Sunday, April 17, 2022

ઉગ્ર અને અતાર્કીક હિંદુત્વ લેખ–૧.

ઉગ્ર અને અતાર્કીક હિદુંત્વ આધારિત ઉન્માદના વિકલ્પે માનવમુલ્યો કેન્દ્રીત નવું ભારત શક્ય છે? હા! બિલકુલ શક્ય છે. ચલો! કેવી રીતે શક્ય છે તે સમજવાની કોશીશ કરીએ.

આપણને સૌ ને સારી રીતે ખબર છે કે સને ૧૯૭૫માં શ્રીમતી ગાંધીએ  પોતાની સામે આવેલા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા પછી વડાપ્રધાનપદ અને રાજકીય સત્તા ટકાવી રાખવા રાષ્ટ્રીય કટોકટી દાખલ કરી હતી. કટોકટી દરમ્યાન શ્રીમતી ગાંધીએ, બંધારણે બક્ષેલા તમામ મુળભુત અધિકારો નાબુદ કરેલા હતા.. ન્યાયતંત્ર, સંસદ, અખબારી સ્વાતંત્ર્ય અને રાજકીય વિરોધ નામશેષ કરી દીધો હતો. જયપ્રકાશ નારાયણ સહિત વિરોધ પક્ષના લગભગ તમામ નેતઓને ' મીસા' હેઠળ જેલના સળીયા પાછળ મુકી દીધા હતા. શ્રીમતી ગાંધીએ તે સમયે  જે કટોકટી દાખલ કરેલી તે ઘોષીત કટોકટી તરીકે ઓળખાય છે. તેઓની સરકારને રાજકીય અભ્યાસક્રમમાં એકહથ્થુ સરમુખત્યારશાહી કહેવાય. જેમાં રાજકીય સત્તાનું એકજ વ્યક્તીના હાથમાં કેન્દ્રીકરણ થાય છે.

 

આજે મોદી–શાહ સંચાલિત સને ૨૦૧૪થી શરૂ થયેલી કટોકટીને અઘોષિત કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ઇંદીરાજીની ઘોષીત કટોકટીમાં મીસા હેઠળ દેશના નાગરીકોમાં એવો ભય પેદા કરવામાં આવ્યો હતો કે પોલીસ રાત્રે આવીને કોઇપણ નાગરીકનું બારણું ખટખટાવી મીસા હેઠળ ધરપકડ કરી શકે છે.

આજે આપણા દેશમાં કોઇપણ પ્રકારના વર્તમાન સત્તાધીશ સરકાર સામેના વિરોધને નામશેષ કરવા માટે એનફોર્સ ડીપાર્ટમેંટ (ઇડી), નેશનલ સીક્યોરીટી એકટ( એન એસ એ) ,સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) અને અનલોફુલ એક્ટીવીટીઝ (પ્રીવેન્શેન) એકટ (યુએપીએ),નો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરના કાયદાઓની મદદથી સરકાર પોતાના તમામ પ્રકારના વિરોધોઓને બિનજામીનપાત્ર ગુના હેઠળ પકડીને એફ આઇ આર 'દાખલ કર્યા સિવાય, અને ' નો બેઇલ'ની  છત્રછાયા હેઠળ મહિનાઓ કે વર્ષો સુધી જેલમાં, કોર્ટમાં રજુ કર્યા સિવાય ગોંધી રાખી શકે છે. ભીમાકોરેગાંવ પુનાના કેસના અપરાધીઓ જે બધા માનવ અધિકારો માટે દેશમાં પોતાના જુદા જુદા ક્ષેત્રોમાં સંઘર્ષ કરતા હતા, તે બધાને યુએપીએ અને રાષ્ટ્રદ્રોહના કાયદા હેઠળ ' અર્બન નક્ષલ' ના વિશેષણ હેઠળ જેલમાં પુરી રાખ્યા છે. યુએપીએ કાયદા હેઠળ પત્રકારો, સામાજીક કર્મનીષ્ઠો, કલાકારો,વિધ્યાર્થીએ, સામાજીક ન્યાય માટે આદીવાસી ક્ષેત્રોમાં કામ કરતા અનેક યુવાનોની ધરપકડ કરવા માટે સદર  બે મહાન (!) શસ્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અરે! બેંગલોરની ટીનએજર્સ દિશા રવી જેવી પર્યાવરણવાદી,એક આપણી દિકરી સમાન કર્મનીષ્ઠને આંતરરાષ્ટ્ટ્રીય કક્ષાએ નાની ઉંમરે મળેલા બહુમાનનું ગૌરવ લેવાને બદલે આ બહાદુર (!) અમીત શાહ અને મોદીની સરકારે તેણીને ઘેરથી ધરપકડ કરી લાવવા દિલ્હીની પોલીસ મોકલી હતી. સોરાષ્ટ્ટ્રની એક કવિયત્રી પારૂલ કકરે એક કવીતા લખી

'साहेब तुम्हारे रामराज में शव-वाहिनी गंगा

 તેમાં જાણે આ છપ્પન ઇંચની છાતીવાળા નેતાની સરકાર સામે  અવિશ્વાસની દરખાસ્ત પાસ થઇ ગઇ હોય તેવી અફડતફડી પારૂલબેન સામે  મચી ગઇ. ત્યારે અમને બહાદુર સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટના હમેંશા યાદ રહેલા શબ્દો " મને ઇગ્લેંડની રોયલ આર્મીનો જેટલો ભય નથી તેના કરતાં અનેક ગણો ભય, પેરીસના દૈનીક પેપરના તંત્રીઓએ મારી વિરૂધ્ધ અને ફ્રાંસના હિતમાં લખેલા તંત્રી લેખોના મુલ્યાંકનનો હોય છે. "

 

 

 આ સત્તાધીશો પાસે ક્ષુલ્લક બે શસ્રો છે. એક રાષ્ટ્રપ્રેમ (Patri0itism) અને બીજું શસ્ર છે સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ( cultural Nationalism). આ રીતે દેશમાં જે નાગરીકો, પત્રકારો અને સત્તાધીશોના લીસ્ટમાં ભલે બંધારણીય હક્ક મુજબ અભીવ્યક્તીના સ્વાતંત્રયના અધિકાર મુજબ પોતાનું કામ કરતા હોય તે બધાને ફોજદારી ગુના હેઠળ બિનજામીનપાત્ર કલમોનો ઉપયોગ કરીને જેલમાં પુરી દેવામાં આવ્યા છે. આજે બધાની સંખ્યા સેંકડો નહી પણ હજારોમાં છે.

રાજ્યકર્તા સત્તાધીશોની દખલગીરી સર્વોચ્ચ ન્યાયતંત્રમાં આઝાદી પછી પહેલીવાર એટલી બધી વધી ગઇ કે સર્વોચ્ચ અદાલતના કેટલાક વર્તમાન ન્યાયાધીશોએ કોર્ટ બહાર જાહેરમાં પત્રકાર પરિષદ આયોજીત કરીને વિરોધ કર્યો હતો.

મોદી–શાહ– આર એસ એસ–બીજેપી અને તેમના દ્રારા સંચાલિત નામી–અનામી સંસ્થાઓનો એહથ્થુ, વ્યક્તિપુજા આધારીત મોદી નેતૃત્વની મદદથી રાજ્યસત્તાનો દમનનો કોરડાએ કેવી રીતે દેશના નાગરીક જીવન ઉપર ભરડો લઇ લીધો છે તેનું મુલ્યાંકન કરીએ.

પણ આપણા દેશમાં આ સત્તાધીશોનો એજન્ડા સર્વસત્તાધીશવાદ જેને અંગ્રેજીમાં " tOTALITARIANISM" (Totalitarianism refers to a political system in which all authority is in the hands of the state. In a totalitarian society, all control of public and private life is government-run.- The ambitions of a Totalitarian government are far wider and its abilities far deeper than those of an  authoritarian one.)કહે છે. તેનો ટુંકમાં અર્થ 'નાગરીક જીવન' પર રાજ્ય સત્તાનો સંપુર્ણ નિયંત્રણ .

દેશના તમામ નાગરીકોએ અને ખાસ કરીને મુસ્લીમ લઘુમતીએ, શું ખાવુ. પીવુ, ઓઢવું, કયા ઇશ્વરને ભજવું, કોની સાથે લગ્ન કરવા, હિંદુ યુવાનો– યુવતીઓએ પણ લગ્ન જ્ઞાતી કે ગોળ બહાર ન કરવા, તેમજ મા– બાપની સંમતિ સીવાય તો ક્યારે નહી,  ગામ કે શહેરમાં કયા વિસ્તારના રહેઠાણ રાખી જીવવું, દલિતો યુવાનોએ દરબારો જેવી(!) મુછો રાખવી કે નહી, દલિત વરરાજાએ ઘોડાપર બેસી વરઘોડો કાઢવો કે નહી, અખબારઓએ કેવા ન્યુઝ પ્રકાશિત કરવા, ટીવી ન્યુઝ ચેનોલોએ રાજ્યસત્તાને અનુકુળ જ ધર્મ બજાવવો, વિગેરે વિગેરે. દેશના દરેક નાગરીકના અંગત જીવનના તમામ નીજી અધિકારો પર રાજ્ય–(હિંદુ)ધર્મ સત્તા આધારિત નિયંત્રણ. આ " વન પોંઇટ એજન્ડા" ના અમલ માટે ધર્મસત્તા અને રાજ્ય સત્તાના સંયુક્ત સહકારથી કેવું ભયંકર ગઠબંધન– આયોજન કરી શકાય છે તેનો તાદ્શય નમુનો રામનવમી નિમિત્તે જુદા જુદા રાજ્યોમાં થયેલા એકી સાથે થયેલા કોમીદંગાની જન્મકુંડળીઓનો અભ્યાસ કરો. સુસજ્જ અને ધર્માંધ– નશામાં ચુરચુર બનેલા ટોળાઓની (કાયદાના રક્ષકોની હાજરીમાં જ કે મુકસંમતીમાં) ન્યાય નક્કી કરવાની રીતરસમો તો જુઓ, જાણે જંગલમાંથી કેટલાય દિવસોથી ભુખ્યાડાંસ રહેલા હિસંક પશુઓ માનવભીડ પર તુટી પડયા! પછી બુલડોઝર વાળી કરવી. દેશમાં ઝડપથી પ્રસરાતા સર્વાસત્તાવાદને ' બહુમતી પ્રજાએ' જાણે કાયદેસરતા બક્ષી છે. આ સર્વાસત્તાવાદના રાજકીય સત્તાધીશોએ તેના ટેકેદારોને સામુહિક અત્યાચારો કરવા માટેના એજંટો બનાવીને જાણે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને દ્રારકાથી આસામ સુધી ટોળાન્યાય નક્કી કરવાનો બેરોકટોક રાષ્ટ્ર વ્યાપી વીસા પરમીટ આપી દીધી છે?

આવી રાજ્યસત્તા – " બહુમતીધર્મકેન્દ્રીત– સર્વસત્તાવાદી–એકાધિકારવાદ (tOTALITARIANISM) રાજ્યપ્રથાના પરિણામો આપણા ભારત દેશને ક્યાં લઇ જઇને અટકશે તેનું તારણ કાઢવું સરળ નથી.પણ વિશ્વના કેટલાક રાષ્ટ્રોમાં સર્વસત્તાવાદી રાજ્યસત્તાઓએ કરેલા કરોડોના નરસંહાર પછી તેમાંથી પસાર થઇને બહાર નીકળ્યા છે તે બધાના લક્ષણોની સામ્યતાઓ શોધી કાઢી છે જે નીચે મુજબ છે.

 

(૧) પ્રથમ આ સર્વસત્તાવાદી રાષ્ટ્રમાં બે સત્તા કેન્દ્રો હોય છે. એક કાયદા અને લોકશાહી માર્ગે સત્તાધીન બનેલું રાજ્ય ('normative state) અને બીજું દેશમાં સત્તાપક્ષ અને તેના નેતાઓ સંચાલિત અન્ય સંસ્થાઓ દ્રારા અંધાધુધી ફેલાવવાનારૂ રાજ્ય . (prerogative state' which is nothing but 'institutionalised lawlessness.) વધુ આવતા લેખમાં .

 

 

 


--