Friday, December 24, 2021

ગુજરાત મોડેલ– કુવામાં ન હોય તો હવાડામાં...

   ગુજરાત મોડેલકુવામાં ન હોય તો હવાડામાં............ એક સમાચાર. પણ શું? શાણપણ( WISDOM).

 સાહેબે બનારસકાશીમાં ગંગા નદીમાં બે ડુબકી મારી, કોરીડોરનું ઉદ્ઘાટન કર્યુ અને મહાઆરતી કરી. ભાજપા સંચાલિત ૧૧ રાજ્યના મુખ્યમંત્રીઓએ અયોધ્યા મુકામે ભેગા થઇને તે જ દિવસોમાં શહેરમાં આવેલ સરયુ નદીમાં શું કર્યુ તે સમાચાર નથી. પણ પોતાના રાજ્યોમાં હેમખેમ પાછા ફરતાં વોટસઅપ યુની્ માંથી નવીદીલ્હીની મોટી ઓફીસમાંથી એક સીલબંધ કવર મલ્યું છે તેવા સમાચાર છે. સીલબંધ કવરમાંથી સીલબંધ માહીતી મતાં સમાચાર છે કે દરેક રાજ્યોના મુખ્યંત્રીઓએ નવા ૨૦૨૨ના ગુજરાત મોડેલના પ્રોજેક્ટ પ્રમાણે પોતાના રાજ્યની તમામ નદીઓમાં ડુબકીમાર તથા નદીઓના કિનારે મહા આરતી વિ.નો નીચે મુજબનો કાર્યક્રમ રાખવો ફરજીયાત છે.

કાર્યક્રમની શરૂઆત

()  કેલીકો મીલ પાસેથી પસાર થતી સાબરમતી,વટવા ઇન્ડસ્ટી્અલ એસ્ટેટ,  નડીઆદ ન્યુશોરોકમીલ અને ઇન્ડસ્ટી્અલ એસ્ટેટ, વડોદરા એલમ્બીક કેમીકલસ, અંકલેશ્વર, વાપી વિની પણ ઇન્ડસ્ટી્અલ એસ્ટેટસ માંથી પસાર થતી નદીઓના કિનારેથી શરૂઆત કરવામાં આવશે. રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત બધા જ મહાનગરો વિ. આ મોડેલ પ્રોજેક્ટમાંથી  બાકાત ન રહેવા જોઇએ. કારણકે સમાનતા એક મુલ્ય તરીકે આપણા બંધારણનો તો આત્મા છે.

() ટી વી પર સાહેબના ડુબકીમાર કાર્યક્રમમાં જે દર્શન થયાં તેમાં હાથ ગંગા નદીમાં નીચે જમીન સુધી અડકી ગયેલા હતા કે નહી તે જોવા મળેલ નથી પણ સાહેબ ભગવા વસ્રો સાથે નદીમાંથી ક્રમશ; પગ અધ્ધર આવતા હોય તેવા દર્શન થયેલા. તેમાં નીચે મુજબનો સુધારો કરીને દરેક રાજ્યના  સીએમ સાહેબોનો  વિડીયો લેવો તેવું ફરમાન થયેલ છે.

() ફોરેન ડાયર્કટ ઇનવેસ્ટ ( એફડીઆઇ) સાથે થયેલ નવા કરારો( એમ ઓ યુ) મુજબ દરેક કે દરેક રાજ્યના ભાજપ સંચાલીત રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે " ડુબકીમાર કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. સાબરમતી, મહીસાગર, નર્મદા અને તાપી જેવી  વિશાળ નદીઓમાં મહાઆરતી શરૂ કરતાં પહેલાં આપણા સાહેબ કરતાં વધારે સારો વિડીયો લેવાય તેવો પ્રોજેકટ કરવાનો છે. પરદેશનાં વિશ્વગુરૂ પ્રોજેક્ટમાં આવા વિડીયો એકપોર્ટ થાય, લાખો ડોલર્સ સદર પ્રોજેક્ટમાંથી કમાવાય  અને એક રૂપીયાના એંસી ડોલર્સ મલે માટે કેટલાક પાયાના ફેરફારો મુળ પ્રોજેક્ટમાં કરવામાં આવેલ છે.

() ફેરફારદરેક સી એમ સાહેબે મોટા સાહેબ કરતાં મોટી નદીઓમાં કિનારે થી ઓછામાં ઓછા ૫૦ મીટર દુર લગભગ નદીની વચ્ચે ડુબકીમારકાર્યક્રમનું આયોજન કરવાનું છે. ત્યાં જઇને પછી સાહેબે કર્યા મુજબ ડીટટો કે કોપી ડુબકીમારકાર્યક્રમ કરવાનો છે. જે નવા કરાર માં લખેલું છે. તે એસ ઓ પી (Standard Operating Procedure) છે.

() દીલ્હીવાલા સાહેબોએ ખરા અંતરથી કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી છે.

 લેખ લખતાં લખતાં મળેલા સ્ટોપ પ્રેસ સમાચારદિ. ભાસ્કર ગૂરૂવાર તા. ૨૩ અને ૨૪ ના સમાચારો.

(1)  ઓમીક્રોનનો ખતરો છતાં ગુજરાત સરકાર સુશાસન સપ્તાહ અને નદી ઉત્સવ મનાવશે. તા. ૨૬થી ૩૧ ડીસેમ્બર સુધી આ ઉત્સવોની ઉજવણી થશે. સાબરમતી, નર્મદા અને તાપી કાંઠે મહાઆરતી થશે.

(2)  બ્રિટનમાં હાહાકાર. ૨૪ કલાકમાં એક લાખથી વધુ કેસો કોરોનાના અને ૧૨૦૦૦ ઓમીક્રોનના  કેસ નોંધાયાછે.

(3) ગુજરાત સરકાર ફરી ગાઇડ લાઇન પર. સમારંભો, ઉત્સવો, સમારોહ, સંમેલનો પર નિયંત્રણો લાવશે.  વાયબ્રન્ટ સમીટમાં ૪૦૦ની મર્યાદામાં લોકો હાજર રહી શકશે. દેશમાં ૩૦૦થી વધુ ઓમીક્રોના કેસો નંધાયા છે.

(4) ઓસ્ટે્લીયામાં એક જ દિવસમાં ૮૦૦૦ કેસ. તેની આરોગ્ય્ સંસ્થાએ જાન્યુઆરીથી રોજના એક લાખ કેસની આશંકા વ્યક્ત કરી છે.

(5) હૈ ગંગૈય! ગંગામાં, સાહેબના તાજેતરના બનારસીકાશીના કાર્યક્રમોમાં અંધશ્રધ્ધા હોય કે શ્રધ્ધા ( જો કે અમારા રેશનાલીસ્ટો માટે બે એક  જ છે. લેશ  માત્ર તફાવત નથી.) પણ ઓમેક્રોનના મરણતોલ પરિણામોથી દેશને અને ખાસ કરીને તમારા કિનારે કિનારે વસ્તી પ્રજાને બચાવજો! નહી તો અમારા ગુજરાતની પેલી માથા ફરેલ પારુલ ખક્ક્રર કવીયત્રી કવિતા લખી નાંખશે. ને પછી અમારા સાહેબના તંત્રે તેણીની સામે બબાલ કરવી પડશે.


--