Monday, March 2, 2020

દિલ્હીની પ્રજાની સહનશક્તિ, પરિપક્વતા અને દુરંદેશીપણું(vision)પેલા ગટરછાપરાજકારણીઓ કરતાં અનેકગણું વધારે છે.



--
Bipin Shroff

 દિલ્હીની પ્રજાની સહનશક્તિ, પરિપક્વતા અને દુરંદેશીપણું(vision)પેલા ગટરછાપ રાજકારણીઓ કરતાં અનેકગણું વધારે છે.

હે, દિલ્હીની પ્રજા! તમે જ દેશના નાગરિકો જેના, ધર્મો વિવિધ છે, સંસ્કતી વિવિધ છે, સદીઓથી એકબીજા સાથે પ્રેમ,ભાતૃભાવ અને વિવિધતામાં એકતા સાથે જીવી છે તે બધાને નવી આશા આપી શકો તેમ છો.  તાજેતરના ઉત્તરપુર્વ દિલ્હીના ત્રણ દિવસના રાજકીય સત્તા પ્રેરીત કોમી તોફાનોમાં માનવીય બંધુતા સાથે પણ જીવી શકાય છે તે સંદેશો તમે દેશને આપ્યો છે.

કહેવાતા નેતાના દુરંદેશીપણા(Vision) અને રાજકીય મુત્સદ્દીપણા( Statesmanship) કરતાં દિલ્હીવાસીઓએ આ બંને માનવ સદ્ગુણો તાજેતરના કોમીદંગા સમયે વાસ્તવિક સ્થિતીને ઉકેલવામાં અમલમાં મુક્યા છે. અમે દેશના નાગરિકો નતમસ્તકે આપ સૌને સલામ કરીએ છીએ. નમન કરીએ છીએ.

માનવજાતનો ઇતિહાસ તેની ગવાહી પુરે છે કે જ્યારે જ્યારે જંગલી માનવભક્ષી લોકો હિંસક બનીને પોતાનાજ સહોદરોના જીવ જોખમમાં મુકે છે ત્યારે તેમાંથી જ પેલા માનવભક્ષીઓનું શું સ્થાન છે તેનો બોધપાઠ પ્રબુધ્ધ સ્વાર્થ (Enlighten self interest) માનવજાત તેમને શીખવાડતી જ હોય છે. દિલ્હીની વિધાનસભાની નામોશીભરી હાર પછી પણ " હમ નહીં શીખેગેં" નો બોધપાઠ હજુ તે બધાને શીખતા વાર લાગશે તેવું આ કોમી દંગામાંના તેમના વર્તન પરથી સ્પષ્ટ અહેસાસ થાય છે.

 હવે આ ત્રણ દિવસમાં પેલા ભાન ભુલેલાઓની સામે પરિપક્વ અને માનવ બંધુતાના છડીધરોએ શું કર્યું તે જોઇએ.

આજનો ઇન્ડીયન એકપ્રેસનો તંત્રી લેખ પોતાની શરૂઆતની પહેલી લીટીમાં લખે છે કે " ઉત્તરદિલ્હીની પ્રજાએ એકતા, સહાનુભુતી અને બહાદુરી બતાવી છે. તે જ માનવજાતની આશા છે. " કેવીરીતે તે જોઇએ.

જ્યારે દેશના નાગરિકોનું અને તેમના સમાજોનું બે વિરોધી જુથોમાં ધ્રુવિકરણ થઇ ગયું હોય (પોલરાઇઝેશન) અને સામસામી હિંસામાં ગરકાવ થઇ ગયા હોય ત્યારે પણ માનવતા અને માનવવાદની મહેંક પણ ફેલાય તે તો વિશાળ સમાજ, રાજ્ય અને રાજકીય વર્ગ માટે બહુ મોટો બોધપાઠ ભણાવે છે.(The humanity and humanism amid polarised communities engulfed by violence also hold a lesson for broader society, the state and the political class.)

એક ૨૯ વર્ષનો પ્રેમકાન્ત બઘેલ નામનો યુવાન જેનું આખું શરીર દાઝી જવાને કારણે પાટાપીંડીથી ભરેલું હતું તેણે પોતાના જાન જોખમે, ઉત્તર દિલ્હીમાં આવેલા મોજપુર વીસ્તારના સળગતા મકાનમાંથી પોતાના છ પડોશી બચાવ્યા છે. પ્રેમકાન્ત બઘેલનું નિસ્વાર્થી કાર્ય તો તે અમારા દિલ્હી શહેર માટે આશાનું એક પ્રતિક બની ગયું છે. આવા તો ઘણા બધાના માનવતાવાદી સેવાના કાર્યો પ્રકાશમાં ગયા અઠવાડિયામાં આવ્યા છે.તે પણ એવા સમયે જ્યારે એક બાજુએ કોમી દંગામાં મૃત્યુ પામેલાઓના આંકડાની સંખ્યા સતત વધતી જતી હતી અને ઠંડે કલેજે ક્રુર બરબરતાપુર કરેલી હત્યાઓની માહિતીઓ (and stories of chilling brutality)પણ મળતી જતી હતી. હુલ્લડ કરનારાઓએ મુસ્તફાબાદમાં ત્રણ મસ્જીદો સળગાવી દીધી હતી. ત્યારે તે જ વિસ્તારમાં, બંને કોમના માણસોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે શિવ મંદિરની પેલી મસ્જીદો જેવી સ્થિતી ન થવી જોઇએ. (In Mustafabad, where three mosques were burnt by rioters, both communities came together to ensure the Shiv temple did not suffer a similar fate.) લલિતાપાર્કમાં હિંદુઓએ પોતાના પડોશી મુસ્લીમ કુટુંબોના સંપુર્ણ રક્ષણની જવાબદારી લીધી હતી.  મોજપુરમાં આવેલા મંદિર મસ્જીદ માર્ગના રહીશોએ સંયુક્ત રીતે એકત્ર થઇને રસ્તાના નામ પ્રમાણે હિંદુ–મુસ્લીમ એકતાના દર્શન સાચા સ્વરૂપે કરી બતાવ્યા હતા. સાથે મળીને બંને કોમનીપ્રજાની તમામ મિલકતો અને નાગરિકોના જાનનું રક્ષણ કરીને સમગ્ર વિસ્તારમાં શાંતિ રાખી હતી.

 

અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘણા બધા શીખ, મુસ્લીમ ને હિંદુભાઇઓએ ભાતૃભાવની અજોડ સાંકળ બનાવીને પોતાના પડોશીઓને રક્ષણ પુરું પાડયું હતું તેમજ  

દંગા પિડીતોને બેઠા થવા પાયાની ઘરવખરી વસ્તુઓ, સામાજીક સથિયારો અને હુંફ પુરી પાડી હતી.  દિલ્હીવાસીઓએ એટલ કે સ્થાનિક નાગરિકોએ જે એકતા અને આવા કપરા સમયમાં બતાવેલી બહાદુરીએ તે સમાજનું માનવીય પોત કેટલું મજબુત છે તેના દર્શન ઠેર ઠેર કરાવ્યાં છે.

એક બાજુએ દિલ્હીના મેટ્રો સ્ટેશનો પર " દેશ કે... ગોલી મારો" ના નારા બોલાવાતા હતા ત્યારે સને ૧૯૮૪નાદંગા અને દેશના ભાગલા સમયના માનસીક આધાતોમાંથી દેશની રાજધાનીની પ્રજા ઘણી આગળ નીકળી ગઇ છે તેની સતત સાબિતી આપતી હતી. દિલ્હીવાસીએ આંતરધર્મીય પરસ્પર મજબુત સામાજીક એકતા પ્રાપ્ત કરીને મજબુત બની ગઇ છે તેવો અદ્ભુત નમુનો આ સમયે બતાવી દીધો છે.

        દિલ્હી અને તેની બહારની પણ દેશની પ્રજાએ જ્યારે સમજી લીધું હતું અને આશા પણ છોડી દીધી હતી કે જે રાજકીય પરિબળીઓ મુસ્લીમોને 'બીજા– અથવા સેકંડક્લાસ સીટીઝન્સ' લોકો ગણીને તેઓ પરના હુમલાઓને માન્ય ગણે છે તેવા લોક–ટોળાઓને દિલ્હીની પ્રજાએ અણીને સમયે મદદ કરીને ઠેર ઠેર માનવીય એકતા અને માનવતાની સરવણી વહેતી રાખીને ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે. શું આપણો સમગ્ર સમાજ, રાજ્ય પોતે અને તેનો રાજકીય વર્ગ તેમાંથી કોઇ બોધપાઠ શીખશે ખરો? સંકટસમયમાં અરસપરસની વ્યક્તીગત હમદર્દી, સહાનુભુતિ, મદદ આ માટે પુરતી નથી. આપણા બંધારણના ઘડવૈયાઓએ માટે જ સમગ્ર દેશના નાગરિકોમાં ભારતીય તરીકે બંધુત્વ, ભ્રાતૃભાવના( જાતિ,જ્ઞાતિ,ધર્મ, સંપ્રદાય વિ થી પર) વિકસે તે માટે તો તે મુલ્યને બંધારણના આમુખમાં( પ્રીએમ્બલ ઓફ ધી કોન્સટીટયુશન) સમાવવામાં આવ્યું છે.

હાલમાં તો દેશના નાગરિકોમાં ભ્રાતૃભાવની ભાવનાનું સતત ધોવાણ જ થયા કરે તેવા જ વાતવરણને દેશમાં પોષવામાં આવી રહ્યું છે. બળવત્તર બનાવવામાં આવ્યું છે. તેના માટે કોઇ જવાબદાર હોય તો તે દેશનો તમામ રાજકીય વર્ગ સંપુર્ણ જવાબદાર છે. ખરેખરતો  રાજકીય વર્ગની વાસ્તવિક તેમજ નૈતીક જવાબદારી પેલા ભ્રાતૃભાવનાનું મુલ્ય સમાજમાં વિકસાવવાની છે. તેને નષ્ટ કરવાની નહી. આ તો તે બધા લોકો તે ભાવનાને તોડવાનું કામ રાતદિવસ કર્યા કરે છે. જોડવાનું બિલકુલ નહી. ચુંટણી પ્રચારમાં અને તે પછી પણ તે બધાના કાર્યો જુવો, સમજો અને આપણે બોધપાઠ શીખો. હવે તો પ્રજા તરીકે એક ભારતીય સમાજ તરીકે, આપણે આવા ટોળાની લાગણીઓને ઉશ્કેરનાર રાજકારણીઓને તેમની આવી નાપાક વર્તણુકો માટે જબ્બરજસ્ત બદલો! આપવાનો સમય આવી ગયો છે. દિલ્હીએ પહેલાં પણ કર્યું હતું તેમ આ સમયે પણ તેના નિસ્વાર્થી અને નિસ્બત ધરાવતા વર્તનથી પેલા ધર્માંધ ને મતાંધ પરિબળોને પોતાના પર હાવી થવા દીધા નથી.

સૌ. તા. ૦૨–૦૩–૨૦નો ઇન્ડીયન એકપ્રેસના તંત્રી લેખનો ભાવાનુવાદ કરનાર બીપીન શ્રોફ.

http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com