Monday, July 18, 2022

ભારત, ગાંધીજી, દેશની આઝાદીની ચળવળ;

 

 ભારત, ગાંધીજી, દેશની આઝાદીની ચળવળ; – રશીયન સામ્યવાદ અને માર્કસવાદી સિધ્ધાંતોના મુલ્યાંકનની દ્રષ્ટીએ–––

ગયા લેખમાં આપણે ગાંધીજીના વિચારો – મુલ્યો આધારીત સામ્યવાદના મુલ્યાંકનનો અભ્યાસ કર્યો. ગાંધીજીના સામ્યવાદ અંગે સમગ્ર ચિંતનને સરળતાથી અને ટુંકમાં સમજવું હોય તો એમ કહી શકાય કે " ગાંધીજીને સામ્યવાદના તમામ આદર્શો જેવા કે વર્ગવિગ્રહની નાબુદી, આર્થીક સમાનતા, તમામ શ્રમજીવોના પાયાના આર્થીક હિતોની સરળતાથી ઉપલબ્ધી,શોષણવિહીન સમાજ વિ.ખુબજ પ્રેરક પરિબળો છે જેને માટે ' મથવું ' યોગ્ય છે. પણ તે પ્રાપ્ત કરવાના સાધનો જો હિંસક હોય તો તેમને માન્ય નથી."

સને ૧૯૧૭ ઓકટોબરની રશીયન ક્રાંતી પહેલાં અને ગાંધીજીનો જન્મ સને ૧૮૬૯ થયો પહેલાં વીશ્વના મોટા ભાગના દેશોમાં યુરોપીયન રાષ્ટ્રો દ્ર્રારા સંસ્થાનોની ( Imperialist Colonies) સ્થાપના થઇ ગઇ હતી.  હિંદમાં સને ૧૭૫૫માં બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તરીકે રોબર્ટ ક્લાઇવે ઇગ્લંડથી આવીને  ગોરી સરકારનો પાયો નાંખ્યો. બે વર્ષ પછી ૧૭૫૭નું પ્લાસીનું યુધ્ધ જીતીને તે ગોરી સરકારની સત્તાની ઇમારતને એવી મજબુત કરી કે તે હકુમત (પ્રથમ ઇસ્ટ ઇંડીયા ખાનગી કુંપની અને ૧૮૫૭ના બળવા પછી ઇગ્લેંડની લોકશાહી રાજ્ય વ્યવસ્થાએ) સને ૧૯૪૭(આશરે ૧૯૦ વર્ષ) સુધી ચાલી.

    ઇગ્લેંડને ઓળખવા માટે ફ્રાન્સના સરમુખ્તયાર નેપોલિયન બોનાપાર્ટે વ્યાખ્યા આપી હતી.

 "It is the nation of shopkeepers." તે એક વેપારીઓનો દેશ છે. કોઇપણ સંબંધોમાં ઇગ્લેંડનું પ્રેરક બળ કેવળ  નફો– નફો– સિવાય કશું જ હોઇ શકે નહી. માટે ભારતમાં ગોરી સરકારનો હેતુ– આપણા દેશનો કાચો માલ બને તેટલા સસ્તા ભાવે પોતાના દેશમાં પહોંચાડવો.ઇગ્લેંડના ઉધ્યોગોએ તૈયાર કરેલ ઔધ્યોગીક માલ ઉંચામાં ઉચા ભાવે વેચીને નફો લઇ જવા– સિવાયનો બીજો કોઇ હેતુ ન હતો. ભારતમાં ગોરી સલ્તનત ઉપરાંત પાંડીચેરીમાં ફ્રાન્સ અને દીવ–દમણ– ગોવામા પાર્ટુગીઝ સંસ્થાન હતાં. આ ત્રણેય યુરોપીયન દેશો અનુક્રમે ઇંગ્લેંડ, ફ્રાન્સ અને પોર્ટુગીઝનો હેતુ આર્થીક શોષણ માટે રાજકીય દમન સિવાયનો બીજો કોઇ ન હતો. યુરોપીયન દેશોને પોતાના ઔધ્યોગીક મુડીવાદને પોતાનું નફા માટેનું બજાર જોઇએ છીએ.માટે સંસ્થાનો( ગુલામ દેશો) જોઇએ છીએ.

    સામ્યવાદના પ્રણેતા કાર્લ માર્કસનું તારણ હતું કે યુરોપના રાષ્ટ્રો,ઔધ્યોગીક મુડીવાદે  ઉત્પન્ન કરેલા પોતાના દેશના આંતરવિરોધોથી બચવા સંસ્થાનોનો (આફ્રીકા, એશીયા ને દક્ષીણ અમેરીકાના દેશોનો)કાચો માલ,સસ્તી મજુરી અને પોતાના ઉધ્યોગોએ તૈયાર માલનું બજાર, ત્રણેય પરિબળોનો ઉપયોગ કરીને શોષણખોર મુડીવાદી યુરોપીયન દેશો  ક્રમશ મજબુત બન્યા કરશે. તેનો અપ્રત્યક્ષ લાભ( Indirect Advantages) યુરોપીયન દેશોની મજુરોની સ્થિતિ ને પણ મળશે; સદર સુધરેલી મજુરોની આર્થીક સ્થીતી તે બધાને વૈશ્વીક શ્રમજીવી ક્રાંતીના વિરોધી બનાવી દેશે.

 હવે સને ૧૯૧૭માં યુરોપીયન દેશોની સરખામણીમાં ઔધ્યોગીક દ્રષ્ટીએ પછાત દેશ રશીયામાં સામ્યવાદી હિંસક ક્રાંતી થઇ. માર્કસના સામ્યવાદી–શ્રમજીવી ક્રાંતીના ખ્યાલો અને તારણો વૈશ્વીક હતા.અને રાષ્ટ્રીય સીમાઓથી પર હતા. દા.ત. " વીશ્વભરના તમામ કામદારો એક થાવ– ફક્ત તમારે ગુલામીની બેડીઓ સિવાય કશું ગુમાવવાનું નથી." વી.

      હવે રશીયાના લેનીન, ટ્રોટ્ટસકી, અને અન્ય નેતાઓ તથા વીશ્વના અન્ય દેશોમાં માર્કસવાદી વિચારધારા પ્રમાણે  ક્રાંતી કરવા મથી રહેલા નેતાઓ જેવાકે એમ. એન રોય  જર્મનીના રોઝ લક્ષ્મર્બગ સહીત માટે એક પ્રશ્ન ઉભો થયો હતો. બધા જ માર્કસવાદી નેતાઓ એક વાત પર સંપુર્ણ સંમત હતા કે યુરોપીયન મુડીવાદને પ્રાણવાયુ આપી જીવાડતી સંસ્થાન દેશોની આર્થીક ધોરી નસ જ્યાં સુધી કાપી નાંખવામાં નહી આવે ત્યાં સુધી પશ્રીમના દેશોમાંથી મુડીવાદી પ્રથાનો અંત નહી આવે.

 

 સને ૧૯૨૦માં બીજી કોમ્યુનીસ્ટ ઇન્ટરનેશનલ પરિષદ પેટ્રોગ્રેડ અને ત્યારબાદ મોસ્કોમાં  તારીખ ૧૯મી જુલાઇ થી ૭મી ઓગસ્ટ સુધી વીશ્વભરમાંથી આશરે ૨૫૦ ઉપરાંત પ્રતીનીધોની હાજરીમાં સંપન્ન થઇ. તેમાં રશીયન ક્રાંતીના પિતામહ લેનીને ' સંસ્થાનોમાં ક્રાંતી કરવા માટે ૧૧ મુદ્દાનો મુસદ્દો તૈયાર કર્યો હતો. સને ૧૮૮૭ની સાલમાં જન્મેલા તે સમયે(૧૯૨૦ની સાલમાં) ૩૩ વર્ષના એમ એન રોયને લેનીને પોતાનો થેસીસ પરીષદમાં ચર્ચા માટે મુકાય તે પહેલાં 'તાર્કીક મુલ્યાંકન માટે' જેવી ખાસ અંગત નોંધ લખીને રૂબરૂમાં બોલાવીને આપ્યો હતો. યુરોપ અને રશીયાની લેનીન સહીત માર્કસવાદી નેતાગીરી, એમ. એન. રોયને એશીયાના તે જમાનાના સર્વશ્રૈષ્ઠ માર્કસવાદી સૈધ્ધાંતીક અને તત્વજ્ઞાની ચિંતક તરીકે સ્વીકારી લીધા હતા.( અમેરીકાની પશ્ચીમી રાજ્ય કેલીફોર્નીયામાં આવેલ હમબોલ્ટ યુની.HUMBOLT UNIVERSITY Sociology Dept-પોતાના માસીક જણાવ્યું છે  જે વીધ્યાર્થોઓએ આંતરરાષ્ટ્રીય સામ્યવાદના ઇતીહાસનો અભ્યાસ કરવો હોય તો (FOR students of the history of international Communism, M.N. Roy is best remembered as the bold young Indian Marxist who crossed swords with Lenin over Communist strategy in the East at the Second Communist International Congress of 1920; in addition, those interested in the history of Chinese Communism may recognize him as a Communist International agent to China during the stormy days of the Kuomintang-Chinese Communist split in 1927)

 

સંસ્થાનોમાં સામ્યવાદી ક્રાંતી કેવી રીતે લાવી શકાય તે મુદ્દો આ બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ખુબજ મહત્વનો હતો. કારણકે લેનીનથી માંડીને રશીયન ટોચની નેતાગીરીને બરાબર સમજાઇ ગયું હતું કે યુરોપીયન મુડીવાદ જે દિવસે વૈશ્વીક મુડીવાદ બની જશે ત્યારે તેની સામે રાષ્ટ્રવાદી સામ્યવાદી રશીયા પોતાનું સામ્યવાદ આધારીત અસ્તીત્વ જ ટકાવી નહી શકે!

       રશીયા સહિત યુરોપીયન સામ્યવાદી નેતાગીરીને ભારત અને ચીનમાં કેવી રીતે સામ્યવાદી ક્રાંતી કરવી તેનું સૈધ્ધાંતીક મોડેલ બનાવવું હતું. લેનીને પોતાના થેસીસમાં સંસ્થાનોમાં કામ કરતી જે તે દેશની સ્થાનીક રાષ્ટ્રીય નેતાગીરી ભારતમાં ગાંધીજી, ચીનમાં ચાંકાઇશેખ, ઇન્ડોનેશીયામાં સુકાર્ણો, યુગોસ્લેવીયાના ટીટો, વીયેટનામના હોચીમીન વિ. ને સામ્યવાદી ક્રાંતીના વાહક બનવાની સંભવીત ક્ષમતા ધરાવે છે માટે તે બધાને મદદ કરવાનું  જણાવ્યું હતું. તેની સામે રોયનો થેસીસ હતો કે ગાંધીજી સહીત સંસ્થાનોમાં સ્વતંત્રતા માટે ચાલતી ચળવળની નેતાગીરી પ્રત્યાઘાતી, રૂઢીચુસ્ત છે. સદર રાષ્ટ્ટ્રીય નેતાગીરી સ્થાનીક મુડીવાદ અને તેમાંથી પેદા થયેલા સામાજીક પરિબળો અને તેમના સ્થાપિત હિતોની વિરોધી નથી. ઔધ્યોગીક મુડીવાદે પેદા કરેલ વર્ગવિગ્રહ દ્રારા સમુળી ક્રાંતી આ રાષ્ટ્રવાદી નેતાગીરીની ચળવળનો મુદ્દો બિલકુલ નથી. માટે દરેક સંસ્થાનોમાં સ્વતંત્ર સામ્યવાદી પાર્ટીની સ્થાપના કરીને જ સામ્યવાદ વીચારસરણી આધારીત નેતૃત્વ પેદા કરવું પડે. શરૂઆતને તબક્કે ભારતની ગાંધીજીના નેતૃત્વવાળી રાષ્ટ્રવ્યાપી સંગઠન ધરાવતી કોંગ્રેસ સાથે, તેની અંદર રહીને નાના દબાણ જુથ સાથે સામ્યવાદી વિચારધારાનો ' વૈચારીક પાયો'  ઉભો કરવા કામ કરી શકાય તેવું પણ રોયનું તારણ હતું.!.
The colonial question
The 2nd World Congress also for the first time paid serious attention to the national liberation movements of the colonies of Asia, Africa, and the Americas.[24] Theses on colonial issues were presented to the Congress by Indian radical M.N. Roy, formally a delegate from the fledgling Communist Party of MexicoAvetis Sultan-Zade of Persia, and Pak Chin-sun of Korea.

રોય, યુએસએની દક્ષીણ સરહદે આવેલા મેકસીકો દેશમાં રશીયાની મદદ સિવાય વિશ્વકક્ષાએ પ્રથમ સામ્યવાદી પક્ષની સ્થાપના કરનાર હતા. મેકસીકન રાષ્ટ્રીય સામ્યવાદી પાર્ટીના ફાઉન્ડર સેક્રેટરી હતા. (The Mexican Communist Party (SpanishPartido Comunista Mexicano, PCM) was a communist party in Mexico. It was founded in December-1917  by Manabendra Nath Roy, a left- wing   Indian revolutionary. Roy was the founder of the Mexican Communist Party and the Communist Party of India (Tashkent group).

બીજી આંતરરાષ્ટ્રીય સામ્યવાદી પરિષદ સામે ને ખાસ કરીને લેનીન સામે રોયનો સતત અને ઉગ્ર અભીગમ રહ્યો હતો કે ભારતની સ્વતંત્રતાની ચળવળ ચલાવનારા ગાંધીજી સહીત કોઇ ક્રાંતીકારીઓ નથી. તે બધાને દેશની આઝાદી સિવાય બીજા કોઇ ધ્યેય નથી. તે માટે સ્થાનીક મુડીવાદી પરીબળો સાથે પણ આ રાષ્ટ્રવાદી નેતાઓ હાથ મીલાવી શકે તેમ છે.  તેમનો આદર્શ અને સંઘર્ષ શ્રમજીવીઓનું રાજ્ય સ્થાપવાનો નથી. રોયનો સંસ્થાનોમાં ક્રાંતી કરવાના અભીગમને 'લેફ્ટ સ્ટ્રેજી ફોર કોલોનીઝ' તરીકે ' કોમીનટર્ન' માં જાણીતો થયો. રોય ભારતમાં કામદારો અને ઔધ્યોગીક શ્રમજીવોના હિતોને ઉજાગર કરે તેવા સંગઠનની સ્થાપના ગાંધીજીની કોંગ્રેસથી બિલકુલ સ્વતંત્ર કરવા માંગતા હતા.

    બીજી કોમીનટર્નમાં રોયની આ વ્યુહ રચનાને રશિયન ક્રાંતીના અગ્રણી લિયન ટ્રૉટ્ટસકી, જર્મન માર્કસવાદી અગ્રણી રોઝા લક્ષ્મબર્ગ અને  વિશ્વભરના સંસ્થાનોમાંથી આવેલા તમામનો સંપુર્ણ સહકાર હતો જે લેનીનના પુરા ધ્યાન માં આવી ગયો. તેથી લેનીને ગાંધીજી જેવા રાષ્ટ્રવાદી નેતાઓને સહકાર આપવાની સાથે સ્વતંત્ર સામ્યવાદી પાર્ટીના એકમો સ્થાપવાની રોયની રજુઆતને પણ સ્વીકારી હતી.( Clearly Roy was speeding up the revolutionary timetable and positing a proletarian-socialist and not bourgeois-democratic revolution as the order of the day.)

    ઉપરની માર્કસવાદી બૌધ્ધીક ચર્ચાનું પરિણામ એ આવ્યું કે રોયે પોતાના અભિગમમાં નરમ બનીને એટલું જાહેર કર્યું કે ' ગુલામ દેશોમાંથી પરદેશી મુડીવાદી હકુમતને ફગાવી દેવા રાષ્ટ્રીય મધ્યમવર્ગીય રૂઢીચુસ્ત માનસીકતાવાળી સ્વતંત્રતા ચળવળનો સહકાર લેવો ઉપયોગી છે.' તેની સામે લેનીને બીજી કોમિનટર્નને સલાહ આપી કે તેના કાર્યકરોએ પોતાના દેશમાં    " મધ્યમવર્ગીય રૂઢીચુસ્ત નેતૃત્વ સંચાલીત સ્વતંત્રતા ચળવળને ટેકો આપવા ને બદલે સંપર્ણ સ્વતંત્ર ક્રાંતીકારી ચળવળ ચલાવવી."  

. Roy later recollected that in their private conversations Lenin accorded Gandhi a revolutionary role, whereas Roy considered Gandhi a religious and cultural revivalist and a social reactionary.

રોયે પોતાની યાદમાં પછીથી જણાવ્યું હતું કે " લેનીન સાથે ની અંગત ચર્ચામાં લેનીને જણાવ્યું હતું કે ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીનો ફાળો ક્રાંતીકારી છે. જ્યારે રોયનું તારણ હતું કે ગાંધી ધાર્મીક, સાંસ્કૃતીક રીતે સુધારાવાદી અને  સામાજીક રીતે પ્રત્યાઘાતી હતા. 


--