Friday, March 20, 2020

કોરાના, કોરાના અને કોરાના–

કોરાના, કોરાના અને કોરાના– સમગ્ર માનવજાત પિંજરમાં અને પશુ–પંખીઓ મુક્ત.

 ચીનમાંથી આ કોરાના વાયરસ તેના વુહાન પ્રાંતના નાગરિકો( અન્ય ચીની પ્રજાની માફક જ) જેઓ માનવી સિવાયના તમામ સજીવોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેમાંથી કોઇએ " ચામાચીડીયા"નો ખોરાક તરીકે ઉપયોગ કરતાં તે ચામાચીડીયા કોરાના વાયરસના ' કેરીયર' બન્યા. અને પછી તે વાયરસે માનવીના એકબીજાના સંપર્કમાં આવવાથી જ વૈશ્વીક સ્તર પર મહામારી ' પેન્ડેમીક' નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. માનવ શરીરનું મોઢું, નાક અને આંખો ત્રણમાંથી ગમે તે અંગનો ઉપયોગ આ કોરોના વાયરસને શરીરમાં ખાસ કરીને ફેફસામાં સરળતાથી ગોઠવાઇ જવામાં મદદ કરે છે.

દિલ્હીના ઓલ ઇંડીયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીસનના વાઇરોલોજીસ્ટ વિભાગના વડાનું મંતવ્ય છે કે કોરાના વાયરસને માનવ શરીર સહેલાઇથી એક જૈવીક ઉત્ક્રાંતિના પુરાણા સાથી,મહેમાન સમજી પોઝીટવ તરીકે ટેકનીકલી આવકારે છે. કારણ કે એક જમાનામાં માનવી પણ આ બધા પશુપંખીઓની માફક જંગલમાંજ શિકારયુગમાં આ બધાજ વાયરસો સાથે જ નિવાસ કરતો હતો. તે વાયરસ ચામાચીડાયામાંથી માનવ શરીરમાં ભલે તે પ્રવેશ્યું પણ માનવ શરીરના કોઇપણ અંગો તેનો પ્રતીકાર કરતાં નથી જ. તે વાયરસને 'અપનેવાલા' સમજે છે. કોરાના વાયરસ એ સાબીતી પુરી પાડે છે કે પેલા તમામ પશુપંખીઓ તથા માનવ સહિત અન્ય સજીવોની માફક ચાર્લસ ડાર્વીનના જૈવીક ઉત્ક્રાંતીના સિધ્ધાંતો પ્રમાણે જન્મેલા છે. તમામ સજીવો દેવી સર્જનનું પરિણામ બિલકુલ નથી. જો દૈવી સર્જન હોત તો કોરાના વાયરસ આટલું બેફામ માનવ વિનાશી ગોડ, અલ્લાહ કે ઇશ્વરે બનવા દીધું ન હોત!

તમામ માનવોના શરીરોમાં આ કોરાના વાયરસ સહેલાઇથી કોઇપણ રાષ્ટ્ર, જાતિ,જ્ઞાતિ,ધર્મ અને કાળા ધોળા, વંશીય, પૈસાદાર અને ગરીબ જેવા માનવ સર્જીત ભેદભાવોથી પર રહીને (એટલે કે હિંદુ, જૈન, બુધ્ધ. શીખ, પારસી અને ઇસાઇ ઉપરાંત મુસ્લિમને પણ ભલે આપણા દેશની મોદી–શાહ સરકારે સીએએમાં બાકાત રાખ્યા) તે બધામાં પેલા ડાર્વીનની ઉત્ક્રાતિનો સમાન જૈવીક વારસો હોવાથી વિના વિઘ્ને પ્રવેશ કરી લે છે.

આ ત્રણે અંગો( મોઢું, નાક અને આંખ) ઉપર વારંવાર માનવીના હાથના થતા સ્પર્શને કારણે 'માનવ હાથનો સંપર્ક' કોરાના વાયરસ ફેલાવવાનો એજંટ બની ગયો છે. આપણા હાથનો સંપર્ક કોરાના વાયરસવાળા માનવીની કોઇપણ વસ્તુ, પદાર્થ કે અન્ય માણસના સંપર્કમાં આવતાં જે તે માનવના શરીરમાં દાખલ થાય છે. દરેક માનવીનો પોતાનો હાથ એક દિવસમાં ૫૦ કરતાં પણ વધુવાર અભાન પણે આત્રણે અંગોને નિયમિત સ્પર્શ કરતો હોય છે.

આજની તાજા માહિતી પ્રમાણે કોરાના વાયરસની અસરમાં લગભગ વિશ્વના ૧૮૦ દેશના આશરે અઢીલાખ લોકો આવી ગયેલા છે. આશરે તેમાંથી ૧૦,૦૦૦ કરતાં પણ વધારે માણસો મૃત્યુ પામ્યા છે. આ આંકડો હજુ સતત વધતો જાય છે. બીજુ દુનિયાના કોઇપણ દેશ પાસે કોરાના વાયરસના પ્રતીકાર માટે કોઇ રસી નથી. હજુ આવતા દોઢેક વર્ષમાં કોરાના વાયરસ વિરોધી રસી બજારમાં સહેલાઇથી મળે તેવા સંજોગો નહિવત છે. માટે બધા જ દેશોએ એક સરળ રસ્તો અપનાવ્યો છે.લોકો એકબીજાના સામાન્ય સંજોગોમાં સંપર્કમાં આવતા હતા તે તમામ માધ્યમોમો પર નિયંત્રણ મુકી દો. દરેક દેશોએ લોક સંપર્કમાં આવતી તમામ પ્રવૃત્તીઓ વિમાની સેવાઓ, બજારો, સ્કુલ, કોલેજ, સ્થાનીક રેલ્વે બસ વ્યવહારો, ધાર્મિક સ્થળો, અન્ય સામાજીક પ્રસંગોમાં પર નિયંત્રણો મુકી દીધા છે. નાગરિકોઓ પણ પોતાની સમજથી સામુહિક સંપર્કમાંથી દુર રહેવા માડયું છે. ઘણા બધા આધુનિક અને ઇનર્ફમેશન ટેકનોલીજી ઉધ્યોગોમાં કામ કરતા કર્મચારીઓએ પોતાના ઘરેથી કામ કરવા માડયું છે.

ગયા અઠવાડીયામાં તારિખ ૮મી માર્ચથી ૧૪મી માર્ચ સુધીમાં કોરાના વાયરસથી નવેસરથી અસર પામેલાના આંકડા અમેરિકાના દૈનીક ન્યુયોર્ક ટાઇમ્સે આજે નીચે પ્રમાણે આપ્યા છે. ઇટાલી–૨૫૫૬૪, સ્પેન–૧૨૦૨૧, ઇરાન–૯૩૧૯, ફ્રાંસ–૭૩૫૦, અમેરિકા–૭૨૭૩, જર્મની–૬૬૩૩. અમેરિકાના કેલિફોર્નીયા રાજ્યની આશરે ૪ કરોડની વસ્તીની પચાસ ટકા વસ્તી આવતા બે માસમાં કોરાના વાયરસની ઝપેટમાં આવી જશે.

આપણો દેશ, વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO)ના નિરિક્ષણો પ્રમાણે કોરાના વાયરસના જ્વાળામુખીની ટોચ પર બેઠેલો છે. આજે ભારત આ વાયરસની સ્ટેજ બે ની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. તે સંજોગોમાં નાગરિકોએ તમામ સામાજીક અને વ્યક્તિગત સંપર્કોથી દુર રહેવુ તે સિવાય બીજો કોઇ રસ્તો છે જ નહી.

કોરાના વાયરસની ચાર સ્ટેજ ટુંકમાં–

(૧) પરદેશથી આવેલા મુસાફરો પોતાના દેશમાં આ વાયરસનો પોઝેટીવ ટેસ્ટ લઇને આવે છે.

(૨) આ પરદેશી મુસાફરો તેમના નજીકના સગા સંબંધીઓના સંપર્કમાં આવતા તેમનાથી આ રોગ ફેલાય છે.

(૩) હવે આ તબક્કામાં સમગ્ર સમાજનો ઘણો બધો વીસ્તાર(Stage three occurs when community transmission takes place) આ રોગના ફેલાવાનો ભોગ બની જાય છે. હવે કોઇપણ દર્દી (નાગરિક) તેનો સંપર્ક–સંબંધ કોઇ કોરાના વાયરસના દર્દી સાથે ન થાય તો પણ તેનો લોહીનો રિપોર્ટ પોઝેટીવ આવે છે. લોકોને બિચારાને સમજણ પણ પડતી નથી કે કઇ રીતે તે આ વાયરસનો ભોગ બન્યા છે. ઇટાલી અને સ્પેન દેશના નાગરીકો આ ત્રીજી સ્ટેજમાંથી પસાર થઇ રહ્યા છે. ઇટાલીમાં ગયા અઠવાડિયા સુધી તેનો કુલ મૃત્યુ આંક ૧૮૦૦ નો હતો. તારિખ ૧૮મીને બુધવારે એકજ દિવસમાં ત્યાં ૩૮૦ માણસોના મૃત્યુ આ વાયરસથી થયાં છે.

(૪)  આ સ્ટેજ સૌથી ખરાબ સ્ટેજ છે. આ સ્ટેજમાં વાયરસ એક મહામારી ( Epidemic) ની માફક સમગ્ર વિસ્તારને ચીનની માફક ભરખી લેછે.(Stage four is the worst stage, when the disease takes the shape of an epidemic with no clear end point. This is what happened in China.)

નોંધ– હવે પછીના લેખમાં વિશ્વના જુદા જુદા દેશો આ રોગથી બચવા કેવા સંઘર્ષ કરી રહ્યા છે તેની માહિતી આપવાની કોશીષ કરીશ.

 


--