Saturday, December 4, 2021

શું નાસ્તીકતા અને રેશનાલીઝમના ખ્યાલો ( Concept) એક જ છે કે ભિન્ન?

શું નાસ્તીકતા અને રેશનાલીઝમના ખ્યાલો ( Concept) એક જ છે કે ભિન્ન?

નાસ્તિકતા કે નિરઇશ્વરવાદનો સાદો સીધો અર્થ છે ઇશ્વરના અસ્તિત્વનો ઇન્કાર.

ગ્રીક તત્વગ્નાની એપિક્યુરસ પ્રથમ હતો જેણે ઇશ્વરના અસ્તીત્વ અંગે શંકા કરી હતી. એપિક્યુરસે ઇશ્વરના અસ્તીત્વ અંગે પ્રશ્નોની હારમાળા ઉભી કરી દીધી હતી. શું ઇશ્વર ખરેખર માનવીના દુષટ અથવા ખરાબ વર્તનોને અટકાવવામાં રસ ધરાવે છે ખરો? તે ખરેખર તે અટકાવવામાં શક્તિશાળી છે ખરો? તે અસહાય,અશક્ત કે નામર્દ છે. (Then he is impotent.) વિશ્વના માનવીઓના ખરાબ વર્તનો રોકવામાં જો ઇશ્વર અશક્તિશાળી હોય અને તે દુર કરવાની લેશ માત્ર ઇચ્છા ધરાવતો ન હોય તો તેને સર્વશક્તિશાળી કહેવાની જરૂર શા માટે છે? ( Then why call him God?) Epicurus. માટે પૃથ્વી પરના તમામ બાળકો ફક્ત ને ફક્ત નાસ્તિક તરીકે જ જન્મે છે. તેમના માબાપો નવજાત શિશુ પર પોતાનો ધર્મ થોપી દે છે.

રેશનાલીઝમ અથવા તર્કવિવેકશક્તિ એ માનવીય જૈવીક સંઘર્ષમાંથી વિકસેલું એક માનવ મુલ્ય છે. જે માનવીને દુન્યવી સત્ય શોધવામાં મદદ કરે છે. તે માનવીને ઇશ્વરની કોઇપણ પ્રકારની મદદ્વ સિવાય કેવી રીતે એકબીજાના માનવીય સહકારથી સ્વ અને અન્યનું જીવન ટકાવી શકાય, વિકસાવી શકાય અને સમૃધ્ધ બનાવી શકાય, તે માટેનો માર્ગ બતાવે છે.

 બીજુ, રેશનાલીઝમ માનવીને એ શીખવે છે. તમામ પ્રકારનું માનવ જીવન એ માનવીય પ્રયત્નોનું સર્જન છે. તેથી તે જીવનને બદલી શકાય છે. કોઇપણ જીવન પધ્ધતી જો અમાનવીય હોય, શોષણખોર હોય, માનવ પ્રગતીને રૂંધનારી હોય તો તેને ચોક્ક્સ માનવીય સહકારભર્યા પ્રયત્નોથી બદલી શકાય છે. કારણકે વિશ્વભરના તમામ ધર્મોથી માંડીને દુન્યવી વ્યવહારોનો સર્જન કરતા કાળામાથાનો માનવી છે. માનવ સંસ્કૃતીમાં આવતા તમામ પરિવર્તનો માનવીય પ્રયત્નોનું જ પરિણામ હોય છે. તેમાં પેલા શક્તીમાન નહી પણ અશક્તીમાનનો કોઇ ફાળો હોતો નથી. રેશનાલીઝમ   માનવીય પરિવર્તનનો એજંટ છે. જેનું ક્રાંતિકારી કામ પૃથ્વી પરના ઇશ્વરી એજેંટોને  તેમના ઇશ્વરની માફક જ નામર્દ બનાવવાનું છે. આશરે ૨૫૦૦વર્ષ પહેલાં આ કામ ગ્રીક તત્વગ્નાની એપિક્યુરસે શરૂ કરેલું હતું તે કામ હજુ પુરૂ થવાનું બાકી છે.  


--