Sunday, March 8, 2020

વિશ્વ મહિલા દિવસની કાયમીસ્મૃતિ માટે.


વિશ્વ મહિલા દિવસની કાયમી સ્મૃતિ માટે.

ચાલો! આજે દિલ્હીના શાહિનબાગમાંથી તમને ગમે તે એક માનવીય ફુલનો નાનો સરખો છોડ ઘરમાં લાવી દો. શાહિનબાગની પેલી ક્રાંતીકારી બહેનોમાંથી પ્રેરણા લઇને તે છોડને ખુબજ માવજાત ભરી રીતે મોટો કરો. સમય જતાં તેમાંથી બે પ્રકારના ફુલોની મહેક આવશે. એક બંધારણીય નૈતીકતા અને બે બંધારણીય રાષ્ટ્રવાદ. તે પ્રાપ્ત કરવા નીચે મુજબના નમ્ર સુચનો આજના દિવસે કર્યા છે.

(૧)  સ્રી, તરીકે પુરૂષસમાજ અને તમામ ધર્મોએ નક્કી કરેલા કોઇપણ પ્રતીકો તમારા શરીર પર પહેરવાના, લગાવવાના આજથી બંધ કરી દો. જેવા કે કપાળમાં બિંદી, હાથમાં બંગડીઓ, સેથાંમાં સિંદુર, પગમાં ઝાંઝર, બુરખો, હિજાબ, વિગેરે વિગેરે. હું તો માનવવાદી હોવાને કારણે મને આ બધા પ્રતિકો યાદ જ આવતા નથી. સ્રીને કેદ કરવા રૂપાળા નામો આપીને તમારી સામે રૂઢીચુસ્ત વડીલો અને ધર્મોએ પરંપરાગતથી ચાલુ આવતી બેડીઓને આજથી કાયમ માટે ફગાવી દો. આ બધાજ તમારી ગુલામીના પ્રતીકો છે. " જ્યાંસુધી ગુલામોને અહેસાસ નહી થાય કે પોતે ગુલામ છે ત્યાં સુધી તેઓની ગુલામી દુનીયામાંથી જશે નહી.

(૨)મા–બાપોને વિનંતી અને ખાસ કરીને આધુનીક મમ્મીઓને કે તમારી દિકરીઓને આજથી એવું શિક્ષણ અને પ્રેમથી સુચના આપો, ટેવ પાડો કે બેટા તારે રસોડાના કોઇપણ પ્રકારના કામમાં મદદ કરવાની જ નથી. તારે આજથી રસોડામાં આવવાનું જ બંધ. મારી મમ્મી તરીકે તારા ઉછેરની સફળતા મને ત્યારે જ મળી ગણાશે જ્યારે તને રસોડાની સાણસી જ પકડતાં ન આવડે! કોઇપણ દેશમાં 'રસોડાથી મુક્તી' માં જ સ્રી મુક્તિ નિહિત સ્વરૂપે સમાયેલી છે.

(૩) તમામ ધર્મોની લગ્નવિધિઓનો બહીષ્કાર કરો. આ બધીજ ધાર્મીક વિધિઓનું પેલા " શાહિનબાગના બંધારણીય નૈતીકતાના મુલ્યોથી" પૃથ્થકરણ કરો. દરેક ધર્મોએ આ બધી વિધિઓ દુન્યવી હોવા છતાં તેના પર ધર્મોની મહોર મારીને પુરૂષ તરફી અને સ્રી વિરોધી બનાવી છે. લગ્ન કરવું જ હોય તો ઇન્ડીયન મેરેજ એક્ટ મુજબ જ નંધાવો. ભલે તમારો ધર્મ ગમે તે હોય! આ દેશના પુખ્ત ઉંમરના સ્રી પુરૂષોને સામાજીક જવાબદારી સાથે લગ્નસિવાયના સહજીવન જીવવાના અધિકારને સહજતાથી સ્વીકારો. આ માનવવાદી અધિકારને સને ૧૯૭૪માં ' વૈશ્વીક માનવવાદી ઢંઢેરા–૨ માં આ સ્વતંત્રતાની જાહેરાત કરેલી છે. તે અંગેની માનવવાદી ઉદ્ઘોષણા– " અમે માનવીના અંગત જીવનના અધિકારનો આદર કરીએ છીએ.પુખ્ત ઉંમરના સ્રી–પુરૂષોની જાતિય પસંદગી, પ્રજોપ્તિની સ્વતંત્રતા, તંદુરસ્ત આરોગ્ય અને જાતિય શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર વિગેરે સ્વતંત્રતાઓ સાથે માનવ તરીકે ગૌરવપુર્ણ મૃત્યુની સ્વતંત્રતામાં પણ માનીએ છીએ." આ ઢંઢેરાને તે સમયે ૧૫૦ જેટલા વીશ્વના નોબેલ પ્રાઇઝ જીતનાર વૈજ્ઞાનીકો, લેખકો, વિગેરે તેના પર હસ્તાક્ષર કરેલ છે.

(૪)  મહિલા આંદોલનના ઇતિહાસની સહેજ ઝાંખી––" ૨૩૧ વર્ષે પુર્વે મહિલાઓએ ફ્રાન્સમાં પ્રથમ લડત લડી હતી... ત્યારથી શિક્ષણ, લગ્ન,મતદાન, સંપત્તીના દરેક હક્ક લડીને લીધા. સમાજે સહજતાથી તેમને કંઇજ આપ્યું નથી." તે સમયની ફ્રાંસની ક્રાંતી પછી સત્તા પર આવેલી સરકારે સ્રી સંઘર્ષની તરફેણમાં " સ્વતંત્રતાની દેવીની પ્રતિમા બનાવી Statue of Liberty. અને અમેરિકાને ભેટ આપી હતી. (ભારતે ગુજરાતમાં ૨૧મી સદીમાં લોહ પુરૂષનું સ્ટેટયુ ઓફ યુનીટી બનાવ્યું છે. લેખના લેખકનું વાક્ય છે.) સદર ફકરાનું સૌજન્ય–આજનું વુમન– ભાસ્કર તા–૮–૦૩–૨૦. પાન નં–૨.

(૫) મૌલવીઓની ધમકીઓ છતાં પાકિસ્તાનમાં "વુમન માર્ચ" યોજાશે. આ વખતે કુચનું સુત્ર છે "મારૂ શરીર, મારી ઇચ્છા".....કરાંચીમાં મહિલા અધિકારો માટે કામ કરતાં પ્રો.શમા દોસા કહે છે કે ધાર્મીક જુથ હોય કે મૌલવી, અમને અમારા અધિકારો અંગે અવાજ ઉઠાવવાથી કોઇ રોકી ન શકે. અમે તૈયારી કરી લીધી છે. ભાસ્કરે સદર મહિલા માર્ચના વિરોધ કરી રહેલા ચર્ચિત ધર્મગુરૂ અને જમિયતે ઉલેમા ઇસ્લામના વડા મૌલવી ફજલુર રહેમાન સાથે વાત કરી તો તેમણે તેને અશ્લીલતા ગણાવતાં કહ્યું કે આ શું છે " મારૂ શરીર મારી ઇચ્છા". પાકિસ્તાનનું બંધારણ, કાયદો ને સભ્યતા પ્રમાણે આ પ્રકારની અશ્લીલતા ફેલાવવાની મંજુરી નથી આપતા. આ તો પશ્ચીમી દેશોનો એજન્ડા છે. મૌલવીના આ આરોપોને નકારતા પ્રો.શમા દોસા કહે છે કે તમે આને ઇસ્લામ સાથે કેવી રીતે જોડો છો? અમે પુરૂષોના વર્ચસ્વવાળા સમાજમાં  પોતાના હક્કની માંગણી કરી રહ્યા છે. તેમને ખતરો કેમ મહેસુસ થાય છે? તેને ધર્મ સાથે ન સાંકળો. મોલવી કહે છે કે આ તો વિદેશી એજન્ડા છે. ઇસ્લામે મહિલાઓને વારસો, સંપત્તિ, આજીવિકા તો આપી છે. ( તો પછી આઝાદી! ની શી જરૂર છે? લેખના લેખક) તેમને  બીજું શું જોઇએ છીએ? મૌલાનાએ સદર માર્ચને કોઇપણ ભોગે રોકવાની ધમકી આપી છે.  જ્યારે માનવઅધિકાર કાર્યકર મારવી સરમદ કહે છે કે કોઇપણ ભોગે આ માર્ચ યોજાશે. ભલે ગમે તે થાય! સૌ. આજનું વુમન ભાસ્કર પાન નં ૨૦

( ૬) આપણા દેશમાં આર એસ એસના વડા મોહન ભાગવતજીએ ટુંક સમય પહેલાં જણાવ્યું હતું કે " હિંદુ કુટુંબોમાં વધતા છુટાછેડા માટે સ્રીઓને મળતું આધુનીક શિક્ષણ જવાબદાર છે.

વિશ્વ મહિલા દિવસનું તારણ છે કે  વિશ્વમાં  જે દેશોની સ્રીઓએ આધુનિકરણ સાથે કિચન મુક્તિ, લગ્ન મુક્તી ને પ્રજનન મુક્તિ પ્રાપ્ત કરી છે ત્યાં યુનાઇટેડ નેશન્સના આંકડાઓ પ્રમાણે બળાત્કાર, અપહરણ, સ્રી વિરોધી ગુનાઓ અને સ્રીઓના અપમૃત્યુ ઓછામાં ઓછા છે..............

--