Tuesday, March 31, 2020

કોરાના વાયરસ ફેલાવામાં ધાર્મિક અંધશ્રધ્ધાઓનો ફાળો–


કોરાના વાયરસ ફેલાવામાં ધાર્મિક અંધશ્રધ્ધાઓનો ફાળો–

(૧) દક્ષિણ કોરીયા દેશમાં આ વાયરસના ફેલાવામાં ધાર્મીક અંધશ્રધ્ધાએ જે ભાગ ભજવ્યો છે તે જોઇએ.

દક્ષિણ કોરીયાની રાજધાની સીઓલની નજીક આવેલા ગ્યેઓનગી નામના શહેરમાં ' રીવર ગ્રેસ કોમ્યુનીટી' નામના ચર્ચમાં તારિખ ૧લી અને ૮ મી માર્ચે તેના પાદરીએ ( the pastor ધર્મઉપદેશક ) પોતાના ભક્તો સાથે શું કર્યુ તે સમજીએ! બંને રવિવારના દિવસોએ આશરે ૧૦૦ માણસોને દરેકને પોતાનું મોઢું ખોલાવીને ચમચી વડે મીઠાનું પાણી નાંખ્યું હતું .આવું પરોપકારી કામ કરવા માટે(!) આ સાહેબે જે તે એક જ ચમચીનો ઉપયોગ, ધોયા કે સાફ કર્યા વિના કર્યો હતો. પાદરી પોતાના ભક્તોમાં એવી શ્રધ્ધા (ખરેખર અંધશ્રધ્ધા) ફેલાવી શક્યો હતો કે આવું મીઠાવાળુ પાણી તે પણ ધર્મગુરૂના હાથની એકજ ચમચીથી પી જશો તો કોરાના વાયરસની મહામારીમાંથી બચી જશો.ભક્તોમાં પ્રથમ તબક્કે તા–૯મી માર્ચના રોજ તપાસ કરતાં ૪૬ ભક્તોમાં કોરાના વાયરસ પોઝીટીવ ફેલાઇ ચુક્યું હતું. વધારામાં પેલો પાદરી (દેવનો પ્રતિનિધી)અને તેની પત્ની પણ રોગના ભરડામાંથી બચી શક્યા નહતા. શરૂઆતને તબક્કે ચીન પછી જો કોઇ દેશને સૌથી વધારે કોરાના વાયરસની અસર થઇ હોય તો તે દક્ષીણ કોરીયાને થઇ હતી. સદર હકીકતની માહિતી તે પ્રાંતના ગવર્નર શ્રી લિ હિ યંગ(Lee Hee-young, head of Gyeonggi Province's coronavirus task force.) મિડિયાને આપી હતી.સદર ચર્ચના રજીસ્ટરમાંથી લીસ્ટને આધારે બધા જ ભક્તોના લોહીને તપાસવામાં આવ્યા હતા. આખરે તે ચર્ચને તાળુ મારી દેવામાં આવ્યું હતું. ( સૌ. This Week in Asia)

(૨) કેવી રીતે મલેશિયામાં ઇસ્લામી પંથ 'તબલીઘ' જમાત (tabligh) સમુહે પોતાના સહપંથીઓમાં કોરાના વાયરસ ફેલાયો? મલેશિયાની રાજધાની કુલાલ્મપુરના પરિશરમાં( આઉટસ્કર્ટસ)માં આવેલ સ્રી પેતાલીંગ મસ્જીદમાં તબલીઘ ઇસ્લામી પંથે પોતાના પંથના પ્રચાર માટે ત્રણ દિવસનું સમુહ મિલન ફેબ્રુઆરી મહિનામાં રાખ્યું હતું. આશરે ૧૬૦૦૦ કરતાં વધારે માનવસમુહ ત્યાં એકત્ર થયો હતો. હજારો માણસોએ ત્યાં સમુહ પ્રાર્થના, ભોજન તેમજ પંથના પ્રચારના હેતુ માટે આજુબાજુના વિસ્તારોમાં ઘરે ઘર જઇને પ્રચાર કર્યો. સુવાથી માંડીને તમામ દૈનીક ક્રિયાઓ પણ તે સ્થળ પર થઇ શકે તેવું આયોજન કરેલું હતું. મલેશિયા દેશમાં કોરાના વાયરસના પચાસ ટકા દર્દીઓ તે સમુહ મિલનના ચેપથી ફેલાઇ ગયા. તદ્રઉપરાંત મ્યનમાર,સીંગાપુર, કમ્બોડિયા અને થાઇલેંડથી આવેલા તબલીઘ પંથીઓમાં ફેલાઇ ગયો. જેના દ્રારા તે બધા દેશોમાં આ વાયરસ પ્રસરી ગયું. બાજુના પડોશી દેશ ઇન્ડોનેશીયામાં આ પંથના ૯૦૦૦ અનુયાઇઓ એકત્ર થવાના હતા. સ્થાનીક ઇન્ડોનીયન સરકારે પરવાનગી ન આપી. તેની અવગણના કરીને મલેશિયાની માફક તબલીઘ પંથીઓએ પોતાની આ ત્હેવાર જે ' ઇજતિમા' (IJTIMA) ઓળખાય છે તેનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. ગમે તે કારણોસર છેલ્લી ઘડીએ તે બંધ રાખવામાં આવ્યું હતું. ( સૌ. This Week in Asia).

શું ખરેખર કોરાના વાયરસ લોકો અને તે બધાની ધાર્મીક શ્રધ્ધા વચ્ચે દિવાલ બનીને ઉભું થઇ ગયું છે? ( સૌ. બી બી સી વર્લ્ડ સર્વીસ તા. ૧૦–૦૩–૨૦. "કોરાના વાયરસ ખરેખર વેશ્વીક મહામારી બની ગયો છે."

વૈશ્વીક કક્ષાએ લગભગ બધા જ ધર્મોના અનુઆઇઓ એ કોરાના વાયરસના જીવંત સંપર્કમાં આવે તેવી સદીઓ પુરાણી રૂઢીમાં ફેરફાર કરવા માંડયો છે. દા.ત હાથ મિલાવવાને બદલે નમસ્કાર.ચર્ચો, મસ્જીદો, મંદિરો, યહુદીઓના દેવળો ( સિનેગોગ), તે બધા સદીઓ જુની પોતાની રૂઢીઓ અને પરંપરાઓ કોરાના વાયરસ પોતાના ભક્તોમાં ન ફેલાય માટે તેમાં મોટા અને મુળભુત ફેરફાર કરી રહ્યા છે. ભક્તોમાં ઇશ્વર પ્રાપ્તીના માધ્યમ તરીકે અને ધર્મગુરૂઓએ તે માટે બનાવેલી રૂઢીઓમાં ફેરફાર કરવાથી પેલા ઉપરવાલા ' ગોડ, અલ્લાહ, ઇશ્વર' વિ સમજશે કે કેમ તે માટે શંકા આશંકાઓ પેદા થઇ ગઇ છે. શું બદલાયેલી રૂઢીઓથી તેમનું આધ્યાત્મિક જોડાણ તુટી તો નહી જાય ને?

ખ્રીસ્તી ધર્મ–

(૧) ઇટલીમાં આવેલ વેટીકન સીટીના ખ્રીસ્તી ધર્મના વડા પોપ ફ્રાન્સીસ દર રવિવારને દિવસે મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય માટે ઓન લાઇન ટીવી પર દેખાવાનું નક્કી કરી દીધું છે.

(૨) પૃથ્વીના બધાજ ખંડોમાં ફેલાયેલા ખ્રીસ્તી ધર્મના પાદરીઓએ દર રવિવારે સવારે સમુહ પ્રાર્થના(MASS) માટે એકત્ર થનારા માટે વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે મોઢામાં બ્રેડનો ટુકડો મુકવાને બદલે હાથમાં વેફરનો ટુકડો મુકવાનું નક્કી કર્યું છે. હાથમાં પ્રભુ પ્યાલીમાં (have stopped giving wine in the communal chalice) એટલે કે વાઇન મુકવાનું પણ બંધ કર્યું છે. ઘણાબધા ભક્તોને પોતાની ગોડ સાથેની નિજીતા ગુમાવી (sense of loss.) દિધી છે તેવો સતત અહેસાસ થાય છે, કારણકે આવા ઉપદેશોતો પાદરીઓએ જ આપેલા હતા ને!

(૩) અમેરિકાની રાજધાની વોશીંગ્ટન ડી સી માં આવેલ જ્યોર્જટાઉન ચર્ચના પાદરીએ આશરે ૫૫૦ માણસોને ભેગા કરી સમુહ માસ રાખવાને કારણે  પોતાની જાતને આ વાયરસનો પહેલો શિકાર બનાવ્યો હતો.

ઇસ્લામ–

§  (૧) વિશ્વભરના મુસલમાનો માટે સૌથી શ્રૈષ્ઠ આસ્થાના સ્થળ ' ગ્રાન્ડ મોસ્ક ઇન મક્કા' જ્યાં લાખો મુસ્લીમો યાત્રાએ આવતા હતા તેની સંખ્યામાં ખુબજ મોટો નાટયાત્મક ઘટાડો આવી ગયો છે. મસ્જીદના બરાબર કેન્દ્રમાં આવેલા પવિત્ર કાબાના સ્થળમાં લોકો તેને સ્પર્શ ન કરે માટે સાંકળોની વાડ બાંધી દીધી છે.  પ્રતિવર્ષે ' ઉમરાહ ' કરવા( વર્ષ દરમ્યાન ગમે ત્યારે આવી શકાય) માટે ૮૦ લાખ યાત્રીઓ મક્કા– મદિનામાં આવે છે. તેના પર સાઉદી એરેબીયાની સરકારે કોરોના વાયરસના સંક્રમણથી બચવા સંપુર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. નાઇજીરીયા દેશના ટ્રાવેલ એજન્ટની ચિંતા છે કે જો આ પ્રતિબંધ રમઝાન અને હજના સમય સુધી ચાલુ રહેશે તો અમારા ધર્મની પ્રજા ઘણી નિરાશ થઇ જશે. હજુ ઘણા મુસ્લીમ ભક્તોને એવી સંપુર્ણ શ્રધ્ધા છે કે અમારા આ બંને મક્કા– મદિનાના પવિત્ર સ્થળો પાસે એવી દૈવી સત્તા ( ડીવાઇન પાવર) છે. જે આ વૈશ્વીક મહામારીને દુર કરી દેશે અને તેનાથી અસરગ્રસ્ત લોકોને બચાવી લેશે.( વીશ્વભરના તમામ ધર્મોની દૈવી સત્તા કે ઇશ્વરી સત્તા પોતાના ભક્તોને આટલી મોટી મહામારીનો ભોગ બનતા કેમ બચાવી શકી નહી તેનો જવાબ આ બધા ભક્તો પાસે નથી.)   પાકિસ્તાનમાં ઇરાનથી જાત્રા કરીને આવેલા નાગરિકો કોરાના વાયરસના પોઝેટીવ રિપોર્ટ લઇને આવ્યા છે. ઘણાબધા ભાઇઓ હવે મસ્જીદમાં નમાજ પડીને હાથ મિલાવવાને બદલે એક બીજાના પગને સ્પર્શ કરે છે. એક બીજાને ' શેક હેન્ડઝ' કરવાને બદલે બંધ વાળેલી મુઠીથી એક બીજાને સ્પર્શ કરે છે. ઇરાનમાં કોઇપણ ધાર્મીક સ્થાનને જીભથી સ્પર્શ કરવા માટે અથવા અને ચુંબન કરવાના કાર્યને ફોજદારી ગુનો ગણીને સજા કરવાનું શરૂ થઇ ગયું છે. વાહ! કોરોના વાયરસની બલિહારી! ગઇકાલની સદીઓ જુની પવિત્ર ગણાતી રૂઢી હવે ફોજદારી ગુનો બની ગઇ!.( Saudi Arabia suspends entry for pilgrims visiting holy sites. .Coronavirus: Iran holy-shrine-lickers face prison.)

 

હિંદુ ધર્મ– માટે બીબીસી એ ફક્ત બે જ લીટીઓ લખી છે. લોકોએ હોળીનો ત્હેવાર પ્રમાણમાં ઘણી સાદાઇથી ઉજવ્યો છે. પણ કોરોના વાયરસની અસરમાંથી બચવા માટે લોકોને ગૌ મુત્ર પીવાનું ધાર્મીક ગુરૂઓ તરફથી કહેવામાં આવે છે.

 યહુદી ધર્મ– ઇઝરાઇલના યુહદી ધર્મના વડા રબી ડેવીડ લાઉ પોતાના હોદ્દાની રૂએ જાહેરાત કરી છે કે લોકોએ પોતાના ઘરની બહાર ખીંટીપર લગાવેલ ધાર્મીક શ્લોકોના સંગ્રહને ઘરમાં આવતી કે બહાર જતા સમયે સ્પર્શ કે ચુંબન કરવું નહી. ભલે તે ક્રિયા આપણા અજાગૃત મનનો એક ભાગ બની ગઇ હોય!........................

 

 

Tashny Sukumaran

--