પલ' તરીકે ઓળખાવે છે ! 24 જુલાઈ 2022ના રોજ એક મિત્રના આગ્રહવશ અમેરિકાના ન્યૂજર્સી Robbinsville સ્થિત BAPS મંદિરની મુલાકાત લીધી. સવારના 10:48નો સમય હતો. રવિવારના કારણે મંદિરમાં 1000થી વધુ લોકોની ભીડ હતી. મૂર્તિઓ આડે પડદા હતા; થોડીવારે એ પડદા ખૂલ્યા અને આરતી શરુ થઈ ! 'સ્વામિનારાયણ ભગવાનની' જય બોલાતી હતી. ક્યાંય કૃષ્ણ/રામ/શિવનું નામ બોલાતું ન હતું ! મંદિરમાં રામ-સીતા; રાધા-કૃષ્ણ; શંકર-પાર્વતીની નાની મૂર્તિઓ હતી; મુખ્ય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન એટલે કે સહજાનંદ સ્વામિની હતી; જે મોટી હતી ! સહજાનંદ સ્વામિનું (3 એપ્રિલ 1781 / 1 જૂન 1830) મૂળ નામ ઘનશ્યામ પાંડેય હતું.
સહજાનંદ સ્વામિએ 1826 માં શિક્ષાપત્રી લખી હતી. તેના શ્લોક નંબર-108/ 110/ 113/ 115/ 147નો અહીં સ્પષ્ટપણે ભંગ થતો હતો ! શ્લોક-108 કહે છે : 'શ્રીકૃષ્ણ ઈશ્વર છે; તે આપણા ઈષ્ટદેવ છે; ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વે અવતારના કારણ છે !' શ્લોક- 110માં લખ્યું છે : 'શ્રીકૃષ્ણને નરનારાયણ એ નામે જાણવા.' શ્લોક-113માં જણાવ્યું છે : 'શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ પૃથ્વી ઉપરના સર્વે મનુષ્યે કરવી. આ ભક્તિ સિવાય બીજું કલ્યાણકારી સાધન નથી, એમ જાણવું.' શ્લોક-115માં લખ્યું છે : 'શ્રીકૃષ્ણ ભગવાન તથા તેમની પ્રતિમાનું ધ્યાન કરવું. મનુષ્ય તથા દેવાદિક જે જીવ છે; તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તોપણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું !' શ્લોક-147 કહે છે : 'સત્સંગીઓએ પોતાના પરિશ્રમથી જે ધનધાન્યાદિક હાંસલ કરેલ હોય તેમાંથી દસમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો.' આ બધા શ્લોક દર્શાવે છે કે ખુદ સહજાનંદ સ્વામિએ શિક્ષાપત્રીમાં જે આદેશો કર્યા છે; તેનાથી ઉલટું કામ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુઓ/ભક્તો કરી રહ્યા છે ! જો શ્રીકૃષ્ણ ભગવાન સર્વે અવતારીના ઈશ્વર હોય તો સહજાનંદ સ્વામિના/સંપ્રદાયના ગુરુઓના/ભક્તોના ઈશ્વર કહેવાય કે નહીં? જો શ્રીકૃષ્ણ સર્વોચ્ચ ઈશ્વર હોય તો મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની જ આરતી કેમ? સ્વામિનારાયણ ભગવાનનો જ જયઘોષ કેમ? સહજાનંદજીની મૂર્તિ કરતા રામ/શિવની મૂર્તિ નાની હોય તે સનાતન ધર્મનું ભયંકર અપમાન નથી? શું આ 'સર્વે અવતારના કારણ' શ્રીકૃષ્ણનું અપમાન નથી? ખુદ સ્વામિનારાયણ ભગવાન હયાત હતા; ત્યારે દેશ ઉપર અંગ્રેજો શાસન કરતા હતા; તેમની વિરુદ્ધ એક શબ્દ પણ કેમ બોલ્યા નહીં હોય?
આ મંદિરમાં સફેદ મારબલ વપરાયો છે; અમેરિકાના હવામાનના કારણે મારબલ ઝાંખો ન પડી જાય તે હેતુથી સમગ્ર મંદિરને વિશાળ ટ્રક્ચરથી ઢાંકી દીધું છે ! સવાલ એ છે કે સહજાનંદ સ્વામિ/સ્વામિનારાયણ ભગવાન પોતાના મંદિરનો મારબલ ઝાંખો થતો રોકી શકતા નથી; એટલું ભક્તો કેમ વિચારતા નહીં હોય?rs)
http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com