Tuesday, March 3, 2020

સીએએ,એનપીઆર અને આખરે એનસીઆરની આગે દિલ્હીને સળગાવ્યા પછી હવે દેશને સળગાવવાનો બાકી નહીરાખે!

સીએએ, એનપીઆર અને આખરે એનસીઆરની આગે દિલ્હીને સળગાવ્યા પછી હવે દેશને સળગાવવાનો બાકી નહી રાખે! હવે પુર્વોત્તરના મેઘાલય રાજ્યની આ મુદ્દે વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરો. આજનો ૩જી માર્ચનો ( ઇન્ડીયન એક્સપ્રેસ) તંત્રીલેખ મોદી સરકારને સાવધાન કરતાં લખે છે કે દિલ્હી અને મેઘાલય રાજ્યની સરકારોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તમે દેશની પરિસ્થતિને  હાથ બહાર જાય પહેલાં કાળજીપુર્વક સંભાળી લો ! પુર્વોત્તરના રાજ્યોનો સંદેશોતો દેશની અખંડતા અને એકતા માટે ખુબજ ગંભીર, બિહામણો અને અમાનવીય છે !  

મોદી સરકારે જે રીતે આયોજનપુર્વક સીએએ ના અમલ માટે આગળ વધી રહી છે તેણે તો આ પુર્વોત્તર રાજ્યોમાં જુના ધાર્મીક અને વંશીય ઘા ને તાજા કરીને ફરીથી સામાજીક સપાટી પર લાવી દીધા છે. મોદી–શાહની બેલડી વારંવાર એમ દલીલ કરે છે કે અમે તો સીએએ દ્રારા કોઇને નાગરિકતા આપવાની વાત કરીએ છીએ. કોઇની નાગરિકતા છીનવી લેવાની નહી. તેની સામે પુર્વોત્તોર રાજ્યોની સ્થિતિ શું છે તે સમજીએ.

   સમગ્ર પુર્વોત્તરના તમામ વીધ્યાર્થી સંગઠનોથી માંડીને રાજકીય પક્ષો અને મુળનિવાસી પ્રજાનો વિદ્રોહ છે કે અમારે ત્યાંના બહારના લોકો દેશના હોય કે પરદેશના, બિનભારતીય કે કાયદેસરના ભારતીય હિંદુઓને શા માટે સીએએના નામે(અમારા રાજ્યોમાંથી તમને ખસેડી મુકવાને બદલે) નાગરિકત્વ આપવાની દલીલ કેમ કરો છો? અમિત શાહ સાહેબ! અમારા માટે તો આ બધા ઘુસપેઠીઆજ

છે! પેલા આસમના ૧૫ લાખ હિંદુઓને બિનભારતીય નાગરિક એનઆરસીએ પુરવાર કર્યા પછી શા માટે સીએએ મારફતે પાછલા બારણે ભારતીય નાગરીક બનાવીને આસમમાં રહેવા માટેની કાયદેસરતા પેદા કરો છો?

દિલ્હીના માફક મેઘાલયમાં પણ તોફાનો સીએએ અને સુચિત એનઆરસીની વિરૂધ્ધમાંજ શરૂ થયાં છે. દિલ્હીના તોફાનોમાં મૃત્યુનો આંકડો ૪૭ ઉપર પહોંચ્યો છે. જ્યારે અહીયાં મેઘાલયમાં સ્ટેબીંગ ૩ મોત થયાં છે જેમાંથી બે તો પડોશી રાજ્ય આસમના યુવાન મજુરો હતા.

નાગરિકતાના મુદ્દે દિલ્હીની વિધાનસભાચુંટણીના સમયે જે કર્કશા અને ઝનુનથી કેન્દ્ર સરકારના મંત્રીઓ વિગેરેએ પ્રચાર કર્યો હતો તેની ખુબજ ખરાબ અસર સમગ્ર પુર્વોત્તર રાજ્યોમાં ઉભી થઇ છે. (The shrill rhetoric by senior government functionaries during election campaigns does not help matters.)

પ્રાદેશીક ઓળખ તે સમગ્ર પુર્વોત્તર રાજયોમાં ખુબજ લાગણીસભર અને સ્ફોટક મુદ્દાઓ હંમેશાં રહ્યા છે.આસમમાં એનઆરસી ગણતરી ને ત્યાર પછી દેશમાં સીએએને કારણે જે સ્ફોટક પરિસ્થિતીનું સર્જન થયું છે તેણે પેદા કરેલા અનિયંત્રિત પ્રવાહોએ સમગ્ર પુર્વોત્તર વિસ્તારની શાંતિને જોખમમાં મુકી દીધી છે.

   જે રાજકારણીઓએ કામચલાઉ ચુંટણીમાં રાજકીય લાભ મેળવવા આવા સ્ફોટક પરિબળોને ટેકો આપ્યો છે તે એમ સમજે છે કે અમે તે બધા પરિબળો પર નિયંત્રણ રાખી શકીશું. " જિન એક વાર શીશીમાંથી બહાર નીકળ્યા પછી તેને બહાર કાઢનાર માલિકના નિયંત્રણમાં રહેતું નથી." આસમના એનઆરસી ના ઉપયોગ,પછી સંભવિત પરિણામ અને ત્યારબાદ સીએએના ભયે, શંકા કુશંકાઓનું વાતાવરણ દેશ વ્યાપી શરૂ કરી દીધું છે. તેની કદાચ આ બધું શરૂ કરનાર રાજકારણીઓને તેની વ્યાપક સ્ફોટકતા અને પ્રવાહીતાનો અંદાજ પણ ખબર નહિ  હોય!

દા.ત પુર્વોત્તર રાજ્યોની પ્રજાનો સીએએ–એનઆરસી આધારિત રાષ્ટ્રીયતાની ઓળખનો (national identity)ખ્યાલ અને બાકીના દેશના લોકોના રાષ્ટ્રીયતાના ઓળખનો ખ્યાલ કરતાં બિલકુલ ભિન્ન છે. આસમ, મેઘાલય અને અન્ય પુર્વ રાજ્યોમાં સીએએ એટલે પોતાના રાજ્યમાં પેલા બહારના ઘુસપેઠીયા લોકોને કાયદેસરની નાગરિકતા બક્ષવાનું દેશની સંસદે પસાર કરેલું કાયદેસરનું અમોઘ શસ્ર કે સાધન. જેના પરિણામ સ્વરૂપે સ્થાનીક મુળનિવાસી લોકોની જર જમીન અને રાજકીય સત્તાનું દિલ્હીની મદદથી ક્રમશ; હસ્તાંતર.

      મેઘાલયના રાજકિય પરિબળો તેમજ ખાસી વિધ્યાર્થી પરિષદ બે હકિકતો સિધ્ધ કરવા કટીબધ્ધ છે. એક અમારે અમારા રાજ્યની સરહદો કાયમ માટે સીલ કરી દેવી છે. બીજું અમારે ત્યાં આવી ગયેલાઅને સ્થાઇ થઇ ગયેલા તમામ ઘુસપેઠીયાઓને બહાર ધકેલી દેવા છે. તેના માટે આસમ એકોર્ડમાં દેશની સર્વોચ્ચ અદાલતે માન્ય કરેલ છે તે ' ઇનર લાઇન પરમીટ પ્રથા' (the Inner Line Permit) શરૂ કરવી છે. સદર પ્રથા બ્રિટશરોએ પોતાના હિતો સાચવવા આ બધા પુર્વોત્તર રાજ્યોમાં શરૂ કરી હતી. તેનો અર્થ એ છે કે આ તમામ પુર્વોત્તર રાજ્યોમાં કોઇપણ ભારતના અન્ય રાજ્યોનો કોઇપણ નાગરિક નાગરિકત્વ ધારણ ન કરી શકે તેમજ આઇપીલ પરમીટ સિવાય આ સાત રાજ્યોમાંથી કોઇપણ રાજ્યમાં પ્રવેશ જ ન કરી શકે! શાબાશ! એક બાજુ દેશની સંસદની કારોબારી કાશ્મીરને ભારતનો કાયમી આંતરીક ભાગ બનાવવા તેનું વિશિષ્ટ સ્થાન આપતી બંધારણીય કલમ ૩૭૦ નાબુદ કરે અને બીજી બાજુએ આ સાત પુર્વોત્તર રાજ્યોમાં ભારતના જ અન્ય રાજ્યોના નાગરિકોને આ રાજ્યોમાં કોઇપણ પ્રકારની આર્થીક કે અન્ય પ્રવૃત્તીઓ કરવા કરાવવાનો સામાન્ય અધિકાર પણ નહી.

ઇનર લાઇન પરમીટ માટે અને સીએએ વિરૂધ્ધ મેઘાલયના ખાસી વિધ્યાર્થી પરિષદે આંદોલન શરૂ કરી દીધું છે. ત્રણ માણસોમાંથી બે આસમી નાગરિકોના સ્ટેબીગથી મોત થઇ ગયા છે. ઇન્ટરનેટ સેવાઓ કેટલાક સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સમગ્ર આંદોલન મુળનિવાસી સ્થાનિક પ્રજા વિરૂધ્ધ બહારના માં પરિવર્તીત થઇ ગયું છે. (The campaign for ILP and against the CAA by groups like the KSU has inevitably turned into a tribal versus non-tribal battle — two of the three persons killed in Meghalaya were non-tribals from Assam.) પુર્વોત્તર રાજ્યો અને દેશના બાકીના રાજ્યોમાં પણ ધર્મ અને પ્રાદેશિકતા આધારીત ભાગલા પાડીને રાજકીય ખીચડી પકાવવાનું સીએએ–એનઆરસી આધારિતે જે શરૂ કરવામાં આવ્યું છે તે દેશના ટુંકા અને લાંબાગાળાના હિત માટે સંપુર્ણ બંધ કરવાની તાતી જરૂરીયાત દેશવ્યાપી પેદા થયેલ છે.

 


--