Saturday, December 25, 2021

ક્રિસમસ ટી્ સામે હયુમેનીસ્ટ એન્ડ એથીયેસ્ટ ટી્ ઇન અમેરીકા.

ક્રિસમસ ટી્ સામે હયુમેનીસ્ટ એન્ડ એથીયેસ્ટ ટી્ ઇન અમેરીકા.

 તારીખ ૨૫મી ડીસેમ્બરે સમગ્ર ખ્રીસ્તી જગત હેપી ક્રિસમસ ડે તરીકે ઉજવે છે. તે બધા માટે આ બહુ પવિત્ર દિવસ ગણવામાં આવે છે. ક્રીસમસ ટી્ને  રંગે ચંગે શણગારવામાં આવે છે. તેના વૃક્ષની શાખાઓ ઉપર ઘંટડી, દીવા, લાઇટની સીરીઝ અને માનવ મનમાં જે સ્ફુરે, કે વિચાર આવે તે બધુ ડેકોરેશન તરીકે   મુકીને તેને શણગારવામાં આવે છે.  પોતાના ઘરના નાના બાળકોને શ્રધ્ધાઅંધશ્રધ્ધા સાથે એવો ભયંકર જુઠઠણો વિશ્વાસ પેદા કરવામાં આવે છે  કે મોડી રાત્રે શાંતાક્લોઝ ઘરમાંની ફાયર પ્લેસવાળી ચીમનીમાંથી નીચે આવશે અને તમારા બધા બાળકો માટે ભેટસોગાદો પેલા ક્રીસમીસ ટી્ પાસે મુકી જશે. શાંતા નો આભાર માનવા કે થેક્સ કહેવા તે ઝાડ પાસે દુધનો કટોરો માબાપો મુકે છે. વધારામાં બાળકોના માબાપો પેલા ચમત્કારી રેન્ડીયરના ગાડીમાં બેસીને આવતા શાન્તા સાથે એવી ગોઠવણ કરે છે કે  બાળકો જે  ભેટોની ફરમાઇસ કરે  તેવી બધી ગીફ્ટસ શાંતા લાવીને પેલા ક્રીસમસ ટી્ પાસે , ઘરના બાળકો સુતા હોય  ત્યારે મુકી જાય છે.

 આવી ભયંકર અંધશ્રધ્ધા સામે અમેરીકન હ્યુમેનીસ્ટ, એથીકલ, અને એથીયેસ્ટ વિ. સંસ્થાઓએ નાતાલના પંદર દિવસ પહેલાંજ દરેક શહેરના બગીચાઓ,અને અન્ય જાહેર સ્થળો પર ટી્ ઓફ નોલેજ ના પ્રદર્શનો શરૂ કરી દે છે. ક્રીસમસ ટી્ ની સામે બીજા કૃત્રીમ ઝાડ ઉભા કરી દેવામાં આવે છે. તેના થડ, ડાળીઓ અને પાંદડાઓ પર ખાસ ક્રાંતીકારી, સમાજ પરિવર્તનને પ્રદર્શીત કરતી ચોપડીઓ અને ફોટાઓ અને ડાર્વિનનું ઉત્કાતિ વાળુ ટી્ ઓફ ઇવોલ્યુશન પણ બતાવવામાં આવે છે. ગેલોલીયોનું દુરબીન, બ્રનો અને કોપરનીકસ અને ડાર્વીનની ' થીયરી ઓફ ઇવોલ્યુશન, હેનગ્રે ની એનેટોમી, અમેરીકાના પ્રથમ ત્રણ નિરઇશ્વરવાદી રાષટ્પ્રમુખોના ફોટા, કપ્યુટર, મોબાઇલ. સ્પુટનીક વિ વિ. આ બધા વૃક્ષો પર સરસ ડેકોરેટ કરીને મુકવામાં અવેલા હોય છે.

 અમેરીકાની જુની રાજધાની ફીલાડેલફીયામાં થોમસ જેફરસનના સ્ટેટયુ પાસે મેં પોતે આવા ટી્ ઓફ નોલેજ જોયેલાં હતાં.  બધું જાતે જોયેલું છે. પુરાવા તરીકે ગુગલ સર્ચમાંથી અત્રે તેના ફોટા મુકેલા છે.

આપણી અંધશ્રધ્ધા સામેની લડાઇ સ્થાનીકની સાથે સાથે વૈશ્વીક પણ છે.

 

 

 

 


--